Tuesday, 3 November 2015

[amdavadis4ever] લિફ્ટમેન: મારી નિમણૂક લગભગ નક્ કી જ હતી પણ આશ્ ચર્ય અને આઘાતની વચ્ચે મેં જોયુ ં કે યાદીમાં મા રું નામ નહોતું Jaimin Dhamecha

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લિફ્ટમેન: મારી નિમણૂક લગભગ નક્કી જ હતી પણ આશ્ચર્ય અને આઘાતની વચ્ચે મેં જોયું કે યાદીમાં મારું નામ નહોતું

આ અગાઉ ઘણા લિફ્ટમેનને છાપાં વાંચતા જોયા હતા પણ પહેલીવાર મેં કોઇ લિફ્ટમેનને આટલી તલ્લીનતાથી પુસ્તક વાંચતા જોયો. મને એના પુસ્તકપ્રેમ પર માન થઇ ગયું. એણે મારી લિફ્ટમેન માટેની નીચી વિચારસરણીનો જાણે છેદ ઉડાવી દીધો હોય એવું લાગ્યું. એ કેટલું ભણ્યો હશે, આવી નોકરી કરવાની એને શું જરૂરિયાત હશે, ક્યાંય સરકારી ખાતામાં નોકરી નહીં મળી હોય-આવા અનેક સવાલોએ મને ઘેરી લીધો. આ બધાના જવાબ મેળવવા મેં એને નિરાંતે મળવાનું નક્કી કર્યું. પહેલાં તો એ સહેજ સંકોચાયો પણ પછી એણે મળવાની હા પાડી.

મારા જેવા માત્ર ડામરના સુંવાળા રસ્તા પર ચાલનારને એક લિફ્ટમેન સાથેની મુલાકાત જિંદગીના પથરાળ અને કાંટાળા રસ્તાનું જે સ્વરૂપ બતાવવાની હતી એ વિશે હું તદ્દન અજાણ જ હતો.

નિયત સમયે અને નિયત સ્થળે એ આવી પહોંચ્યો. થોડી ઘણી ઔપચારિક વાતચીત પછી હું મૂળ વાત પર આવ્યો. મેં એકસાથે ઘણા સવાલો પૂછી નાખ્યા. મારી એના વિશે જાણવાની આટલી ઉત્સુકતા જોઇને એને પણ જરા આશ્ચર્ય થયું. એણે કહેવાનું શરૂ કર્યું, 'મારું નામ વિશ્વેશ દેસાઇ છે, મેં ઇતિહાસમાં એમએ કર્યું છે...' જેમ જેમ એ એની જિંદગીનાં પાનાં ખોલતો જતો હતો એમ મારી આંખો વધુ ને વધુ આશ્ચર્યમાં પહોળી થતી જતી હતી. એણે વાત આગળ વધારી, '... મારા પપ્પા એક ખાનગી ઓફિસમાં નજીવા પગારે કામ કરતા હતા. ભરતી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવાના આશયથી જ મેં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન આર્ટ્સમાં કર્યું હતું. અનુસ્નાતક થવાના લાંબા સમય પછી પણ કોઇ ભરતીની જાહેરાત ન થઇ. એટલે અહીંની સ્થાનિક ખાનગી બેંકોમાં પણ ક્લાર્કની પોસ્ટ માટે તપાસ કરી જોઇ. પણ બધી જગ્યાએ લાયકાત કરતાં લાગવગની કિંમત વધારે જણાતી હતી. લાંબો સમય રાહ જોયા પછી મેં કેન્દ્ર સરકારના ઊંચા હોદ્દાની ભરતી પરીક્ષામાં ઝુકાવ્યું.'

ગુજરાતમાંથી આ જગ્યાના ઇન્ટરવ્યૂ માટે પસંદ થનારા માત્ર 12 વિદ્યાર્થીઓમાં મારું નામ પણ હતું. ઉચ્ચ અધિકારીનું સન્માનીય પદ ફક્ત એક કદમ જ દૂર હતું. ઇન્ટરવ્યૂમાં પુછાયેલા પ્રશ્નોનો સારી રીતે જવાબ આપી શક્યો હોવાથી મારો આત્મવિશ્વાસ વધુ દૃઢ હતો...

'... મારી નિમણૂક લગભગ નક્કી જ હતી પણ આશ્ચર્ય અને આઘાતની વચ્ચે મેં જોયું કે નવા નિમણૂક થયેલા ઉમેદવારોની યાદીમાં મારું નામ નહોતું, હું નિરાશ થઇ ગયો. આ આઘાતને લીધે મારા પપ્પાને પક્ષઘાતનો હુમલો આવ્યો.'

'ઘરને ચલાવવાની બધી જવાબદારી મારી પર આવી ગઇ. અને મેં પણ એને સહર્ષ સ્વીકારી લીધી. પછીથી એ ઇન્ટરવ્યૂની તપાસ કરાવી તો ખબર પડી કે મારું નામ માત્ર એક ગુણ માટે જ નીકળી ગયું હતું...'

 

'બસ, ત્યાર પછી છૂટક છૂટક નોકરીઓ અને ટ્યૂશનો કરી ગુજરાન ચાલે છે. જિંદગીના રસ્તા ઉપર ભૂતકાળની યાદોને હૃદયના એક ખૂણામાં ભરી ચાલ્યો જઉં છું. આ તો તમારી સાથે બે ક્ષણ...' એ વાક્ય પૂરું કરી ન શક્યો. એની આંખોના ખૂણા ભીના થઇ ચૂક્યા હતા. બસ, જાણે આંસુ ગાલ પર રેલાઇ જવાની જ વાર હતી.

એને મળ્યા પછી ઘરે જતી વખતે મારા મગજમાં એની જ વાતો જાણે ઘૂમ્યા કરતી હતી. વિશ્વેશની આપવીતીએ મારી ઊંઘ પણ ઉડાડી દીધી હતી. વિશ્વેશને મળ્યા પછી એવું લાગવા માંડ્યું કે સુખી-સંપન્ન, ભણેલા-ગણેલા અને વૈભવી જિંદગી જીવનારાઓની વચ્ચે એવા માણસો પણ જીવે છે જેમની પ્રતિભા આ બધા કરતાં કેટલાય ગણી હોવા છતાં પણ પરિસ્થિતિઓને લીધે એ ઘણી વખત પ્રકાશમાં નથી આવી શકતા.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment