Tuesday, 3 November 2015

[amdavadis4ever] વિધાતાએ નસીબ માં લખ્યું તે બનવાનું જ છે ? Kanti Bhatt

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



- હોમરે સ્પષ્ટ કહેલું કે બુદ્ધિ તમને આડે રસ્તે ચઢાવે છે. તમારું હૃદય જ તમને સીધે રસ્તે લઈ જાય છે. તમારી ડેસ્ટિની અને હૃદય એક તાલમાં ચાલે છે. હોમરની વાત અફર છે કે માનવીએ ડેસ્ટિનીને આખરે સ્વીકારવી જ પડે છે.
 
Thy destiny is seeking after you
Therefore be at rest from
Seeking after it.
- અલી ઈબ્ન અબી તાલીબ
(7મી સદી)
તારું ભાગ્ય તને શોધતું શોધતું આવશે જ. માટે તું તેને શોધવામાં શક્તિ ન વેડફ.
 
આજે સામાન્ય માનવીથી માંડીને સેલિબ્રિટી સુધીના માણસે ડિગ્નિટી અને ડેસ્ટિની એ બે શબ્દોને સ્વીકારવા જ પડે. તમે જોયું હશે કે ટેલિવિઝનના કોમેન્ટેટરોથી માંડીને ફિલ્મસ્ટારો તેનો મોભો ઊંચો રાખવા-ડિગ્નિટી બતાવવા અવનવાં ડ્રેસ પહેરે છે, પરંતુ આવાં વસ્ત્રોથી ઢાંકેલ ડિગ્નિટીને મહાન ફિલસૂફ સિસેરો ધિક્કારતા. તે કહેતા કે વ્હોટ ઈઝ ડિગ્નિટી વિધાઉટ ઓનેસ્ટી? પ્રામાણિકતા વગરનાં વસ્ત્રોથી- બાહ્ય શોભાના ઠઠારાવાળી ડિગ્નિટી નકામી છે. કવિ ઈમર્સને કહેલું કે માણસે તેના મોભાને સાચવવાની ફિકર ન કરવી જોઈએ. ખરેખર તો તેની ડિગ્નિટી એવી હોવી જોઈએ કે તેના મોભાનું જ ડિગ્નિટી રક્ષણ કરે.
 
બીજો શબ્દ છે ડેસ્ટિની! ગુજરાતીમાં તેને વિધાતાના ખેલ કે નસીબના ખેલ કે ભાવિના નિર્માણમાં જે લખ્યું છે તે ડિગ્નિટી અને ડેસ્ટિનીની ચર્ચા કરતી વખતે બે પુસ્તકોનો આધાર લઈશું. (1) એક પુસ્તકનું નામ છે 'ઓર્ડર આઉટ ઓફ કેઓસ' (Order out of chaos). માનવીનો કુદરત સાથેનો સંવાદ! (Man's Dialogue with nature) તેના લેખક છે ડો. પિગો જાઈન ઈલ્યા. તે મૂળ રશિયાના ફિલસૂફ હતા. પછી ભાગીને બેલ્જિયમમાં વસ્યા. ત્યાં રસાયણશાસ્ત્રી બન્યા. તેનું આ પુસ્તક છે- ઓર્ડર આઉટ ઓફ કેઓસ, મેન્સ ડાયાલોગ વિથ નેચર.
 
આ પુસ્તકનું મથાળું થોડું અઘરું લાગે પણ તેમાં મારા, તમારા માટે, વેપારી માટે અને રાજકારણી માટે ઉપયોગી વાતો છે. વૈજ્ઞાનિક રીતે ડો. ઈલ્યા પુરવાર કરવા માગે છે કે આ જગતમાં સતત આંધાધૂંધી (કેઓસ) થયા કરવાની છે. છેલ્લાં 15 વર્ષથી હું અને તમે વાંચતા હોઇશું કે 'હવે ત્રીજું વિશ્વયુદ્ધ આજકાલમાં થશે, બધું જ અસ્તવ્યસ્ત થઈ જશે.' તમને પોતાને તમારા અંગત જીવનમાં અમુક ઘટના બને તેમાં તમારી ભૂલ કે પત્નીની ભૂલો-ભાઈ- પિતાની ભૂલથી બધું જ હાથથી વછૂટી જશે. તમે ઊખડી જશો... પણ જ્યારે તમને લાગે કે તમે હવે ક્યાંયના નથી રહ્યા ત્યારે જ પોઝિટિવ-રચનાત્મક કુદરતી પરિબળો એકાએક આવે છે અને વિધાતા બધું ઠીકઠાક કરે છે. શરત છે કે અસ્તવ્યસ્ત અવસ્થામાં તમારે મનોબળ મજબૂત રાખવું.
 
કાઠિયાવાડની ભાષામાં બધું ઘીને ઘડે ઘી પડી જ રહે છે- એ આખી અસ્તવ્યસ્તતાની હાલતમાં તમારે ઠંડે કલેજે કુદરતી રીતે વર્તન કરવું જોઈએ. બગડેલાને વધુ બગાડવું ન જોઈએ. પત્ની કે ભાઈઓ સાથેના સંબંધોને ટકાવી રાખવા જરૂરી છે. આજે પાકિસ્તાનને જુઓ. ત્યાં બળવા થયા, લશ્કરી રાજ આવ્યું-ગયું. બધા માનતા હતા કે પાકિસ્તાન અસ્તવ્યસ્ત થઈ જશે. ત્યાં વિશૃંખલતા અને દુર્વ્યવસ્થા તો છેલ્લે પાટલે હતી. ઓર્ડર આઉટ ઓફ કેઓસના પુસ્તકમાં જે અંગ્રેજી વાક્ય લખ્યું છે તે લખવું પડશે. પણ પાકિસ્તાનનો ધ્વંસ થયો નથી. તે સમજી ગયું છે કે ટેરરિઝમથી ભારતને હવે કનડવામાં સાર નથી.
 
ઈન ટુડેય્ઝ રિવોલ્યુશનરી વર્લ્ડ ઓફ ઈનસ્ટેબિલિટી, ડિસઈક્વીબ્રિયમ એન્ડ ટરબ્યુલન્સ- ધ મેજિક હેપન્સ. અવર ક્રિએટિવિટી ઈન્ક્રિઝીઝ... આજના આ પરિવર્તનમુખી જગતમાં- ક્રાન્તિકારી જગતમાં ઘણું અસ્થિર દેખાય છે. ઠેર ઠેર અસમતુલા લાગે છે. પાકિસ્તાન વેરવિખેર થઈ જશે. તેના પ્રાંતો છૂટા પડી જશે માત્ર બાંગ્લાદેશ તે કુદરતી હતું તે છૂટું પડ્યું. બાકી પાકિસ્તાન અકબંધ છે. અમસ્તા કાંઈ ભાગલા વખતે હિન્દુ-મુસ્લિમોના જાન કંઈ ફોગટ ગયા નથી. તમામ ઉકળાટ પછી કંઈક નવું સર્જાય છે. આમાંથી કંઈક નવું સર્જાશે. ભારતમાં તો રોજ રોજ નવું સર્જાયા કરે છે. મહાભારતનું યુદ્ધ પણ થઈ જાય. પણ ભૂતકાળમાં બધુ નષ્ટ થઈ નવું સર્જાયું છે. ભારત માટે પશ્ચિમના હાલી મળેલા નિષ્ણાતો માનતા હતા કે ભારતનાં દક્ષિણનાં રાજ્યો કેરળ, કર્ણાટક, તામિલનાડુ, તેલંગણ વગેરે છૂટાં પડી જશે. આસામ છૂટું પડી જશે. આમ થશે ને તેમ થશે પણ કંઈ ન થયું.
 
તમારા અંગત જીવનમાં અસ્તવ્યસ્તતા હોય ત્યારે બધું ઠીક થઈ જશે તેવી આશા રાખો અને એવી આશા ભારતના કરોડો લોકો રાખે તો એ શ્રદ્ધાનું બળ આપણને ભેગા રાખશે- રાખે છે. પણ દરમિયાન માણસે તેના કુદરતી
સ્વભાવ પ્રમાણે વર્તવું જોઈએ. પહેલાંનો ક્ષત્રિય-ક્ષત્રિય થઈને હંમેશાં યુદ્ધ કરવા તૈયાર રહેતો. હવે તેણે સામાજિક અને આર્થિક પરિબળો સામે સંઘર્ષ કરવો પડે છે. પણ ખરો ક્ષત્રિય તેમાં અપ્રામાણિક થતો નથી. ક્ષત્રિય કોઈ દિવસ વાણિયાવૃત્તિ રાખશે નહીં. એવું જ બ્રાહ્મણોનું છે. બ્રાહ્મણે બ્રાહ્મણ ધર્મ પાળવો જોઈએ. હવે બ્રાહ્મણો વેપારી બનવા માડ્યા છે. વેપારીવૃત્તિ અને રૂપિયા-આના- પાઈના સંબંધો ગણવા લાગ્યા છે. હું માનું છું કે બ્રાહ્મણે શિક્ષણ, કથાકાર, પત્રકારત્વ, લેખન વગેરે વ્યવસાયમાં માહેર રહેવું જોઈએ. આજે કોઈ પણ પોતાના મૂળ સ્વભાવ પ્રમાણે વર્તવા માગતા નથી. સાચું ને?
 
લગભગ સાડા ત્રણસો વર્ષ પહેલાં જન્મેલા ફ્રેંચ ફિલસૂફ, ચિંતક, રાજકારણી અને સમાજશાસ્ત્રી વોલ્તેયરે ફ્રેંચ ભાષામાં 'ડિક્શનેયર ફિલોસોફિક' નામનું પુસ્તક લખેલું. તેનો અનુવાદ થયો તે પુસ્તકનું નામ છે 'ડિક્શનરી ઓફ ફિલસૂફી.' તેમાં ભાવિના નિર્માણ અને વિધાતા વિશે વોલ્તેયરે સાફ સાફ વાતો લખી છે. તેમણે 'ડેસ્ટિની'ના વિષયને ચૂંથી નાખ્યો છે. તે ફિલસૂફ હતા છતાં ડેસ્ટિનીમાં માનતા. ઘણા લોકો ડેસ્ટિની અને જન્મકુંડળીના લેખ કે હસ્તરેખામાં લખેલી ઊંડી વાતો માને છે. પણ ડેસ્ટિનીનો ઊંડો અર્થ લઈએ તો માત્ર પ્રારબ્ધ નહીં પણ ડેસ્ટિની એટલે નિયતિ, ભવિતવ્યતા અને હોનહાર.
 
આ વિશ્વને જે ચલાવે છે તે દિવ્ય શક્તિએ તમારે માટે જે નિયત ર્ક્યું હોય તે, એટલે ડેસ્ટિની. ડેસ્ટિની અર્થાત્ ભવિતવ્ય હોય તે થવાનું જ છે, તેમાં મીનમેખ નથી તેવી વોલ્તેયરની વાતને કવિ હોમરે 8મી-9મી સદીમાં તેના મહાકાવ્ય 'ઈલિયડ'ની કથામાં સમર્થન આપ્યું છે. હોમરે સ્પષ્ટ કહેલું કે બુદ્ધિ તમને આડે રસ્તે ચઢાવે છે. તમારું હૃદય જ તમને સીધે રસ્તે લઈ જાય છે. તમારી ડેસ્ટિની અને હૃદય એક તાલમાં ચાલે છે. હોમરની વાત અફર છે કે માનવીએ તેની ડેસ્ટિનીને આખરે સ્વીકારવી જ પડે છે. ભગવાન રામે પણ વનવાસ જતી વખતે ભરતને કહેલું 'નિશ્ચય હી મેંને પૂર્વ જન્મ મેં કૂછ બૂરા કિયા હોગા. ઈસ લિયે વન જા રહા હૂં.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment