Tuesday, 27 October 2015

[amdavadis4ever] ...પણ ઈશ્ર્વર મ ારી સંભાળ રાખશે!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક માણસ એકલે હાથે મોટું પરિવર્તન લાવી શકે? ચોક્કસ લાવી શકે, એવો જવાબ આપી દેવાય તો ખરો, પણ મન સાશંક રહે. જોકે એ શંકા દૂર કરી દેવી હોય તો સાઉથ કોરિયાના પાદરી લી જોન્ગ-રાકને મળવું પડે. તેઓ હમણાંની અવૉર્ડ વિનિંગ દસ્તાવેજી ફિલ્મ 'ડ્રોપ બોક્સ'ના નાયક છે. ફિલ્મ તેમના દેશ સાઉથ કોરિયામાં ત્યજી દેવાથી મૃત્યુની ભીંસમાં જઈ રહેલાં બાળકો-નવજાત શિશુઓ-ભૂલકાંઓને ઉગારી લેવાના તેમના બહાદુરીભર્યા પ્રયાસોની કથા આલેખે છે.

વર્ષ ૧૯૮૦ના મધ્યગાળામાં લીના ઘરે સેરેબ્રલ પાલ્સી જેવો ભયાનક રોગ અને અણઘડ-કઢંગો ચહેરો લઈને પુત્ર યુન-માન જન્મ્યો. લીએ પુત્રનો તબીબી ખર્ચ કાઢવા માટે પોતાનું ઘર અને ધંધો વેચી નાખ્યા અને પોતાના નાનકડા કુટુંબને હૉસ્પિટલમાં સ્થળાંતરિત કરી દીધું. 'ઈશ્ર્વરની કૃપા' કે 'ઈશ્ર્વરની મહેર'એવો નામનો અર્થ ધરાવતો યુન-માન એક જ મહિનો જીવશે એવું તબીબોએ કહી દીધું હતું, પણ દીકરો યુન-માન ખરા અર્થમાં ઈશ્ર્વરની કૃપા લઈને જ જન્મ્યો હશે તે પ્રારબ્ધ સામે ઝઝૂમ્યો, જીવ્યો અને આજે તે ૨૯ વર્ષનો છે અને સાઉથ કોરિયામાં પાટનગર સોલ ખાતે પોતાના ઘરમાં લી દ્વારા સંભાળ લેવાતા અન્ય અક્ષમ-અપંગ-ખાસ બાળકોની સાથે મજેથી જીવે છે.

એક શારીરિક રીતે અક્ષમ બાળકના પિતા તરીકે લીને અન્ય અનેક પંગુ-શારીરિક રીતે અક્ષમ બાળકોના પિતા બનવાની પ્રેરણા આપી હતી. સાઉથ કોરિયામાં દર વર્ષે જાહેર પ્રસાધન ગૃહો, કચરાના ડબ્બા, જાહેર બગીચા, શેરીઓ-ગલીઓમાં સેંકડો બાળકોને ત્યજી દેવામાં આવે છે. ફાધર લી આ બેબી-બૉક્સની પાછળનો નક્કર-મક્કમ-કરુણાવાન માણસ છે. ફાધર લીએ તેમના પ્રેસબિટેરિયન ચર્ચ-નિવાસની એક દીવાલમાં ગરમ કામળાથી આવરી લેવાયેલી દીવાલો ધરાવતું ખરા અર્થમાં બહુ મોટું એક બૉક્સ બનાવડાવ્યું છે, જેમાં હિટરની વ્યવસ્થા પણ છે. સરસ નરમ ગાદી છે. આ બૉક્સ ઘરની બહારથી અને અંદરથી ખૂલે છે. તેમાં સેન્સર ગોઠવાયેલા છે, જેથી તેમાં બાળક મૂકવામાં આવે કે તરત જ ફાધર લીને અથવા તેમના સ્ટાફને જાણ થઈ જાય. આ બેબી-બૉક્સ પર બાઈબલનું એક કથન લખ્યું છે જેનો અર્થ કઈંક આવોે થાય છે કે, 'મારા માતાપિતાએ તો મને ત્યજી દીધો છે, પણ ઈશ્ર્વર મારી સંભાળ રાખશે.' તેમના ચર્ચના બારણે ત્રીજું બાળક મુકાયા બાદ તેમણે આવા મૂકી જવાયેલા બાળકની ભારે ઠંડીમાં રક્ષા થાય એ માટે ૨૦૦૯માં આવું બેબી-બૉક્સ બનાવ્યું હતું.

જોકે, ફાધર લીએ આ બોક્સનો વપરાશ

નહીં થાય એમ જ માન્યું હતું, પરંતુ લીએ આ બૉક્સ દ્વારા અત્યાર સુધીમાં ૬૫૨ બાળકો મેળવ્યાં છે. લી અને તેમનાં પત્ની તેમાંના ૧૯ બાળકોના વાલી-ગાર્ડિયન છે. જોકે આ બધામાંના બે બાળકો તેમના પોતાના છે! આ બાળકોની સરખી સારસંભાળ લેવામાં આવે એ આશયથી લીએ મદદ માટે નાનકડો સ્ટાફ રાખ્યો છે. તેઓ બધા મળીને બાળકોને પ્રેમાળ કુટુંબ મળે-દયા-કરુણા ધરાવતાં માતાપિતા મળે એ માટે સતત પ્રયત્નશીલ રહે છે. લગભગ દરરોજ આ બૉક્સમાં એક બાળક આવે છે. મહિને લગભગ ૨૫ બાળક એમને મળે છે. તેમણે તેમના અનાથઆશ્રમને 'જુસારંગ' નામ આપ્યું છે તેનો અર્થ થાય છે, 'ઈશ્ર્વરપ્રેમ' અથવા 'ઈશ્ર્વરની કરુણા'. અહીંનાં બાળકોમાં જાતજાતની વિકૃતિ-અક્ષમતા છે, પણ આ તમામ બાળકો, તમામ નવજાત શિશુઓમાં એક જ વાત સમાન હતી કે તે બધાં જ વણજોઈતાં હતાં- અનવૉન્ટેડ... પણ ફાધર લીની નજરે એ તમામ બાળકો 'પરફેક્ટ' છે. લી પોતાના ડિસએબલ્ડ બાળકની સારસંભાળ લેતા હતા તે સાથે જ તેઓ હૉસ્પિટલમાં અન્ય સિંગલ માતાઓ, જેમને તેમનું સંતાન નહોતું જોઈતું તેમને પણ મદદ કરતા હતા. એ વખતે માતાઓને એવું લાગતું હતું કે તેમનું સંતાન ગલીમાં રઝળીને મરી જાય એના કરતા લી પાસે સલામત રહેશે. આ બાબતે લીએ એક ટ્રાન્સલેટરની મદદથી વૉશિંગ્ટન ડી. સી.માં 'ધ ડૅલી સિગ્નલ' નામના અખબારને કહ્યું હતું કે, "આ કંઈ આખરી કે આદર્શ ઉકેલ તો નથી જ, પણ હાલ તરત તો અમે એ તરછોડાયેલા જીવનને ઉગારી લેવા માટે જે કંઈ કરી રહ્યા છીએ એ સારું જ છે.

યુનિવર્સિટી ઑફ સધર્ન દક્ષિણ કોલિફોર્નિયાનો ફિલ્મ મેકિંગનો વિદ્યાર્થી બ્રાયન આઈવીએ લોસ એન્જેલિસ ટાઈમ્સમાં ફાધર લીની વાત વાંચીને તેમની દસ્તાવેજી ફિલ્મ બનાવવા પ્રેરિત થયો. તેણે અદ્ભુત ફિલ્મ બનાવી, અવૉર્ડ મેળવ્યો. બ્રાયન વૉશિંગ્ટન ડી. સી.માં ફિલ્મના પ્રચાર માટે આવ્યો ત્યારે તેણે અખબારો સાથે વાત કરતા ફિલ્મ સર્જન વિશે કહ્યું હતું કે, "હું એ શોધવા માગતો હતો કે આ માણસમાં આટલો બધો પ્રેમ આવે છે ક્યાંથી? ઉપરાંત આ યુવાન ફિલ્મસર્જક લી વિશેની આ ફિલ્મને પોતાને માટે હૉલીવૂડના પ્રવેશની ગોલ્ડન ટિકિટ ગણતો હોવાનું કબૂલ કરે છે. ફાધર લીના પ્રેમ અને કરુણાએ 'કેલિફોર્નિયાના ૨૪ વર્ષના શ્રીમંત હતાશ છોકરા'ને તેમના પર દસ્તાવેજી ફિલ્મ બનાવવા આકર્ષ્યો અને ફિલ્મ બનવાની પ્રક્રિયા દરમિયાન પ્રારબ્ધે કરવું તે તેનું જીવન પલટાઈ ગયું. 

બ્રાયન આઈવી બિસ્તરા-પોટલાં બાંધીને દસ દોસ્તોના જૂથ સાથે ૫,૦૦૦ માઈલની સફર કરી લી અને તેમના અનાથઆશ્રમની ફિલ્મ બનાવવા તેમના ગામે પહોંચી ગયો. દુભાષિયાની મદદ વિના તો એક પગલું ભરી શકાય એમ નહોતું. આઈવી અને લી એ સિવાય વાતચીત કરી જ શકે એમ નહોતા. તેમ છતાં તે બેઉ એક કુટુંબની જેમ સાથે રહ્યા. લંચ અને ડિનર મૌન વાતાવરણમાં જ આટોપી લેવાતું કારણ કે ત્યારે દુભાષિયો હાજર નહોતો રહેતો. આઈવી ધાર્મિક નહોતો. પણ લીની સાથે તેનો જીવન-પ્રવાસ જેટલો ચાલ્યો એટલામાં બ્રાયન આઈવીને ઈશ્ર્વરનો અનુભવ થયો. આઈવી ધાર્મિક બન્યો. એ કહે છે, "હું બહુ મોટો, ખ્યાતનામ બનવા માગતો હતો. દેખીતી રીતે જ ઈશ્ર્વરે એ બધું બદલી નાખ્યું. હું અમેરિકા પાછો આવ્યો અને ક્રિશ્ર્ચિયન બન્યો. મેં એ ચેતના-એ દૈવી તત્ત્વ મેં આ માણસમાં જોયું હતું. બાળકો માટે આ માણસે કેવી રીતે બધું ત્યાગી દીધું, તમામ ઈચ્છા-અપેક્ષા-કર્મનું બલિદાન આપ્યું છે એ મેં જોયું.

અહીંથી બ્રાયન આઈવી પ્રખ્યાત બનવાનું સ્વપ્ન ભૂલી ગયો છે અને ફાધર લી જોન્ગ-રાકનું કાર્ય અવિરત ચાલી રહ્યું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment