Wednesday, 10 February 2016

[amdavadis4ever] અસાંજેની અગત્યત ાઃ જુલિયન અસાંજ ે એક જાણીતું ના મ Divyesh Vyash

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અસાંજેની અગત્યતાઃ જુલિયન અસાંજે એક જાણીતું નામ

વર્ષ 2016માં વિકિલીક્સની સ્થાપનાને એક દાયકો પૂરો થશે. એક દાયકામાં આ વેબસાઇટ ભલભલા દેશોમાં રાજકીય ધરતીકંપો સર્જી ચૂકી છે તો જગતજમાદારીમાંથી ઊંચા ન આવતા અમેરિકાની મોટી મોટી વાતોનાં ફુગ્ગાંઓને ટાંકણી મારીને ફોડી નાખવાનું 'દુષ્સાહસ' કરીને સતત ચર્ચામાં રહી છે. વિકિલીક્સે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમથી પણ એક કદમ આગળ એવું એક નવા પ્રકારનું જ આધુનિક જર્નલિઝમ કર્યું અને તેને કારણે જ તેણે વારંવાર પ્રતિબંધો અને પ્રહારો સહેવા પડ્યા છે. વિકિલીક્સના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ જુલિયન અસાંજે આજે સાડા ત્રણ વર્ષથી લંડન ખાતે આવેલી ઇક્વાડોરની એમ્બેસીના એક નાનકડા ખંડમાં પુરાઈ રહેવા માટે મજબૂર છે. મહાસત્તાઓ સામે પડીને જુલિયન અસાંજેએ વધુ એક વાર પુરવાર કર્યું છે કે સત્ય કેટલું બળવાન હોય છે.


ગત 4 ફેબ્રુઆરી, 2016ના રોજ સંયુક્ત રાષ્ટ્રની લીગલ પેનલે જુલિયન અસાંજેની તરફેણમાં ચુકાદો આપવાની સાથે સાથે તેને ગોંધી રહેવા માટે મજબૂર કરનારા યુકે અને સ્વીડનનો સારા શબ્દોમાં ઊધડો લેવા ઉપરાંત તેમની ખોરી અને ખોટી પોલીસગીરીને ઉગાડી પાડી દીધી હતી. અસાંજેને આઝાદ કરવાની ભલામણ કરવા સાથે પેનલે સ્પષ્ટ શબ્દોમાં સુણાવ્યું હતું કે આ રીતે તેને અટકાવી રાખવો એ ગેરકાનૂની છે. આમાં અસાંજેની વ્યક્તિગત સ્વતંત્રતાનું જે હનન થયું  છે, એ બદલ તેને વળતર ચુકવાવું જોઈએ. જોકે, છેલ્લા સમાચાર મુજબ બ્રિટન અને સ્વીડને લપડાક પડી હોવા છતાં ટંગડી ઊંચી રાખી છે અને તેઓ યુનોની લીગલ પેનલનો ચુકાદો કાને ધરવા તૈયાર નથી. પોતાની તરફેણમાં ચુકાદા છતાં અસાંજેની ભાષામાં કહીએ તો 'સ્પેસ સ્ટેશન'માંથી તેની મુક્તિ આસાન નથી.

જુલિયન અસાંજે એક જાણીતું નામ છે, પરંતુ આજના યુગમાં તેના જેવા પત્રકારની કેટલી અગત્યતા છે, તેનો બહુ ઓછા લોકોને અંદાજ છે. વિશ્વમાં મોટા ભાગના દેશોમાં લોકશાહી પ્રવર્તે છે, પરંતુ આ દેશોની સરકાર પણ ખરા અર્થમાં લોકોની, લોકો માટે અને લોકો  દ્વારા ચાલતી હોય, એવું ભાગ્યે જ છે. આપણા લોકશાહી રાજવટમાં સૌથી મોટો અભાવ છે પારદર્શકતાનો. પારદર્શકતાની મોટી મોટી વાતો કરાય છે, પરંતુ માહિતી અધિકાર અંતર્ગત લોકોને માહિતી આપવામાં ગલ્લાંતલ્લાં કરાય છે! પારદર્શકતા વિના ભ્રષ્ટાચારને નાથી શકાય નહીં અને રાજ્યવ્યવસ્થા પર હાવી ગયેલા ભ્રષ્ટ લોકો એમ સહેલાઈથી પારદર્શકતા લાવવા દેવાના નથી. આ સ્થિતિમાં ભ્રષ્ટ રાજનેતા-અધિકારીઓની પોલ ખોલવા અને કૌભાંડોના ભાંડા ફોડવા માટે અસાંજેનો માર્ગ જ અપનાવવો પડે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment