Wednesday, 9 December 2015

[amdavadis4ever] પેરિસની પર ્યાવરણ પરિષ દનો પ્રાણપ્ રશ્નઃ બાળકો ને વારસામા ં કેવું જીવ ન આપીશું? ( કવર સ્ટોરી)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શાહબુદ્દીન રાઠોડની પેલી જાણીતી જોક છે કે દિલ તૂટયા પછી ભત્રીજો કાકાને પૂછે છે કે આ આકાશ ફાટી કેમ નથી પડતું ને ધરતી રસાતાળ કેમ નથી જતી. કાકા એને સમજાવે છે કે જો ભાઈ, આ બધું વિજ્ઞાાનના નિયમ મુજબ થાય. બાકી ધરતીને તો આ રોજનું થ્યું (રોજ કોઈ ને કોઈનું દિલ તૂટે). બરાબર છે, ધરતી વાતે-વાતે ઓવરરિએક્ટ ન કરે. બાકી માણસજાતે પૃથ્વી અને પર્યાવરણ સાથે ઓછાં ચેડાં નથી કર્યાં. ચેડાંવાળો આ મામલો ગંભીર છે. હવા-પાણી-જમીન જે રીતે ખરડાઈ રહ્યાં છે, એ બધું 'નોર્મલ' ગણી શકાય તેમ નથી. આ હોબાળો ફક્ત ઝોળાવાળા એક્ટિવિસ્ટોનો કારણ વિનાનો ગોકીરો નથી. માન્યું કે ગુજરાતનો આ વરસનો અતિ ગરમ ઉનાળો કે ચેન્નઈનું હાલનું પૂર કે અમેરિકાનાં વાવાઝોડાં સાવ જ નવીનવાઈનાં નથી. ધરતીકંપ, જવાળામુખી, અતિવૃષ્ટિ, દુકાળ જેવી આફતો હજારો-લાખો વર્ષથી માનવજાતે જોઈ છે અને ભયાનક ઉથલપાથલોને કારણે જ તો પૃથ્વીના ખંડોનો હાલનો નકશો રચાયો છે. બધી જ પ્રાકૃતિક ઘટનાઓ ફક્ત માનવીના વર્તનના લીધે કે કથળેલા પર્યાવરણને લીધે નથી ઘટતી... સાચું, સાચું, બધું સાચું, પણ પ્રદુષણ સાવ હવાઈ મામલો નથી. હવાઈ પરથી યાદ આવ્યું હવાના પ્રદુષણથી દિલ્હી એટલું ત્રાસી ગયું છે કે આવતી પહેલી જાન્યુઆરીથી (ત્રણ અઠવાડિયા બાદ) એક-બેકી સંખ્યાની નંબરપ્લેટ ધરાવતી કારોને દિલ્હીમાં એકાંતરે દિવસે જ રસ્તા પર ઉતરવાની છૂટ આપવાનું નક્કી થયું છે. દિલ્હી પરથી બીજી એક વાત યાદ આવી. ગયા જાન્યુઆરીમાં અમેરિકન પ્રમુખ ઓબામા દિલ્હીની મુલાકાતે આવેલા ત્યારે દિલ્હીની પ્રદુષિત હવાથી પ્રમુખ ઓબામાને બચાવવા માટે અમેરિકી રાજદૂતાલયે ૧૮૦૦ એરપ્યોરિફાયર્સ ખરીદેલાં. કેટલા? ૧૮૦૦. અને આ એરપ્યોરિફાયર્સ એ કંઈ પેલા ડિયોડરન્ટ જેવાં એર-સ્પ્રેનાં નાનાં ડબલાં નહોતાં કે કમરામાં છૂક છૂક છાંટીને ફેંકી દેવાય. આ તો હવા ગાળનારાં, ફિલ્ટર્સ ધરાવતાં મશીનો હતાં.
ફેક્ટરીના ધૂમાડા, રાસાયણિક કચરો, પ્લાસ્ટિક, વાહનો, એસી, કોલસાનું દહન... અનેક 'વિલનો' છે પર્યાવરણનાં. હવામાન બગાડનારાં વાયુઓ-રસાયણો તો ઘણાં છે (મિથેન, ક્લોરોફ્લોરોકાર્બન્સ, નાઈટ્રસ ઓક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ વગેરે), પણ સૌથી વધુ ભાર આપવામાં આવે છે કાર્બન ડાયોક્સાઈડ પર. આમ તો આપણે સૌ ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઈડ છોડીએ છીએ, પણ શ્વાસ તો લેવો-છોડવો પડે જ, છૂટકો નથી. ભારત માટે કંઈક આવો જ મામલો કોલસાનો છે. કોલસો તો બાળવો જ પડે. પેરિસમાં આજકાલ પર્યાવરણના ફેરફારોને લગતી સંયુક્ત રાષ્ટ્રસંઘની ૨૧મી શિખર પરિષદ ચાલી રહી છે. આ કોન્ફરન્સમાં દુનિયાભરના નિષ્ણાતો, નેતાઓ, કર્મશીલો પૃથ્વીને કઈ રીતે ખાડે જતી રોકવી એ વિશેની માથું ભમી જાય એવી ચર્ચામાં ડૂબેલા છે, પણ આપણે એમાંના સૌથી મહત્ત્વના એવા બે મુદ્દા પર ફોકસ કરીએ. એક મુદ્દો છે કોલસો અને બીજો મુદ્દો છે પૈસો. કોલસાનો વપરાશ કોણ કેટલો ઘટાડે અને પર્યાવરણ સુધારવા કોણ કેટલો પૈસો ફાળવે એ બે વિખવાદની ધરી પર પેરિસમંત્રણા ચાલી રહી છે.
ભારત દેશની ૬૧ ટકા વિજળી કોલસો બાળીને મેળવવામાં આવે છે. કોલસાના પરનું આ અવલંબન ૨૦૩૧-૩૨ સુધીમાં ઘટાડીને ૫૭ ટકા પર લાવવાનો સરકારનો ઇરાદો છે. ૬૧થી ઘટાડીને ૫૭, મતલબ કે ફક્ત ચાર જ ટકાનો ઘટાડો? પણ વાત જરા સમજવા જેવી છે. ભારતની વિજળીની ડિમાન્ડ વર્ષે પાંચ ટકાના દરે વધી રહી છે. આ ડિમાન્ડ સંતોષવા માટે ભારતે કોલસો, અણુઊર્જા, ઓઇલ, નેચરલ ગેસ, સૂર્ય, પવન, બાયોગેસ વગેરે તમામ પ્રકારના સ્રોતમાંથી વધુ વિજળી મેળવવી પડે. આમાંથી કોલસા પરનું ભારણ ઘટાડીને અન્ય સ્રોતોમાંથી વધુ વિજળી મેળવવા બાબતે ભારત કટિબદ્ધ છે જ. અત્યારે સૂર્યપ્રકાશ, પવન અને બાયોગેસ જેવા સ્રોતમાંથી ભારતની ૧૨ ટકા વીજરૂરિયાત સંતોષાય છે અને સરકારનું લક્ષ્ય છે કે ૨૦૩૨ સુધીમાં દેશની ૨૯ ટકા વિજળી આ બધા વૈકલ્પિક સ્રોતમાંથી મેળવવામાં આવે. ટૂંકમાં, ઇરાદો ઘણો નેક છે. છતાં, કોલસાનું ઉત્પાદન વધાર્યા વિના ભારતનો છૂટકો નથી. ૨૦૨૦ સુધીમાં કોલસાનું ઉત્પાદન વધારીને વરસે ૧.૫ અબજ ટન સુધી પહોંચાડવાનું લક્ષ્ય ભારતે નક્કી કર્યું છે અને એ માટે ભારતે ૨૦૨૦ સુધી દર મહિને કોલસાની એક નવી ખાણનો ઉપયોગ શરૂ કરવો પડે તેમ છે. કોલસાના જોરે વધુ વિજળી પેદા કર્યા વિના 'મેઈક ઇન ઇન્ડિયા' અને 'સૌને ૨૪ કલાક વિજળી' જેવાં સૂત્રો સાકાર થઈ શકે તેમ નથી. સવાલ માત્ર વિજળીની સગવડનો નથી, રોજગારનો પણ છે. મેઈક ઇન ઇન્ડિયા સૂત્રનો મતલબ છે વધુ ઉદ્યોગો, વધુ રોજગારી (પેરિસ પરિષદમાં એક સૂત્ર વહેતું મૂકાયું છેઃ ઝીરો કાર્બન, ઝીરો પોવર્ટી), પણ વધુ કોલસો બાળ્યા વિના, વધુ કાર્બન ડાયોક્સાઈડ છોડયા વિના વધુ રોજગારી ઊભી કરવાનું અત્યંત મુશ્કેલ છે. ઉદ્યોગો માટે વિજળી અને વિજળી માટે અશ્મિજન્ય બળતણ (ફોસિલ ફ્યુઅલ) જોઈએ. અશ્મિજન્ય બળતણ મુખ્ય ત્રણ છેઃ કોલસો, ઓઇલ અને ગેસ. આમાંથી કોલસો વધુ ધુમાડો છોડે એ સાચું, પણ એ સૌથી સસ્તો છે. સૌથી વધુ કોલસો ધરાવતા દેશોમાં ભારતનો નંબર વિશ્વમાં પાંચમો છે. માટે, ભારત વીજળી માટે કોલસાનો ઉપયોગ કરશે જ.
ભારતને કોલસાનો વપરાશ ઘટાડવાનો સીધેસીધો ઉપદેશ આપી શકાય તેમ ન હોવાથી વિકસિત દેશો ભારત પર એ પ્રકારનું દબાણ લાવી રહ્યા છે કે કોલસો બાળવામાંથી જે ઊર્જા મળે છે એને ઝડપી લેવાની અસરકારકતા તો કમસે કમ વધારો. આ વાત મહત્ત્વની છે. કોલસો બાળતી વખતે જેટલી ઊર્જા મળે છે એ બધેબધી ઉપયોગમાં લઈ શકાતી નથી. ભારતના કોલસાઆધારિત પાવર પ્લાન્ટ્સ અત્યંત એફિશિયન્ટ નથી. આવામાં, કોલસામાંથી મળતી વધુમાં વધુ ઊર્જા ઉપયોગમાં લેવા માટે ટેક્નોલોજી જોઈએ અને ટેક્નોલોજી માટે જોઈએ પૈસા. માત્ર પાવર પ્લાન્ટ્સની એફિશિયન્સી વધારવા જ નહીં, પર્યાવરણને જાળવવા માટેની લડતના અનેક મોરચે જરૂર પડે છે પૈસાની, ચિક્કાર પૈસાની. પેરિસામાં ચાલી રહેલી પર્યાવરણ-મંત્રણામાં સૌથી મોટો મુદ્દો આ છે, પૈસા.
પર્યાવરણ સુધારવા પૈસા જોઈએ, પણ પૈસા આપે કોણ? આ મુદ્દે પેરિસમાં ચર્ચા એવી રીતે ચાલી રહી છે જાણે પાંચ ભાઈબંધ હોટેલમાં ભરપેટ જમી લીધા બાદ બિલ ચૂકવતી વખતે એકમેકની સામે જોઈ રહ્યા છે અને કોણે કેટલંુ ખાધું એનો હિસાબ કરી રહ્યા છે. આ હિસાબ-કિતાબ છેક ૧૯૯૨થી ચાલી રહ્યો છે. હવામાં વધુ કાર્બન છોડનારા (ખાસ તો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધના) વિકસિત દેશોએ પર્યાવરણ સુધારવા વધુ ભંડોળ આપવું એવું ૧૯૯૨ની યુનોની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં નક્કી થયેલું. પછી વધુ ગ્રીનહાઉસ ગેસિસ છોડનારા ૩૭ દેશોની યાદી નક્કી થઈ. બાદમાં એવું ઠર્યું કે અગાઉ સોવિયેટ સંઘનો હિસ્સો હતા એવા કેટલાક દેશો સોવિયેટ સંઘથી છૂટા પડયા પછી આર્િથક રીતે ખખડી ગયા છે એટલે એ પ્રકારના, નબળા પડેલા દેશોને ૩૭ વિકસિત દેશોની યાદીમાંથી દૂર કરીને છેવટે ૨૫ વિકસિત દેશોની યાદી તૈયાર થઈ અને આ ૨૫ દેશો ક્લાઈમેટ ફાઈનાન્સ (પર્યાવરણ માટે પૈસો) આપે એવું નક્કી થયું, પરંતુ કોણ કેટલા પૈસા આપે અને કયા વિકસતાં (પ્રમાણમાં ગરીબ) દેશોને કેટલો પૈસો મળે એ નક્કી નહોતું થયું. આ મામલો છેક ૨૦૦૯ સુધી લટકતો રહ્યો. ૨૦૦૯ની પર્યાવરણ શિખરમંત્રણા પડી ભાંગવાની અણી પર હતી ત્યારે અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને મંત્રણાને સફળ બનાવવા માટે મગનું નામ મરી પાડતાં કહ્યું કે ૨૦૨૦ની સાલથી વિકસિત દેશો દર વરસે ૧૦૦ અબજ ડોલર ક્લાઈમેટ ફાઈનાન્સ માટે 'ઊભા (મોબીલાઈઝ) કરશે'. આ જાહેરાતના પગલે એ વર્ષે (૨૦૦૯માં) વિકસિત દેશોએ મળીને ૩૦ અબજ ડોલર આપવાની ઘોષણા તો કરી, પણ અસલમાં એ ઘોષણા કેટલી હદે સાકાર થઈ તે વિશે આજ લગી સ્પષ્ટતા થઈ શકી નથી. ગયા વર્ષે લિમા ખાતે મળેલી પર્યાવરણ પરિષદમાં વિકસિત દેશોએ ૨૦૧૫થી ૨૦૧૯ સુધીમાં કુલ મળીને દસ અબજ ડોલર આપવાનું વચન આપ્યું (ક્યાં વર્ષે ૧૦૦ અબજ આપવાની વાતો અને ક્યાં ચાર વર્ષે દસ અબજનું વચન). અસલમાં, આખી દુનિયાના નિષ્ણાતો સ્વીકારે છે કે પર્યાવરણ બચાવવા માટે વર્ષે ૧૦૦ અબજ ડોલર પણ ચણા-મમરા જેટલા (અત્યંત ઓછા) સાબિત થાય. અને માની લો કે ૨૦૦૯માં થયેલી જાહેરાત બાદ ૧૧ વર્ષે એટલે કે ૨૦૨૦ સુધીમાં વિકસિત દેશો પર્યાવરણ સુધારણા માટે વર્ષે ૧૦૦ અબજ ડોલર ઊભાં કરી લે તો પણ, પછી શું? પછીના વર્ષોમાં કોણ કેટલા પૈસા કાઢશે? આ સવાલ પેરિસમાં અત્યારે જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. વિકસિત દેશો ગલ્લાતલ્લા કરી રહ્યા છે અને ચીન તથા ભારત જેવા, ઝડપથી વિકસી રહેલા દેશોએ સ્વેચ્છાએ, પોતાની જવાબદારી સમજીને પૈસા આપવા જોઈએ એવી માગણી વિકસિત દેશો કરી રહ્યા છે. ભારત કહે છે કે અમે પૈસા આપીશું, પણ ક્લાઈમેટ ફાઈનાન્સ ભંડોળમાં નહીં, બલ્કે સાઉથ-સાઉથ કોઓપરેશન (પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધના વિકસતાં દેશો માટેનાં ભંડોળ)માં આપીશું.
પર્યાવરણની ચર્ચામાં પહેલેથી જ આ ઉત્તર-દક્ષિણનો વિખવાદ પણ ચાલી રહ્યો છે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વિકસેલા દેશો વધુ છે અને દક્ષિણ ગોળાર્ધમાં વિકસતાં દેશો વધુ છે. આવામાં ઉત્તરવાળાનો વાંક વધુ હોવાથી એ વધુ પૈસા કાઢે અને દક્ષિણ પર દાન માટે દબાણ ન કરો એવી ચર્ચા એટલા જોરથી ચાલી રહી છે કે પેરિસ-મંત્રણામાં દક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિ નોઝિફોએ ગયા અઠવાડિયે ભડકીને આવા શબ્દો ઉચ્ચાર્યાઃ 'અમે 'ભીખ' નથી માગી રહ્યા. વિકસિત દેશોએ જે રકમ આપવાનું કાનૂની વચન આપેલું એ વચનના પાલનની અમે માગણી કરી રહ્યા છીએ.' પેરિસ-મંત્રણા પરમ દિવસે પૂરી થશે. ત્યાં સુધીમાં કોણ કેટલા પૈસા કાઢશે એ વિશે શું નક્કી થશે એ આપણે નથી જાણતા, પણ એટલું નક્કી છે કે આખી માનવજાતને સ્પર્શી રહેલો આ મુદ્દો ફક્ત વિકસતા-વિકસિત દેશો વચ્ચેનો ગજગ્રાહ નથી. જવાબદારી સમગ્ર વિશ્વની છે, કારણ કે જગતનો પ્રત્યેક માનવી પર્યાવરણનો અસરગ્રસ્ત છે.
અમેરિકા-જર્મની-ફ્રાન્સ-બ્રિટન પર્યાવરણ સુધારવા કેટલી રકમ ફાળવે છે અને ભારત સરકાર કેટલો કોલસો વાપરશે એ તો મોટા શાસકોએ નક્કી કરવાનું છેપણ પર્યાવરણને સાચવવાની જવાબદારી માત્ર શાસકોની નથી. આ દિશામાં તમારી અને મારીભલે સાવ નાનકડી પણ અત્યંતની ભૂમિકા છે જ. આપણે શું કરવું જોઈએ એ સવાલનો જવાબ સાવ સાદો છેઃ બાપાવપરાશ ઘટાડો. બહેનોવપરાશ ઘટાડો. આ જ છે એકમાત્ર રસ્તો. તમે અને હું ૧૦૦ મીટર દૂર ગલ્લે પાન લેવા માટે બાઈક ન વાપરીએ એ મહત્ત્વનું છે. ખનીજ અને ઊર્જાનો ચિક્કાર ઉપભોગ આપણને વ્યક્તિગત રીતે પોસાતો હોય તો પણ પૃથ્વીને આ અતિ ઉપભોગ પોસાતો નથી. લંડનમાં માર્ટિન મેકકાસ્કી નામના ૭૧ વર્ષના એક વૃદ્ધ રહે છે. એમણે ૧૯૮૧માં પ્લાસ્ટિકની એક થેલી ખરીદેલી. આજે આશરે બે હજાર વાર એ થેલી વાપર્યા પછી પણ એમણે થેલી સાચવી રાખી છે અને એ જ થેલી તેઓ આજે વાપરે છે. પર્યાવરણની વૈશ્વિક સમસ્યાનો એક અક્સીર ઇલાજ આ વૃદ્ધના અભિગમમાં છૂપાયેલો છે. માનવજાત આ અભિગમ નહીં અપનાવે તો ઓઇલ, કોલસો, ગેસ, લોખંડ વિનાની પૃથ્વી વારસામાં મેળવનાર પછીની પેઢીઓ આપણને બહુ ગાળો દેવાની છે એ નક્કી છે. તેઓ કહેશે, ખાઉધરાં વડીલો બધું ખૂટાડતાં ગયાં.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment