Saturday 28 November 2015

[amdavadis4ever] કિરણ રાવ ના શબ્દોન ે સહિષ્ણુ તાના મુદ્ દાથી અલગ કરીને વિ ચાર્યું ત ્યારેે...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આ અઠવાડિયે આમિરખાને ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટેના ઍવોર્ડ ફંકશનમાં બોલતા એક વિધાન કરીને વિવાદનો વંટોળ ઊભો કરી દીધો છે. આમ તો એ પતિ-પત્ની વચ્ચેની એક અંગત વાત છે, પરંતુ દેશની સંવેદનાને સ્પર્શતા એક નાજુક મુદ્દા - હાલના ટોપમોસ્ટ કરન્ટ ટોપિક, અસહિષ્ણુતા - સાથે જોડાયેલી છે. છેલ્લા કેટલાક મહિનાથી દેશમાં વધતા જતા અસહિષ્ણુતાના કિસ્સાઓનો ઉલ્લેખ કરીને આમિર ખાને કહ્યું હતું કે તેની પત્ની કિરણ રાવે તો તેને એક વાર સૂચન પણ કર્યું હતું કે 'આપણે ભારત છોડીને બીજે ક્યાંક ચાલ્યા જવું છે?' આમિરે કહ્યું કે કિરણને અમારા દીકરા માટે ચિંતા થાય છે. એની આસપાસનું વાતાવરણ કેવું હશે એ વિચાર કરતાં એ ગભરાય છે. રોજ સવારના છાપું ખોલતાં પણ તે થથરે છે.' અને આ લાગણી માત્ર તેની પત્નીની જ નથી. કેમકે પછી આમિરે પણ કહ્યું હતું કે આજે જે ક્ંઇ બની રહ્યું છે તે આપણે અખબારોમાં વાંચીએ છીએ, સમાચારોમાં જોઇએ છીએ અને સાચું કહું તો હું પોતે પણ આ બધાથી સ્તબ્ધ થઈ ગયો છું એ વાતનો ઇન્કાર નહીં કરી શકું. 

આમીર ખાન તરફથી આવતા આ શબ્દોએ અપેક્ષા મુજબ જ તેના પર પસ્તાળ પાડી છે. વોટ્સ એપ, ટ્વિટર, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર મેસેજિઝનો મારો ચાલી રહ્યો છે. તો ટીવી તેમ જ અખબારો પણ પાછળ નથી રહ્યાં, કટાર લેખકો અને વાચકોના પ્રતિભાવોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. સ્વાભાવિક છે કે આ બધામાં ટીકાત્મક પ્રતિભાવો વધુ અને સમર્થનાત્મક ઓછા છે. અંગત રીતે વાત કરું તો હું પોતે પણ માનું છું કે આપણા દેશ જેવી મુક્ત અભિવ્યક્તિ દુનિયાના બહુ જૂજ દેશો પોતાના નાગરિકો માટે સુલભ કરી શકતા હશે.

પરંતુ એક જુદા પર્સ્પેક્ટિવથી આ સમગ્ર ઘટનાને જોઇ ત્યારે થયું કે કિરણ રાવની ક્ધસર્નને આ અસહિષ્ણુતાના મુદ્દાથી છૂટ્ટી પાડીને, સ્વતંત્ર રીતે જોઇએ તો આપણા પ્રતિભાવો કદાચ જુદા હોઈ શકે. જેમ કે આપણે ત્યાંનો ભ્રષ્ટાચાર, શોષણ, ગેરશિસ્ત, પાયાની નાગરી સુવિધાઓ માટે પણ નાગરિકોને સહેવી પડતી હાડમારી, અને એ બધા પ્રત્યે શાસનતંત્રની નીંભરતા, સમાજમાં આમ માનવીને સહેવા પડતા અન્યાયો, વિસલબ્લોઅર્સ ઉપર થતા અત્યાચારો, અને શોષણના કિસ્સાઓ કે બેફામ ગંદકી જેવા મુદ્દાઓ સ્વતંત્ર ભારતની આગવી દેન છે. આમાંના કોઇ ને કોઇ પ્રશ્ર્નો અનેક નાગરિકોના મનમાં બળવો જગાવતા રહ્યા છે. અને તે અંગે ક્વચિત અવાજ ઉઠાવતા જાગરૂક નાગરિકો પાસેથી પણ જ્યારે 'અહીં કોઇ સાંભળતું જ નથી, તમે ગમે એટલી ફરિયાદ કરો ને, કાંઇ જ ફેર પડવાનો નથી' એવા નિરાશાજનક સૂરો સાંભળવા મળે ત્યારે કિરણને આવ્યો છે એવો દેશ છોડીને ચાલ્યા જવાનો વિચાર ક્યારેક ને ક્યારેક એમના મનમાં પણ ડોકાઈ ગયો હશે. મને તો લાગે છે કે આવો વિચાર આપણામાંના કેટલાક લોકોને પણ આવ્યો હશે. કોઇ નિર્દોષ નાગરિક્ના બૅન્ક ઍકાઉન્ટમાંથી તેના ડૅબિટ કે ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરીને કોઇ તેની મહેનતની કમાઈનાં નાણાં કઢાવી લે અને તેની કોઇ પણ ભૂલ વિના તેને એ આર્થિક ફટકો ખમવો પડે ત્યારે ના તો બૅન્ક તેને મદદ કરે, ના પોલીસ કરે. એ વખતે કદાચ તેને આવો વિચાર નહીં આવ્યો હોય? પોતાના જુવાનજોધ દીકરાને તેની કોઇ પણ ભૂલ વગર રસ્તા પરના ખાડાઓના કારણે કે ટ્રાફિક નિયમનની બેદરકારીને પરિણામે અકસ્માતનો ભોગ બનતા અને મોતનો કોળિયો થઈ જતા જોતાં સ્વજનોને આવો વિચાર ક્યારેય નહીં આવ્યો હોય? કડકડતી ઠંડીમાં, કાળઝાળ ગરમીમાં કે ધોધમાર વરસાદમાં પોતાના પરિવાર અને પ્રિયજનોથી દૂર મા-ભોમની રક્ષા કરવા દેશની સીમા પર ફરજ બજાવતા જવાનોના સીના જ્યારે સુરક્ષા-જેકેટના અભાવે વીંધાઈ જતા હશે ત્યારે તેમના પરિવારજનોને આવો વિચાર નહીં આવી ગયો હોય? વહેલી સવારે ઊંઘમાંથી ઉઠાડીને ઝટપટ તૈયાર કરીને સ્કૂલે મોકલેલાં પોતાનાં વહાલાં બાળકો સ્કૂલબસની ભંગાર કન્ડિશનને કારણે અકસ્માતમાં કપાઈ મર્યાં હશે ત્યારે તેમની મમ્મીઓના મનમાં પણ કદાચ આવો વિચાર નહીં આવ્યો હોય? આજ-કાલ સ્કૂલોમાં રુટિનની જેમ થતાં જાતીય અત્યાચારો કે બળાત્કારના શિકાર બનેલાં બાળકોનાં મમ્મી-પપ્પાઓના મગજમાં આ વિચાર નહીં આવ્યો હોય?! બે મહિના પહેલાથી ફ્લાઇટની ટિકિટો બુક કરનાર અને એ ક્ધફર્મ્ડ ટિકિટના આધારે પૂરા પરિવારની રજાઓ તેમ જ પ્રવાસનું આયોજન કરનાર પરિવારને એ જર્નીના દિવસે ઍરપોર્ટ પહોંચે ત્યારે 'સૉરી, યુ આર ઓફ લોડેડ ડ્યુ ટુ ઓવરબુકિંગ' જેવા શબ્દો સાંભળવા મળે એ પળે તેમના દિમાગમાં આવો વિચાર નહીં ઝબક્યો હોય?

સાચું કહું તો છેલ્લા થોડા સમયથી બાળકો સાથે જે જાતીય દુર્વ્યવહાર થઈ રહ્યા છે તેના સમાચારો સાંભળતાં અને વાંચતા કે આસપાસ ફેલાયેલી બેફામ ગંદકી અને અસલામતી જોતાં મને પોતાને તો આવો (ભારત છોડીને કોઇ સલામત સ્થળે ચાલ્યા જવાનો) વિચાર ઘણીવાર આવ્યો છે. સારું છે આપણા જેવા સામાન્ય લોકોના વિચારો સમાચાર નથી બનતા. જો કે આવા વિચારો આવતાંની સાથે જ મન તરત દલીલ કરવાનું શરૂ કરે છે કે શું આવી બધી ઘટનાઓ ભારતમાં જ બને છે એવું થોડું છે? ત્રાસવાદીઓની ગોળીનો ભોગ માત્ર ભારતના નિર્દોષ નાગરિકો જ બને છે? ન્યુયોર્ક, પેરિસ, લંડન કે દુનિયાના કોઇ પણ ખૂણે આવી બધી ઘટનાઓ બનતી જ રહે છે. ત્યાં તો પેલો સલામત, સ્વચ્છ અને શાંત સ્થળની ઝંખના કરતો વિચાર પટ કરતો બોલકો બને છે: હા, માન્યું કે આવું બધું બીજા દેશોમાં પણ બનતું હોય છે, પરંતુ ત્યાં એવું બનવા છતાં ત્યાં લોકો પ્રમાણમાં અહીં કરતાં તો સલામત છે ને. ત્યાં માણસની કિંમત છે કેમ કે ત્યાં માણસો કિડિયારાંની જેમ ઉભરાતા નથી. જ્યારે અહીં તો 'જે કાંઈ ઓછા થયા' એવી સ્થિતિ છે. આમ દલીલો અને પ્રતિ-દલીલોનું દ્વંદ્વ મનમાં ઘમાસાણ મચાવે છે.

ત્યાં એ કોલાહલ વચ્ચે એક અવાજ સંભળાય છે: 'અરે, આ બધી નેગેટિવિટી વચ્ચે પણ લાગણીની હૂંફ, પોતાપણાનો આધાર અને સૌથી વધુ તો મુક્ત અભિવ્યક્તિનો જે વ્યાપક અધિકાર તમને અહીં મળે છે એ બીજે ક્યાં મળશે?' આ અવાજ ખાસ્સો બુલંદ છે અને તેણે છેડેલા મુદ્દા પણ એટલા જ પ્રસ્તુત છે. તેના પ્રભાવમાં મારા એક અતિ પ્રિય ગીતની આ પંક્તિ કાનમાં મોરપિચ્છની સુંવાળપ આંજે છે: 'તેરે દામન સે જો આયે ઉન હવાઓં કો સલામ, ચૂમ લું મૈં ઉન જૂબાં કિ જિસ પે આયે તેરા નામ'. અને....! પેલો 'ભાગી જવાના વિચારના સમર્થનમાં જાગેલો કોલાહલ પોતાનો સંકેલો કરતો નજરે ચડે છે. અને હું ચમકું છું: 'અરે, આ શું! આમિરખાન જેવી સેલિબ્રિટીઝને પોતાને સેલિબ્રિટી બનાવનાર દેશને 'અસહિષ્ણુ' કહીને છોડવાનો વિચાર આવે છે, એ જ દેશની મુક્ત હવા કોઇને મારા જેવા અનેકો માટે અહીં રહેવાનું મુખ્ય કારણ બને છે! 

છેલ્લે વિખ્યાત બાંગલાદેશી લેખિકા તસલીમા નસરીનના નામે વોટ્સએપ પર ફરતો એક સંદેશ: 'આમિર, પીકેમાં હિન્દુ ભગવાનોની મશ્કરી કરીને તેં ત્રણસો કરોડ બનાવ્યા. એવું કંઇક તે જો મુસ્લિમ ધર્મ વિશે બાંગલાદેશ કે પાકિસ્તાનમાં કર્યું હોત તો તને ફાંસીએ લટકાવી દીધો હોત. અને હજી તું કહે છે કે ભારત અસહિષ્ણુ છે!'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment