Thursday, 5 November 2015

[amdavadis4ever] થિંક ટેન્ક કે ‘ બ્રેનડેડ?’ શૌરી, સિંહા અને શત્રુ ઘ્ન Manish Mehta

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



થિંક ટેન્ક કે ‘બ્રેનડેડ?’ શૌરી, સિંહા અને શત્રુઘ્ન
એક સમયે ભાજપની થિંક ટેન્ક ગણાતા અરુણ શૌરી આજકાલ નારાજ છે. અત્યારે એ ભાજપમાં નથી એટલે પક્ષવિરોધી બોલવા બદલ તેમને હાંકી નહિ કઢાય. પણ શૌરી ઘણા વખતે બોલ્યા છે. વાજપેયી અને અડવાણીના 'યુગ'માં શૌરી ઊપડ્યા નહોતા ઊપડતા પણ હવે શૌરીએ તલવાર તાણી છે. ભાજપ એટલે કોંગ્રેસ વત્તા કાઉ એવું વિચિત્ર સમીકરણ તેમણે આપ્યું અને પાર્ટી વિથ ડિફરન્સને બદલે પાર્ટીમાં રહેલા ઉચ્ચ કક્ષાના મતભેદનો તેમણે પરચો બતાવી દીધો. તેમણે વડાપ્રધાન કાર્યાલયની કામગીરી પર સીધા સવાલ ઉઠાવ્યા છે અને સૌથી નબળા પીએમઓનું લેબલ પણ મારી દીધું. બીજા શબ્દોમાં સમજો કે પીએમઓમાં માત્ર પીએમનું જ ચાલે છે બાકીના કોઇનું વજૂદ નથી. જોકે ભાજપે શૌરીની તલવાર સામે તરત જ મ્યાન ધરી દીધું અને ખુલાસો કરી દીધો કે શૌરી તો અત્યારે ભાજપના સભ્ય જ નથી. તેમણે તો પક્ષની મેમ્બરશિપ રિન્યુ જ નથી કરાવી. એક રીતે જોઇએ તો વધારે ગંભીર વાત તો એ કહેવાય કે શૌરી જેવા લોકોએ ભાજપને હવે ટાટા કહી દીધું છે.
શૌરીનો અવાજ જેટલો બુલંદ છે એટલો કદાચ યશવંત સિંહાનો અવાજ મજબૂત નથી પણ સૂર તો તેમનોય સરકારવિરોધી છે. તેમના પુત્ર ભલે સરકારમાં મંત્રી હોય પણ ભાજપના સિનિયરો પ્રત્યેના નરેન્દ્ર મોદીના વલણને કારણે આ ભૂતપૂર્વ નાણામંત્રી ખુશ નથી. થોડા મહિના પહેલાં તેમણે કહ્યું હતું કે ભાજપમાં 75 વર્ષથી વધુ ઉંમરના લોકો તો 26મી મે 2014થી બ્રેનડેડ થઇ ગયા છે. ભાજપમાં અડવાણી, મુરલી મનોહર જોશી અને કેશુભાઇ જેવાને માર્ગદર્શક મંડળમાં બેસાડી દેવાયા છે. શૌરી અને સિંહા જેવા લોકોને તો માર્ગદર્શક મંડળમાંય સ્થાન નથી મળ્યું. એક સમયે વાજપેયી જેવા પક્ષના ધુરંધર નેતાઓ શૌરી ભાજપમાં જોડાય તો પક્ષની શોભા વધે અને ગરિમા વધે એવું માનતા હતા. આજે શૌરી જેવા લોકો શોભાના ગાંઠિયા બની ગયા છે.
હાંસિયામાં ધકેલાઇ જવા ઉપરાંત શૌરી અને સિંહામાં બીજી બે સામ્યતા છે. આ મહિનામાં જ બંનેનો જન્મદિવસ છે. આવતીકાલે બીજી નવેમ્બરે શૌરીનો અને છઠ્ઠી નવેમ્બરે સિંહાનો જન્મદિવસ છે. ખેર, સમાનતા એક તો એ કે બંને ભારતની અર્થનીતિને બહુ સારી રીતે સમજે છે. શૌરી વર્લ્ડ બેંકમાં ઇકોનોમિસ્ટ અને પ્લાનિંગ કમિશનમાં એડવાઇઝર રહી ચૂક્યા છે. તો યશવંત સિંહા નાણામંત્રી હતા. બીજી સામ્યતા એ છે કે બંને સંઘના કુળના નથી. બંને માટે અત્યારે આ તેમની નબળાઇ છે. સંઘ મારફત તેમની ભાજપમાં એન્ટ્રી નથી થઇ એટલે કોરગ્રુપમાં તો ઠીક, પક્ષમાં ક્યાંય તેમને સ્થાન નથી મળ્યું. શૌરી અગાઉ પણ પક્ષમાં બળાપો ઠાલવી ચૂક્યા છે. રાજનાથસિંહ જ્યારે પક્ષપ્રમુખ હતા ત્યારે તેમણે એલિસ ઇન બ્લન્ડરલેન્ડ કહીને રાજનાથના વહીવટ વિશે સવાલો ઉઠાવ્યા હતા. પક્ષમાં આવો જ એક લઘુમતી અવાજ છે શોટગન શત્રુઘ્નનો. શોટગને પણ પક્ષ સામે બંદૂક તાકી છે, પણ બિહારની ચૂંટણી માથે છે એટલે તેના સામે કોઇ પગલાં લઇ શકાય તેમ નથી. શત્રુઘ્નને ભાજપે પ્રચારથી દૂર રાખ્યા છે એટલું જ નહિ, શત્રુઘ્ન માને છે કે જનતા દળ અને નીતિશનો વિજય થશે.
લાલબહાદુર શાસ્ત્રી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે કે કામરાજે કોંગ્રેસમાંથી વડીલોને હાંકી કાઢવા એક યોજના ઘડી હતી. પક્ષ અને સરકાર બંનેમાંથી સિનિયરોને રવાના કરી દેવાની એ યોજના કામરાજ પ્લાન તરીકે જાણીતી થઇ હતી. ભાજપનો જ્યારે ઉદય થઇ રહ્યો હતો ત્યારે વકીલો, પત્રકારો, પ્રોફેસરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વગેરે બૌદ્ધિક ગણાતા વર્ગના લોકો તેમાં જોડાતા ગયા. ધીમે ધીમે બૌદ્ધિકોની પાર્ટી ગણાવા માંડેલી આ પાર્ટીમાં અત્યારે જેલ અને હેલની ધારણા સરખી જ છે. એમ તો સજા કરવાના ખયાલમાં જ ધાર્મિક આધાર છે. આધુનિક કાનૂન વ્યવસ્થા અમલમાં આવી તે પહેલાંથી જ દુનિયાના તમામ ધર્મોમાં નરકની સજાની ધારણા હતી. બૌદ્ધિકોએ જ વિરોધનું બ્યૂગલ ફૂંક્યું છે. આવા એક નેતા છે સુબ્રમણ્યમ સ્વામી. ભલે તેઓ ભાજપમાં નથી પણ મોદીભક્તિ પછી હવે તેમને પણ ભ્રમનિરસન થઇ ગયું છે. નરેન્દ્ર મોદીએ ભાજપમાં નવા લોહીને સ્થાન આપવા વાજપેયીના જમાનાના ઘરડા બૌદ્ધિકોને ઠેકાણે પાડી દીધા છે. આ બધા એવા લોકો છે જે સિત્તેર વટાવી ચૂક્યા છે અને અમૃતપર્વ મનાવવાની તૈયારીમાં છે. પક્ષે તેમની ઉજવણી કરીને તેમને ફરજમુક્ત કરી દીધા છે. ભાજપમાં  બૌદ્ધિકોની નવી કેડર ઊભી થઇ ગઇ છે. બૌદ્ધિકો પણ કસ્ટમાઇઝ્ડ.
સિક્યોરિટીવાળાનો પિત્તો ગયો. તેણે કહ્યું કે વડીલ હું તમને ત્રણ દિવસથી કહું છું કે ડો. મનમોહનસિંઘ હવે વડાપ્રધાન નથી. તમને સમજ નથી પડતી?  પેલા વૃદ્ધે કહ્યું કે રોજ આ વાત સાંભળવાથી બહુ સારું લાગે છે. અરુણ શૌરીએ જ આ કિસ્સો મોદીના વખાણ માટે કહેલો. હવે ગયા અઠવાડિયે આ જ અરુણ શૌરીએ કહ્યું કે લોકો હવે મનમોહનસિંઘને ફરી યાદ કરવા માંડ્યા છે. મોદી સરકારને એક વર્ષ પૂરું થયું ત્યારે શૌરીએ કટાક્ષમાં કહ્યું હતું કે વાસણો ખખડવાનો અવાજ આવે છે પણ ક્યાંય ખાવાનું દેખાતું નથી. ભાજપમાં અંદરોઅંદર વાસણ ખખડવા માંડ્યાં છે. વિરોધની 'સોડમ' (લોકશાહીની એ ભવ્યતા છે મિત્રો) રસોડાની બહાર આવવા માંડી છે. પલભર મેં અમર, પલભર મેં ધૂંઆ. ફૈઝની આ પંકિત રાજકારણમાં રહેનારાએ યાદ રાખવા જેવી છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment