Monday 30 November 2015

[amdavadis4ever] આજે પણ કર વું, કાલે પણ અને પર મ દિવસે પણ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આજે પણ કરવું, કાલે પણ અને પરમ દિવસે પણ

કામમાં જો સાતત્ય ના હોય તો ધીરજ રાખવાનો કોઈ મતલબ નથી. સાતત્ય કામનું છે, પરિણામનું નહીં. પરિણામના સાતત્ય માટે આશા રાખવાની હોય, જીદ નહીં. અહીં એક ક્લાસિક દાખલો સૂર્યનો લઈએ. રોજ સવારે એ નિયમિત ઊગે છે, નિયમિત આથમે છે. રોજ થોડું આઘુંપાછું થાય છે પણ તે નિશ્ચિત ગણતરીથી વહેલુંમોડું થાય છે, પ્લાનિંગ મુજબ. અને રોજરોજ શું સૂરજ એકસરખો પ્રકાશે છે? ના. એના ઉદયની નિયમિતતા પછી પ્રકાશ આપવાનું એની કામગીરીનું પરિણામ આખું વરસ એકસરખું નથી હોતું. કેટલાક મહિનાઓ દરમિયાન વારંવાર વાદળાંથી ઢંકાઈ જતો હોય છે તો ક્યારેક એનું ગ્રહણ પણ થઈ જતું હોય છે. કોઈ વખત પોતાની ફુલ કેપેસિટી કરતાં અડધો કે પા ભાગનો પ્રકાશ આપીને આથમી જાય તો કોઈ વખત ઉદયથી અસ્ત સુધી પ્રખર તેજથી ચમક્યા કરે.
જે સફળ લોકોનાં નામ તમારી જીભે ચડે છે એ બધાએ સાતત્યની કદર કરી છે. સતત પોતાનું કામ કરતા રહ્યા છે. એક પણ વર્ષ કે એક પણ મહિનો તો શું એક પણ દિવસ, કલાક કે મિનિટ વેડફ્યા વિના સતત એમણે કામ કર્યું છે. આ સાતત્યના પરિણામે ક્યારેક એમણે સેન્ચ્યુરી ફટકારી છે, ક્યારેક ગોલ્ડન જ્યુબિલી હિટ્સ (હવેના જમાનામાં હન્ડ્રેડ કરોર ક્લબવાળી) ફિલ્મ આપી છે તો ક્યારેક જંગી પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. દર વખતે નહીં. ઘણી વખત તેઓ 99 પર કે ક્યારેક ઝીરો પર આઉટ થયા છે. ઘણી વખત ફિલ્મ સુપરફ્લોપ ગઈ છે અને એમના કેટલાય ધંધા નિષ્ફળ પણ ગયા છે. આમ છતાં આમાંના કોઈએ કામ કરવાનું છોડી દીધું નથી. પરિણામના સાતત્યની જીદ હોત તો ચાર વાર ઝીરોમાં આઉટ થઈને કે બે ફિલ્મો ફ્લૉપ જાય એટલે એ લોકોએ કામકાજ છોડી દીધું હોત. પણ એમને ખબર છે કે કામ સતત થતું રહેશે તો જ ક્યારેક ક્યારેક સફળતા આવશે. સફળતાનું પરિણામ ગેરન્ટીડ હોય તો જ હું કામ કરીશ, નહીં તો ઘરે બેઠો રહીશ એવી મેન્ટાલિટી નથી હોતી એમની.
હું પોતે બહુ પછડાટ ખાઈને સાતત્યનું મહત્ત્વ સમજ્યો છું. આજથી બરાબર ત્રીસ વર્ષ પહેલાં, 1985ના નવેમ્બરમાં મેં સુરતના પ્રતિષ્ઠિત દૈનિક 'ગુજરાત મિત્ર'માં નોકરી શરૂ કરી ત્યારે મારી એક જવાબદારી દૈનિક કૉલમ લખવાની પણ હતી. સાપ્તાહિક કૉલમો હું અગાઉ પણ લખતો, પણ ડેઈલી કૉલમનું કામ મારા માટે નવું હતું. એ પછી વિવિધ તબક્કે 'સમકાલીન', 'સમાંતર', 'મુંબઈ સમાચાર', 'મિડ-ડે', 'ગુજરાત સમાચાર', 'સંદેશ' અને ફરી 'મુંબઈ સમાચાર' માટે રોજની કૉલમ લખી. શરૂઆતનાં વર્ષોમાં શું થતું કે આજે લખવાનો મૂડ નથી/ કોઈ વિષય સૂઝતો નથી / બહુ મોડું થઈ ગયું છે / બહારગામથી મિત્રો આવ્યા છે... એવા અનેક બહાનાં (જે મને તે વખતે જેન્યુઈન કારણો લાગતાં, પણ હવે સમજાય છે કે બધાં કામ ન કરવાનાં બહાનાં હોય છે) હેઠળ હું એક દિવસ માટે કૉલમ નહીં લખતો, એવું વિચારીને કે આજનો દિવસ રજા, કાલે તો લખવાનું જ છે ને.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment