Saturday, 7 November 2015

[amdavadis4ever] મગજની તંદ ુરસ્તી મા ટે ઉપયોગી જડીબુટ્ટી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મગજ એ આપણા શરીરનું સૌથી વધુ મહત્ત્વનું અંગ છે. મગજ કામકરવાનું કે સંકેત આપવાનું બંધ કરી દે તો શરીર કોઈ કાર્ય ન કરી શકે. ઘણી વાર ઉંમર, ખરાબ આદતો, વ્યસન અને પોષક તત્ત્વોની ઊણપને કારણે યાદશક્તિ ઓછી થઈ જવા લાગે છે, ક્યારેક વળી બાળક ભણવામાં નબળું હોવાની ફરિયાદ વડીલો કરતા હોય છે. આ સમસ્યાનું નિવારણ જોઈતું હોય તો તમારે રોજિંદા જીવનમાં લેવાતા ખોરાકમાં જડીબુટ્ટીનો ઉપયોગ કરવાથી યાદશક્તિમાં વધારો થઈ શકે છેજડીબુટ્ટીનો કેવો કેટલો વપરાશ કરવો તે જાણીએ.

જટામાસી

જટામાસીમાં અનેક ગુણો છે. આને વાળ જેવા નાના તંતુ હોવાને કારણે તેને જટામાસી કહેવાય છે. મગજનો વિકાસ કરવા માટે સૌથી સારી દવા તરીકે જટામાસીનો ઉપયોગ થાય છે. રોજ એક ચમચી જટામાસીને એક કપ દૂધમાં ભેળવીને પીવાથી મગજ સર્તક બને છે.

બાહ્મી

બાહ્મી નામની જડીબુટ્ટી મગજ માટેનું ટોનિક કહેવાય છે. આ મગજને શાંતપાડે છે અને તેને ઠંડું રાખવામાં મદદ કરે છે, તેમ જ મગજને ચપળ બનાવે છેે. અડધી ચમચી પાઉડર અને મધને ગરમ પાણીમાં મેળવી પીવાથી મગજ સર્તક બને છે અને યાદશક્તિપણ વધે છે.

શંખપુષ્પી

શંખપુષ્પી મગજના વિકાસ ઉપરાંત યાદશક્તિ અને ગ્રહણ ક્ષમતા વધારવામાં મદદ કરે છે. તેમ જ મગજમાં રક્ત પરિભ્રમણ નિયમિત કરે છે. બાળકને ભણતરમાં આગળ વધવામાં મદદ કરે છે. અને મગજ સચેત કરવા માટે અડધી ચમચી શંખપુષ્પીને એક કપ ગરમ પાણી મેળવીને લેવી ફાયદાકારક ગણાય છે.

તજ

તજ ફક્ત ગરમ મસાલામાં જ ઉપયોગ માટે નથી, પરંતુ તે એક જડીબુટ્ટી પણ છે. મગજને સભાન-સચેત કરવા માટેની સારી દવા છે. રાતના સમયે ચપટી ભરીને તજ પાવડરને મધ સાથે લઈ સૂઈ જતા માનસિક તણાવ ઓછો થાય છે અને સક્રીયતા પણ આવે છે.

હળદર

હળદર મગજ માટે સૌથી લાભદાયી ગણાય છે. હળદર ખાવામાં સ્વાદ અને રંગ આપવાનું કામ નથી કરતી, એ મગજને પણ તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કરવામાં આવેલા સંશોધનથી જાણવા મળ્યું હતું કે હળદરમાં મળી આવેલા રાસાયણિક તત્ત્વ મગજની ઈજા પામેલી પેશીઓની સારવાર કરે છે અને નિયમિત રૂપે તેનું સેવન કરવાથી અલઝાઈમર જેવા રોગ થવાની શક્યતા ઘટે છે.

જાયફળ

મગજનો વિકાસ કરવામાં મદદરૂપ થવા જાયફળનો પણ ઉપયોગ થાય છે. જાયફળ ખાવાથી અલઝાઈમર જેવી બીમારી થતી નથી. તેમ જ તે યાદશક્તિમાં પણ વધારો કરે છે. જાયફળનો નિયમિત રૂપે વપરાશ કરવાથી માનસિક તણાવમાંથી પણ રાહત મળે છે.

અજમાનાપાન

અજમાના પાનમાં સુગંધ સિવાય શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. અજમાના પાનમાં મોટા પ્રમાણમાં એન્ટિ-ઓક્સિડેન્ટ હોવાથી તે મગજ માટે ઔષધિનું કામ કરે છે. 

તુલસી

તુલસી અનેક પ્રકારની બીમારીમાં દવા તરીકે ઉપયોગ કરાતો હોવાનું જગજાહેર છે જ. તુલસીના પાનમાં રહેલા શક્તિશાળી એન્ટિ ઑક્સિડેન્ટ હૃદય અને મગજમાં રક્તભ્રમણ નિયમિત કરે છે. તેમ જ ભૂલવાની અલઝાઈમર બીમારી થતી નથી.

કેસર

કેસર ખાવામાં તો વપરાય છે, પરંતુ કેસરમાં રહેલા તત્ત્વોથી ડિપ્રેશન અને અનિદ્રા દૂર કરવા માટેની દવાઓમાં પણ વાપરવામાં આવે છે. નિયમિતરૂપે કેસરનું સેવન કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે. 

મરી

મરીમાં રહેલા પેપરિન નામનું રસાયણ શરીરની અને મગજની પેશીઓને આરામ આપવાનું કામ કરે છે. ડિપ્રશનને દૂર કરવા માટે આ રસાયણ જાદુ જેવું કામ કરે છે. એટલે મગજને તંદુરસ્ત બનાવવા માટે મરીનો ઉપયોગ કરી શકાય.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment