Monday, 1 February 2016

[amdavadis4ever] સાદ સંવાદ - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બંધારણની ટીકા કરતાં પહેલા...

સાદ સંવાદ : મેહુલ મંગુબહેન

વાચક દોસ્તો, ઉપરના સંવાદો એ જરીકે કાલ્પનિક નથી. આવા સંવાદો અને એ સિવાય ચાર કદમ આગળ જઈને બંધારણની ગંદા શબ્દોમાં ઝાટકણી કાઢનારા લોકોેને આ લખનારે જોયેલા છે. આવા લોકો બંધારણ સભાની સ્થાપના થઈ ત્યારે અને બંધારણ ઘડાઈને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦નાં રોજ અમલી બન્યું ત્યારે પણ હતાં અને અત્યારે પણ છે. આવું કેમ બન્યું ? એક તો આઝાદીનો અર્થ પોતાની કોમની આઝાદી એવી માન્યતા. જેમકે, હિંદુ રાષ્ટ્ર કે પછી મુસ્લિમ રાષ્ટ્ર. પ્રજાસત્તાક ભારતની સ્થાપનાનો સીધો અર્થ વ્યક્તિ સ્વાતંત્ર્યનો સ્વીકાર થતો હતો અને એ સ્વીકારમાં અનેક સ્થાપિત હિતોની હુકમશાહીનો અંત આવી જતો હતો. અસમાન સમાજવ્યસ્થા અને તેના લોકોને બંધારણ રાજ્ય સમક્ષ સમાન રીતે સ્થાપિત કરે એ વાત પણ સદીઓથી ઉચ્ચ સામાજિક દરજ્જો અને તકોની ઇજારાશાહી ભોગવતા અનેકને કઠે એ સ્વાભાવિક હતું. આ કઠણાઇ જયાં સુધી લોકો સુધી શિક્ષણ ન પહોંચે અને લોકો ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી વિગતો જાણી સમજીને વિચારતા ન થાય ત્યાં સુધી રહેવાની જ હતી. બંધારણને ઝાટકણી કાઢવા માટેનું એક મહત્ત્વનું કારણ ડો. આંબેડકરનું યોગદાન પણ ગણી શકાય. મહત્ત્વની એવી ડ્રાફ્ટિંગ સમિતિનાં ચેરમેન તરીકેની ડો. આંબેડકરની યશસ્વી કામગીરીને લીધે કચડાયેલા વર્ગે બંધારણના ઘડવૈયા તરીકે વધાવી લીધા અને એની સાથે જ જાણે કે ડો. આંબેડકરે એકલાએ ફકત દલિતો માટે બંધારણ ઘડી કાઢયુ હોય એવી હવા અનેક પરિબળો થકી ઊભી થઈ. જેનું પરિણામ આજે આપણી સામે છે. પ્રજાસત્તાક દિવસે બંધારણની ઘડતરકથા તરફ આછી નજર નાખવી જરૂરી બની જાય છે.
દુનિયાની મોટી લોકશાહીની સ્થાપના એ કંઈ આસાન કામ નહોતું. આઝાદી મળી એ અગાઉથી જ સ્વતંત્ર ભારતના સપનાની વિગતો ચકાસવાની અને બંધારણ સ્થાપનાની હિલચાલો શરૂ થઈ ગઈ હતી. બંધારણ સભાની પ્રથમ બેઠક ૯ ડિસેમ્બર ૧૯૪૬માં મળી હતી. એ વખતના ભારતના વિવિધ પ્રાંતોનાં કુલ ૩૮૯ સભ્યો એ બંધારણ સભામાં હતાં. જોકે, ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદી સાથે જ ભારત-પાકિસ્તાનનું વિભાજન થતાં અને અમુક રજવાડાઓ ભાગ ન લેતા સભ્ય સંખ્યા ઘટીને ૨૯૯ થઈ હતી. આઝાદીની સાથે જ બંધારણસભા સ્વાયત્ત થઈ ગઈ હતી. ૧ ડિસેમ્બર ૧૯૪૭થી બંધારણ સભાની ખરી કામગીરીની શરૂઆત થઈ. બંધારણસભાના સભ્યોને એ વખતની વિવિધ પ્રાંતોની બનેલી રાજ્યસભાના સભ્યો દ્વારા નિયુકત કરવામાં આવ્યા હતાં. શરૂઆતમાં સચ્ચિદાનંદ સિન્હા નિયુક્ત સભાપતિ હતાં પરંતુ પછીની બેઠકમાં બંધારણસભાએ પોતે પ્રથમ રાષ્ટ્રપતિ બનનાર ડો. રાજેન્દ્ર પ્રસાદને ચૂટયા હતા. આ બંધારણ સભામાં વર્ષોથી કચડાયેલા અનુસૂચિત વર્ગમાંથી ૩૦ સભ્યો હતાં. ડો. આંબેડકરને મહત્ત્વની એવી ડ્રાફ્ટિંગ કમિટિના ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા હતાં. આ સિવાય પણ અનેક સમિતિઓ અને ઉપસમિતિઓ બંધારણસભામાં હતી. આ બંધારણસભાએ ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૭ દિવસ કામગીરી કરી હતી. આ સમયમાં વિવિધ પ્રસ્તાવો અને મુદ્દાઓની ચર્ચા-વિચારણા અને મતદાન માટે ૧૬૫ દિવસના કુલ ૧૧ સત્રો મળ્યા હતાં. મહત્ત્વની વાત એ પણ યાદ રાખવી અને નોંધવી જોઈએ કે આ તમામ સત્રોની બેઠકમાં હાજર રહેવા માટે લોકોને અને પ્રેસને સ્વતંત્રતા હતી. ભારતની એ બંધારણસભાએ મૂળ બંધારણ ટાઇપ નહોતુ કર્યું પરંતુ હાથથી લખ્યું હતું. ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણસભાના ૨૮૪ સભ્યોએ એના પર હસ્તાક્ષર કર્યા હતાં અને ૨૬ જાન્યુઆરીનાં રોજ પ્રજાસત્તાક ભારતની ઘોષણા સાથે જ બંધારણસભાનો અંત આવ્યો હતો.
બંધારણના ઘડવૈયા તરીકે ડો. આંબેડકરને અપાયેલુ માન બેશક યોગ્ય જ છે પરંતુ એ વાત વીસરાવી ન જોઈએ કે એમાં અનેક લોકોનો સક્રિય સહયોગ અને ભૂમિકા હતી. ડો.આંબેડકરની જેમ જ બોમ્બે સ્ટેટ તરફથી પ્રતિનિધિ એવા ગુજરાતી સાહિત્યકાર-મુત્સદી કનૈયાલાલ મુનશી સંવિધાનસભામાં ઓર્ડર ઓફ બિઝનેસ સમિતિના અધ્યક્ષ હતાં. જાણીતા ગાંધીવાદી આર્ચાય કૃપલાણી મૂળભૂત અધિકારોની સમિતિના ઉપાધ્યક્ષ હતાં. સરદાર વલ્લભભાઈ પટેલ મૂળભૂત અધિકારો, લઘુમતીઓ અને કબીલાઓના ક્ષેત્રની સમસ્યાઓની સલાહકાર સમિતિનાં અધ્યક્ષ હતા. જી.બી માવળંકર બંધારણસભાની કાર્યવાહી સમિતિના અધ્યક્ષ હતા. એચ.સી.મુખરજી લઘુમતીઓની ઉપસમિતિનાં અધ્યક્ષ હતા. પ્રથમ પ્રધાનમંત્રી બનનારા જવાહરલાલ નહેરૂ એ રાજયોની સમિતિ, સંઘીય શકિત સમિતિ અને સંધીય બંધારણ સમિતિના અધ્યક્ષ હતા. ગોપીનાથ બારદોલાઈ બંધારણસભામાં નોર્થ-ઇસ્ટ ફ્રંટિયર ટ્રાઇબલ સમિતિ અને અસમ પ્રદેશની ઉપસમિતિનાં અધ્યક્ષ હતા. બી.એલ મિત્તર, સૈયદ મોહંમદ સાદુલ્લાહ, ડી.પી.ખેતાન, ટી.ટી.કૃષ્ણામાચારી, એન. ગોપાલસ્વામી ઐય્યર, એ.કૃષ્ણામાચારી ઐય્યર વગેરે ડો. આંબેડકરના વડપણ હેઠળની ડ્રાફ્ટિંગ સમિતિના સભ્યો હતા. આ ઉપરાંત એમ આસફઅલી, હરે કૃષ્ણ મહેતાબ, બી.એન.રાવ, શરતચંદ્ર બોઝ, સી. રાજગોપાલાચારી, ગોવિંદ વલ્લભ પંત, સરોજિની નાયડુ અને બંધારણસભાનાં અધ્યક્ષ ડો. રાજેન્દ્રપ્રસાદ વગેેરેનું યોગદાન પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું અને સૌથી મોટુ યોગદાન હતું દેશનાં લોકોનું.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment