Wednesday, 3 February 2016

[amdavadis4ever] સારું થયું આઝાદ થઇ ગયા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એ ગોરા સાલ્લા રસ્તા પર થુકવા દેતા નોતા
રસ્તા પાણી થી ધોતા હતા
આપણે કેટલા નસીબ વાળા ગમે ત્યાં થૂકી શકયા ગુટખા ખાઈ
સારું થયું આઝાદ થઇ ગયા
તે અંગ્રેજો ગધેડા અનાજ માં ભેળસેળ કરવા દેતા નોતા
મૂરખા રેસોન માં સારું અનાજ આપતા
કેટલા ભાગ્યશાળી કે હવે દૂધ દવા અનાજ માં બેફામ ભેળસેળ કરવા મુકત થયા
સારું થયું આઝાદ થયા
એ મૂરખ અંગ્રેજો શિક્ષણ નો વેપાર કરવા દેતા નોતા
સારું ઉચ્ચ ગુણવત્તા નું શિક્ષણ મફત આપતા હતા
હવે શિક્ષણ નો વેપાર કરી યુવાનો ની જીંદગી બરબાદ કરવા ભાગ્યશાળી બન્યા
સારું થયું આપણે આઝાદ થયા
એ જુલ્મી ધોળિયા અનાથ ગરીબ બાળકો ને ભીખ માગવા દેતા નોતા
દરિદ્રો આવા બાળકો માટે અનાથાશ્રમ બનાવતા હતા
હવે બાળકો નું અપહરણ કરી અપંગ બનાવી ભીખ મગાવી ઉદાર આપણે થયા
સારું થયું આઝાદ આપણે થયા
એ ફિરંગીઓ લાંચ ખાવા દેતા નોતા
ગધેડા લાંચ લેનાર ને લાતો મારી કાઢી મૂકતા હતા
હવે આપણે લાંચિયા ની સમૃધી માં સહભાગી થવા સક્ષમ થયા
સારું થયું આઝાદ થયા
સાલા ડરપોક  અંગ્રેજો!!  શૂરવીર રાજપૂત થી ગભરાઇ ને
મા- બેન દિકરી સાથે અદબ થી વાત કરતા
આજે આપણ ને રોકનાર કોઈ પણ વ્યક્તિ નથી
સારુ થયુ આઝાદ થયા
ગણતંત્ર દિવસ ની પૂર્વ સંધ્યા એ લખાયેલી કવિતા

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment