Sunday, 1 November 2015

[amdavadis4ever] સંતાનોની મુગ્ધા વસ્થાને ઊજવો...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સંતાનોની મુગ્ધાવસ્થાને ઊજવો...

રિલેશનના રિ-લેસન : રવિ ઇલા ભટ્ટ

વર્જિનિયા સેટીરનું આ વાક્ય વર્તમાન સ્થિતિને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરે છે. નવરાત્રિ પૂરી થઈ, હવે દિવાળી આવશે અને પછી ક્રિસમસ આવશે. યુવાનો માટે આ તહેવારો જીવનને માણવાના અવસરો હોય છે. આ અવસરો અંગે યુવાનો અને તેમનાં માતા-પિતાના વિચારો અલગ હોય છે. ઓગણીસમી સદીમાં જન્મેલી પેઢી એકવીસમી સદીની પેઢી સાથે દરેક બાબતે અલગ વિચારો ધરાવે છે, તેને કારણે જ માતા-પિતા ફરિયાદ કરતાં હોય છે કે, તેમના ટીનએજ કે યુવાન સંતાનો તેમના કહ્યામાં નથી. તેઓ એમ પણ કહે છે કે, તેમના કરતાં તેમનાં સંતાનોના મિત્રોને વધારે જાણ હોય છે. વાત સાચી છે પણ તેની પાછળનાં કારણો ઉપરના વાક્યમાં સમાઈ જાય છે. તેઓ સતત એ સંઘર્ષમાં રહ્યા કરે છે કે હું મારી જાતને સાબિત કરી બતાવું અને માતા-પિતા પણ એમ જ ઇચ્છતાં હોય છે કે તેમનું સંતાન કંઈક કરી બતાવે પણ તેમના કહ્યા પ્રમાણે, આ જગ્યાએ જનરેશનગેપ જેવું જણાઈ આવે છે.
બાળક સાતમા-આઠમા ધોરણમાં હોય ત્યાં સુધી જનરેશનગેપ જેવું ખાસ લાગતું નથી. સંતાન નવમાં ધોરણમાં આવે કે માતા-પિતાની ચિંતા વધી જાય છે. એક અભ્યાસ માટે અને બીજી શારીરિક ફરેફારોને કારણે. આજની પેઢીને સાચવવી ખૂબ જ મુશ્કેલ છે તેમ તેમને લાગવા લાગે છે. વાત થોડાઘણા અંશે સાચી કહેવાય, કારણ કે નવમાં-દસમાં ધોરણમાં આવતાં તો બાળકો પાસે નવાં વાહનો, નવા મોબાઈલ અને નવા ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ પણ આવી જાય છે. અહીંયાંથી સમસ્યા શરૂ થાય છે. સંતાનોને માતા-પિતા જૂનવાણી અને ઓલ્ડ ફેશન લાગે છે. બીજી તરફ તેમને પોતાના મિત્રો કન્ટેમ્પરરી અને આધુનિક જણાતા હોય છે. માતા અને પિતા પણ આ આધુનિકતા મુદ્દે અંદરોઅંદર ઝઘડતાં હોય છે. ક્યારેક સંતાનોને માતા કડક અમલદાર જેવી લાગે છે જ્યારે પિતા જરૂરિયાત પૂર્તિનું સાધન, તેને કારણે જ તેમના ફેવરિટનાં લિસ્ટમાં માતા-પિતાનું સ્થાન બદલાતું રહે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment