Tuesday, 9 February 2016

[amdavadis4ever] મૈંને ગાં ધી કો ક્યૂ ં મારા? Naresh Shah

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મૈંને ગાંધી કો ક્યૂં મારા?

માતૃભૂમિના ભાગલા કરવાનો અધિકાર મોટા મહાત્માને પણ ન હોઈ શકે. ગાંધીજીએ દેશ સાથે છળ કરી તેના ટુકડા કરાવ્યા એટલે જ મેં તેમને ગોળીથી વીંધી નાખ્યા

'જ્યારે ગાંધીજી એ જોઈ ચૂક્યા હતા કે તેમની આધ્યાત્મિક શક્તિથી જિન્નાહ પ્રભાવિત નથી થઈ રહ્યા તો તેમને નીતિ બદલી લેવાની કે હાર માની લેવાની જરૂર હતી. (કમ સે કમ) બીજા લોકોને આગળ કરવાની જરૂર હતી કે જેઓ, જિન્નાહ અને મુસ્લિમ લીગથી યથાયોગ્ય પનારો પાડી શકે. ગાંધીજી એટલા પ્રામાણિક નહોતા કે રાષ્ટ્રની ભલાઈ માટે પોતાની મહત્ત્વાકાંક્ષાને છોડી દે. એવી કોઈ ગુંજાઈશ જ રહી નહોતી કે કશુંક કરી શકાય, કારણ કે ગાંધીજીના જ શબ્દોમાં હિમાલય પર્વત જેવી 'ભૂલ' તે કરી ચૂક્યા હતા!

ગાંધીજીએ જોયું કે વિદેશી અંગ્રેજો ભારતીયોમાં ફૂટ પડાવી રહ્યા છે અને મુસલમાનોમાં વિચિત્ર પ્રકારની ઇસ્લામ-ભક્તિની ભાવના ભરી રહ્યા છે. તેમણે વિચાર્યું કે જ્યાં સુધી જનતામાં એકતા નહીં આવે, ત્યાં સુધી અંગ્રેજોની વિરુદ્ધ લડવું અત્યંત કઠિન છે. આ કારણે જ તેમણે હિન્દુ-મુસલમાન એકતા પર પોતાની રાજનીતિનો પાયો નાખ્યો. અંગ્રેજોના કપટને કચડી નાખવા માટે તેમણે મુસલમાનોથી સ્નેહ વધારવા બહુ બધાં વચનો આપવાનું શરૂ કરી દીધું, જે ખરેખર તો હિન્દુઓની હાનિ જ હતી. આ રીતે તેમણે મુસલમાનોની શક્તિ વધારી આપી. જેનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ!'

તમારું અનુમાન સાવ સાચું છે. આ શબ્દો નથુરામ વિનાયક ગોડસેના છે. એ રાષ્ટ્રપિતા માટેનો અહોભાવ અને આદર જ છે કે 30 જાન્યુઆરી, 1948ના દિવસથી મોટાભાગના લોકો માટે નથુરામ ગોડસે 'બ્લેક લિસ્ટેડ પર્સનાલિટી' છે. નથુરામની પિસ્તોલમાંથી છૂટેલી ત્રણ ગોળીએ એક ભારે અનર્થ સર્જી દીધો હતો એ નિર્વિવાદ વાત છે, પણ આવું પગલું ભરનાર નથુરામ ગોડસેની માનસિકતા, હિન્દુ વિચારસરણી, પોલિટિકલ સૂઝ, અનુમાનો અને પોઇન્ટ ઓફ વ્યૂને ક્યારેય ગંભીરતાથી લેવામાં આવ્યા નથી. ન ત્યારે, ન આજે.

ગાંધીજીને વીંધી નાખવાના આરોપસર 15મી નવેમ્બરે અમ્બાલાની જેલમાં ફાંસીના માંચડે લટકી ગયેલા નથુરામ ગોડસે પ્રત્યેના પરમેનન્ટ દુર્ભાવને કારણે જ એ વાત હાઇલાઇટ થઈ જ નહીં કે નથુરામ ગોડસે એક સ્વસ્થ અને વિચારશીલ પત્રકાર-સંપાદક હતા. નથુરામ ગોડસેએ કાયમ ગાંધી હત્યાને 'ગાંધી વધ' જ ગણાવ્યો. હિન્દુ મહાસભા સાથે સંકળાયેલા આ અપરિણીત હિન્દુને જ્યારે ફાંસીની સજા સંભળાવવામાં આવી ત્યારે તેના પર ફેરવિચારણા કરવા માટેની અરજી એણે સલાહ મળવા છતાં કરી નહોતી.'

ગાંધીજીની હત્યા સબબ થયેલી ફાંસીની સજા પર ફેરવિચારણા થાય કે રદ થાય એવું હરગિજ ન ઇચ્છનારા નથુરામ ગોડસેએ તેમ છતાં અદાલતમાં પોતાની વાત રજૂ કરવાની અનુમતિ માગી હતી, કારણ કે એ રીતે તેઓ 'ગાંધી વધ'ના નિર્ણય પાછળ રહેલી સચ્ચાઈ અને જરૂરિયાત લોકો સમક્ષ મૂકી શકે. લેખની શરૂઆતમાં વાંચી ચૂકેલા પેરેગ્રાફ નથુરામ ગોડસેએ અદાલતમાં વાંચેલા નિવેદનના ચૂટકીભર અંશમાત્ર છે. ગોડસેના આ આખા નિવેદન સાથેનું પુસ્તક પણ સૌ પ્રથમ મરાઠી ભાષામાં તેમના નાનાભાઈ ગોપાલ ગોડસેએ પ્રસિદ્ધ કર્યું હતું.

અદાલતમાં નથુરામ ગોડસેએ પોતાનું ડિટેઇલમાં લખાયેલું નિવેદન વાંચ્યું હતું તે દરેક ગાંધીપ્રેમીએ વાંચવા જેવું છે. નથુરામ ગોડસે તેમાં ગાંધીજીની અહિંસા, સત્યાગ્રહ, મુસ્લિમ તુષ્ટિકરણની હઠ, ધાર્યું કરાવવાની જીદ, કોંગ્રેસનને સતત પોતાના વિચારો હેઠળ કચડેલી રાખે તેવો અભિગમ અને આઝાદીની લડત દરમિયાન ગાંધીજીને મળેલી નિષ્ફળતાઓનું સ્તબ્ધ કરી દેતું બયાન આપ્યું છે. એક જગ્યાએ નથુરામ ગોડસે કહે છે, ગાંધીજી શિવાજી, પ્રતાપ અને ગુરુ ગોવિંદસિંહની નિંદા કરતા હતા અને તેમને ગલત રસ્તે ચાલનારા કહેતા હતા.

આ રીતે જોકે, તેઓ (ગાંધીજી) પોતાના બૌદ્ધિક દિવાળિયાપણાંનું પ્રમાણ આપતા હતા!' અહીં એ યાદ અપાવવું જરૂરી છે કે સશસ્ત્ર ક્રાંતિ (જેમાં હિંસા થવી સ્વાભાવિક છે) દરેક યુગમાં થતી રહી છે, વિશિષ્ઠ ક્રાંતિ તો માત્ર ગાંધીજીએ અહિંસાનો માર્ગ લઈને કરવા ઇચ્છી હતી. આ કારણે જ નથુરામ ગોડસે સહિતના તમામ તડફડ કરનારા ક્રાંતિકારીઓ ગાંધીજીના અહિંસા આંદોલનને (ગાંધીજીને નહીં) આદરથી જોતા નહોતા. જોકે, સાડત્રીસ વર્ષના મરાઠી બ્રાહ્મણ નથુરામ ગોડસેને ભાગલા પછી અનશન પર ઊતરી જઈને ધરાર ભારતને પંચાવન કરોડ રૂપિયા પાકિસ્તાનને આપવા માટે રાજી કરનારા ગાંધીજીનો 30 જાન્યુઆરી, 1948ના 'વધ' કરી નાખનારો નથુરામ ગોડસે 15મી નવેમ્બર, 1948ના દિવસે ફાંસી પર લટકી ગયો. તેને 67 વર્ષ થયાં ત્યારે ગોડસેના અદાલતી નિવેદનના આ શબ્દો પણ વાંચીને વિચારવા જેવા છે,

હું એ માનવા તૈયાર છું કે ગાંધીજીએ દેશ માટે બહુ કષ્ટ ઉઠાવ્યાં હતાં. તેમણે જનતામાં જાગૃતિ લાવી. પરંતુ દુ:ખ એ વાતનું છે કે તેઓ એટલા ઈમાનદાર નહોતા કે અહિંસાની હારને સ્વીકારી લે. ગાંધીજીએ દેશની જે સેવા કરી, તેના માટે હું તેમનો આદર કરું છું. તેમના પર ગોળી ચલાવતા પહેલાં આ કારણે જ હું તેમને નતમસ્તક થયો હતો, પણ જનતા સાથે દગાબાજી કરીને માતૃભૂમિના ભાગલા કરવાનો અધિકાર મોટા મહાત્માને પણ ન હોઈ શકે. ગાંધીજીએ દેશ સાથે છળ કરી તેના ટુકડા કરાવ્યા અને એટલે જ મેં તેમને ગોળીથી વીંધી નાખ્યા. તેમને દંડ દેવાનો આ એક જ રસ્તો બચ્યો હતો! 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment