Friday, 12 February 2016

[amdavadis4ever] નાપાસ થતા ઘર છોડી જત ો રહ્યો હત ો આ ગુજરાતી , આજે 55 વ ્યવસાયના મા લિક Arun Vegda, Dhari

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અરૂણભાઈની ફાઈલ તસવીરઅરૂણભાઈની ફાઈલ તસવીર

ધારી: ધારી ગીરકાંઠાના નાના એવા સરસીયા ગામે રહેતા જયંતીભાઇ મુછાળાના પુત્ર અરૂણભાઇએ ધોરણ-8મા નાપાસ થતા પરિવાર ખીજાશે તેવા ડરથી કોઇને કહ્યાં વગર ઘર છોડી જતા રહ્યાં હતા. જીવનમા કંઇક કરી છુટવાની તેમણે જીદ કરી અને આજે 55 જેટલા નાના મોટા વ્યવસાયના માલિક બની બેરોજગારોને રોજગારી પુરી પાડી રહ્યાં છે.

- સરસીયાનાં યુવકે ધોરણ-8મા નાપાસ થતા પરિવાર ખીજાશે એવા ડરથી ઘર છોડયું હતું

સરસીયા ગામના જયંતીભાઇ મુછાળાના પુત્ર અરૂણભાઇએ જીપીબી હાઇસ્કુલમા ધોરણ-8મા અભ્યાસ કરતા હતા ત્યારે નાપાસ થતા ઘરે પરિવાર ખીજાશે તેના ડરથી તેમણે ઘરે કીધા વગર અમદાવાદ જતા રહ્યાં હતા. બાદમાં તેમણે રિક્ષા ચલાવવાનો ધંધો શરૂ કર્યો હતો અને બે ત્રણ વર્ષ અમદાવાદમા વિતાવ્યા હતા. બાદમાં ત્યાંથી મધ્યપ્રદેશના ધમતેરી ગામમા બીડીના પતાની કામગીરી કરી અને મુંબઇ
આવ્યા હતા.

મુંબઇમાં અરૂણભાઇએ પલ્મબરની મજુરી કામ શરૂ કર્યુ. જીવનમા કંઇક કરી બતાવવાની તેમની જીદને કારણે તેઓ આગળ વધતા ગયા બાદમા તેમણે રેતીના ટ્રેકટરના ફેરા શરૂ કર્યા અને બાંધકામમા તેમને રસ લાગ્યો. તેમણે બોરીવલીમા સાંઇબાબાનગર ફલેટ બનાવ્યા અને તેમની પ્રગતિ શરૂ થઇ. એ સમયમાં મુંબઇમાં એક ફલેટ રૂ. 25 હજારમા મળી રહેતો. બાદમાં તેમણે મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ કામ શરૂ કર્યા અને સુરજ વોટર પાર્ક બનાવ્યો જેણે લીમકા બુકમા પણ સ્થાન મેળવ્યું છે. હાલમાં બોઇસર મુકામે સાઇબાબા કંપની દ્વારા બિલ્ડીંગ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. તેમણે જુનાગઢમા ભવનાથનો જીર્ણોધ્ધાર પણ કરાવેલ છે.
 
નાના મોટા 55 વ્યવસાયો સ્થાપ્યા
 
અરૂણભાઇ મુછાળાએ જીવનમા સંઘર્ષ કરી અત્યાર સુધીમાં નાના મોટા 55 જેટલા જુદાજુદા વ્યવસાયો સ્થાપ્યા છે. તેઓ અનેક બેરોજગારોને રોજીરોટી પુરી પાડી રહ્યાં છે. ધારી, જુનાગઢ, ગોંડલ, રાજકોટ સહિતના ગામોમા પણ તેમના વ્યવસાયો શરૂ છે.

શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન
 
અરૂણભાઇએ વતનનુ ઋણ અદા કરવા માટે અમરેલી જિલ્લામાં સૌપ્રથમ સરસીયા નજીક જ એન્જીનીયરીંગ કોલેજનુ નિર્માણ કર્યુ. એન્જીનીયરીંગ કોલેજની વાત થઇ ત્યારે અનેક લોકોએ કહ્યું અમરેલી રોડ પર કોલેજ બનાવો ત્યારે અરૂણભાઇએ કહ્યું હતુ કે મારા ગામનુ નામ આવે એટલે સરસીયા રોડ પર કોલેજ બનાવી છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment