Sunday, 1 November 2015

[amdavadis4ever] સચેત મન પણ છ બરડા વાળી શકે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સચેત મનમાં લાગણીઓના ઊભરાઓ, ભાવાવેશોના કારણે માનવી ભાવવિહવળ બની જાય છે. ભાવનાઓના ઊમટતા સાગરોની અવગણના શક્ય બનતી નથી - એની સાથે અનેક શારીરિક પ્રક્રિયાઓ પણ થવા લાગે છે. નાડીના ધબકારા વધી જાય, દિલમાં થડકારા થવા લાગે, રક્ત દબાણ વધી જાય અથવા આંગળીઓ પરસેવાથી ભીની થવાની, એ તમામ બદલાવો માનવીના ભાવોના આવેશોના પ્રતિબિંબો ગણાય.

ઉત્ક્રાતિમાં માનવીના અને ઉંદરના મગજના બે અલગ અલગ ભાગ બની ગયા. બન્ને બહારના પર્યાવરણના આંકલનો અલગ રીતે કરતા રહે. એક ઉપરનો ભાગ અને બીજો નીચેનો. માનવીની પાંચ જ્ઞાનેન્દ્રિયો પર્યાવરણમાંથી મળતા સંદેશાઓ ઝીલવાના કામ કરે. તેમણે એકઠી કરેલી માહિતી સેન્સરી થાલામસ (જઊગજઘછઢ ઝઇંઅકઅખઞજ)માં પહોંચે. અંતમાં અખરોટના આકારના મગજના ભાગ 'અમીગડલા'માં પહોંચે. આ ભાગ માનવીની તમામ ભાવનાઓનું સંચાલન કેન્દ્ર છે. અમીગડલા જ્ઞાનતંતુઓ વડે મગજના બે ભાગ સાથે જોડાયેલું હોય જે માનવીની તમામ શારીરિક પ્રક્રિયાના સંચાલન કરે છે. હૃદય અને નાડીના ધબકારા, બ્લડપ્રેશર તેમ જ પરસેવાની ગ્રંથીઓના સંચાલન કરે છે.

અમીગડલા સુધી જ્ઞાનેન્દ્રિઓની માહિતી પહોંચાડવાના બે માર્ગ છે. નીચલા માર્ગે આ માહિતી અમીગડલા સુધી તત્કાળ પહોંચે પણ આ માર્ગમાં માહિતીની છણાવટ ઓછી અને ધીમી રહેવાની. ઉપરના માર્ગે જતા જોડાણ સીધા કોર્ટેકસ (ઈઘછઝઊડ) સાથે હોય છે. આ માર્ગે આવતી માહિતીની છણાવટ તત્કાળ અને ઝડપથી કરવામાં આવે છે. કોર્ટેક્સમાં તૈયાર કરવામાં આવેલી માહિતી સત્વરે અમીગડલાને પહોંચી જાય છે.

માહિતી મોકલવાના બે માર્ગ કેમ એ એક રહસ્ય છે. ન્યુરોલોજીસ્ટ એના કારણ હજી પણ સમજી શક્યા નથી. અનુમાનો અને અટકળો કરતા રહ્યા છે. એમાં સહમતિ શક્ય નથી. બહુતેક મનોવૈજ્ઞાનિકોના મતે સ્તન્ય પ્રાણીઓમાં પહેલા નીચલા માર્ગનાં જોડાણો રહ્યાં હશે. એની ધીમી ગતિના કારણે નેચરલ સિલેકશનમાં ઉપરના માર્ગ બનાવી માહિતી મોકલવાની ગતિ વધારવામાં આવી હશે. તેથી નીચલો માર્ગ એપેન્ડીક્સ સમાન બની ગયો, પણ એનું અસ્તિત્વ ઉપયોગ વગરનું નથી. ખતરાના સંકેત મળતા જ એ સક્રિય બની માહિતી સત્વરે આગળ મોકલાવે છે. માનવી સાવચેત બની જવાના પણ માહિતીની પૂર્ણ છણાવટ તેમ જ આંકલન બાદ જ બચાવના ઉપાયો બનાવવામાં આવવાના. કારના બ્રેક ફેલ છે એની ડ્રાઈવરના પગને જાણ થતાં જ ડ્રાઈવરનો પગ એક્સિલરેટર પરથી હટી જવાનો, પણ બચાવના અન્ય ઉપાયોના અમલ કોર્ટેકસમાં એની છણાવટ કરવામાં આવ્યા બાદ કરવામાં આવવાના. સચેત માનસની કામગીરીની માહિતી તો વૈજ્ઞાનિકોને ગયા વીસ વરસમાં થઈ છે. જ્ઞાનેન્દ્રિયોના તમામ સંદેશાઓ પ્રથમ સચેત માનસ ઝીલવાના, પ્રાથમિક આંકલનમાં સ્વીકાર્ય બને તો જ આગળ આવે. સચેત માનસની કચરાટોપલીમાં રહેવાના જેથી જરૂર પડે પરત લઈ શકાય. અખબારોના સમાચાર સંપાદક બિનજરૂરી સમાચારની કોપી સળિયામાં ભોંકી નાખે એને સ્વાઈક કહેવામાં આવે. સચેત માનસ અને મગજના અમીગડલા વચ્ચેના સંદેશા વ્યવહારના ઉપલા અને નીચલા માર્ગોની પ્રક્રિયા અને ઉપયોગિતા સમજાવવા વૈજ્ઞાનિકો આ દાખલો આપે છે. રાતના ઘરે વહેલા પહોંચવાની ઉતાવળમાં પાર્કમાંથી જતા શોર્ટકટનો ઉપયોગ કરવામાં આવે. એક ખૂણા પાસે વીંટાળો તમારી નજરે પડે. સચેત માનસે તત્કાળ એ સંદેશો, મોકલાવતા જ આદેશ આપે રૂક જાવ. નીચલા માર્ગે ગયેલા સંદેશાથી સત્વરતા બતાવી જાય. આદેશથી તમારા પગ થીજી જવાના. એ વીંટાળો સાપ હોવાની શક્યતા તમને તમારા સ્થાનથી હટવા દે નહિ. દરમિયાન સચેત માનસે વધારાની માહિતી ઉપલા માર્ગે મોકલાવી હોય. વીંટાળોનો આકાર, એના રંગ તેમ જ તેની હિલચાલ અથવા સ્થિરતાને લગતી, છણાવટના અંતે આદેશ આવે - સબ સલામત. તમે હિંમતભેર આગળ વધીને વીંટાળાને હાથમાં ઊચકી લેવાનું સાહસ કરવાના, ત્યારે ખબર પડે એ સાપ નથી પણ દોરડાનો કટકો છે. સાપના ડંખનો ભય ખતમ થતા જ રાહતની લાગણી થાય. આ દાખલો સચેત માનસ અમીગડલા, ઉપલા અને નીચલા રૂટના કામોની સમજ આપે છે.

ઘટનાક્રમમાં સચેત મન સક્રિય બની ભાગ ભજવે તો કેવા છબરડા વળે, કેટલા પ્રહ્સનો થાય, અનેકના જીવનયાતનામચી અને કડવા ઘુંટડાવાળા બની જાય એનો દાખલો ૧૯૯૩માં મુંબઈમાં આતંકવાદીઓ દ્વારા અનેક સ્થળે બૉમ્બ ધડાકાના બનાવ બાદનો મહારાષ્ટ્રના ચિપલુણમાં બની ગયો. એક વણકરના ઘરમાં દસ ઈંચ લાંબાં, બે ઈંચનો ઘેરાવાવાળા વીસ પાઈપ સિલિન્ડર મળી આવતા પરિવારના સાત સભ્યોની આતંકવાદી પ્રવૃત્તિઓના પ્રતિબંધોવાળા કાનૂન તળે 'ટાડા' હેઠળ ધરપકડ કરવામાં આવી. તેમના પર રશિયન રોકેટ બૉમ્બ માટેના સામાનના સંગ્રહના આરોપ લગાવવામાં આવ્યા. આ પાઈપો રશિયન રોકેટ બૉમ્બનો ભાગ હોવાની મહારાષ્ટ્ર પોલીસને શંકા હતી.

પાઈપો પરીક્ષણ માટે પૂણે ખાતે સંરક્ષણ ખાતાની પ્રયોગશાળામાં તત્કાળ મોકલી આપવામાં આવી. પ્રયોગશાળાએ તે નમૂના પરત મોકલાવ્યા. એ શું છે એ પ્રયોગશાળાના વૈજ્ઞાનિકો કહી શક્યા નહિ પણ એ બૉમ્બ અથવા બૉમ્બના ભાગ નથી એટલું ખાતરીપૂર્વક કહી ગયા. રાજ્યની પોલીસને ખાતરી હતી કે આ ધડાકા કરવામાં વપરાતા ભાગ છે. એમની પ્રથમદર્શી માન્યતાથી પીછેહઠ કરવા તૈયાર થઈ નહિ. પોતાની માન્યતાને ટેકો મેળવવા આ સિલિન્ડરો હૈદ્રાબાદની લેબોરેટરીને પરીક્ષણ માટે મોકલાવવામાં આવ્યા. લેબોરેટરીનો અહેવાલ આવ્યો. મહારાષ્ટ્ર પોલીસની માન્યતા અનુસાર આ રશિયન રોકેટ બૉમ્બના ભાગ નહિ પણ કાપડ મિલોમાં સૂતર બનાવવા માટેના સ્પિન્ડલો છે. યાર્ન મિલોમાં બનતા સૂતર વિંટાળવા માટે એમનો ઉપયોગ કરવામાં આવે છે.

સાત વ્યક્તિઓમાં અગિયારમી ભણતો વિદ્યાર્થી પણ હતો. તેણે પહેલા જ બયાન આપ્યું હતું કે તે શાળામાંથી અન્ય વિદ્યાર્થીઓ સાથે ઘરે પરત આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં એક લૉરી ઊંધી પડી હતી. તેમાંથી આ પાઈપો બહાર વીખરાયેલી હતી. આકર્ષક જણાતા રમવા ખાતર એ વીસ ઘરે લઈ આવ્યો હતો, પણ પોલીસ માટે એનું બયાન તેમની ભૂલભરેલી માન્યતા પાકી બનાવી ગયું. પાર્કમા વીંટાળો જોયા બાદ સચેત માનસના સંદેશાના આધારપર માનવી મને પાય રૂક જાવનો આદેશ આપ્યો. વીંટાળો સાપ નથી એની ખાતરી કરી લીધા બાદ સબસલામતની ઝંડી દાખવી પણ સચેત માનસને પાઈપોના ઢગલામાં રશિયન રોકેટ બૉમ્બ દેખાયા. માત્ર રૂક જાવના આદેશ આપવાના બદલે પાઈપોની ચકાસણી કર્યા વગર થતા શંકાના આધાર પરિવારના સાત સભ્યોને ટાડા હેઠળ કેદમાં પૂરવામાં આવ્યા. સચેત મન પર અન્ય વિચારોના બોજ પણ હતા. માર્ચ ૧૯૯૩માં બૉમ્બ ધડાકા થયા હતા. અઢાર મહિનામાં આતંકવાદીઓને પકડવામાં સફળતા મળી નહોતી. પ્રથમવાર તાલુકાના પોલીસ અધિકારીઓને ઝળહળતી સફળતા દાખવવાની તક મળી હતી. તેથી પુરાવાની ચકાસણી કરવા સુધી પરિવારને માત્ર સાદી અટકાયતમાં લેવાના બદલે ટાડા હેઠળ બંધ કરવામાં આવ્યા. 

ઝળહળતી સફળતાના દાવા કરવામાં આવ્યા.

સંરક્ષણ ખાતાએ પ્રમાણપત્ર આપ્યું. આ પાઈપો શું છે એના ઉપયોગ શું છે એની ખબર નથી પણ આ પાઈપો બૉમ્બધડાકા કરવામાં વપરાતા હથિયાર અથવા એના ભાગ નથી, પણ સચેત માનસ આસાનીથી હાર માનવા તૈયાર થાય નહિ. હૈદ્રાબાદની પ્રયોગશાળા પાસેથી શકની પુષ્ટીના પ્રમાણપત્ર મેળવવા દોડી ગયા. પરિવારની ધરપકડ કરવાના આદેશ આપનારા અધિકારીએ યાર્ન મિલ જોઈ નહોતી. એમાં વપરાતા યાર્નના વીંટાળા બનાવતા સ્પિન્ડલો જોયા નહોતા તેથી દોરડાના કટકાના વીંટાળાને સાપ બનાવવા પ્રયાસ કરતા રહ્યા. સ્પિન્ડલોમાં રમવા લઈ આવનારા ૧૫ વરસના બાળકની વાત માની નહિ. માર્ચ ૧૯૯૫ની એની પરીક્ષા આપવા સગવડ કરી નહિ કારણ ટાડા હેઠળ આતંકવાદી હોવાના આરોપસર એની ધરપકડ કરવામાં આવી હતી. હૈદ્રાબાદ પ્રયોગશાળાએ કહી દીધું કે આ દોરડાનો વીંટાળો માત્ર છે. છતાં આઠ મહિના ટાડામાંથી પરિવારને મુક્ત કરવાના આદેશ આપવામાં આવ્યા નહિ કારણ મુક્તિનો અર્થ નિષ્ફળતાનો બકરાર, એવી બદનામી વહોરવા કોઈ સચેત મન તૈયાર થયા નહિ. માત્ર એનજીઓ દ્વારા મુખ્ય પ્રધાન શરદ પવારને આખા કેસની જાણ કરવામાં આવ્યા બાદ જ પરિવારને મુક્તિ આપવામાં આવી. આટલી મોટી ભૂલના પરિણામે નિર્દોષ પરિવારને અઢાર મહિના જેલમાં રહેવાની યાતના ભોગવવી પડી, પણ એના વળતર તરીકે પણ ભૂલની સજા કોઈને આપવામાં આવી નહિ. સચેત મન ખોટી માન્યતા બનાવી શકે અને એનાં કેવાં પરિણામો આવે એ આ કિસ્સો બતાવી જાય. પણ એનાથી વધારે દુ:ખદ સચેત માનસ હાર માનવા તૈયાર થાય નહિ કારણ અહમ આડે આવી જાય.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment