Wednesday, 3 February 2016

[amdavadis4ever] મારા ચહેરા ઉપર બ ીજો કોઈ જ ચહેરો ન થી : ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'હું જેવો છું એવો જ છું. કદાચ સારો હોઈશ. કદાચ ખરાબ પણ હોઈશ. આળસુ, ધૂની, મનમોજી, બેદરકાર, ચક્રમ, ભેદી, મીંઢો, લુચ્ચો, હોશિયાર, બહાદુર અથવા બીજું કંઈ પણ તું મને માની શકે છે. એ તો મારા વિશેનું તારું મંતવ્ય છે. હા, હું એટલું કહીશ કે હું જેવો છું એવો નેચરલ છું. મેં મારા ઉપર બીજો ચહેરો લગાડ્યો નથી. લાગવા દીધો નથી. જાતજાતનાં મહોરાંઓ ઘણી વખત મારી સામે આવે છે. મન થાય છે કે લાવને પહેરી લઉં. દુનિયા મને જેવો ઇચ્છે છે એવો થઈ જાઉં. જે માણસ સામે આવે એના જેવું મહોરું પહેરી લઉં. મેં પ્રયત્ન કરી જોયો. મહોરાં પહેરી પણ જોયાં, પણ મને ન ફાવ્યાં. થોડી જ વારમાં થાકી જતો હતો, હાંફી જતો હતો. મને મેં ચડાવેલું મહોરું જ નહોતું ગમતું. આખરે એ મહોરાને કાઢીને ફેંકી દેતો. એક વખત સાવ જુદું જ બન્યું. મેં પહેરેલા મહોરાનો મેં ઘા કર્યો. હવામાં ઉછળેલું મહોરું મારી સામે જોઈને હસ્યું. મને કહ્યું કે, હવે તું સારો લાગે છે. એણે જતાં જતાં એવું કહ્યું કે સારા રહેવું હોય તો જેવો છે એવો રહે. બસ, એ દિવસથી જ હું જેવો છું એવો જ છું.'
એક મિત્ર સાથે બનેલી આ એક સાવ સાચી ઘટના છે. આ મિત્રનો સન સ્કૂલમાં ભણે છે. તેના સનનો મિત્ર ઘરે આવતો. એ છોકરાનું વર્તન વિચિત્ર હતું. એ હંમેશાં એનું મન થાય એમ જ કરતો. તેને ગમે તો વાત કરે અને ન ગમે તો વાત ન કરે. ક્યારેક સોફા પર પડ્યો પડ્યો વાંચ્યા રાખે તો ક્યારેક ટીવી જોયા રાખે. મન થાય તો કંઈક ખાય, બાકી કંઈ આપો તો પણ ન ખાય. આવા દોસ્ત વિશે એક દિવસે મિત્રએ તેના સનને પૂછ્યું કે, તારો ફ્રેન્ડ તો બહુ જુદો છે, થોડોક વિચિત્ર નથી લાગતો? પિતાની વાત સાંભળીને એનો દીકરો માત્ર એક જ વાક્ય બોલ્યો કે એ એવો જ છે! દીકરાનો આ જવાબ સાંભળીને પિતાને થયું કે, આપણે કેટલા મિત્રોને એ જેવા છે એવા જ સ્વીકારતા હોઈએ છીએ? આપણા કરતાં કદાચ આ બાળકો દોસ્તીની બાબતમાં વધુ પરફેક્ટ છે. આપણે તો દોસ્તી માટે પણ આપણને ગમે એવા લોકો શોધતા હોઈએ છીએ! દોસ્તી લાઇક માઇન્ડેડ સાથે જ થાય એવું જરૂરી નથી, કારણ કે દોસ્તીને કોઈ નિયમો લાગુ પડતા નથી. દોસ્તી અને પ્રેમ તો જ તાજાં રહે જો આપણે આપણા મિત્ર, લવર કે લાઇફ પાર્ટનરને એ જેવા છે એવા રૂપમાં તેને સ્વીકારીએ.
એક કલાકાર હતો. એ ગરીબ હતો. સ્ટેજ પર એણે જે પાત્ર ભજવવાનું હતું એ એક અમીર વ્યક્તિનું હતું. સ્ટેજ પર આવે ત્યારે એની છટા બદલી જતી. એનો રોફ જામી જતો. એનો અભિનય જુએ ત્યારે કોઈ એમ ન કહી શકે કે આ એક ગરીબ કલાકાર છે. નાટક પતે એટલે એ સીધો બાથરૂમમાં જાય. મેકઅપ ઉતારી નાખે. કપડાં બદલી નાખે. અરીસા સામે ઊભો રહીને કહે કે, તું હવે જે છે એ જ સાચું છે. એક વખત તેના મિત્રએ કહ્યું કે તું સામાન્ય જિંદગીમાં પણ અમીરના ઠાઠથી જ રહેતો હોય તો? એ કલાકારે કહ્યું કે, ના હું એવું ન કરી શકું. મને થાક લાગે. રાતે ઊંઘ તો આપણે જેવા હોઈએ એવી જ અવસ્થામાં આવે. હું જ્યારે મેકઅપ ઉતારું ત્યારે મને હાશ થાય છે. મને મારી ગરીબી મંજૂર છે, પણ નકલી અમીરી નહીં. જે લોકો મહોરાનો ભાર લઈને સૂવે છે તેને ઊંઘ આવતી નથી. મારા માટે મારા અભિનય કરતાં મારી જિંદગી મહત્ત્વની છે.
તમે કોઈને અભિભૂત કરી શકો તો એ માત્ર તમારી ઓરિજિનાલિટીથી જ કરી શકો. બાપ સાથે તમે દીકરા હોવાનું નાટક ન કરી શકો. આપણે ફિલ્મ, નાટક કે વાર્તા સાંભળીએ કે જોઈએ ત્યારે અમુક સંવાદો અમુક અદા જોઈને દંગ થઈ જઈએ છીએ. ખરા અર્થમાં કેટલા લોકો આવી અદાથી વાત કરતાં હોય છે. આપણે આવું બધું જોઈને એને અનુસરતા હોઈએ છીએ. આપણને પણ ખબર હોય છે કે આ સાચું નથી. બે મિત્રો હતા. એક મિત્રએ કહ્યું કે, યાર બધા નાટક કરે છે. હવે મારે પણ ડ્રામા જ કરવા છે. સાલ્લું, બધા ચાપલૂશી કરે છે, વાહવાહી કરે છે, ગ્રૂપ બનાવે છે અને પોતાનાં હિતો સાધી લે છે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, આ તું નથી બોલતો. તેં પહેરેલું મહોરું બોલે છે. એવું કરવાના વિચાર છોડી દે. તું નિષ્ફળ જઈશ. એના કરતાં તો તું જે કહે છે એ તારી જ સ્ટાઇલમાં બેસ્ટ રીતે કર.

--

 


 

Blog : www.krishnkantunadkat.blogspot.com


__._,_.___

Posted by: krishnkant unadkat <krishnkantu@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment