Thursday, 5 November 2015

[amdavadis4ever] સ્ત્રીઓની અવહે લનાનું રાજકારણ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રાજકારણ એટલે માત્ર સરકાર, શાસક પક્ષ, વિરોધ પક્ષો કે એમની નીતિઓ અને યોજનાઓ નથી. જાહેર જીવનમાં જે કાંઈ થાય છે તે પરોક્ષ રીતે રાજકીય બાબત છે. અરે, ઘરની અંદર પણ રાજનીતિ ખેલાતી હોય છે-ખુલ્લં ખુલ્લા કે પછી છાનામાના. વાણી અને વર્તનમાં જે રાજનીતિ પ્રગટ થાય છે. તેનો પણ લોકોના કે બીજા સમાજ વિભાગ ઉપર સારી કે અવળી અસર પડે છે. 

આ બાબત ફરી ફરીને ઉખેળવી પડે છે, કારણ કે અનેક વાર વિરોધ થયા છતાં એક પ્રયોગ કરવો લોકોને બહુ ફાવે છે. હમણાં છેલ્લે આવું કરનાર હતા આપણા મુખ્ય પ્રધાન ફડણવીસ. 'અમારા કાર્યકર્તાઓએ કાંઈ ચૂડી નથી પહેરી.' એવું એ વદ્યા કેમ? એમના પક્ષમાં મહિલા કાર્યકર્તાઓ નથી? એ ચૂડી કે બંગડી પહેરે છે કે નહીં? એથી કરીને એ શું ફોસીફડાક કે બીકણબાયલી છે? જ્યારે એમના પક્ષની મૂળ સંસ્થા અથવા તો વૈચારિક ભૂમિકા રચનાર રાષ્ટ્રીય સેવક સંઘમાં કદાચ મહિલાઓ હતી, પણ નહીં ત્યારે પણ જનસંઘનાં જયવંતીબહેન મોંઘવારી વિરોધ આંદોલનમાં અને ઈન્દિરા ગાંધીએ લાદેલી ઈમર્જન્સી દરમિયાન અડીખમ ઊભાં રહેલાં અને હા, એ બંગડી પહેરતાં હતાં, ભાષામાં પણ રગેરગ ઘૂસી ગયેલી સ્ત્રીઓની બીબાઢાળ વ્યાખ્યાઓ ક્યારે જશે? શાસન કરવું એ જવાબદારીની જગ્યા છે. 'યથા રાજા તથા પ્રજા' તો પછી પ્રજાની નેગેટિવ વાતો એ કક્ષાએ શા માટે દોહરાવવી? સ્ત્રીસમાજ પણ પિતૃસત્તાક વ્યવસ્થામાંથી જ ઉત્પન્ન થાય છે અને ઊછરે છે. એવા કેટલાયે દાખલા જોવા મળે છે કે અણગમતા અને બિનપ્રભાવશાળી નેતાને બંગડીઓ પહેરાવવા બહેનો ધસે છે કે પછી કોઈ પુરુષને લજવવા 'બંગડી પહેર, બંગડી' એમ સંભળાવે છે, ભલભલા પત્રકારને પણ આપણે જોઈએ છીએ કે ધડાધડ દેશી શબ્દ પ્રયોગો દ્વારા બહાદુરી બતાવતી વખતે એ 'બંગડી પહેરી છે?' જેવા શબ્દો વાપરી શકે છે, બંગડી પહેરનાર બહાદુર હોઈ શકે છે એ નહીં સમજતા હોય? બાય ધ વે, લડાયક ગણાતી શીખ કોમના લોકો મોટા પ્રમાણમાં સૈન્યમાં જાય છે અને એક હાથે કડું પહેરે છે. આમ જોઈએ તો ચૂડી જેવું જ દેખાય. કેટલાયે પુરુષ, એક કે બંને કાને બુટ્ટી પહેરે છે, ગળે માળા પહેરે છે, કડું પહેરે છે, છૂંદણાં છૂંદાવે છે તે એ બધા માટે શું કહેવાનું? બંગડી જ બાકી રાખી છે, કૃષ્ણ ભગવાનના શણગાર જોયા છેને! બાજુબંધથી માંડીને કેટકેટલાં ઘરેણાં પહેરે છે? એમને માટે શું કહીશું?

ગર્ભાશયનું રાજકારણ

થોડા વખતથી વાવડ આવતા જ હતા કે ચીનમાં 'માત્ર એક જ' બાળકની નીતિ બદલાવાની છે. એ જાણીએ છીએ કે આવી સામ્યવાદી શાસનની નીતિને કારણે અત્યારે મોટી સંખ્યામાં ભાયડાઓ ઢાંઢા ફરે છે, ક્ધયા ક્યાંથી લાવે? આપણી જેમ પ્રાચીન સંસ્કૃતિ હોવાને કારણે આપણી જેમ જ પેટમાં દીકરી હોય તો ગર્ભપાત કરાવવાના કે નવજાત બાળકીને ફેંકી દેવાની પ્રથા એમને ત્યાં પણ છે. કારણ કે એક જ સંતાન પેદા કરવાનું હોય તો તે મોટા ભાગનાને દીકરો જ જોઈએ, ઉપરથી હજી સોમવારે જ સમાચાર આવ્યા કે પાંસઠ લાખ જેટલાં તો ત્યાં ગેરકાનૂની નાગરિકો છે. પોતાના જ દેશમાં માણસ ગેરકાનૂની નાગરિક કેવી રીતે બને? એ રીતે કે કોઈ યુગલને બીજું બાળક આવ્યું હોય તો શાસન તેને રજિસ્ટર પણ ન કરે, એ બાળકની હયાતીનો એકે દસ્તાવેજ ન બને, એના ભાગનું રેશન ન મળે, એને સ્કૂલમાં ન મુકાય અને એને એકે જાતના હક નહીં. નોકરી પણ ક્યાંથી મળે જ્યાં એની પાસે કોઈ ડિગ્રી કે એની હયાતીનો કોઈ રેકોર્ડ જ ન હોય?

આપણા દેશ માટે પણ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને ભણેલો ભદ્રવર્ગ છાતીઓ કૂટતો હતો કે વસ્તી વધારે છે અને તેથી જ વિકાસ અટકી પડ્યો છે, ભૂખમરો છે, બેકારી છે વગેરે વગેરે, જેવું અર્થતંત્રનું વૈશ્ર્વીકરણ થયું અને પશ્ર્ચિમી દેશોએ ઉત્પાદન ભારતમાં કરવાનું શરૂ કર્યું કે બધા હવે ડેમોગ્રાફિક ડિવિડન્ડ વિશે બોલવા માંડ્યા છે. વાહ, શું મોટો તમારો યુવાવર્ગ છે? કેટલા બધા કામદારો અહીં મળી શકે! અને કેટલું બધું અહીં વેચાણ કરી શકાય! યુવાવર્ગ પાસે ખરીદશક્તિ વધુ હોય (અહીં ૩૫ વર્ષ સુધીના યુવા ગણાય) અને એમને લોભામણી જાહેરખબરો અને લાઈફસ્ટાઈલોના મોહથી ખીસે ખેરવી પણ શકાય. અલ્યા ભૈ, ગઈ કાલ સુધી તો તેને અમારા છોકરાં નડતાં'તા ગમે તે સાધનો વાપરો, ગર્ભપાત કરાવો, સ્ત્રીઓને શરીરમાં લાંબા ગાળાનાં ઈન્જેકશનો આપીને ગર્ભાધાન રોકો, બેથી વધુ છોકરાને મફત શાળા કે દવાખાનાના લાભ ન આપો, એનું રેશન ન આપો, પણ સ્ત્રીઓને જણતા રોકો. આ પછી હવે ડેમોગ્રાફિક ડિવિડન્ડ યાને કિ વધુ પ્રજા હોવાના ફાયદાનાં ગાણાં ગાવાનાં? આ જોઈને ચીન પણ ચમકી ગયું છે, બૈરાં વધુ છોકરાં જણે તે રાષ્ટ્રને વધુ કામદારો મળે અને એથી પછી કમાણીના જલસા!! બે બે પેઢીથી એક બાળકની પ્રથાથી ટેવાઈ ગયેલી મહિલાઓને હવે વધુ બાળકો જણવાનું ન પણ ગમે, રશિયન ક્રાંતિ પછી સ્ત્રીઓને બાળઉછેર કેન્દ્રો વગેરે લાભ આપીને નોકરીએ લગાડેલી, કારણ કે ઝારોની આપખુદ અને શોષણવાળી નીતિથી રશિયન અર્થતંત્ર ખવાઈ ગયેલું હતું. વળી એમાં અનેક પ્રદેશો ઉમેરી સોવિયેટ લેન્ડ બનાવવા અને યુદ્ધની તત્પરતા જાળવવા રાષ્ટ્રીય ઉત્પાદન અને આવક વધારવાનાં હતાં, બીજી બાજુએ લશ્કર માટે અને કામદારો મેળવવા વધુ બાળકો જન્મે તે પણ શાસનને જોઈતું હતું જરાક ઠીક ઠીક થયું કે પાંચ બાળક થાય તેને સ્ટાલિન એવોર્ડ ને દસ થાય તેને લેનિન એવોર્ડ આપવાનું ઠર્યું, અનેક બીજી સવલતો ઓફર થઈ પણ મોટે ભાગે મહિલાઓએ એ ઠુકરાવી. બહાર જઈને અન્યો સાથે કામ કરવા માટે રોકડો પગાર મળે' કામદાર તરીકે મોભો મળે એની મજા ઓર હતી. 

ટૂંકમાં સ્ત્રીઓને સારી સવલતો અને પગાર મળે તો સંતતિનિ યોજન આપોઆપ થઈ જાય. આટલા બધા છોકરા આ જમાનામાં કોને જણવા ગમે? એ તો એક યા બીજા પ્રકારના પ્રેશરથી જ જણવા પડતા હોય.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment