Tuesday, 3 November 2015

[amdavadis4ever] જાહેર મરણોત ્તર પરમવીર ચ ક્ર પણ સ્વીક ાર જીવતેજીવ!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પરમવીર ચક્ર અનન્ય પરાક્રમ કે દુશ્મનો સામે લડતા વહોરેલી શહાદત બદલ અપાતો ભારતનો સર્વોચ્ચ લશ્કરી એવૉર્ડ. અત્યાર સુધી કુલ ૨૧ વીરોને આ સન્માન મળ્યું છે, જેમાંથી ૧૪ને મરણોત્તર એવૉર્ડ અને સાતને હાથોહાથ. આમાં એકમાત્ર અપવાદ એટલે સૂબેદાર યોગેન્દ્રસિંહ યાદવ. તેમને મરણોત્તર પરમવીર ચક્ર આપવાની જાહેરાત થઈ પણ તેમણે એનો સ્વીકાર કર્યો જીવતેજીવ!

ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લાના ઔરંગાબાદ આહિર ગામે જન્મ. તારીખ ૧૦ મે, ૧૯૮૦. પિતા કરનસિંહ યાદવ લશ્કરી માણસ, ૧૯૬૫ અને ૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુદ્ધનો અનુભવ, પણ હેમખેમ નિવૃત્ત થયા. આપણામાંથી ઘણાં જાણતા નથી કે દેશનાં હજારો કુટુંબો માટે લશ્કરમાં જોડાવું એ મહામુલો પારિવારિક વારસો છે. પેટિયું તો રળવું પણ દેશની સેવા કરીને અને જીવને હથેળીમાં રાખીને.

આવી ગૌરવશાળી પરંપરાના ફરજંદ એટલે ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ. અત્યંત મહત્ત્વની અને એટલી જ જોખમી ૧૮ ગ્રેનેડિયર્સના તેઓ સભ્ય અને આ ટુકડી કમાન્ડો 'ઘાતક' પ્લાટુનની સભ્ય. ૧૯૯૯માં પાકિસ્તાને કારગિલવાળી કરી, ત્યારે આ પ્લાટુનને ચાવીરૂપ કામગીરી સોંપાઈ હતી: ટાઈગર હિલ પરના ત્રણ વ્યૂહાત્મક બંકર પર કબજો જમાવવાનો હતો. આ બંકરની ભૌગોલિક અને હવામાન સંબંધી પરિસ્થિતિ જાણીએ તો પરસેવો વળી જાય. ૧૬૫૦૦ ફૂટની ઊંચાઈએ એકદમ સીધા ચડાણવાળા બરફાચ્છાદિત ખડક પર હતા આ ત્રણ બંકર. 

૧૯૯૯ની ચોથી જુલાઈએ મોતના મુખમાં જવાના આમંત્રણ જેવા હુમલાની આગેવાની લીધી યોગેન્દ્રસિંહે અને એ પણ સ્વેચ્છાએ સામેથી માગીને. હજી તો વીસ વર્ષેય પૂરાં નહોતા કર્યાં પણ દુશ્મનોના દાંત ખાટા કરવાની ઉતાવળ અને ઉત્સાહ જબરા.

યોગેન્દ્રસિંહ મોખરે રહીને પહાડ ચડતા હતા. વચ્ચે વચ્ચે દોરડા બાંધતા જતા કે જેથી આગામી આક્રમણ વખતે મદદરૂપ થાય. પહાડ પર સીધું ચડાણ, મધરાતનું અંધારું, હાડ ગાળી નાખે એવી ઠંડી અને દરેક પગલે મોત સાથે મુલાકાત સંભવ. નીરવ શાંતિમાં માંડ માંડ શ્ર્વાસોચ્છ્વાસના ધીમા અવાજ વચ્ચે આ નરબંકાઓ આગળ વધી રહ્યા હતા. અડધોઅડધ મજલ કપાઈ હશે, ત્યાં એક બંકરમાં છુપાઈને બેઠેલા દુશ્મનોની મશીનગન ગર્જી ઊઠી અને રૉકેટનો મારો થવા માંડ્યો. આ હુમલામાં ઘાતક પ્લાટુનના કમાન્ડર અને અન્ય બે દેશ માટે ફના થઈ ગયા.

આખી ટુકડીને હતોત્સાહ કરી નાખવા માટે આ શહાદત પૂરતી ગણાય. આસપાસ ગમે તે સ્થળે અથવા આગળ મોત જડબાં ફાડીને રાહ જોતું હતું. યોગેન્દ્રસિંહ જેવા બિન-અનુભવી યુવાનને વધુ મૂંઝવણ અને અકળામણ થવી જોઈએ, પરંતુ વધુ કંઈ વિચારે એ અગાઉ કેટલીક ગોળીઓ યોગેન્દ્રસિંહના શરીરમાં ખોવાઈ ગઈ. ખભા અને કમરના ભાગમાં ઘૂસેલી ગોળીઓ પણ શરમાઈ જાય એવું એવું આ સપૂતનું વર્તન હતું.

જાણે કંઈ બન્યું જ ન હોય એમ યોગેન્દ્રસિંહે આગેકૂચ જારી રાખી. ગોળીઓ, ઈજા અને દુશ્મનોની ઐસીતૈસી કરીને સિંહ બાકીના ૬૦ ફૂટનું અંતર ધરાર કાપીને જ રહ્યા. ટોચ પર પહોંચીને, ઈજાઓને ભુલાવીને તેઓ લગભગ આળોટતા આળોટતા પહેલા બંકર સુધી પહોંચી ગયા. ત્યાં જ પહેલા બંકરમાંથી તેમના પર ગોળીબાર થયો. આનાથી ડરીને ભાગવાને બદલે આ સિંહ તેમની ભણી ધસી ગયો અને બંકરમાં ગ્રેનેડ ઝીંકી દીધા. 

આ સાથે બીજા બંકરમાંથી ભારતીય વીર પર ગોળીઓ છૂટવા માંડી તો આ ઘાયલ સિંહે માત્ર પોતાના હાથની તાકાતથી દુશ્મનોને ધૂળ ચાટતા કરી નાખ્યા. આ ગ્રેનેડબાજી અને હાથની કરામતથી ચાર પાકિસ્તાન સૈનિકનાં ઢીમ ઢળી ચૂક્યાં હતાં. સૂબેદાર યાદવના સાથીઓએ ત્રીજા બંકર પર કબજો જમાવી લીધો હતો. આ સાથે જ વ્યૂહાત્મક પ્રાથમિકતા સમાન ટાઈગર હિલ-ભારતના કબજામાં આવી ગયું હતું. 

ઑપરેશન ટાઈગર હિલમાં ફતેહ બાદ ખબર પડી કે સૂબેદાર યોગેન્દ્રસિંહનો એક પગ ભાંગી ગયો હતો, એક હાથ ઉતરી ગયો હતો અને શરીરની અંદર પૂરેપૂરી સવા ડઝન (હા, પંદર) ગોળીઓ આરામ કરતી હતી. લોહીલુહાણ સૂબેદાર યોગેન્દ્રસિંહને સ્ટ્રેચર પર લઈ જવાયા ત્યારે બધાએ માની લીધું કે આપણો સાથી શહીદ થઈ ગયો, સેલ્યુટ. 

... અને યોગેન્દ્રસિંહ યાદવની અનન્ય બહાદુરી બદલ તેમને મરણોત્તર પરમવીર ચક્ર આપવાની જાહેરાત થઈ, પરંતુ હકીકત એ હતી કે આ સિંહ તો હૉસ્પિટલમાં મોત સાથે બાખડીને ફરીથી દુશ્મનોને તોબા પોકારાવવા માટે સાજો થઈ રહ્યો હતો. એમનો જ નામેરી શહીદ થવાથી પરમવીર ચક્રની જાહેરાતમાં ગોટાળો થયો હતો... અંતે સાજા થઈને સૂબેદાર યોગેન્દ્રસિંહ યાદવે પોતે હાજર થઈને રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનના હસ્તે પરમવીર ચક્ર સ્વીકાર્યો હતો. આ સાથે તેઓ આ સર્વોચ્ચ લશ્કરી એવૉર્ડ મેળવનારા સૌથી નાની વયના સૈનિક બન્યા હતા. 

સુબેદાર યોગેન્દ્રસિંહ યાદવની પરાક્રમગાથા સ્વાભાવિકપણે બધાને ખૂબ આકર્ષી ગઈ. ફરહાન અખ્તરની 'લક્ષ્ય'ના હીરો રીતિક રોશનનું પાત્ર એમના પરથી જ પ્રેરિત હતું, તો જે.પી. દત્તાની 'એલઓસી કારગિલ'માં મનોજ બાજપેયીએ એમનો રોલ ભજવ્યો હતો. હિન્દી ફિલ્મો તો ઠીક પણ વિદેશી વેબસાઈટ્સ મુજબ તો યાદવની વીરતા સામે રેમ્બો સાવ નાનકડી બિલાડી કે કીકલો લાગે.

સૂબેદાર યોગેન્દ્રસિંહ યાદવ, વી આર પ્રાઉડ ઓફ યુ. સેલ્યુટ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment