Thursday, 5 November 2015

[amdavadis4ever] સહજ, રમૂજ, દાય િત્વ અને રહેમનો સમન્વય એટલે સ રદાર Moraribapu

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



 
કળિયુગનું વર્ણન કરતા તુલસીદાસજી લખે છે કે કળિયુગમાં કવિઓ બહુ થશે. હવે તો અમારી ઉપર લોકો કવિતા લખે છે.
કરેલા કરમના બદલા દેવા પડે,
ઇતને બદનામ હુએ હૈ ઇસ જમાને મેં,
લગેગી સદીયા આપકો હમે ભુલાને મે|
ન પીને કા સલિકા ન પિલાને કા સુલુક
કૈસે કૈસે લોગ આ ગયે હૈ મયખાને મેં|
 
હવે બધી જ યુવાપેઢી કલાજગત, સાહિત્ય જગત તરફ વળી છે જેનો મને વિશેષ આનંદ થાય છે દરેક ક્ષેત્રમાં નવી ચેતનાઓ આવી રહી છે. એકવાર લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની ઐતિહાસિક ભૂમિમાં રામકથાનું ગાન કરી રહ્યો હતો ત્યારે અમારે નગીનદાસબાપાએ એક બહુ સરસ વાત સરદાર સાહેબ ઉપર કરી હતી એમણે એવું કહ્યું કે સરદાર ઓછા બોલા હતા પણ આખાબોલા હતા. એમની વાણીમાં સત્યતા હતી. હવે સરદારનો અર્થ મારે મારી રીતે કરવો હોય તો હું એટલો જ કરું કે સરદારનો પહેલો 'સ' એટલે સહજતા, સરદારમાં સહજતા બહુ જ હતી અને જે સહજ હોય એ જ સબળ હોય અને સબળતત્ત્વ કાયમ ટકે આંખોની સજળતાથી, સરદારમાં કોઇ દંભ ન હતો. સરદાર પ્રપંચી ન હતા તેથી જ સબળતા સાથે સજળ પણ હતા. સરદાર શબ્દમાં બીજો અક્ષર 'ર' આવે છે 'ર' એટલે રક્ષણ કરવું.
 
સમગ્ર રાષ્ટ્રનું રક્ષણ કરવા માટે જેણે જીવન સમર્પિત કર્યું. અને દેશનું રક્ષણ થાય એટલા માટે ગમે તેવા કઠોર નિર્ણય લેવા પડે. ક્યારેક-ક્યારેક હિન્દુ-મુસ્લિમની વાત આવી ત્યારે સરદાર ઉપર ઘણા મોટા ખોટા આક્ષેપો થયા છે અને ગાંધીજી બહુ જ એના માટે ખુલાસા કરે છે. ગાંધીબાપુને સરદારનો બચાવ કરવા માટે ક્યારેક-ક્યારેક ખુલાસા કરવા પડતા કે તમે સરદારને ઓળખતા નથી સરદાર થોડાક શારીરિક નબળા પણ પડ્યા છે. શરીર પાસેથી બહુ જ કામ લીધું હતું એ પોલાદી માણસે પંચોતેર વર્ષમાં દોઢસો વર્ષનું કામ આ વ્યક્તિ દેશ માટે કર્યું છે અને પાછા સરદાર તેમજ પંડિતજીના મતભેદો બહુ જ ચાલ્યા. છતાંય સરદાર પોતે કહેતા કે મારે મતભેદ છે. પણ પંડિતજી વડાપ્રધાન છે. હું એની નીચે છું એટલે હું પ્રામાણિક સિપાઇ છું.
 
હું જવાહરલાલ નહેરુનો સિપાઇ છું આ એની નિર્દંભતા હતી પણ જ્યારે બહુ જ ખુલાસા કરવા પડે એવો સમય આવવા લાગ્યો. ત્યારે લોહપુરુષ સરદાર એક પછી એક કાગળ લખીને ગાંધીબાપુને કહે છે કે બાપુ હવે મને ગમતું નથી કે મારા માટે થઇને મારા બાપને ખુલાસા કરવા પડે તમે મને ઓળખ્યો એ જ મારા માટે પર્યાપ્ત છે. બીજા ન ઓળખે તો કોઇ વાંધો નથી પણ હું તમારી સાધુદૃષ્ટિમાંથી પાસ થયો હોઉં તો મને એમ લાગે છે કે જો તમે આજ્ઞા આપો તો હું હવે રાજીનામું આપી દઉં? પદ ત્યાગનો આટલો મોટો સંકલ્પ કર્યો હતો. સરદાર વિશે મારે એ પણ કહેવું છે કે વેશમાં ભલે સરદાર પટેલ સાધુ ન હોય પણ વૃત્તિ તો ચોક્કસ સાધુની હતી. સૌને પોતપોતાનો વેશ હોય છે પણ સરદાર પટેલ અંદરથી રંગાયેલા સાધુ હતા. ફરી નગીનદાસબાપાને યાદ કરું બાપા એક દિવસ કહેતા હતા કે સરદાર પટેલે વડાપ્રધાન પદ જતું કર્યું પણ ભલે એ પદ પર ન બેઠા. દેશમાં સ્વીકારાઇ જરૂર ગયા. સ્વીકૃતિ મળી ગઇ હતી. તો સરદાર પટેલ વૃત્તિ સેવાની હતી. સરદાર શબ્દમાં રહેલા 'ર'ની ચર્ચા થઇ રહી છે ત્યારે મને એવું સમજાય છે કે જેના સત્યને વળગીને દેશના રક્ષણના દર્શન થાય છે.
 
બીજુ કે એમાં રમૂજવૃત્તિના દર્શન પણ થાય છે. દેશને અખંડ ભારત બનાવવામાં સરદાર સાહેબનું મોટું યોગદાન છે. એક વખત લોકસભામાં એવું બોલાઇ ગયું કે અમુક માઇલ જમીન આપણા નજીકના પાડોશી લઇ ગયા એમાં શું થયું? ત્યાં કોઇ તણખલું ઊગતું નથી આ વાક્ય સાંભળીને લોહપુરુષ ઊભા થઇ ગયા અને લોકસભામાં કહેવા લાગ્યા કે એ જમીન ઉપર એક પણ તણખલું ઊગતું નથી માટે દેશની જમીન એને આપી દેવાની વાત કરો છો તો તમે બધા કે માથા ઉપરેય એકેય તણખલું ઊગતું નથી તો માથું પણ આપી દોને. એક ગૃહમંત્રી તરીકે એમનું દાયિત્વ સરદાર ખૂબ સારી રીતે નિભાવી જાણ્યું હતું. અમુક વાત એમની સ્વીકારાતી નહીં ત્યારે આ માણસની મનોદશા કેવી હશે? વાણીથી સરદાર કદાચ કઠોર લાગે છે .
 
પણ ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી એમણે મનોમન નક્કી કરી લીધું કે હું સત્યનો મંત્ર ક્યારેય નહીં છોડું. દેશના રક્ષણ માટે જો કોઇ નિર્ણય મારે કરવો પડશે ત્યારે સૌ પ્રથમ મારા સત્યના દેવતાને પૂછીને જ હું કરીશ અને જેની પાસે સત્યની તાકાત હોય છે એ જ બીજાનું રક્ષણ કરી શકે છે. બીજુ કે સરદાર પટેલમાં વિનોદવૃત્તિ હતી. બારડોલી આશ્રમમાં એક દિવસ એક આદિવાસી બાપુને મળવા માટે આવે છે. આશ્રમમાં સરદાર અને જુગતરામબાપા હાજર હતા. બત્રીસ કિલોમીટરથી ચાલીને આદિવાસી બાપુના દર્શન કરવા માટે આવે છે. પણ એ આદિવાસીને મળવા કોણ જવા દે? એટલે જુગતરામબાપાને મળે છે. અને કહે છે કે મારે ગાંધીબાપુને દૂરથી જોવા છે. દર્શન કરવા છે. જુગતરામબાપા ગાંધીબાપુને આદિવાસીની બધી વાત કરે છે.
 
ગાંધીબાપુએ વાત સાંભળીને કહ્યું કે પહેલા એને ભોજન કરાવો પછી મળવા મારી પાસે લઇ આવજો. ગાંધીજી કેટલા વ્યવહારું હતા એ આ વાતમાં સ્પષ્ટ થાય છે. આદિવાસીને જમાડીને જુગતરામબાપા એક ઓરડામાં લઇ જાય છે. આ સમયે ઓરડામાં ઘણા બધા માણસો બેઠા હતા પેલો આદિવાસી ફાંફા મરવા લાગ્યો કે આમાં ગાંધીબાપુ કોણ હશે? એટલે એનાથી બોલાઇ ગયું કે આમાં ગાંધીબાપુ કોણ છે? એવા સમયે રમૂજવૃત્તિમાં સરદાર તરત જ બોલ્યા કે હું બાપુ છું અહીંયા સરદારની રમૂજવૃત્તિના દર્શન થાય છે. પણ પેલો આદિવાસી સરદારને અદભુત જવાબ આપે છે કે જે હું હું કરે એ ગાંધીબાપુ ન હોઇ શકે. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના વખતે આચાર્યની નિમણૂક વિશે ખૂબ જ ચર્ચા ચાલતી હતી ત્યારે સરદાર બોલ્યા કે બાપુ તમારી દૃષ્ટિમાં કોઇ ન હોય તો હું બેસવા માટે તૈયાર છું ત્યારે બાપુએ કહ્યું કે તમે શું કરશો? તો કહે હું આપણે ત્યાં ખોટું ભણાવીને ગયા છે.
 
એને ભુલાવી નાખીશ અને રાષ્ટ્રવાદનું ભણતર ભણાવીશ. આવી રમૂજવૃત્તિ સરદાર સાહેબમાં હતી. સરદારમાં 'દ' શબ્દનો અર્થ એવો સમજાય છે કે જેને દાયિત્વનું ભાન છે જે માણસને દાયિત્વનું ભાન હોય એ દાદાગીરી ન કરે. જે શિક્ષક ક્લાસમાં વિદ્યાર્થીને પીટતો હોય એ શિક્ષકને દાયિત્વનું ભાન નથી. સરદાર દાયિત્વ પુરુષ હતા છેલ્લે 'ર' શબ્દનું દર્શન કરીએ. 'ર' એટલે રહેમ. રહેમ સદાય રક્ષક જ હોય છે. એ ક્યારેય ભક્ષક ન બને. સરદારનું અંતકરણ રહેમતવાળું હતું એનામાં કારુણ્યભાવ હતો. જેને પોતાનું ભાન હશે એ રાષ્ટ્ર માટે વિભૂતિ ગણાશે. સરદાર દેશની વિભૂતિ હતા તો સરદારમાં સહજતા, રક્ષણ, રમૂજ અને દાયિત્વ સાથે રહેમના દર્શન થાય છે. એવા લોહપુરુષ સરદાર પટેલને મારી હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હજારો વર્ષ સુધી ધરતી ફરિયાદ કરે ત્યારે આવો કોઇ સાવજ પ્રગટ થાય છે છેલ્લે મણિલાલ પટેલની પંક્તિ યાદ કરું:

'ગામ કરમસદના માણસની
અચરજ જેવી વાત,
ફુલોશા કોમળ હૈયામાં પથરીલી તાકાત,
ઝીણી નજરે જોનારો એ પળને પરખી કાઢે

 

 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment