Sunday, 14 February 2016

[amdavadis4ever] પ્રસિદ્ધિ-ચૂર્ણ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મારી સંશોધક નજર તરત જ સમજી ગઈ કે ચોક્કસ જ દાળમાં કશું કાળું છે, નહીં તો મને જોઈને તરત જ મરી-મસાલાનું લિસ્ટ ઝટપટ સંતાડી દેવાનો શો અર્થ થાય? હવે તો રહસ્ય શોધવાની લગન જ લાગી. એ માટે બીજો કોઈ ઉપાય નહીં દેખાતાં એક ગ્લાસ પાણી માગી લીધું અને જેવી એ ઊઠી કે તરત જ મેં મરી-મસાલાની સામગ્રી-યાદી ઉપાડી લીધી, બસો ગ્રામ ધાણાં, સો ગ્રામ લાલ મરચાંનો પાવડરથી શરૂઆત કરી ને અઢીસો ગ્રામ પાપડ સુધી પહોંચી જ હતી... ને મારી આંખોને બ્રેક વાગી ગઈ. એ પછીના પૅકેટ પર લખ્યું હતું, પચાસ ગ્રામ 'કસ્તૂરી માર્કાનું મશહૂરી-ચૂરણ', આંખો ચોળી ચોળીને વારંવાર વાંચ્યું, સંતોષ ન થયો તો જાતને ચીમટો ખણ્યો, ચીમટો અસરકારક રહ્યો, પણ ત્યાં સુધીમાં એ પાણી લઈને આવી ગઈ હતી અને લિસ્ટનો કાગળ મારા હાથમાં જોઈને તેમના હાથમાંનો પડતો ગ્લાસ મેં સંભાળી લીધો. હવે પરિસ્થિતિ એવી હતી કે એ ક્યારેક મને કોબીજનું અથાણું નાખવાની રીત પૂછતી તો ક્યારેક ઓરેન્જ શરબત પીવાનો આગ્રહ કરતી હતી અને મેં એમની પેંતરાબાજીથી પોતાને બચાવીને સીધું સીધું પૂછી માર્યું, "આ મશહૂરી-ચૂરણ એટલે કે ખ્યાતિ, પ્રખ્યાતિ અપાવતું, આ પ્રસિદ્ધિ-ચૂર્ણ ક્યાં મળે છે-ખાવાની શી રીત છે અને ખાવાથી શું મેળવી શકાય છે-એ બધું વિગતવાર જણાવો.

એ હારી ગઈ ને સમજી ગઈ કે કરવત એકદમ તૈયાર થઈ ગઈ છે ત્યારે માથું મૂકી દીધા સિવાય કોઈ ઉપાય નથી! અત્યંત ગંભીર અને દયનીય ભાવે એ બોલી, "બહેન, તમે જે સમજ્યા છો એ બરાબર સમજ્યા છો. એનું નામ 'કસ્તૂરી' છે... જેવું નામ છે એવાં જ એના ગુણ પણ છે. આના સેવનથી માણસ સમાજમાં જે 'માર્કા'ની ઈચ્છે એ જ 'માર્કા'ની ખ્યાતિ-પ્રસિદ્ધિ, કીર્તિ અને જશ પ્રાપ્ત કરતો ઉચ્ચપદ પ્રાપ્ત કરે છે. હરીફોને પછાડીને દુ:ખ અને રોષને દૂર કરે છે. આ ચૂરણ સાહિત્ય, સમાજ-સેવા, રાજકારણ એ કળા જેવા ભ્રમિત કરનારા ક્ષેત્રો માટે સમાન રૂપે ગુણકારી છે.

"એટલે?, એમ પૂછતાં મારું મન એમને ચીમટો ભરવા માગતું હતું, એમ લાગતું હતું કે તે સભાનાવસ્થામાં આ બધું બોલતી નથી!

"એટલે કે આ ચૂરણને ખાઈને તમે બંધારણને, મીટરને ગોળી મારીને તૂકબંધી વિનાની-બેતુકી કવિતા લખી શકો છો, વાર્તાને નામે વહિયાત કથા અને સાહિત્યના નામે ફાલતુ લખાણ લખીને પણ જશ-લાભ-નામ મેળવી શકો છો, વ્યંગ-રમૂજના નામે ગાળ-ગલોચ અને જાહેર ચર્ચાને નામે બિન્ધાસ્ત ધિંગામસ્તી કરીને ચર્ચિત થઈ શકો છો?

"પણ...

"અને જો તમને આ બધા ક્ષેત્રોમાં રસ ન પડતો હોય તો પણ રોટરી અથવા લાયન્સ ક્લબની સેક્રેટરી બનીને રિજનલ સેક્રેટરી મિસિસ ભલ્લાની બાજુમાં બેસી શકો છો. 'ભસૌલી પ્રાઈમરી સ્કૂલમાં ઈનામ-વિતરણ માટે આમંત્રણ મળી શકે છે. શહેરમાં છોલે-ભટૂરેના નવા સ્ટૉલનું ઉદ્ઘાટન કરવા માટે બોલાવવાની અથવા મોટા સાહેબની પત્ની દ્વારા તેમની સાથે સિનેમા જોવા જવા માટે બોલાવવાની સંભાવના પૂરેપૂરી છે.

આમને આ રીતી ધારાપ્રવાહ બોલતાં કોઈ દિવસ સાંભળ્યાં નહોતા, અનુભવ્યાં નહોતા. મને શંકા તો પડી જ કે કદાચ આમણે પણ આ ચૂરણનું અત્યારે પણ સેવન કર્યું હોય તો નવાઈની વાત નથી! મેં સંમોહિત થયેલા અવાજે પૂછ્યું, "તમે અત્યાર સુધીમાં કેટલું સેવન કર્યું છે?

"અરે હજી તો તમારી સામે જ લિસ્ટ બનાવતી હતી, પરમ દિવસે મેનેજર સાહેબને ત્યાં ગઈ હતી તો તે બેઉએ થોડું થોડું સેવન કર્યું હતું. બને કે એની જ અસર થઈ હોય.

"પ્લીઝ... મને પણ મગાવી આપોને... એક કિલો કેટલાનું પડશે...

એ એવી રીતે હસી પડી જાણે કૃષ્ણે ચંદ્ર નામનું રમકડું માગતા માતા જશોદા હસ્યાં હતાં. એ બોલી, "બહુ ભોળાં છો તમે બહેન! એક કિલો? અરે એટલું સસ્તું હોત તો હું ક્યારની બે ફાકા મારીને વડા પ્રધાન કે રાષ્ટ્રપતિની જેમ દેશ-વિદેશનો સદ્ભાવના-પ્રવાસ ન કરતી હોત?

પલક ઝપકતાં જ મારી સામે દુનિયાભરના તમામ ક્ષેત્રોના દિગ્ગજોની પ્રખ્યાતિનું રહસ્ય જાણે ખૂલી ગયું. દિલ અને દિમાગ મહારાણા પ્રતાપના ઘોડા ચેતકની જેમ હવા સાથે વાત કરવા લાગ્યાં હતાં. દિવ્યજ્ઞાન અને દિવ્યદૃષ્ટિ મેળવીને ભેજું કમ્પ્યૂટરી તથા આંખો પ્રોજેક્ટરી બની ગઈ, ચલચિત્ર દોડવા લાગ્યું, જાણે હું ક્લબમાં જવા ચોટલામાં ગજરો નાખી રહી છું ને અચાનક હાથ ગજરો નાખતા રોકાઈ જાય છે... યાદ આવે છે, ચૂરણ ખતમ થઈ ગયું છે અને ચૂરણ ખાધા વિના ક્લબમાં જવાની મજા જ શું?તરત જ એ કહેવાતી પડોશણ પાસેથી ચિઠ્ઠી મોકલાવીને મગાવું છું, "કૃપા કરીને ફક્ત ત્રણ ગ્રામ મોકલાવી આપો. મારું આવી જશે તો પાંચ ગ્રામ પાછું આપીશ. અત્યારે તો બહુ મુશ્કેલીમાં છું.... ચૂરણ આવી જતાં પાણી સાથે ફાકીને ક્લબમાં પહોંચું છું. વાહ! ક્લબની સેક્રેટરી મિસિસ દારૂવાળા સૌથી પહેલા હાથ મેળવે છે. સાડીનાં ઈમ્પોર્ટેડ મટિરિયલને પારખીને વખાણ કરે છે અને કાનનાં બુટિયા જે જ્વેલર પાસેથી મેં લીધા છે તેનું સરનામું પણ માગીને નોંધી લે છે. હું બરાબર જોઉં છું કે મિસિસ ગિડવાણીને દારૂવાલા બિલકુલ લિફ્ટ આપતી નથી, એટલે ગિડવાણીની ચંદેરી જરીનો રંગ કાળો પડી જાય છે. (એમ તો એમની સાડી પણ ઈમ્પોર્ટેડ જ છે). એમનો પડી ગયેલો ચહેરો જોઈને મારું દિલ બગીચો બની જાય છે. આહા, હું પણ આવું જ કશું ઈચ્છતી હતી... ક્લબમાં આવવું સાર્થક થઈ ગયું. દૃશ્ય બદલાય છે. 'અનામી' મેગેઝિનના પત્રકાર મુલાકાત લેવા આવ્યા છે. હું વહેલી તકે તેલમાં વડા નાખવાનું પડતું મૂકીને હાથ લૂછતી, બુકશેલ્ફમાંથી 'બાયરન' કાઢીને વાંચતી વાંચતી પહોંચું છું કે અચાનક યાદ આવે છે અને પટ દઈને માફી માગીને નીકળી પડું છું. અભેરાઈ પરના ખૂણા ફંફોસીને બાટલી કાઢી એકને બદલે બે ચપટી ચૂરણ ફાકીને ફરી પત્રકાર પાસે આવું છું તો પત્રકાર હાથ જોડીને યાચકની જેમ ઊભો થઈ જાય છે. મેગેઝિનમાં છાપવા માટે મારા વિચારો ઓછા ને મારા પતિ, બાળકો, સગાંસંબંધીઓની તાજી તસવીરો વધારે લઈ જાય છે.

ફરી દૃશ્ય બદલાય છે તો એમાં હું 'મિસ કરોલબાગ' અથવા 'મિસ ફ્લોરા ફાઉન્ટન' બનેલી ડાયસ પર ઊભી હાથમાં દંડ લઈ, માથા પર મુગટ પહેરી તમામેતમામ ફલેશલાઈટોના ઝબકારા વચ્ચે હું દાંત કાઢી કાઢીને હસતી રહુ ંછું. વચ્ચે વચ્ચે પ્રશ્ર્નોના જવાબ પણ આપું છું. "તમે મિસ કરોલબાગ' કેવી રીતે ચૂંટાયા?

"જી, 'મશહૂરી-ચૂરણ'ની કૃપાથી.

સ્વપ્ન તૂટ્યું, એ કહી રહી હતી, "તમારાથી શું છુપાવાનું, આ મહિને બાળકોની બમણી ફી થઈ છે, એટલે આટા-ચાવલમાં કપાત કરીને દસ ગ્રામ (ચૂરણ) ચૂપચાપ મગાવી લઉં છું, એ પણ સસ્તાવાળું.

"એટલે શું? એનાથી સસ્તી પ્રસિદ્ધિ મળે છે શું?

"નહીં, આ તો ફકત કોલોનીમાં જ પ્રખઅયાત બનાવે છે. મેં વિચાર્યું, એમ તો એમ! શહેરમાં તો હું આવતા મહિને ખ્યાતિ મેળવીશ, નહીં તો ચાર-છ મહિના પછી સહિ, કુટંબનું અને ઘરનું પણ ધ્યાન રાખવાનું તો ખરુંને!

મને તો ઘર-કુટુંબના કશા વિચાર નહોતા આવતા. બસ, એક જ ધૂન લાગેલી કે કેવી રીતે આમની પાસેથી શહેરભરની પ્રસિદ્ધિ આંચકી લઉં, પછીની વાત તો પછી જોઈ લેવાશે. લાચારીથી બોલી, "તો તમે મને મગાવી આપશોને!

"જુઓ હવે તમારી પાસે રહસ્ય ખુલી ગયું છે એટલે મગાવીશ તો ખરી, પણ એને ન તો કોઈ ખુલ્લેઆમ વેચે છે ને ના કોઈ ખરીદે છે અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ રહસ્ય કોઈની સામે ખુલ્લું પડી જાય છે તો આ 'મશહૂરી-ચૂરણ'ની એક-તૃતીયાંશ અસર ઘટી જાય છે, એટલે કે વધારે ખાવું પડે છે. તેથી આનો ભેદ કોઈ બીજાને કહેતું નથી. બહુ સઘન સાવધાની રાખવી પડે છે, સમજ્યા?

* * *

આ અમારા જીવનનો પહેલો પ્રસિદ્ધિ-પ્રયોગ હતો. પહેલા તો અમારા 'એ' તૈયાર ન થયા. મેં જીદ કરતા પાંચ ગ્રામ ખાવા તૈયાર થઈ ગયા. રાતે અમે બેઉ જણ ચૂરણ ફાકીને સૂતાં... અને સાચું માનજો, સવાર પડતા જ પહેલી ટપાલમાં શહેરના બે પ્રખ્યાત દુકાનોના નવા શો-રૂમના ઉદ્ઘાટન-સમારંભમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું, દિવસના દસ વાગ્યે ચરણદાસ શૂ માર્ટ અને સાડા અગિયાર વાગ્યે કરોડીમલ સૂટિંગ્સના ઉદ્ઘાટન સમારંભમાં. હું ગદ્ગદ્ થઈને મારી પાસેની સૌથી મોંઘી સાડી અને જડાઉ લટકણિયા કાઢી તૈયારી કરવા લાગી ને 'એ' તેમના સૌથી સારા સૂટને ઈસ્ત્રી કરવા લાગ્યા. આખરે, બધું ચૂરણના ભરોસે તો છોડવાનું નહોતું, આપણે પણ થોડી મહેનત તો કરવી જોઈએ!

સમારંભમાં આવેલા લોકોને જોઈને મને હાશ થઈ કે 'ચૂરણ' ફક્ત અમે બેઉ જણે જ ફાક્યું છે, કારણ કે અમારી સામે બીજાઓને કોઈ પૂછતું જ નહોતું. મને થોડું ગમતું નહોતું, વિચિત્ર લાગતું હતું, અરે ભલા માણસ, 'કર્ટસી'ને ખાતર પણ બીજાઓને પણ ચા-સોમાસા માટે પૂછોને! એવું તે શું કે વારંવાર અમને પૂછવામાં આવે.

નીકળવા સમયે જેવા અમે અભિનંદન આપીને વિદાય માટે રજા માગી, તેમણે બહુ ઉષ્માથી હસતા હસતા એક શો-કેસ તરફ આંગળી ચિંધી, "અરે વાહ, ખાલી હાથે કેવી રીતે જશો, કંઈ તો પસંદ કરો. અમે પણ પ્રસંગોચિત રીતે ગૌરવપૂર્વક હસવા લાગ્યા. આખરે તેમણે જ 'આમને' માટે એમની પસંદની સવાસો રૂપિયાની બૂટની જોડી અને મારા માટે 'અલકનંદા'સેન્ડલ પૅક કરાવી દીધા. બંડલ લઈને માણસ જોડે આવ્યો. અમે અભિમાનથી એમને કહ્યું કે અમારે હજી કરોડીમલ સૂટિંગ્સમાં પણ જવાનું છે. તેમણે કહ્યું, "મારી કાર લઈને જતા રહો.' ખાલી બે ફર્લાંગ જવા માટે ગાડી? ક્યારેય સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું- હવે તો દિલ ધડક ધડક ઊછળી રહ્યું હતું. આવતા મહિને જ તો ફિલ્મ સ્ટારોનો વરાયટી પ્રોગ્રામ છે. 'ચૂરણ'ની આવી જ અસર રહેશે તો અમને ચોક્કસ જ બોલાવવામાં આવશે. હાય, ક્યાંક હેમા માલિની અને જિતેન્દ્ર સ્ટેજ પરથી નીચે ઉતરીને મને હૅલો કહી બેઠાં તો હું શું કરીશ- આવા વિચારે જ હું નર્વસ થઈ પરસેવે રેબઝેબ થઈ ગઈ.

કરોડીમલ સૂટિંગ્સમાં પણ એવું જ બન્યું ને લોકોનું વલણ પણ અમારા તરફનું જ રહ્યું. વિદાય લેતી વખતે એ લોકોએ પણ પ્રેમથી ખાલી હાથે જતાં રોક્યા. ત્રણસોપાંચ રૂપિયાનો એક સૂટ-પીસ પૅક કરાવતા કહ્યું, "અમારી પસંદગીનો તો એક સૂટ પહેરો...

મનમાંને મનમાં ડુગડુગી બજાવતા અમે ઘરે પહોંચ્યા તો બેઉ દુકાનમાંથી સાથે આવેલા માણસોએ હાથમાં ઝટપટ 'બિલ' પકડાવી દીધું. પોતાના જ ઘરની જમીન પોતાના જ પગ નીચેથી સરકી રહી હતી... તો શું આ ભેટ નહોતી, બકાયદા ખરીદ કરેલો સામાન છે? આખા ઘરમાં શોધાશોધ કરીને પણ એટલા પૈસા ભેગાં થઈ શકે એમ તો હતું જ નહીં. 'એ' પોતાનું પાકિટ ફંફોસતા અંદર આવ્યા. હું મારા લટકણિયા બૂટિયાં લઈ પડોશીને ત્યાં દોડી અને ઉધારમાં રૂપિયા લઈ આવી. પાછલા બારણેથી અંદર આવીને આમના હાથમાં મૂક્યા, જે ગણી ગણીને દુકાનવાળાઓના હાથમાં આપ્યા. બેઉ માણસોએ એક એક સલામ ઠોકી ને ચાલતી પકડી.

એ બેઉના રવાના થવાની સાથે જ આમણે જોરદાર 'ભડામ' અવાજ કરતા દરવાજો બંધ કર્યો અને પાંચ મિનિટ સુધી દાંત ભીંસીને મને ઘૂરતા રહ્યા. પછી ગાંડા થઈ ગયા હોય એમ મોટા અવાજે બૂમ-બરાડા પાડવા લાગ્યા, "ક્યાં છે પેલી ચૂરણવાળી-હમણાં જ એને પાઠ ભણાવું છું-અડધા મહિનાનો પગાર પાણી પાણી થઈ ગયો-હવે દૂધવાળાનું, પેપરવાળાનું, બધાનાં બિલો ચૂકવવાના બાકી છે.

ત્યારે જ અમારી નજર ટપાલમાં આવેલા બધા આમંત્રણ પત્ર પર પડી, જેમાં અનાથાલય, અંધ-બધિર વિદ્યાલય, આસામના પૂરગ્રસ્ત તથા રાજસ્તાનના દુકાળગ્રસ્ત વિસ્તારોમાં સહાય માટે આયોજિત 'ચેરિટી શો'માં પધારવાની હાથ જોડીને કરવામાં આવેલી અરજોનો મારો હતો. હવે મામલો એવો હતો કે એમણે આટલી બૂમાબૂમ કર્યા પછી આ બધી આમંત્રણ પત્રિકાઓને જોઈને ક્યારેક માથું કૂટતા હતા તો ક્યારેક મુક્કા દેખાડીને મને ધમકાવતા હતા તો ક્યારેક પાણી થઈ ગયેલાં નાણાંના દુ:ખમાં મોટા અવાજે ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડતા હતા અને હું એક ખૂણામાં થરથર કાંપતી આંખો ભીડીને 'શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ...નો પાઠ કરતી હતી.

 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment