Thursday, 5 November 2015

[amdavadis4ever] મમ્મીની સ ્મેલ : જગમ ાં જેનો જોટો નથી...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મમ્મીની સ્મેલ : જગમાં જેનો જોટો નથી...

ક્લાસિક : દીપક સોલિય

પેડ્રો આલ્મોડોવારની ફિલ્મ 'વોલ્વેર'ની વાર્તા ચાલી રહી છે. અત્યાર સુધીની વાર્તા આ પ્રમાણે છે : ગામડે માસી ગુજરી ગયાં. એમની વારસદાર બે ભાણી જ હતી. બેય શહેરમાં રહેતી હતી. મોટી ભાણેજ રૈમુંડા માસીની અંતિમવિધિ માટે ન આવી શકી, કારણ કે એના વરનું દીકરીના હાથે ખૂન થઈ ગયેલું અને રૈમુંડા લાશના નિકાલમાં અટવાયેલી હતી. નાની ભાણી સોલે પરાણે એકલી ગામડે ગઈ તો ખરી પણ ગામડામાં માસીનાં મોત ઉપરાંત પોતાની મમ્મીનાં ભૂત વિશેની વાતો સાંભળીને એ ખૂબ ડરી ગઈ. અંતિમવિધિ આટોપીને એ ઝડપથી ભાગીને પાછી શહેર આવતી રહી, પરંતુ ઘર પાસે કાર પાર્ક કરી ત્યાં કારની ડિકીમાંથી મમ્મી નીકળી, ચાર વર્ષ પહેલાં મરી ચૂકેલી મમ્મી... મમ્મી હકથી દીકરી સાથે ઘરમાં પ્રવેશી. હેબતાયેલી, ગૂંચવાયેલી સોલે ભૂતમમ્મીને સીધું જ પૂછી બેઠી : 'રાતે તું અહીં સૂવાની છે?'
ભૂતમમ્મીએ પણ સીધો જ જવાબ આપ્યો : 'અહીં ન સૂઉં તો બીજે ક્યાં જાઉં?' મમ્મીનું ધ્યાન અરીસા પર ગયું(સોલે ઘરમાં હેરડ્રેસિંગનું સલૂન ચલાવતી હતી). અરીસામાં પોતાનો ભૂત જેવો ચહેરો જોઈને ભૂતમમ્મી છળી ઊઠી અને હસી પણ પડી : 'હં... હવે મને સમજાય છે કે મને જોઈને તું ડરી કેમ ગઈ? અચ્છા, તારુંં સલૂન ચાલુ છે?' 'એ તો ચાલુ રાખવું જ પડે, એ જ તો મારી રોજીરોટી છે.' 'વાહ... (અત્યારે રાત થઈ ચૂકી છે પણ) કાલે મારા વાળ કાપજે અને રંગી પણ આપજે અને ગોગલ્સ પણ આપજે મને. અહીં તારા શહેરમાં બહાર નીકળીશ તો મને કોઈ નહીં ઓળખે, બાકી(તારી માસી જોડે રહેતી હતી ત્યારે તો) હું ઘરના દરવાજા સુધી પણ ન જઈ શકતી(ભૂત જોઈને લોકો ડરી જાય ને!). મને તાજી-ખુલ્લી હવાની ખૂબ જરૂર છે.'
ભૂતમમ્મી મોજથી ડિમાન્ડ મૂકવા લાગી. સોલે ગૂંચવાઈ. એણે નાનાં ઘરમાં રહેતા ટિપિકલ શહેરીજન જેવો પાયાનો પ્રશ્ન પૂછી લીધો : 'મમ્મી, તું અહીં લાંબુ રોકાવાની છે?' 'કેમ? અત્યારથી તું મને કાઢવાનું વિચારી રહી છે?' 'ના, અમસ્તું પૂછી રહી છું.' 'જો બેટા, ભગવાનની મરજી હશે અને તને વાંધો નહીં હોય ત્યાં સુધી રોકાઈશ. તને જરાક પણ વાંધો પડે કે મારો થાક લાગે ત્યારે તરત સીધું કહી દેજે. હું જતી રહીશ. બાકી(જેને ધણી છોડી ગયો હોય એવી, તારા જેવી) ત્યક્તા માટે મમ્મીથી વધુ સારી કંપની વળી કઈ હોવાની? સિવાય કે તને કોઈ બીજો મનનો માણીગર મળી ગયો હોય.' 'ના મમ્મી, મને કોઈ નથી મળ્યું. હું એકલી જ છું, હંમેશની જેમ.' 'ના બેટા, હવે તું એકલી નથી, હું છું ને!'
સવારે ભૂતમમ્મી સોલેના હોમ-સલૂનમાં વાળ કપાવવા-રંગાવવા બેઠી. સોલેને એ વાતની ચટપટી થઈ રહી હતી કે મમ્મીનો આત્મા મુક્ત થાય એ માટે, મમ્મીની અતૃપ્ત ઇચ્છા પૂરી થાય એ માટે શું થઈ શકે, એટલે સોલેએ મમ્મીને પ્રેમથી, ધીમેથી પૂછયું, 'મમ્મી, હું તારા માટે કંઈ કરી શકું?' ભૂતમમ્મીનો જવાબ ખડૂસ હતો, 'અત્યારે તો તું મારા વાળ કાપ, બસ.' સોલેએ વધુ ફોડ પાડીને વાત કરી : 'મમ્મી, હું એમ કહેતી હતી કે તારું કોઈ કામ અધૂરું રહી ગયું હોય... જેના લીધે તારો આત્મા...' 'જો બેટા, બધાં જ લોકો અધૂરાં અને બગડેલાં કામ છોડીને જ મરે છે, એમાં હુંય અપવાદ નથી પણ મને નથી લાગતું કે મારું જે કામ બગડયું એને કોઈ રીતે સુધારી શકાય અને મારા અધૂરા-બગડેલાં કામનું જે કંઈ કરી શકાશે એ એકલી હું જ કરી શકું તેમ છું.'
સોલેને સમજાઈ ગયું કે મમ્મીના આત્માની શાંતિ માટે એ કશું કરી શકે તેમ નથી, એટલે એણે હકીકત સ્વીકારી લીધી. છેવટે મા-દીકરીએ મળીને એવું નક્કી કર્યું કે ભૂતમમ્મી રશિયન નિરાશ્રિત છે એવું સૌ ગ્રાહક મહિલાઓને કહેવું. મમ્મીને સ્થાનિક સ્પેનિશ ભાષા નથી આવડતી એવું દેખાડવું અને મમ્મી સોલેની મદદનીશ તરીકે ઘરે રાખવામાં આવી છે એવું નાટક ચલાવવું. રૈમુંડાને પણ મમ્મીના 'પુનરાગમન' વિશે કશું ન કહેવાનું નક્કી થયું. સોલેએ મમ્મીને ગ્રાહકને શેમ્પૂ કઈ રીતે કરી આપવું અને વાળ કઈ રીતે ધોઈ આપવા એ બધું શીખવ્યું. એ શીખવવા માટે એણે મમ્મીને શેમ્પૂ કરી આપ્યું. મમ્મીને તો મોજ પડી ગઈ. ખાસ તો દીકરી પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે એ જોઈને મમ્મીને બહુ આનંદ થયો.
સોલેના ગ્રાહકોએ તો ભૂતમમ્મીની હાજરી સ્વીકારી લીધી પણ અવારનવાર સોલેને મળવા આવતી મોટી બહેન રૈમુંડાથી ભૂતમમ્મીને કઈ રીતે છુપાવવી એ મોટો સવાલ હતો. પહેલે જ દિવસે એ પડકાર આવીને ઊભો રહ્યો. સાંજે અચાનક રૈમુંડા એની દીકરી પૌલાને લઈને સોલેનાં ઘરે આવી ચડી. સોલેએ દરવાજો ખોલ્યો. રૈમુંડા ઘરમાં ઘૂસી આવે તો ભૂતમમ્મી પકડાઈ જાય, એટલે સોલે દરવાજામાં આડી ઊભી રહી ગઈ. રૈમુંડાને બહુ વિચિત્ર લાગ્યું, એ કહે, 'કેમ? ઘરમાં કોઈ મરદ છે તારી સાથે?' 'એવું કશું નથી.' 'તો પછી હટ ને, મારે બાથરૂમ જવું છે' 'પણ બાથરૂમ ખરાબ છે.' 'અરે પણ મને બહુ લાગી છે.' 'મેં પ્લમ્બરને બોલાવ્યો છે.' સોલે ગમે તેવો આડોઅવળો બકવાસ કરીને ભૂતમમ્મીને છુપાઈ જવાનો સમય આપવા માગતી હતી અને રૈમુંડાને જોરથી લાગી હોવાને કારણે એ છેવટે સોલેને હડસેલીને અંદર ઘૂસી અને બાથરૂમમાં ગઈ. સોલેએ ભાણેજી સાથે વાત શરૂ કરી, 'તો, તારા પપ્પા પાછા નહીં આવે, એમને?' 'ના માસી. એ નહીં આવે.' આ તરફ, વોશરૂમના કમોડ પર બેઠેલી રૈમુંડા ચોંકી. એ બબડી, 'આ તો મમ્મીની ગંધ છે.' રૈમુંડા બાથરૂમમાં બહુ વાર લગાડી રહી હતી એ વાતે સોલે ઊંચીનીચી થતી હતી. એણે ભાણેજીને કહ્યું, 'આ તારી મા પણ... પહેલેથી જ આવી હતી. અમે ગામડે રહેતાં ત્યારે ટોઇલેટ નહોતું. અમે પાછળ વાડામાં જતાં. તારી મા જ્યારે જુઓ ત્યારે વાડામાં જ ભરાઈને બેઠી હોય, મરઘીઓની સાથે.'
છેવટે સોલેથી ન જ રહેવાયું ત્યારે એણે બૂમ પાડી, 'રૈમુંડા...(હવે નીકળ બાથરૂમમાંથી).' રૈમુંડા બહાર આવી, એણે જોયું કે ગેસ્ટરૂમનું બારણું બંધ હતું. રૈમુંડા બારણું ખોલીને અંદર ગઈ. સોલે તરત ગેસ્ટરૂમમાં દોડી આવી. પાછળ પાછળ ભાણેજી પૌલા પણ આવી. ભૂતમમ્મી ગેસ્ટરૂમના પલંગ નીચે છુપાયેલી હતી. પલંગ પર મમ્મીનો ડ્રેસ પડેલો હતો. રૈમુંડા ચોંકી, એણે પૂછયું, 'આ ડ્રેસ?' સોલે બોલી, 'મમ્મીનો છે.' 'અને આ સ્મેલ?' 'કેવી સ્મેલ?' 'આ જ સ્મેલ બાથરૂમમાં પણ છે અને અહીં પણ છે. એવું લાગે છે જાણે મમ્મી અહીં હોય અને બેફામ હવા છોડી રહી હોય.' આ સાંભળીને સોલે અને પૌલા ઉપરાંત પલંગ નીચે છુપાયેલી મમ્મી પણ હસી પડી. સોલેને પણ આખો ભૂતકાળ યાદ આવી ગયો. એ મોટેથી હસતાં હસતાં બોલી, 'પાછું મમ્મીને છુપાવતાં પણ ન આવડે. સૌથી પહેલી એ પોતે જ હસી પડે...'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment