Tuesday, 3 November 2015

[amdavadis4ever] મળીએ મુન્ના ભાઈ એસએસસીને

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'ઓહ મારો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો છે, મારે એક અર્જન્ટ કૉલ કરવો છે.'

'મેડમ, અપને ઓટોમેં પીસીઓ હૈ ના. આપ ઓલઓવર ઈન્ડિયા મેં કિધર ભી કૉલ કરી સકતી હૈ... ઔર અપને પાસ મોબાઈલ ચાર્જર કા ફેસિલિટી ભી હૈ.. આપ ફોન ચાર્જ ભી કર સકતી હૈ...' 

જી હા, ઓટોમાં પીસીઓ ફોન, મોબાઈલ ચાર્જર, ફર્સ્ટ એઈડ બૉક્સ, એલઈડી ટીવી, મેગેઝિન બોક્સ, પાણી, ગરમાગરમ ચા જેવી હજી ઘણી બધી સુવિધા અને એ પણ ઓટોરિક્ષામાં? સાંભળીને થોડું વિચિત્ર અને આંચકો પણ લાગે. પરંતુ હા, એક ઓટોમાં આ બધી સુવિધાઓ ઉપલબ્ધ છે અને આજે આપણે મળીશું તદ્દન સામાન્ય પણ અસામાન્ય વિચારો અને દૃષ્ટિકોણ ધરાવતા આ ઓટોના માલિક અને ડ્રાઈવર સંદીપ બચ્ચે ઉર્ફે મુન્નાભાઈ એસએસસીને.

જોકે આ મુન્નાભાઈ એસએસસીના હુલામણા નામ પાછળની સ્ટોરી કંઈક આવી છે કે સંદીપ સંજય દત્તનો ડાયહાર્ડ ફૅન છે અને મુન્નાભાઈ એમબીબીએસ તેની ફેવરિટ ફિલ્મ છે. પરંતુ સંદીપે માત્ર એસએસસી સુધીનું ભણતર લીધું છે તેથી મુંબઈના બાંદ્રા અને તેના આસપાસના વિસ્તારમાં તે મુન્નાભાઈ એસએસસીના હુલામણા નામે જ પ્રસિદ્ધ છે. 

ભારતમાં અને તેમાં પણ ખાસ કરીને શહેરી વિસ્તારમાં પ્રવાસ કરનારા કુલ નાગરિકોમાંથી આશરે ૨૦ ટકા નાગરિકોનો પ્રવાસ રિક્ષામાં થતો હોય છે. પરિણામે ઓટોરિક્ષા તમારા અને અમારા જીવનનો એક અવિભાજ્ય અંગ બની ચૂકી છે. આપણામાંના ઘણા લોકોને રિક્ષા-ટેક્સી ડ્રાઈવરની રૂક્ષતાનો, કડવો અનુભવ જીવનમાં થયો જ હશે, પરંતુ આજે આપણે મળીશું મુંબઈમાં જ રહેતા એક એવા રિક્ષાચાલકને કે જેને મળ્યા પછી આપણામાં ઉદ્ધત રિક્ષાચાલકોની ઘર કરી ગયેલી છબિને ભૂંસવામાં થોડાક અંશે મદદરૂપ થશે. 

મુંબઈમાં છેલ્લાં ૧૫ વર્ષથી રિક્ષા ચલાવનાર સંદીપે 'મુંબઈ સમાચાર' સાથે વાત કરતાં જણાવે છે કે મૂળમાં મારો જન્મ એક એવા પરિવારમાં થયો કે જ્યાં પૈસાની હંમેશા ખેંચ રહેતી હોય, પરંતુ માતા-પિતાએ ક્યારેય આ બાબતને અમારા ઉછેર, ભણતરમાં આડે નહોતી આવવા દીધી. મને યાદ છે કે દસમા ધોરણમાં જ્યારે હું નાપાસ થયો ત્યારે મારા ઘરમાં જાણે એટમ બૉમ્બ ફૂટ્યો. મમ્મીએ કહ્યું કે જો સંદીપ જોઈએ તો તું ટ્યુશન ક્લાસીસ જા. અમે લોકો એક રોટલો ઓછો ખાઈશું પણ તું શીખ, કારણ કે તું જ અમારું ભવિષ્ય છે. 

પરંતુ મનના કોઈક ખૂણે એ વાત ખટકી રહી હતી કે હું ઘર ચલાવવામાં પપ્પાને સપોર્ટ નથી કરી શકતો. ૧૯૯૬માં મને એક ટ્રાવેલ એજન્સીમાં પ્યુન તરીકે નોકરી મળી. મારો મહિનાનો પગાર ભલે ૯૦૦ રૂપિયા જ હતો, પરંતુ એ ૯૦૦ રૂપિયા કરતાં પણ મૂલ્યવાન કંઈક હતું તો એ હતો મારો સંતોષ. પપ્પાને ઘર ચલાવવામાં આપેલા આધારની સાથે સાથે જ મેં ઑક્ટોબર મહિનામાં ફરી દસમા ધોરણની પરીક્ષા આપી અને હું પાસ થઈ ગયો. ૧૯૯૯માં જ્યારે હું જે કંપનીમાં કામ કરતો હતો તે કંપની બંધ થઈ ગઈ.

બે મિનિટના મૌન અને દીર્ઘ શ્ર્વાસ બાદ સંદીપ ફરી વાતનો દોર સાધે છે અને પોતાની વાત આગળ ચલાવે છે. કંપની તો બંધ થઈ ગઈ અને મને પીએફના રૂ. ૩૫,૦૦૦ મળ્યા. હવે સૌથી મોટો સવાલ હતો કે આ પૈસાનું કરવું શું? હું એ પૈસા લઈનેે ગયો અમારી નજીકની બૅંકમાં અને ત્યાંના એક અધિકારી સાથે સારી ઓળખાણ હતી એમની મદદથી લોન લઈને મેં રિક્ષા ખરીદી. બે વર્ષ સુધી તો આમ જ રિક્ષા ચલાવી પણ સાથે સાથે જ એક એ ફીલિંગ પણ હતી કે હું મારા કસ્ટમર્સને સારામાં સારી સેવા આપું.

મને હજી પણ યાદ છે કે મેં પાંચ લિટરના ગૅલનનો ઉપરનો ભાગ કાપીને પહેલું મેગેઝિન બૉક્સ મારી ઑટોમાં મૂક્યું હતું પછી તો ધીરે ધીરે કસ્ટમર્સનો પણ સારો પ્રતિસાદ મળ્યો અને હવે તો વાઈફાઈ સુધીની બધી સુવિધા મારી ઓટોરિક્ષામાં ઉપલબ્ધ છે. 

સમાજે આપણને ઘણું આપ્યું છે અને સમાજને સવાયું કરીને પાછું આપવું એ મારી ફરજ છે એવી માન્યતા સાથે ધીરે ધીરે હું સોશિયલ વર્ક તરફ વળવા લાગ્યો. મારું પહેલું ભાડું અને છેલ્લું ભાડું સોશિયલ વર્ક માટે વાપરવાનો મારો નિયમ છે અને આ બધા પૈસા હું વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ કે સિગ્નલ પરના બાળકો માટે વાપરું છું. કાં તો કોઈને દવા માટે કંઈક હેલ્પ જોઈતી હોય તો એ કામ માટે આ પૈસા ખર્ચું છું. 

સમાજને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાનો હું સતત પ્રયાસ કરું છું. હું મારા કસ્ટમર્સને કહી રાખું છું હૂં એમના જૂના કપડાં, રમકડાં સાચવીને રાખવા કરતાં એ મને આપો. હું આ રમકડાં અને કપડાં લઈ જઈને જરૂરિયાતમંદો સુધી પહોંચાડું છું. આ બધું કરીને મનને જે આનંદ થાય છે એને શબ્દોમાં વર્ણવવો ખૂબ જ અઘરો છે. 

સંદીપ તેની ઓટોમાં બેસનાર જો હૉસ્પિટલ જઈ રહ્યો હોય, ગર્ભવતી મહિલા હોય તો તે તેમની પાસેથી ક્યારેય પૈસા નથી લેતો. આરટીઓના નિયમ અનુસાર રિક્ષાનું મીટર તો બધા માટે સરખું જ હોય છે, પરંતુ સંદિપનું મીટર થોડું અલગ છે. સિનિયર સિટીઝન માટે સંદીપનું મિનિમમ મીટર રૂ. ૧૦ છે. 

સંદીપ જસ્ટ મેરિડ કપલ માટે ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપે છે અને એની પાછળનું કારણ બહુ જ રસપ્રદ છે અને એ જણાવતાં સંદીપ કહે છે કે આજની વધતી મોંઘવારીમાં આમેય લગ્ન કરીને ખર્ચાના ખાડામાં ઊતર્યો હોય છે, આવા વખતે હું તેમને ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપીને રાહત આપવાનો પ્રયાસ કરું છું. આ ઉપરાંત સંદીપ વારે તહેવારે જેમ કે રક્ષાબંધન, ગાંધી જયંતી, ૩૧મી ડિસેમ્બર, સંજય દત્તના જન્મદિવસે હું બધાને ફ્રી સર્વિસ આપું છું. સંદીપ કેન્સર પેશન્ટ, કિડની પેશન્ટ, વિઝ્યુઅલી ચેલેન્જ લોકોને ફ્રી ઓટો રાઈડ આપે છે.

એવું નથી કે સંદીપ એકલા હાથે જ આ બધી સમાજસેવા કરવામાં માને છે. સંદીપ તેના અન્ય રિક્ષાડ્રાઈવર મિત્રો સાથે મળીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીને નોટબુક અને ભણવાની અન્ય સામગ્રીઓ પૂરી પાડે છે, જેથી કરીને તે લોકો આગળ ભણી શકે અને તેમના માતા-પિતા પરનો બોજો થોડો હળવો થાય. 

સંદીપને તેના મિત્રોની સાથે સાથેે સંદીપની પત્ની પણ તેમની આ સમાજસેવામાં તેમને મદદરૂપ થાય છે તેમણે જણાવ્યું હતું: પહેલાં જ્યારે સંદીપ આ રીતે સોશિયલ વર્ક કરતાં ત્યારે હું તેમને ફરિયાદ કરતી હતી, પરંતુ ધીરે ધીરે મને લોકો માટે જીવવાનો અર્થ શું છે એ સમજાયું અને હવે હું તેમને ક્યારેય ટોકતી નથી અને તેમને મદદરૂપ પણ થાઉં છું અને અમને લોકોને આ કામ કરીને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે સંદીપના ખુદના બે સંતાનો છે અને તેઓના ભણતરની જવાબદારીની જાણ પણ સંદીપને છે. 

આર્થિક રીતે તો સંદીપ પોતે પણ ખાસ કંઈ સ્ટેબલ નથી, તેમ છતાં કોઈ પણ જાતના ડર વગર તે છૂટા હાથે સમાજસેવા કરે છે. ખરેખર તેમની પાસેથી એક વાત તો શીખવા જેવી જ છે અને એ એટલે કે તમારે પાસે જે કંઈ પણ છે તેમાંથી થોડું સમાજને આપવાનું રાખો. 

સંદીપની રિક્ષામાં તમને ઠેકઠેકાણે વિવિધ સંદેશ પણ લખેલાં જોવા મળશે, જેમ કે સેવ ગર્લ ચાઈલ્ડ, પર્યાવરણ બચાઓ, આઈ એમ પ્રાઉડ ટુ બી ઈન્ડિયન, દુઆ મેં યાદ રખના અને જિઓ ઔર જિને દો...આ બધા સંદેશથી સંદીપની સમાજ પ્રત્યેની લાગણી અને પોતિકાપણું છતું થાય છે અને તેમની આવી જ સમાજસેવા માટે ઘણા ઍવોર્ડ્સ મળ્યા છે. ઉપરાંત સંદીપની રિક્ષામાં જરૂરી હેલ્પલાઈન્સ, હોેટેલ્સ, એનજીઓ, સરકારી સંસ્થાઓના નંબર સાથે રોજેરોજના ગોલ્ડ, સિલ્વર, ડૉલર, સેન્સેક્સ વગેરેના અપડેટેડ ભાવ પણ પોતાના ગ્રાહકો માટે લખે છે. 

આટલી સફળતા પછી પણ સંદીપ એકદમ ડાઉન ટુ અર્થ રહીને વધુમાં વધુ જરૂરિયાતમંદને મદદ કરવાનો વિચાર કરે છે અને પહેલી નવેમ્બરથી તો સંદીપ પોતાની રિક્ષામાં ફ્રિજની સુવિધા આપવાની યોજના પણ વિચારી રહ્યા છે. આપણે પણ સંદીપ આ જ રીતે સમાજસેવા કરતાં રહે એવી શુભેચ્છા...

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment