Monday 30 November 2015

[amdavadis4ever] જીવનમાં જ ોખમ જરૂરી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિશ્ર્વભરનો કોઈ પણ બિઝનેસ જુઓ. રિસ્ક એન્ડ રિવોર્ડ જોખમ અને મળતર એકમેકના પ્રમાણસર જ હોય છે. જોખમ લેશો તેટલું વેચાણ વધશે.

જોખમ લેશો તેટલી સફળતા મળશે: ધંધો વધારવાનું જોખમ લેશો તો જ ટર્નઓવર વધશે. જોખમ ક્યાં નથી? સફળતાનો એ જ પાયો છે. ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવવાથી જ મોટી કંપનીઓ સર્જાઈ છે. જીવનમાં જોખમ ક્યાં નથી? ઘેરથી નીકળીને ઓફિસ પહોંચવામાં પણ કેટકેટલી જોખમી પરિસ્થિતિઓનો આપણે રોજબરોજ સામનો કરી અનાયાસે કરીએ છીએ! તો ધંધામાં જોખમ લેતાં આપણે કેમ ગભરાઈએ છીએ? નિષ્ફળતાનો ડર? હાંસી થવાની બીક? આથી જ પેપર પ્લાનિંગ જરૂરી છે. જે જોખમ ઉઠાવે છે તે સફળ થાય છે. બાકી તો નાના દુકાનદાર બની રહે છે. 

ગણતરીપૂર્વકનું જોખમ-આંધળુંકિયાં: સફળતા મેળવવા માટે જોખમ લેવું પડે છે. જો નિષ્ફળતાની તૈયારી રાખી હશે તો સફળતા કદમ ચૂમતી આવશે. ગભરાઈ જવાની કે નાસીપાસ થવાની બિલકુલ જરૂર નથી. પ્રત્યેક નિષ્ફળતામાંથી શીખવાનું છે. નવા નવા પાઠ ભણવાના છે. પર્વતારોહક એવરેસ્ટ પર આરોહણ કરે તો અગાઉ કેટકેટલાં શિખરો ચડીને પ્રેક્ટિસ કરે છે! એવરેસ્ટ ન ચડી શકાય તો ય નાસીપાસ નથી થતો. ફરી-ફરી પ્રયત્ન કર્યે જ રાખે છે. જ્યારે તક મળે ત્યારે તે ફરી પ્રયાસ કરે છે અને સફળતા મેળવે છે. 

ડગલું ભરતાં પહેલા આ મુદ્દા ધ્યાનમાં રાખો. વિચારીને જવાબ આપો: ૧. વધુમાં વધુ કેટલું નુકસાન વેઠવું પડશે? ૨. ખરેખર આમાં નુકસાન થાય તેમ છે ખરું? (મોટેભાગે તો એ તમારો ભ્રમ જ હશે.) ૩. જો નુકસાન ન થાય તો એ સહન કરવાની આગોતરી તૈયારી છે ખરી? (આનો જવાબ હા હોય તો જ આગળ વધજો.) ૪. ભય શાનો છે? શું નહીં થાય તેમ લાગે છે? પ. આ પડકારનો સામનો ન કરવાથી મને કોઈ ફાયદો છે ખરો? ૬. આ જોખમ ઉઠાવવાથી શો ફાયદો થશે? (આડકતરા ફાયદાની પણ નોંધ કરજો-જેમ કે મારી આવડતમાં વધારો થશે, મારી જાત પરનો મારો વિશ્ર્વાસ વધશે... અને મને કદાચ સફળતા પણ મળે...)

ડરનો ભગાવો-ગણતરી પૂર્વકનું જોખમ ઉઠાવો: એક સરખા દુ:ખના દિવસો કોઈના ય નથી જતા. 

અંગ્રેજીની ખૂબ સરસ કહેવત છે. 'ઝજ્ઞીલવ શિંળયત મજ્ઞક્ષ'િં હફતિ,ં જ્ઞિંીલવ ળયક્ષ મજ્ઞ.' ખરેખર આ વાક્ય દરેક ધંધો કરનારે યાદ રાખવા તથા સમજવા જેવું છે. વારંવાર વાંચીને તેનો નિષ્કર્ષ જીવનમાં ઉતારવાનો છે. 

આ એક જ વાક્યમાં તમારા ડરને ભગાડવાની સોલિડ તાકાત છે. ખાડામાં કૂદી પડવાની આ સલાહ નથી, પરંતુ ગણતરીપૂર્વકનું જોખમ લેવાની સલાહ છે.

----------------------------------

ભારતીય પર્યટકોનો ધસારો જર્મનીમાં સૌથી વધુ



બિઝનેસ બિટ્સ



મુંબઈ: અન્ય દેશોની સરખામણીએ ભારતીય પર્યટકોનો સૌથી વધુ ધસારો જર્મનીમાં નોંધાઇ રહ્યો હોવાની માહિતી મળી છે. ભારત સ્થિત જર્મન નેશનલ ટુરિસ્ટ ઓફિસે તાજેતરમાં જ મુંબઇ ખાતે યોજેલા રોડ શોને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. આ રોડ શોમાં જર્મનીની હોટલો, એરલાઇન, ટુરિઝમ બોર્ડ વગેરે સહિત ૧૩ પાર્ટનર્સ સહભાગી થયા હતા. માર્કેટિંગ ડિરેકટર રોમીત થીઓફિલસે જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં ૪,૭૦,૦૦૦ ભારતીય ઓવરનાઇટ ટુરિસ્ટ જર્મનીએ નોંધ્યા છે. ૨૦૦૮માં ભારતમાં કચેરીની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં આ ટુરિસ્ટની સંખ્યામાં ૭૩ ટકાનો વધારો થયો છે. તેમણે કહ્યું હતું કે, આર્થિક મંદી કે આતંકી હુમલાને કારણે જર્મનીમાં આવનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યા પર કોઇ નકારાત્મક અસર થઇ નથી. 

ક બોરોસીલે પ્રોડક્ટ એક્સપાન્શન હેઠળ ગ્રીલીંગ, ટોસ્ટીંગ અને બેકીંગ માટે ઉપયોગી પ્રીમા ઓવન ટોસ્ટર ગ્રીલરની રજૂઆત કરી છે. અગાઉ બોરોસીલે ટોસ્ટર, ગ્રીલર, ઇન્ડક્શન કૂકર્સ, મિક્સર ગ્રાઇન્ડર જેવી પ્રોડક્ટ રજૂ કરી છે. 

ક હાઈવેના બાંધકામની પ્રવૃત્તિ વેગ પકડતાં દેશનાં બાંધકામનાં ઈક્વિપમેન્ટ ઉદ્યોગમાં સુધારો જણાઈ રહ્યો છે. 

આ ઉપરાંત સરકારનાં વૉટર રિવાઈટલાઈઝેશન ખર્ચમાં વધારો થવાની સાથે આંધ્ર પદેશમાં 

નવાં શહેરનો નિમાર્ણ ખર્ચ પણ વધ્યો છે. 

ક અતિ પુરવઠાની સ્થિતિ અને ખાસ કરીને ચીનની નબળી માગને ધ્યાનમાં લેતાં સ્ટીલ ઉત્પાદક કંપનીઓની નફાશક્તિમાં ઘટાડો થવાને કારણે એશિયાની સ્ટીલ કંપનીઓના ભાવિ અંગે અગ્રણી રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસિસે નકારાત્મક આઉટલૂકનું રેટિંગ આપ્યું છે. 

ક સાતમાં વેતન પંચની ભલામણની અસરકારકતા વધારવા માટે નાણાં મંત્રાલયે 'ઈમ્પ્લિમેન્ટેશન સેલ'ની રચના કરી છે. 

ક બીજીઆર એનર્જી સિસ્ટમ્સને તેનાં ઈલેક્ટ્રિકલ પ્રોજેક્ટ્સ ડિવિઝનના ઈલેક્ટ્રિકલ સબસ્ટેશન સેગ્મેન્ટમાં અંદાજે રૂ. ત્રણ અબજનાં નવાં ઓર્ડર પ્રાપ્ત કર્યાં છે. 

ક ઈન્ફોસિસે બેંગાલુરુમાં સારજાપુર ખાતે વિકાસ માટે ઘણાં સમય પહેલા ખુલ્લી બજારમાંથી ખરીદેલી ૩૫૦ એકર જમીન બાબતે રાજ્ય સરકાર તરફથી ઘણી મંજૂરીઓ મળવાની બાકી હોવાથી કંપનીની બીજા કેમ્પસની યોજાનામાં વિલંબ થવાની શક્યતા છે. 

ક વેદાન્તા લિ.નું ૧૦ લાખ ટનની ક્ષમતા ધરાવતું લાન્જીગઢ એલ્યુમિના રિફાઈનરી એકમ કાર્યરત થયું ત્યારથી અર્થાત ઑગસ્ટ ૨૦૦૭થી અત્યાર સુધી ચક્રવૃદ્ધિ ધોરણે રૂ. ૪૩ અબજની ખોટ કરી છે

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment