Sunday, 1 November 2015

[amdavadis4ever] ત્રણ પરબીડિયાં

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક મોટી કંપનીમાં એક સી.ઇ.ઓ.ની જગ્યાએ બીજા સી.ઇ.ઓ.એ ચાર્જ લીધો. જૂના સી.ઇ.ઓ. એ ચાર્જ આપતી વખતે નવા સી.ઇ.ઓ.ને કહ્યું, 'હું ચાર્જ આપવા ઉપરાંત તમને ભવિષ્યની મૂંઝવણોમાં માર્ગદર્શન મળી રહે એ હેતુથી આ ત્રણ પરબીડિયાં આપું છું, મેં જ્યારે ચાર્જ લીધો હતો ત્યારે મારા પુરોગામી સી.ઇ.ઓ.એ મને પણ આ પ્રકારનાં ત્રણ પરબીડિયાં આપેલાં જે મને મુશ્કેલીના સમયે બહુ કામ આવેલાં. મારા પુરોગામી સી.ઇ.ઓ.ને એમના પુરોગામી સી.ઇ.ઓ. એ આવાં ત્રણ પરબીડિયાં આપેલાં. કહે છે કે કંપનીના પહેલા સી.ઇ.ઓ.થી આ પ્રથા ચાલી આવે છે. પણ પરબીડિયામાં શું લખેલું હોય છે તે જે તે સી.ઇ.ઓ. સિવાય આજ સુધીમાં કોઇ જાણી શકયું નથી. ભવિષ્યમાં જ્યારે તમે નિષ્ફળ જાઓ, તમે લીધેલા નિર્ણયથી બહુબધાં કૉમ્પ્લીકેશન્સ થાય ત્યારે આમાંનું પહેલું પરબીડિયું ખોલવાનું, બીજી વખતે બીજું ને ત્રીજી વખતે ત્રીજું.'

'પણ ત્રણેય પરબીડિયાં ખલાસ થઇ જાય પછી?' નવા સી.ઇ.ઓ.એ પૂછયું. 

'એક તો આ ત્રણ પરબીડિયાં પર દરેક સી.ઇ.ઓ.એ સરેરાશ દસ વર્ષ કાઢયાં છે. મેં તો પંદર વર્ષ કાઢયાં. વળી, ત્રીજું પરબીડિયું તમારે ખોલવાનું થશે ત્યારે તમને જ ખાતરી થઇ જશે કે હવે ચોથા પરબીડિયાંની જરૂર નથી.'

ૄ ૄ ૄ

બે એક વર્ષ બધું સમુંસૂતરું ચાલ્યું પણ ત્રીજા વર્ષની અધવચ્ચે સી.ઇ. ઓ એ લીધેલા ડિસિશનથી કંપની બહુ મુશ્કેલીમાં ફસાઇ પડી. સી.ઇ.ઓ. પોતે પણ બહુ મૂંઝાઇ ગયાં. એકાએક એમને પેલાં પરબીડિયાં યાદ આવ્યાં. પરબીડિયાં એમણે બેન્કનાં પર્સનલ લોકરમાં મૂકયા હતાં. એમણે ત્યાંથી લઇ પહેલું પરબીડિયું ખોલ્યું. આ પરબીડિયામાં લખ્યું હતું. 'ખોટું ડિસિશન લેવાઇ ગયું છે ને? ચિંતા ન કરશો. જીવ ન બાળશો. બોર્ડ ઓફ ડિરેકટર્સ પર બધો દોષ ઢોળી દો! તમે જેટલા સ્વસ્થ રહેશો તેટલા બોર્ડ ઓફ ડિરેકટર્સ પર દોષ ઢોળવાનાં વજૂદવાળાં કારણો તમે શોધી શકશો.'

સી.ઇ.ઓ.એ તેમ કર્યું. તેણે બનાવેલી નોંધ અંગે બોર્ડ ઓફ ડિરેકટર્સની મિટિંગમાં ઉગ્ર ચર્ચા થઇ. દરેક બોર્ડમાં પરસ્પર વિરોધી જૂથો તો હોય જ. મેનેજિંગ ડિરેકટરના વિરોધી સભ્યો પણ હોય જ. અહીં પણ આ નિયમ સચવાયો હતો. એટલે સભ્યો પરસ્પર બાખડયાં, પરંતુ નવાઇની વાત એ હતી કે એક જૂથને બીજું જૂથ પૂર્ણ તથા દોષિત લાગતું હતું, પણ સી.ઇ.ઓ. નિર્દોષ છે એ વિશે બધા એકમત હતા! છેવટે સી.ઇ.ઓ.ને બે ખાસ ઇન્ક્રિમેન્ટ આપવાનો સર્વાનુમતે નિર્ણય કરીને બોર્ડે પ્રશ્ર્ન પર પૂર્ણવિરામ મૂકયુ.

આ પછી બીજા ત્રણેક વર્ષ પસાર થયા. સી.ઇ.ઓ.એ ડિસિશન લેવામાં વળી લોચો માર્યો. વળી કંપની મુશ્કેલીમાં ફસાઇ પડી. વળી સી.ઇ.ઓ. મૂંઝાયા પણ એમને બાકી રહેલાં પેલાં બે જાદુઇ પરબીડિયાં યાદ આવ્યાં. એમણે બીજું પરબીડિયું ખોલ્યું. પરબીડિયામાં લખ્યું હતું: 'કંપનીમાં બે યુનિયનો છે, કોઇ પણ એક યુનિયન પર દોષનો ટોપલો ઢોળી દો! કયા યુનિયન પર દોષ ઢોળવો એનો નિર્ણય ચિઠ્ઠી નાખીને લો. આમ કરવાથી તમે કશા પૂર્વગ્રહ વગર નિર્ણય લઇ શકશો.'

સી.ઇ.ઓે.એ તેમ કર્યું, સી.ઇ.ઓ.એ મૂકેલી નોંધના આધારે બોર્ડ ઓફ ડિરેકટર્સે એક યુનિયનના વર્કર્સ પર પગલાં લીધા. પરિણામે એ યુનિયને હડતાળ પાડી. બીજું યુનિયન કંપનીની સાથે રહ્યું. બેય યુનિયનોના હોદ્દેદારો પરસ્પર બાખડયા. એમાંથી કંપની માટે નવા પ્રશ્ર્નો ઊભા થયા. આ પ્રશ્ર્નો હલ કરવા જતાં બોર્ડ ઓફ ડિરેકટર્સના સભ્યો વચ્ચે ઉગ્ર મતભેદો ઊભા થયા. રાજીનામાંની ધમકીઓ અપાઇ. રાજીનામાં અપાયાં પણ ખરાં. સી.ઇ.ઓ.ની દરમિયાનગીરીથી રાજીનામાં પાછાં ખેંચાયા. 

હડતાળ પાછી ખેંચાઇ. પણ આ બધાંને કારણે એવી અંધાધૂંધી ઊભી થઇ કે મૂળ પ્રોબ્લેમ બધા ભૂલી ગયાં ઊલટું કંપનીની આ મુશ્કેલીમાં સી.ઇ.ઓ.એ રચનાત્મક ભૂમિકા ભજવી એની કદર રૂપે એમને ચાર ખાસ ઇન્ક્રિમેન્ટો આપવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો!

ૄ ૄ ૄ

આ પછી બીજાં પાંચેક વર્ષનાં વહાણાં વાયાં. પણ પછી 

તો એવી ભૂલ થઇ કે કંપની ફડચામાં જાય એવો ભય ઊભો 

થયો. સી.ઇ.ઓ.એ ત્રીજું પરબીડિયું ખોલ્યું. પરબીડિયામાં લખ્યું હતું: 'આજે ને આજે, મેં કર્યાં હતાં એવાં ત્રણ પરબીડિયાં તૈયાર કરો!' ;))

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment