Friday, 12 February 2016

[amdavadis4ever] અહંકાર જ માનવીનો છૂપો શત્રુ - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અહંકાર જ માનવીનો છૂપો શત્રુ

આ સંસારની મોેટાભાગની મોટી- મહાન ભૂલોના પાયામાં અહંકાર જ હોય છે. ક્યાંક- કોઈક મુદ્દે એ દુશ્મની નિભાવી જતો હોય છે. પોતે અન્યો કરતાં મોટો છે,શક્તિશાળી છે એવા ઘમંડમાં વ્યક્તિ જાણેે- અજાણે ભૂલો કરતો રહે છે. કેમ કે તેનો અહંકાર તેની વિચારશક્તિને તેની નિર્ણયશક્તિને પણ આંધળો પાટો રમાડતો રહે છે. તોછડાઈ, ઉદ્ધતાઈ, બિનજરૂરી મોટાઈ વગેરે અહંકારના સાથીદારો છે. તેઓ પોતાના કરતા ચડિયાતું કોઈ છે તે હકીકત સાંખી શક્તા નથી અને તેનો કાંટો કાઢી નાખવા તેને નુકસાન પહોંચાડવા કે યેનકેન પછાડવા તે સતત મથતો રહે છે. ઈર્ષાની આગ તેને બાળતી રહે છે. ઘણીવાર તો તે પોતાને માનતો હોય છે એટલો મોટો કે મહાન તે હોતો જ નથી છતાં જગત સામે પોતાની લીટી જ મોટી છે તે સાબિત કરવા તે કાવાદાવા કરતો રહે છે. પણ અંગૂઠો ગમે તેટલો ફૂલે તો યે થાંભલો બની શકતો નથી. એ જ રીતે દેડકો ગમે તેટલું ગળું ફુલાવેશરીર ફુલાવે તોયે હાથી બની શક્તો નથી. એટલે અહંકારી- ઘમંડી વ્યક્તિઓથી અંજાવાનું ના હોય તેમની દયા ખાવાની હોય વારંુ?
એક અતિ શ્રીમંત નગરશેઠે એક સંતને પોતાની ભવ્યાતિભવ્ય હવેલી અને તેમાંનો વૈભવ જોવા આમંત્રણ આપે છે. તેને પોતાની સંપત્તિ- સત્તાનું ખૂબ ગુમાન હોઈને તે આ રીતે વારંવાર સૌને બોલાવી તેની બડાઈ કરતો રહેતો. સંત આવે છે તેમને નગરશેઠે બધું ફરીને બતાવ્યું સાથે જાતે જ બડાઈ હાંકતો રહ્યો. સંતે શાંતિથી પૃથ્વીનો નકશો મંગાવ્યો. તેમાંથી શેઠને પોતાનો દેશરાજ્ય, શહેર તથા તે રહેતો હતો તે વિસ્તાર બતાવવા કહ્યું. અંતે એ હવેલી અને એમાં તેને ખુદને બતાવતા કહ્યું. શેઠ એક ટપકા જેટલું યે સ્થાન ના ધરાવતી હવેલી ના બતાવી શક્યા કે પોતાની હયાતી ના બતાવી શક્યા. સંતે હસીને કહ્યુંજ્યાં આટલા વિશાળ જગતમાં તારું કે તારી આ હવેલીની હયાતીનું સ્થાન સોયની અણીના સોમા ભાગ જેટલું માંડ છે તેનો ગર્વ શા માટેતારા ગયા પછી આ હવેેલી અને સંપત્તિનું કોણ ધણી થશે કે તે નાશ પામશે તેની તને ખબર પણ નથી તો તેની આવી બડાશો શા માટે?
મહાનતાનો મન-વચન અને કર્મથી પ્રગટતી હોય છે. તેને જાતે બડાઈઓ મારીને સાબિત કરવી પડતી નથી. માણસને કોઈ ને કોઈ વાતનો અહંકાર- ઘમંડ જાગે ત્યારે તેની વિવેકબુદ્ધિનો નાશ થઈ જતો હોય છે. તે એવું અને એટલું જ વિચારે છે જે પોતાને વધુ ઊંચો સાબિત કરી શકે. પણ તેમાં તે નિષ્ફળ જાય છે એટલે જ અહંકારને નાજુક કાચ સાથે પણ સરખાવાયો છે. તે ઉપરથી તો સુંદર- ચળકાટવાળો લાગે પણ તૂટતાં વાર નથી લાગતી અને તૂટે ત્યારે એ માણસનો ગર્વ-ઘમંડઅહંકાર એવો ચૂરચૂર થઈ જાય છે કે તે જાતને સંભાળી નથી શક્તો કેમ કે તે ખોટી પ્રશંસા તો સાંભળી શકે છેપણ સાચી ટીકા નથી સાંભળી કે સાંખી શકતો. તેનો અહં ઘવાતા તે ગુસ્સો અને બદલાની આગમાં વધુ આક્રમક બની જાય છે.
આવા નિર્ગુણી અહંકારને તે જીવનમાં વિનાશ વેરે તે અગાઉ જ તોડવો પડેછોડવો પડે. માનવીનો અહંકાર જેટલો ઊંચો,નીચે ઉતરવાની યાત્રા એટલી જ કઠીન! ગર્વ, ઘમંડ, ગુમાન અને મદને તોડી સહજપણે વર્તવા- વિચારવા અને જીવવાનું કોઈ શસ્ત્ર હોય તો તે નમ્રતા છે. નમ્રતા માનવમનને વિચલિત કરતા ધ્યેય વિમુખ કરતાં અવગુણોે માટે સ્પીડ-બ્રેકરનું કામ કરે છે. નમ્રતા હોય ત્યાં અહંકાર ઊભો નથી રહેતો. કેમ કે નમ્રતાથી મન શાંત રહે છે અને બુદ્ધિ પણ સ્થિર રહે છે. મારી પાસે રૂપ, ધન, સત્તા સંમત્તિ એમ જે કાંઈ છે તે બધું ઈશ્વરની, કુદરતની દેન છે એવું સત્ય સમજાતા આપોઆપ મન શાંત રહે છે જેથી મનવચન અને વ્યવહારમાં પણ સમતા-નમ્રતા આવી જાય છે. ઘણી સમસ્યાઓ નમ્ર-સરળ તથા ખેલદિલ સ્વભાવના કારણે દૂર થઈ જાય છે કાં તો ઉદ્ભવતી જ નથી. અહંકારી અને અજ્ઞાાની બેઉ વ્યક્તિ સરખા હોય છે. જ્યારથી માણસમાં સ્વનુંસંસારનું અને સૃષ્ટિના રહસ્યોનું જ્ઞાાન આવે છે ત્યારથી અજ્ઞાાન દૂર થઈ જતાં મન સાફ- શાંત બની અહંકારને આપોઆપ ઓગળી જવા મજબૂર કરે છે.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment