Thursday, 5 November 2015

[amdavadis4ever] કેન્સર અટક ાવવાના સરળ ઉપાય અને જ રૂરી માહિતી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



cancer

આમ તો ઘણા બધા પરિબળો કેન્સર વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે પરંતુ સારા સમાચાર એ છે કે મોટા ભાગના ને ટાળી શકાય છે જો આપણે વહેલા જાગી જઈએ. તેમના સૌથી મહત્વના અને જરૂરી ટીપ્સ નીચે આપવામાં આવ્યા છે જેનું અમલ કરી તમે કેન્સર જેવી ગંભીર બીમારી થી ૧૦૧ % બચી શકશો અને અટકાવી શકશો.
૧. તમારા ખોરાક માં ફળો અને શાકભાજી નો ઉપયોગ વધારે કરો:
========================== ===================
જો ફળો અને શાકભાજી તમારા ખોરાકમાં વિપુલ પ્રમાણમાં હશે તો કેન્સર અને કેન્સરનું પ્રમાણ ઘટી જશે કારણ કે ફળો અને શાકભાજીમાં રહેલા બિટા કેરોટિન સામગ્રી, કેન્સર સામે રક્ષણ કરે છે અને કેન્સરનું જોખમ ઘટાડે છે. ફળો અને શાકભાજીમાં રહેલા એન્ટિઓક્સીડન્ટ્સ, નુકસાન થયેલ કોષોને સુધારવામાં મદદ કરે છે. લીલા, નારંગી, પીળા ફળો અને શાકભાજી કેન્સર અટકાવવા માટે મદદ કરે છે. વિજ્ઞાની રીસર્ચ બતાવે છે કે કાળી દ્રાક્ષ, બ્લુ બેરી જેવા ઘેરા ફળો, પણ કેન્સર વિરોધી ગુણધર્મો ધરાવે છે.
૨. ખોરાકમાં લસણનો વપરાશ કરો:
========================
લસણમાં રહેલ સલ્ફર સંયોજન , કેન્સર સામે પ્રતિકારક સંરક્ષણ ઉત્તેજીત કરી શકે છે અને જે ગાંઠની વૃદ્ધિ ઘટાડવા માટે મદદ રૂપ થાય છે.
૩. બને તેટલું પાણી વધારે પીઓ, પાણી શરીરમાંથી ઝેર ફ્લશ કરે છે:
========================== ====================
પાણી વધારે પીવાથી, શરીરમાંથી ઝેર (ટઓક્ષિન) ફ્લશ થઇ જાય છે . બને ત્યાં સુધી ક્લોરિનેટેડ પાણીનો ઉપયોઉંગ કરવો નહિં. કલોરિન શરીરમાં મુક્ત રેડિકલનું ઉત્પાદન કરી શરીરના કોશોને નુકસાન કરે છે અને વધુમાં તે કેન્સરકારક પદાર્થ પણ છે. પર્યાવરણીય ગુણવત્તા યુ.એસ. કાઉન્સિલ અનુસાર, "ક્લોરિનેટેડ પાણી પીવાથી લોકોમાં કેન્સર જોખમ 93% ક્લોરીન રહિત પાણી કરતા વધારે છે."
૪. ચાઇ પીવાની આદત રાખો:
=====================
હજારો વર્ષોથી એશિયામાં આંકવામાં આવ્યું છે. કે ગ્રીન ટી માં હિલીંગની માત્રા વધારે છે. પશ્ચિમ માં, નવા સંશોધન અનુસાર ગ્રીન ટી, વિવિધ પ્રકાર ના કેન્સર તેમજ હૃદય રોગ સામે રક્ષણ આપે છે. કેટલાક વિજ્ઞાનીઓ માને છે કે ગ્રીન ટી માં EGCG નામનું રસાયણ સૌથી શક્તિશાળી ગુણ ધરાવે છે.
૫. નિયમિત કસરત કરો:
==================
એક તારણ મુજબ, નિયમિત કસરત કરવાથી કેન્સર થવાનું જોખમ ટાળી શકો છો. સંશોધકોને હજુ સુધી ખબર નથી કે નિયમિત વ્યાયામ જે વ્યક્તિઓ કરે છે તેઓમાં કેન્સરનો દર નીચો હોય છે, તેઓ માને છે કે કસરત, શરીરની ચરબી નિયંત્રિત કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ ઉત્તેજીત કરે છે અને અમુક હોર્મોન્સ સંતુલન બદલવા માટે મદદ કરે છે.
૬. સેટયુરેટેડ ચરબીનો વપરાશ ઓછો કરો :
========================== ====
ચરબી આપણા ખોરાકમાં જરૂરી છે પરંતુ high-fat ખોરાક કેન્સર, હૃદય રોગ અને અન્ય રોગોને આમંત્રણ આપે છે. બને એટલો લો ફેટ ખોરાક લો. ખાસ કરીને, માંસ, ડેરી ઉત્પાદનો, બીસ્કીટ, ચિપ્સ, બટર, ચીઝ ઓછા પ્રમાણમાં લો. સેટયુરેટેડ ચરબીવાળા ખોરાક સ્તન કેન્સર થવાનું જોખમ વધારે છે. ડ્રાય ફ્રુટ્સ, બાદમ, ભાત–ભાતના બીજ, અવોકાડો, ઓલીવ ઓઈલ, કાનોલા ઓઈલનો ઉપયોગ વધારે કરવો. જે વાનગી તેલમાં તળવાને બદલે બાફીને કે શેકીને બનાવો.
૭. ખોરાકમાં ફાઇબર વધારો અને મીઠું અને ખાંડ ઉપયોગ ઘટાડો:
========================== ===================
સોયા સોસ, પ્રોસેસ્ડ ફૂડ, માછલી પેસ્ટ, માછલીનો સોસ, વિવિધ ડીપસ, ચીઝ જેવી ચીજોમાં ખૂબજ વધારે પડતા મીઠાનું પ્રમાણ હોય છે. મીઠાઈ અને ખાંડવાળા ડેઝર્ટને બદલે વિવિધ ફળનો ઉપયોગ કરો, તમારા ખોરાકની પસંદગીમાં ઓછી ચરબીવાળા ખોરાક રાખો. બને ત્યાં સુધી પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ ઓછો કરો અને વધારે ફાઈબરવાળા ફળો, શાકભાજી અને આખા અનાજનો તથા નોન- પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ વધારે કરો.
૮. ગો ઓર્ગેનિક:
============
હા, ઓર્ગેનિક એટલે ૧૦૦ % જંતુ નાશક દવા મુક્ત વસ્તુ. ઓર્ગેનિક માંસ, ઈંડા, ડેરી ઉત્પાદનો, ફળો અને શાકભાજીમાં કોઈપણ હાનિકારક જંતુનાશકો અથવા હોર્મોન્સ હોતા નથી. જૈવિક કે ઓર્ગેનિક ઉત્પાદનો વધુ ખર્ચાળ હોઇ શકે છે પરંતું તેઓ તમારા આરોગ્ય અને પર્યાવરણ માટે સારા હોય છે. તાજા અને ઓર્ગેનિક ફળો સ્વાસ્થ્ય માટે અને ખાસ કરીને ફાઈબરથીએ ભરપુર હોવાથી આરોગ્ય માટે લાભદાયક છે. જ્યારે શક્ય હોય ત્યારે તમે ઓર્ગેનિક ફૂડ પસંદ કરો.
૯. તમારી રોગપ્રતિકારક શક્તિ વધારો:
========================== =
એક મજબૂત રોગ પ્રતિકારક સિસ્ટમ કેન્સર સામે રક્ષણ કરે છે. તમરી થાયમસ ગ્લાંડ, પ્રતિકારક સિસ્ટમની ચાવી છે. તમે જેટલી તેને મજબૂત કરો તેટલી તમારી પ્રતિકારક સિસ્ટમ મજબૂત થશે.
૧૦. કેન્સર માટે નિયમિત સ્ક્રીનીંગ કરાવવું:
========================== ===
કેન્સર સ્ક્રીનીંગ, કોલોનોસ્કોપી અને સ્મેઅર ટેસ્ટ, શરીરમાં અસામાન્ય સેલ્યુલર ફેરફારો કે કેન્સર શોધી શકે છે. યોનિમાંથી નીકળતાં ચીકણા પ્રવાહીના પરીક્ષણ/ સ્ક્રીનીંગ, નિયમિત સ્તન મેમોગ્રામ અને અન્ય ઇમેજિંગ સાધનો પણ સ્ત્રીના સ્તન કેન્સર શોધી કાઢવા માટે ભલામણ કરવામાં આવે છે.
કેન્સર નિવારણ એ સરળ છે અને શક્ય પણ છે. ફક્ત થોડી સરળ જીવનશૈલીમાં ફેરફારો સાથે, તમે ભારે કેન્સરના ઘણા પ્રકારના જોખમ ઘટાડી શકાય છે.
ફક્ત, "સ્માર્ટ ખોરાક" પસંદગીથી તમે તમારા આરોગ્યનું રક્ષણ કરી શકો છો, તમે સ્ફૂર્તિ અનુભવશો અને રોગ સામે લડવા માટે તમારી ક્ષમતા વધારી કરી શકો છો.
જીવન એ ઈશ્વર તરફથી આપણને મળતી સૌથી અદ્ભુત અને અમુલ્ય ભેટ છે તેથી તેનો સૌથી વધારે આનંદ અનુભવો.
આશા છે કે તમોને આ રીસર્ચ સાભાર લેખ મદદરૂપ થાય. જો ફક્ત એક વ્યક્તિ પણ આ વાંચીને તેમની જીવનશૈલી બદલશે તો તે વ્યક્તિ આ પૃથ્વી પર સૌથી સુખી વ્યક્તિ હશે, એટલે એક જાગૃત નાગરિક તરીકે બીજાને પણ આ માહિતી પહોચતી કરવી એ આપણી નૈતિક અને સામાજિક ફરજ થાય !!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment