Tuesday, 2 February 2016

[amdavadis4ever] કૃતજ્ઞતા વ્યક્ત કર વાની તક આવ ે ત્યારે ઊ ણા ઊતરીએ તે કૃતઘ્નત ા નહીં તો બીજું શું!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



થોડા સમય પહેલાં મુંબઈના એક સિનેમા હૉલમાં કિસ્સો બનેલો. ફિલ્મ શરૂ થતાં પહેલાં સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત રજૂ થયું ત્યારે શિરસ્તા મુજબ એક કપલ ઊભું ન થયું અને સીટ ઉપર જ બેસી રહ્યું તેનાથી ગિન્નાઈને અન્ય પ્રેક્ષકોએ તેને સિનેમા હૉલમાંથી બહાર ધકેલ્યું હતું. ત્યાર બાદ ફિલ્મ લાઇનની કોઇ ક્રિયેટિવ વ્યક્તિએ પણ એવી હરકત કરી હોવાના સમાચાર વાંચ્યા હતા. હમણાં જ ગયેલા પ્રજાસત્તાક દિન નિમિત્તે વોટ્સ ઍપ પર શુભેચ્છાસંદેશાઓની લાઇન લાગી હતી. તેમાંનો એક ફોરવર્ડ જોઇને ઉપરના કિસ્સાઓ યાદ આવી ગયા. એ નાનકડી વિડીયો ક્લિપમાં એક નિવૃત્ત શિક્ષક્ સરકારી દફતરમાં પોતે કરેલી કોઇ અરજી વિશે પૃછા કરી રહેલા દેખાય છે. એ પૂછે છે કે મારી ફાઇલ ક્યાં પહોંચી? ડેસ્ક પરનો અધિકારી જવાબ આપે છે કે હતી ત્યાં જ છે. પછી એ ટિપિકલ ખાઉ અધિકારી પેલા સજ્જન શિક્ષકને જ્ઞાન આપે છે કે ફાઇલ ઉપર વજન મૂકો તો એ આગળ જાય. શિક્ષક બે ક્ષણ ચૂપચાપ તેને તાકી રહે છે અને પછી ફાઇલ માગે છે. અધિકારી લૂચ્ચુ હસીને કહે છે કે સમજદાર છો. શિક્ષક ફાઇલની અંદર કંઇક રાખીને ફાઇલ તેને પાછી આપે છે. અધિકારી ફાઇલ ઊપાડી નેબોલે છે કે હંમ્મ્મ્મમ્મ બરાબર વજન મૂક્યું, હવે તમારું કામ થઈ જશે. શિક્ષક ઊભા થઈને જવા લાગે છે. દરમિયાન અધિકારી ફાઇલ ખોલીને જુએ છે. તે સ્તબ્ધ થઈ જાય છે! ફાઇલમાં એને શું જોવા મળે છે! આપણો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો. અને બૅકગ્રાઉન્ડમાં રાષ્ટ્રગીતની ધૂન- માત્ર મ્યુઝિક- સંભળાય છે, અને તે ઊભો થઈ જાય છે. તેના ચહેરા પર શરમ અને ગિલ્ટના ભાવ છવાઈ જાય છે! એ નાનકડો ત્રિરંગો અને રાષ્ટ્રગીતની મ્યુઝિકલ ધૂન માત્ર પેલા રીઢા લાંચિયા અધિકારીને શરમિંદગીનો અનુભવ કરાવવા પૂરતા હતા. 

જોગાનુજોગ પ્રજાસત્તાક દિને જ 'એરલિફ્ટ' ફિલ્મ જોઈ. પરદેશમાં વસતા અને એશ-ઓ-આરામની જિંદગી ગુજારતા હોય ત્યારે દેશની એબ જ જેમના નજરે ચડે છે તેવા ભારતીયોને વિપદ પડે ત્યારે દેશની કિંમત કેવી સમજાય છે! ૧૯૯૦માં ઇરાક્ના સરમુખત્યાર સદ્દામ હુસૈને કુવૈત પર આક્રમણ કર્યું ત્યારે સર્જાયેલી ભયાનક પરિસ્થિતિમાં અને ત્યાં રહેલા ભારતીયોએ અનુભવેલી ભીષણ પરિસ્થિતિ પર ફિલ્મ આધારિત છે. અલબત્ત વાસ્તવિકતા સાથે ઘણી છૂટછાટ લેવામાં આવી છે. અહીં ફિલ્મનું વિશ્ર્લેષણ કરવાનો ઇરાદો નથી, પણ તેનું એક મર્મસ્પર્શી ગીત યાદ કરવું છે.

એક વાર જેને પોતાનું માન્યું હતું અને જ્યાં અત્યાર સુધી તગડી આજીવિકા રળતા હતા એવા કુવૈતને છોડી ભારત પાછા ફરવા વલખતાં ભારતીયો ગજબનાક મુશીબતો વેઠીને માંડમાંડ જોર્ડનના અમાન ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પંહોચ્યા છે. 'ક્વીન આલિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ'ની બહાર જાણે માનવ મહાસાગર ઊમટયો છે. એરપોર્ટની ઇમારત પર રેસ્ક્યુ માટે પહોંચેલા અનેક દેશોના રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યા છે. પણ ત્રિરંગાની ગેરહાજરી જોઇ એ લાચાર માનવ સમુદાય નાસીપાસ થાય છે. ત્યાં જ કુવૈતમાં ફસાયેલા ભારતીયોને ભારત લાવવા ઇન્ડિયન એરફોર્સના વિમાનો અમાન પહોંચી જાય છે અને ભારતીય રાષ્ટ્રધ્વજ પણ ઉપર ચડીને ફરકી રહે છે! ત્યારે દેશ પાછા ફરવાની આશમાં ઊમટેલા ભારતીય નિરાશ્રિતોના હૃદયમાં કેવી ટાઢક થાય છે અને હાશ થાય છે તે દૃશ્ય અને તેની સાથે બૅકગ્રાઉન્ડમાં સંભળાતું ગીત હૃદયમાં કોતરાઈ જાય તેવું છે. 

તેના શબ્દો હલાવી નાખે તેવા છે. 

'તું ભૂલા જિસે, 

તુજ્કો વો યાદ કરતા રહા

તું જીતા રહા, 

તેરે લિયે વો મરતા રહા

તેરે દર્દ કી આહટ સૂની, 

વો આ ગયા સબ છોડ કે

તેરી રાહ મેં લે કર ખુશી 

વો હૈ ખડા 

હર મોડ પે સબ છોડ કે

તેરી ફિકરમેં ગુઝરતા રહા લમ્હા દર લમ્હા

તેરે સાથ દુનિયા થી, વો રહા તનહા કા તનહા....'

કારગીલ યુદ્ધના બૅકગ્રાઉન્ડ પર બનેલી ફિલ્મ 'લક્ષ્ય'માં આર્મી કર્નલ બનેલા અમિતાભ બચ્ચન યંગ આર્મીમાં નવા નવા આર્મી ઑફિસર કરણ શેરગિલ(ઋતિક રોશન)ને આવકારે છે ત્યારે એક હૃદયસ્પર્શી સંવાદ બોલે છે: 'ઇસ દેશ કે સો કરોડ ઇન્સાન ઇસ વિશ્ર્વાસ કે સાથ સોતે હૈ કિ મૈં ઔર તું જાગ રહે હૈ'. એરલિફ્ટના આ ગીતની છેલ્લી બે પંક્તિઓ વાંચતા હાડ ગાળી નાખતી ઠંડીમાં સરહદની રક્ષા કરતા કે અડાબીડ જંગલોમાં ફરજ બજાવતા જવાનોની છબી તાદૃશ્ય થઈ ગઈ. એ લોકો પોતાના પરિવાર અને પ્રિયજનોથી કોષો દૂર રાષ્ટ્રની સલામતી અને સ્વતંત્રતાની રક્ષા કરી રહ્યા છે. સલામત અને સુવિધાભરી આપણી રોજિંદી જિંદગીમાં આપણે તેમને ક્યારેય યાદ કરીએ છીએ? પણ એના હૃદયમાં તો સદાય આપણે રહેલા છીએ. પોતાની જિંદગીઓ દેશની રક્ષા કાજે લખી આપતા આ જવાનોના કાને રાષ્ટ્રગીતના શબ્દો પડતાં જ તેમના સીના ટટ્ટાર અને શિર ઉન્નત થઈ જાય છે. દેશની શાન સમા તિરંગાને આંચ ન આવે એ માટે તેઓ ગમે એવી આકરી કિંમત હસ્તે મોઢે ચૂકવે છે. મને સવાલ થાય છે કે કોઇ પણ ભારતીયના દિલમાં પણ રાષ્ટ્રગીત સાંભળતાં કે હવામાં લહેરાતો તિરંગો જોઇને રાષ્ટ્રપ્રેમની હેલી આપોઆપ નહીં ચડી આવતી હોય? 

હમણાં જ વૉટ્સ ઍપ પર એક ફોરવર્ડ આવ્યો છે. જયપુર કેન્ટોનમેન્ટ એરિયામાં એક મોટું બિલબોર્ડ છે તેના પર આ શબ્દો અંગ્રેજીમાં લખ્યા છે: 'સોલ્જર માટે કંઇક કરવું છે? તો એવા ભારતીય બનો જેને માટે લડવાનું વર્થ લાગે.' તેમને ક્યારેય એવો વિચાર નહીં આવતો હોય કે આપણે જેમને માટે જાન આપી દેતા અચકાતા નથી તે લોકો એ કુરબાનીને પાત્ર છે ખરા?! આપણા જીવનને સુચારુ રૂપે ચલાવવામાં આવા અનેક લોકોનું યોગદાન હોય છે. તેમના તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આવે ત્યારે આપણે ઓછા પડીએ તે નગુણાપણું કે કૃતઘ્નતા નહીં તો બીજું શું!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment