Monday, 15 February 2016

[amdavadis4ever] જેએનયુને હવે એસવીપી બનાવીએ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી આજકાલથી નહીં દાયકાઓથી માર્ક્સસિસ્ટ સેક્યુલર દેશદ્રોહીઓનો અડ્ડો છે. (હા સેક્યુલરો અને માર્ક્સવાદીઓ દેશદ્રોહી જ હોય અને આ બાબતમાં આપડી સાથે કોઈએ દલીલ-બલીલ કરવી નહીં, સું?)

સંસદ પર આતંકવાદી હુમલો કરવામાં સાથ આપનાર અફઝલ ગુરુને ફાંસી અપાઈ ત્યારે કૉન્ગ્રેસનું રાજ હતું. ૨૦૧૩. તે વખતે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કોઈ આંદોલન કર્યું હોત, અફઝલ ગુરુની તરફેણમાં, તો પણ તે દેશદ્રોહી આંદોલન જ ગણાયું હોત. આ વિદ્યાર્થીઓને છેક રહી રહીને, મોદીના રાજમાં આંદોલન કરવાનું સૂઝ્યું એની પાછળ સ્વાભાવિક છે કે ફ્રસ્ટ્રેટેડ કૉન્ગ્રેસીઓનો, અને કૉન્ગ્રેસના શાસન દરમ્યાન દિવ્યાંગ થઈ ચૂકેલા સામ્યવાદીઓનો હાથ છે. (મોદીજી)એ કહ્યું છે કે વિકલાંગને બદલે દિવ્યાંગ વાપરવું એટલે વાપરવું. બાકી અમને પર્સનલી શબ્દોની આવી યુફેમિઝમ પસંદ નથી. જરા વિચાર કરો જેમની ફોઈઓએ પોતાની ભગિનીઓનાં નામ દિવ્યાંગ પાડ્યાં છે એમને આ શબ્દને આ રેફરન્સમાં વપરાતાં કેવું લાગતું હશે.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ઉર્ફે જેએનયુના અધ્યાપકગણમાં સેક્યુલર - સામ્યવાદી વિચારસરણી સિવાયની વ્યક્તિઓને અછૂત ગણવામાં આવે છે તે વિશે થોડા મહિના પહેલાં જ આ કોલમમાં વિગતે લખાઈ ગયું. મીડિયાવાળા એબીવીપી અર્થાત્ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાજપની સ્ટુડન્ટ વિંગ છે એવું ગાઈ બજાવીને કહેતા ફરે છે. કેટલાક નખ્ખોદિયાઓ તો એબીવીપીને ખોટી રીતે આરએસએસની વિદ્યાર્થી પાંખ તરીકે ચગાવે છે. આમાંનું કોઈ બદમાશ જણ કહેતું નથી કે દેશદ્રોહી અફઝલ ગુરુની તરફેણમાં આંદોલન યોજીને દેશદ્રોહના ગુનાનો આરોપી બનેલો વિદ્યાર્થી નેતા સામ્યવાદી પક્ષની વિદ્યાર્થી પાંખનો સભ્ય છે. શું નામ એનુ? ક્ધહૈયાકુમાર. ૨૦૧૩ની ૯મી ફેબ્રુઆરીએ બિહાર જેલમાં અફઝલને લટકાવી દેવામાં આવ્યો હતો એટલે એની 'પવિત્ર યાદમાં' ત્રીજી વરસી મનાવવા એ.આઈ.એસ.એફ. (ઑલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન જે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાની સ્ટુડન્ટ્સ વિંગ છે)ના નેજા હેઠળ ક્ધહૈયાએ આંદોલન યોજ્યું. ક્ધહૈયો સ્કૂલના દિવસોથી આ વિદ્યાર્થી ફેડરેશનનો સભ્ય છે એવું એના નાના ભાઈએ કહ્યું છે. ભાઈએ એમ પણ કહ્યું છે કે 'અમારું આખું ફૅમિલી કમ્યુનિસ્ટ છે.'

ભારતના સૌથી હલકી જાતના સામ્યવાદી નેતાઓમાં જેઓ સૌથી વધુ જાણીતા છે તેમાંના બે - પ્રકાશ કરાત અને સીતારામ યેચુરી - આ જેએનયુમાં ભણીને જ બહાર આવ્યા છે. જેએનયુ સેક્યુલરોનો અડ્ડો દાયકાઓથી છે, પહેલાં જ કહ્યું તમને. પ્રકાશ કરાત દસ વરસ સુધી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સસિસ્ટ)નાં મુખિયા રહ્યા પછી પદમુક્ત થયા ને એમના સ્થાને હવે સીતારામ યેચુરી છે. પ્રકાશ

કરાતની ન્યુસન્સ મેકર અર્ધાંગિની બ્રિન્દા કરાત એનડી ટીવીના માલિક પ્રણવ રૉયનાં સાળી થાય. પ્રણવનાં પત્ની રાધિકા રૉય અને બ્રિન્દા સગ્ગી બહેનો. પ્રણવ રૉયની એનડી ટીવી અત્યારના તમામ સેક્યુલરિયા ટીવી જર્નલિસ્ટોની તાલીમશાળા. આ ન્યૂઝ ચેનલે ૨૦૦૨નાં રમખાણો પછી કેટલું મોટું ન્યૂસન્સ ઊભું કરેલું, હિન્દુત્વની - ગુજરાતની - મોદીની - આપણા સૌની કેવી બદનામી કરેલી તેનો દસ્તાવેજ ભારતના અર્વાચીન ઈતિહાસમાં સચવાયેલો છે.

આપણે જેએનયુની વાત કરતા હતા.

જેએનયુના ફી સ્ટ્રક્ચર વિશે એક વૉટ્સઍપ ફરતું ફરતું મારી પાસે આવ્યું ત્યારે પહેલી નજરે માની ન શકાયું કે ભારતના કરદાતાના પૈસા આ રીતે કૉન્ગ્રેસની સરકારે અત્યાર સુધી ઉડાવ્યા કર્યા હશે. એટલે મેં જેએનયુની પોતાની ઓફિસિયલ વૅબસાઈટ પર જઈને ક્રૉસચેક કર્યું. આંકડા સાચા હતા.

જેએનયુની હૉસ્ટેલની રૂમનું ભાડું મહિને ૧૧ રૂપિયા છે (હા, અ-ગિ-યા-ર રૂપિયા માત્ર).

વાર્ષિક ફી (બાર મહિનાની ફી) રૂ. ૨૧૯ (બસો ઓગણીસ) છે અને તે પણ બે હપ્તે ભરવાની સવલત છે. હૉસ્ટેલની મેસના બિલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મૅનપાવરનો સમાવેશ નથી થતો. (માત્ર જે સામગ્રી વપરાઈ તેનો જ ખર્ચ વહેંચી લેવાનો) જેએનયુમાં વધુ ને વધુ હૉસ્ટેલો બનતી રહી છે. ૧૯૯૦માં ૧૧ હતી હવે ૨૨ છે. કેટલાય બહારના લોકો આ હૉસ્ટેલોની રૂમોમાં પડ્યાપાથર્યા રહે છે. દર પંદર વિદ્યાર્થીઓએ એક ભણાવનાર છે. સરકાર ટેક્સ ભરનારાઓને ખર્ચે દર વર્ષે જેએનયુના એક વિદ્યાર્થી પાછળ રૂપિયા ત્રણ લાખનો અંદાજે ખર્ચ કરે છે.

ત્રણ નહીં તેર લાખ પણ ખર્ચાય, વિદ્યાર્થી પાછળ તેનો વાંધો નથી. પણ આ વિદ્યાર્થીઓ જેએનયુને દેશદ્રોહીઓનો અડ્ડો બનાવી દે છે એની સામે આપણો સખત વાંધો છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીને સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાપીઠ બનાવી દેવાનો વખત આવી ગયો છે. દિલ્હીના વિખ્યાત ઔરંગઝેબ માર્ગને ડૉ. અબ્દુલ કલામ માર્ગનું નામ મોદીકાળમાં આપવામાં આવ્યું ત્યારે ઘણા દેશદ્રોહીઓના પેટમાં તેલ રેડાયું હતું. ઔરંગઝેબ અને નેહરુમાં હિન્દુત્વની બાબતે તત્વત: કે પાયાનો ઝાઝો તફાવત નહોતો. માટે જ જેએનયુને હવે એસવીપી બનાવીને આ વિદ્યાધામમાં ગંગાજળ છાંટીને એને પવિત્ર કરીને દેશનો ઉદ્ધાર કરે એવા વિદ્યાર્થીઓ પેદા કરે એવું સ્થળ બનાવવું જોઈએ, જેથી તેઓ ૯મી ફેબ્રુઆરીએ નહીં પણ ૨૩મી માર્ચે અંજલિ દિવસ મનાવે.

તાજા કલમ: ૧૪મી ફેબ્રુઆરીના વેલેન્ટાઈન્સ ડેની ઉજવણીના હૅન્ગ ઓવરમાંથી બહાર આવી ગયા હો તો ૨૩મી માર્ચનું શું મહત્ત્વ છે તે કોઈને પૂછવામાં શરમાતા નહીં, મારા સેક્યુલર - સામ્યવાદી - દેશદ્રોહી મિત્રો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment