Tuesday, 29 December 2015

[amdavadis4ever] સારી છબી સર ્જવા માટે અ ને ખરાબ છબી તોડવા માટે કેટલાક સારા માણસોનો સં ગ પૂરતો છે N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સારી છબી સર્જવા માટે અને ખરાબ છબી તોડવા માટે કેટલાક સારા માણસોનો સંગ પૂરતો છે
લોકેશન : ધનબાદ રેલ્વે સ્ટેશન, ઝારખંડ. સમય : રવિવાર, વહેલી સવારે 5.30 કલાકે. ટ્રેન થોભેલી હતી, પરંતુ તત્કાલ ડબ્બામાંથી કોઇ ઉતર્યું નહીં. મુંબઇમાં તો ટ્રેનમાંથી ઉરતનારા યાત્રિઓ હંમેશાં ઉતાવળમાં હોય છે અને પરસ્પર ધક્કા-મુક્કી કર્યાં વિના તે રહી જ ન શકે. આનાથી તદ્દન વિપરીત અહીં લોકો એકબીજાને રસ્તો આપી રહ્લાં હતા અને પૂરી શાંતિથી જેકેટ અને જૂતાં પહેરી રહ્યાં હતાં, પોતાનો સામાન ચેક કરી રહ્યાં હતાં. જોકે, સામાન ગાયબ થવાની કોઇ ઘટના ઘટી નહોતી, જ્યારે હું સમગ્ર પ્રવાસ દરમિયાન યોગ્ય રીતે ઊંઘી શક્યો નહોતો. કારણ કે, મને જણાવવામાં આવ્યું હતું કે, બિહાર-ઝારખંડમાં સામાન માટે વધારે સાવધાની વર્તવી પડશે. જ્યારે મારો ઉતરવાનો વારો આવ્યો ત્યારે મારો સામનો જેની સાથે થયો તે હતી હાડ થીજવી દેતી 4 ડિગ્રી ઠંડી. ત્યારપછી એક કુલીએ મારો સામાન લઇ જવા માટેની રજૂઆત કરી, જેને મેં થોડી વાર માટે થોભવાનું કહ્યું.

તેની પ્રામાણિકતાએ મારું દિલ જીતી લીધું. અસલમાં ઇમરજન્સી રસ્તો દિલ્હીના રાજપથ સમાન હતો. ખૂબ જ સારી રીતે બનાવાયેલો, સ્વચ્છ-સુંદર. મેં ક્યારેય કોઇ સરકારી કચેરીમાં અને ખાસ કરીને રેલ્વે સ્ટેશન પર આવો રસ્તો જોયો નહોતો. મારું મન કુલીમાં ચોંટેલું હતું અને હું તેને વ્યસ્ત રાખવા ઇચ્છતો હતો. પરંતુ હું કંઇ કરી શકું તે પહેલાં જોડેના ડબ્બામાંથી એક યુગલે તેને બોલાવી લીધો. હું બહાર આવ્યો ત્યારે મારા મિત્ર ટેક્સીસેવાની સુવિધા આપવાવાળા સાથે ઝઘડો કરી રહ્યાં હતા કે તેણે સમય પર વાહન મોકલ્યું નથી, તે પણ આવી ઠંડીમાં. હું જાણતો હતો કે, ડ્રાઇવર સૂઇ ગયો હશે, જેવી રીતે અમે ટ્રેનમાં પ્રવાસ સમયે સૂઇ ગયા હતાં. હું ટેક્સીની રાહ જોવા માટે સજ્જ હતો પરંતુ મારા મિત્રએ ખાઇ ભાઇની પ્રાઇવેટ ટેક્સી બોલાવી લીધી.

અમે સાંકડા એવા સ્ટેશન રોડથી બહાર આવીને જાણીતી શ્રી રામ ચરિત્ર ટી સ્ટોલ પર ગરમ ચા પીવા માટે રોકાયાં. મેં જોયું કે, એક વૃદ્ધ મહિલા બાજુની દુકાનેથી અડધો કિલો બુંદીના લાડુ ખરીદી રહી છે. હું તેની આંખોમાં ખુશીની ચમક જોઇ શકતો હતો. તે દુકાનદારને જણાવી રહી હતી કે તેનો પૌત્રને લાડુ ખૂબ પસંદ છે સાથે જ ગુણવત્તા અંગે ટોકી રહી હતી. દુકાનદારે હસીને કહ્યું, 'માજી, તમારા પૌત્રએ ક્યારેય મારી મીઠાઇઓને ખરાબ કહી છે?'. એવું લાગતું હતું કે ત્યાંની લાઇનમાં આવેલી 20થી વધારે દુકાનોનો ધંધો ચોવીસે કલાક સારો ચાલતો હશે, કારણ કે, લોકો રસ્તામાં પોતાના ખાવા માટે તો નહીં પણ જ્યાં તે જઇ રહ્યાં છે તે સંબંધીઓ માટે ભેટમાં મીઠાઇઓ ખરીદે છે. હું યાત્રિઓના આવા શિસ્ત અને ગ્રામીણ અર્થવ્યવસ્થા પર તેના અસર વિશે વિચારીને અવાક થઇ ગયો. આ સંસ્કૃતિ દ્વારા તેના આર્થિક વિકાસમાં એક નવું પ્રકરણ ઉમેરાઇ રહ્યું છે.

ખાનભાઇએ અમારી સાથે ચા પીધી અને તે સફર દરમિયાન અમે વાસેપુરના રસ્તા પર ઘણીવાર તેમને યુ-ટર્ન લેવા માટે કહ્યું, તેમ છતાં તેમણે એકવાર પણ અમારી સાથે આનાકાની કરી નહીં. આ એ જ વાસેપુર, જ્યાંના ગેંગસ્ટરોના સંઘર્ષ પર ફિલ્મ બનાવાઇ હતી. '17 ડિગ્રી' હોટલમાં મારો થોડા કલાકોનો પડાવ ત્યાંના કર્મચારીઓની ઉર્જાથી ભરપૂર રહ્યો. આ વિસ્તાર વિશે મારી જે પણ પૂર્વધારણાઓ હતી, તે તદ્દન ખોટી સાબિત થઇ અને તેઓ જે બોલીનો પ્રયોગ કરતા હતા, તે અત્યંત આદરપૂર્ણ અને સાફ-સુથરી હતી. સડકો પર પણ આવી ભાષા બોલવામાં આવે છે તે અંગે મને વિશ્વાસ નહોતો. જ્યારે નોલેજ સિરીઝના વ્યાખ્યાનો પછી મેં ધનબાદ છોડ્યું, તો મને આ પંક્તિઓ યાદ આવી - 'ચંદ લોગો કી મોહબ્બત ભી ગનીમત હૈ મિયાં, શહર કા શહર હમારા તો નહીં હો સકતા.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment