Saturday, 7 November 2015

[amdavadis4ever] પીડા ન સહી જ ાય, ન કહી જાય

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દુખાવો-પીડા તમારો અંદરનો શત્રુ છે. તમે એને જોઈ, સુંઘી, માપી કે વર્ણવી નથી શકતા. વળી એનો એમઆઈઆર કે એક્સરે પણ નથી કરાવી શકતા. તમે વારંવાર અને જોરદાર ફરિયાદ કર્યા કરો તો ડૉક્ટરો તમે ધ્યાન ખેંચવા ફાંફા મારો છો કહી તમને દૂર કરી દેશે, તો મિત્રો તમારાથી આઘા થતા જશે. તબીબી પાઠ્યપુસ્તકોમાં એને 'જ્ઞાનતંતુઓનો અણગમતો અને લાગણીભર્યો અનુભવ' તરીકે ઓળખાવાય છે. તમારા શરીરનું ઉષ્ણતામાન, નાડીના ધબકારા, શ્ર્વાસોચ્છવાસ, લોહીનું દબાણ (બીપી) જેવાં મહત્ત્વનાં તંત્રોને એ ખોરવી નાખે છે. એ એવા નકારાત્મક હોર્મોન્સનો ધોધ છોડે છે, જે તમારી રોગપ્રતિકાર ક્ષમતાને લક્ષ્ય બનાવે છે. એ સાયટોક્ધિસ નામના પરમાણુઓનું મોટું તોફાન ઊભું કરે છે, જે તમારા શરીરમાં સોજા લાવે છે. તમે અને તમારો દુખાવો: વાત છે અંદરની લડાઈ જીતવાની. વળી વાત છે બહારની જીતવાની પણ, કેમકે ભારત 'પીડાગ્રસ્ત' દેશ છે. ભારતમાં દર છએ એક માણસ અને દર ત્રણે એક કુટુંબ આર્થ્રાઈટિસથી પીડાય છે, એમ વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (હુ)એ જણાવ્યું છે. એનો અર્થ ૧૫થી ૧૭ ટકા ભારતીયો એનાથી પીડાય છે. વાત આટલી જ નથી. પુખ્ત ભારતીયોના ૩૦ ટકા કાયમી કે વારંવારની પીડા-દુ:ખાવાથી પીડાય છે. એમાંના ૨૦થી ૨૫ ટકા મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર્સ (એમએસડી)થી પીડાતા હોય છે. એ સાંધા, મસલ્સ, ટેન્ડન્સ (હાડકા સ્નાયુને જોડતો મજબૂત રજ્જુ), લિગામેન્ટ્સ અને જ્ઞાનતંતુઓને અસર કરે છે. બીજા પચીસથી ૩૦ ટકાને પીઠનો દુ:ખાવો થતો રહેતો હોય છે. પાંચ કરોડ ભારતીયને ફ્રેક્ચર થવાનો સંભવ રહેતો હોય છે, એમ ઈન્ટરનેશનલ ઓસ્ટીઓપોરોસીસ ફાઉન્ડેશને જણાવ્યું છે. ભારતીયોમાં ખનિજોનું પ્રમાણ પશ્ર્ચિમના લોકો કરતાં ૧૫ ટકા ઓછું હોય છે. એટલે ફ્રેકચર ૧૦ થી ૨૦ વર્ષ વહેલાં થાય છે. લગભગ ૪,૪૦,૦૦૦ ભારતીય દર વર્ષે હિપ રિપ્લેસમેન્ટ શસ્ત્રક્રિયા કરાવે છે, આ આંકડો ૨૦૨૦ સુધીમાં છ લાખ થાય એવી ધારણા છે. પીડા-દર્દ-દુખાવાનો 'રોગચાળો' ભારત સામેની સૌથી વધુ મોટી આરોગ્ય સમસ્યા છે. એ ડાયાબિટીસ, હૃદયના રોગો અને કેન્સર, એ ત્રણે કરતાં અને ત્રણેના સરવાળા કરતાય વધુ મોટો છે.

વિરોધાભાસનો યુગ

આ એક વિચિત્ર વિરોધાભાસ છે. એક કાળ એવો હતો કે વા, સાંધા ગંઠાવા, સાંધામાં સોજા આવવા, સાંધામાં તીવ્ર પીડા વગેરે માથે વાળ ધોળા થાય ત્યારે જ દેખાતાં. હવે એવું નથી રહ્યું. હકીકતમાં, આજે યુવાન ભારતીય શહેરીઓ આર્થ્રાઈટિસના વધુ સંભવિત દર્દીઓ હોય છે, એમ દિલ્હીની એઈમ્સના ઓર્થોપેડિક્સ વિભાગના પ્રોફેસર અને સર્જ્યન ડૉ. રાજેશ મલ્હોત્રા કહે છે. સાંધામાં થતા વિવિધ પ્રકારના રોગોની સંખ્યા ૧૦૦થી વધુ છે. સામાન્ય રીતે એને બે વિભાગમાં વહેંચી શકાય: ઓસ્ટીઓઆર્થ્રાઈટિસ (વય વધવા સાથે સ્નાયુમાં ઘસારાને કારણે થતો આર્થ્રાઈટિસ) અને ઇન્ફલેમેટરી આર્થ્રાઈટિસ ૬૦ વર્ષથી વધુ વયના લગભગ ૭૦ ટકા અને ૩૪ થી ૪૦ વર્ષના લોકોના લગભગ ૪૦ ટકા પર વિવિધ પ્રકારના આર્થ્રાઈટિસ ત્રાટકે છે. મારી પાસે ૧૫ થી ૯૦ વર્ષ સુધીના આવા દર્દી આવે છે, એમ ડૉ. મલ્હોત્રા કહે છે.

આપણાં હાડકાંને થયું છે શું? હકીકતમાં માનવ હાડકાં કુદરતમાં મળી આવતી સર્વાધિક મજબૂત ચીજોમાંની એક છે.એ પોલાદ અને કોંક્રીટ કરતાંય મજબૂત છે. રસપ્રદ અભ્યાસ કહે છે કે આજે આપણાં હાડકાંની ઘનતા આપણા પૂર્વજ એવા માનવના હાડકાંની ઘનતા કરતાં પચીસ કે પચાસ ટકા ઓછી છે. આવું શા કારણે થયું એ કોઈ નથી જાણતું. જો કે આજના માણસનો શારીરિક શ્રમ ઘણો ઘટી ગયો છે એવો સંસ્કૃતિનો વિકાસ એક કારણ હોઈ શકે છે, એમ એન્થ્રોપોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના ડિરેક્ટર વી. આર. રાવ કહે છે.

૧૯૯૦થી અત્યાર સુધીના સમયના અભ્યાસમાં જણાયું છે કે ડોકનો દુ:ખાવો, પીઠના નીચલા હિસ્સાનો દુ:ખાવો અને આર્થ્રાઈટિસ એ દુનિયામાં સર્વત્ર માણસને અપંગ બનાવી દેતાં ૧૦ મુખ્ય કારણોમાં સમાવેશ પામે છે.

બદલાતી અને બદલાયેલી જીવનશૈલી, કસરત અને યોગ્ય પોષક આહારનો અભાવ કામકાજની ઊડઝૂડિયા-અવૈજ્ઞાનિક ભાતના પરિણામે આર્થ્રાઇટિસના શિકાર સહેલાઈથી બનાય છે, એમ ડૉ. મલ્હોત્રા કહે છે. ભારત દુનિયાનો સૌથી વધુ યુવાનોવાળો એક દેશ હોવા છતાં વૃદ્ધોની સંખ્યા પણ દર ૧૨ વ્યક્તિએ એકની છે. ડિજનરેટિવ જોઈન્ટ ડિસિઝ (ડીજેડી)ના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. વય વધતાં કોઈને કોઈ પ્રકારનો આર્થ્રાઈટિસ આપણી પર ત્રાટકે જ છે. ડીજેડીના શિકાર યુવાનો પણ બને છે. એટલે જ ઘણા ભારતીય ક્રિકેટરો કેટલીય મેચ રમવાનું ગુમાવતા હોય છે. સ્પર્ધાત્મક રમતોમાં સ્નાયુઓનો વધુ પડતો ઉપયોગ, થાક અને વધુ પડતો પરસેવો થવાથી ડિહાઈડ્રેશનના પરિણામે ખેલાડીઓ વિવિધ પ્રકારની ઈજાનો ભોગ બને છે.

દેશમાં ૧૦ વર્ષથી ૨૪ વર્ષની વય વચ્ચેના યુવાનોની સંખ્યા ૩૫.૬ કરોડ જેટલી વિશાળ છે. એમાંના લગભગ ત્રણ કરોડ સ્થૂળકાય - વધુ વજનવાળા છે. એનો અર્થ કે ડીજેડી એમની પર સહેલાઈથી ત્રાટકી શકે છે.

ઈન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશન એવી ચેતવણી આપે છે કે ભારત જોઈન્ટ રિપ્લેસમેન્ટ શસ્ત્રક્રિયામાં દુનિયામાં ટોચનું સ્થાન મેળવે એની તૈયારીમાં છે. ૨૦૦૭ના વર્ષમાં આવી ૪૦૦૦૦ શસ્ત્રક્રિયા થયેલી, જે હવે વર્ષે એક લાખ થાય છે.

રૂમેટોઈડ આર્થ્રાઈટિસ (આરએ) બીજા ક્રમનો સૌથી વધુ સામાન્ય આર્થ્રાઇટિસ છે. એ કોઈને પણ, કોઈપણ વયે થઈ શકે છે. એના દરેક હુમલા સાથે દરદી વધુ દુખાવો, પીડા ચિંતા અને હતાશામાં ડૂબતો જાય છે. પુરુષો કરતાં સ્ત્રીઓને આરએ ત્રણ ગણી વધુ સંખ્યામાં થાય છે, એમ કોલકતાના રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાનના ઓર્થોપેડિક સર્જ્યન ડૉ. ગૌતમ બસુ કહે છે. ૧૫ વર્ષ પહેલાં ૧૫થી ૩૫ વર્ષ સુધીની વયના આરએનો ભાગ્યે જ કોઈ દર્દી મળતો. આજે એમની સંખ્યા ૧૦ ગણી વધી ગઈ છે. ૫૦ લાખ ભારતીયો આરએ સાથે જીવે છે, એમ વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (હુ)ની આગેવાની હેઠળ ભારતનાં ૧૨ સ્થળે ૫૫,૦૦૦ લોકોનું સર્વેક્ષણ કરનારા, પુણેના ડૉ. અરવિંદ ચોપડા કહે છે. વળી નાની વયે હૃદયના રોગો, બ્લડ પ્રેશર (બીપી), ડાયાબિટીસ અને નાની વયે મૃત્યુ સાથે પણ આરએની કડી છે.

આ હઠીલા રોગ અંગેની પડકારી ન શકાય એવી હકીકત એ છે કે એમાંના મોટાભાગના કેસોની સારવાર બિલકુલ જ નથી થતી કે આંશિક પ્રમાણમાં થાય છે. પેઈનકિલર દવાઓની બજાર દર વર્ષે ૧૬થી ૨૦ ટકા જેટલી વધતી જાય છે. પીઠના નીચલા હિસ્સાનો અને માથાનો દુ:ખાવો તથા આર્થ્રાઈટિસ ૩૦ ટકા જેટલા ભારતીયોને જીવનની મજા નથી લેવા દેતા. એ કારણે જ રોજિંદા ઘરકામ, અભ્યાસ કે વ્યવસાય-નોકરીના સ્થળે ઘણા કલાકો વેડફાય છે.

સંપૂર્ણ જોઈન્ટ રિપ્લેસમેન્ટ શસ્ત્રક્રિયા સહિત વિવિધ સારવાર ઉપલબ્ધ છે. નવાં નવાં સાધનો અને સારવારની નવી નવી ટેક્નિકો લગભગ રોજેરોજ ઉમેરાતાં જાય છે. આમ નિદાન-ચિકિત્સાની ઉપલબ્ધિમાં કોઈ ઓછપ નથી. એ ઘણી સરળ અને સલામત પણ બની ચૂકી છે. દર્દીના કોશો (ટિશ્યૂઝ) કુદરતી રીતે પણ વિકસવા દેવાય છે. પ્રમાણમાં ઓછી પીડા આપનાર વિસ્કો-સપ્લીમેન્ટેશન પ્રોસીજર નવીન છે. એમાં સાંધામાં પ્રવાહી પંપ કરાય છે, જે તરત કામચલાઉ રાહત આપે છે.

લંડનની કેનેડી ઇન્સ્ટ્ટિયૂટ ઓફ રૂમેટોલાજીમાં ૧૯૮૦ના દાયકાથી પ્રવૃત્ત પંજાબના લુધિયાણામાં જન્મેલા ડૉ. રવીન્દ્ર મૈની અને એમના સાથી ડૉ. માર્ક ફેલ્ડમાનના અથાગ પરિશ્રમે આ ક્ષેત્રે નવી આશા જગાડી છે. સાંધાના અને સાંધા સંબંધી રોગોમાં દુખાવા અને સોજાને તેઓ પરમાણુ સ્તરે સમજવા મથી રહ્યા છે. તેમણે એક દવા બનાવીને સારવારનો નવો યુગ શરૂ કર્યો છે. એ દવા સોજો લાવતા શક્તિશાળી સાયટોકિન, ટ્યુમર નેક્રોસિસ ફેક્ટર (ટીએનએફ) આલ્ફાને અટકાવે છે. એમના અભ્યાસે હવે આર્થ્રાઈટિસ અને સોજા લાવતી અન્ય તકલીફો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સૌથી વધુ મોટા આનંદના સમાચાર એ છે કે અત્યારે મહિને રૂા. ૭૦,૦૦૦નો ખર્ચ કરાવતી ઇન્ફિલક્સીમેબ (રેમિકાડે-આર)નો ઘણો જ સસ્તો દેશી અવતાર હવે ભારતમાં ઉપલબ્ધ થશે.

પીઠના દર્દ સામે લડી રહેલાઓ માટે પણ સારો સમય આવી રહ્યો છે. 'હુ'ના જણાવ્યા પ્રમાણે ૮૦ ટકા ભારતીયો જીવનમાં ક્યારે ને ક્યારેક તો પીઠના નીચલા હિસ્સામાં દુ:ખાવાનો અનુભવ કરે જ છે. નીતિજ અને અનુજ અરેન્જાએ ૨૦૧૦માં મુંબઈમાં કી સ્પાઈન ક્લિનિકની શરૂઆત કરી. પીઠના દુ:ખાવાનાં નિદાન અને ચિકિત્સા જેના કેન્દ્રમાં હોય એવી દેશની એ પહેલી અને એકમાત્ર ક્લિનિક છે. નીતિજ પોતે પીઠના દુ:ખાવાનો દર્દી રહી ચૂક્યો છે. સારવાર પણ એણે વિશ્ર્વભરમાં અભ્યાસ કરી વિકસાવી છે.

દેશ અને દુનિયામાં દુ:ખાવો, અસહ્ય દુ:ખાવો, હઠીલો દુ:ખાવો, વારંવાર ઉથલો મારતો દુ:ખાવો, ચિંતાજનક રોગચાળાનું રૂપ ધારણ કરતો જાય છે. એની પીડા અપાર હોય છે.

ચા-કૉફી પીનારાને હાડકાંની બીમારીનું વધુ જોખમ રહે છે.

એક્વા ઍરોબિક એક્સરસાઈઝ ઓસ્ટિઓઆથ્રાર્ર્ઈટિસમાં ખૂબ જ લાભદાયી પુરવાર થઈ રહી છે.

યોગ પીઠના હઠીલા દુ:ખાવામાં ઉમેરો કરે છે, એમ ઈંગ્લેન્ડની યોર્ક યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ કહે છે.

હળદર સોજા દૂર કરી દે છે, એમ એરિઝોના યુનિવર્સિટીના સંશોધકો કહે છે.

પીડાનો નકશો

૧૮ કરોડ ભારતીયો ્રઆર્થ્રાઈટિસથી પિડાય છે.

૮૦ ટકા ભારતીય શહેરીઓમાં વિટામિનોની ઊણપ છે, જે એમને હાડકાંના રોગોના શિકાર બનાવે છે.

૯૫ ટકા સ્ટરોઈડ ન હોય એવી સોજા શમાવતી (એનએસએઆઈડીએસ) દવાઓ લે છે.

માથું ૯૦ ટકા માથાના પ્રાથમિક દુ:ખાવા એવા હોય છે, જેને માટે તબીબી ચકાસણી કે દવા લેવાની જરૂર નથી પડતી

ખભું ૨૦ ટકા લોકો શોલ્ડર રિપ્લેસમેન્ટ શસ્ત્રક્રિયા કરાવે છે.

કોણી ૧૦ ટકા લોકો વારંવારની કામગીરીને કારણે કોણીના કે કોણી સુધીના સ્નાયુમાં નાના રપ્ચરથી પિડાય છે.

થાપાં લગભગ ૪,૪૦,૦૦૦ ભારતીય દર વર્ષે થાપાના ફ્રેક્ચરનો ભોગ બને છે. આ આંક ૨૦૨૦ સુધીમાં છ લાખ પર પહોંચશે.

ઘૂંટણ ઘૂંટણના ઑસ્ટીઓઆર્થ્રાઈટિસથી પીડાતા ભારતીયોની સંખ્યા દુનિયામાં બીજા ક્રમે છે.

એડી હાઈ હીલ્સ પહેરવાથી ઘૂંટણ પર પચીસ ટકા દબાણ વધુ આવે છે, જે ઓસ્ટિઓઆર્થ્રાઈટિસનું કારણ બની શકે છે.

ગળું ૭૫ ટકા પુખ્ય વયનાઓ અયોગ્ય રીતે ડોક રાખતા હોવાને કારણે ડોકના દુ:ખાવાથી પીડાય છે.

પીઠ ૯૯ ટકા લોકો જીવનમાં ઓછામાં ઓછી એક વાર પીઠમાં નીચેના ભાગમાં દુ:ખાવાનો અનુભવ કરે છે.

કાંડું એક તૃતીયાંસ કમ્પ્યુટર વાપરતાં લોકો અચાનક શરૂ થતાં કાંડાના દુખાવાનો શિકાર બને છે.

પીઠનો નીચલો હિસ્સો ૯૫ ટકા ડિસ્ક હર્નીએશનના કિસ્સા કરોડરજ્જુના નીચેના હિસ્સા-એલ૪, એલ૫, એલ૬, એસ૧માં બને છે.

ઘુંટી વધુ વજન ધરાવતા લોકોને માઈક્રો ફ્રેક્ચર કે ઘૂંટીનું ફ્રેક્ચર થવાનો સંભવ વધુ રહે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment