Thursday, 29 October 2015

[amdavadis4ever] મારા વસુદેવ મથુ રામાં છે અને...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ડોક્ટરે ખૂબ પ્રયત્ન કર્યા પણ તેમને નિષ્ફળતા જ મળી. કેમોથેરેપીની ટ્રીટમેન્ટ ચાલુ જ હતી, પણ કૃતિકાનો રોગ વકર્યો અને ડોક્ટરને નિષ્ફળતા મળી, નહીં તો યુવાવસ્થાએ અને આ રોગના બીજા તબક્કામાં રોગી ઘણી વાર ઊગરી જાય છે. 

એકવીસ વર્ષની પોતાની વ્હાલસોયી દીકરીને ગુમાવતાં કૃતિકાની માતા હર્ષિદાબેન શોકસાગરમાં ડૂબી ગયાં. હર્ષિદાબેનની હતાશા માનસિક વલોપાતમાં પ્રગટ થઈ જતી હતી. એક તરફ યુવા દીકરીનું નિધન અને પત્ની હર્ષિદાની રુગ્ણ મનોદશામાં પોતે શું કરવું તે ગિરધરલાલને સમજાતું નહીં. કૃતિકાના નિધનને દોઢ મહિનો વીતી ગયો, પણ કાળનો ઘા માતા-પિતાથી ઝીરવાતો ન હતો. ગિરધરલાલ પોતાના જ્વેલરીના શૉ રૂમમાં જતા પણ ધંધામાંથી જાણે મન ઊઠી ગયું હતું.

તેવામાં હર્ષિદાબેનને હૃદયરોગનો હુમલો આવ્યો, જાણે પોતાનાં સાતે વહાણ ડૂબી ગયાં હોય એવી સ્થિતિ ગિરધરલાલ અનુભવી રહ્યા. ત્રણ અઠવાડિયે હર્ષિદાબેન સ્વસ્થ થયાં. 

ગિરધરલાલના મિત્ર ડૉ. શ્રીકાંત દેસાઈએ બેબાકળા બની ગયેલા પોતાના મિત્રને સમજાવતાં કહ્યું: 'જો ગિરધર, તારે તો હિંમત રાખવી જ પડે. હું જાણું છું કૃતિકાના નિધનનો કેવો ઘા લાગ્યો છે, પણ જો તું જ પડી ભાંગશે તો હર્ષિદાભાભીને કોણ હિંમત આપશે?'

'શ્રીકાંત, હું કયા મોંએ હર્ષિદાને ધીરજ બંધાવું? ઘરમાં અને દુકાનમાં મને સતત કૃતિકાના ભણકારા સંભળાય છે.'

'ગિરધર, મારું કહ્યું માન. થોડા દિવસ તું અને હર્ષિદાભાભી કશેક ફરી આવો. જરા મન હળવું થશે. બોલ, તું કહે ત્યાં જવાની વ્યવસ્થા કરી આપું.' ડૉ. શ્રીકાંતે કહ્યું. 

'શ્રીકાંત હવે દિવાળી માથે છે. પછી લગનગાળો શરૂ થશે. તે વખતે હું કોના ભરોસે ધંધો મૂકીને જઉં? માણસો તો છે, પણ પોતાનું કોઈ જોઈએને? હમણાં જ મેં કૃતિકા માટે કેબિન તૈયાર કરી. એ કહેતી હતી પપ્પા, હું તો તમારા બિઝનેસમાં જ જોડાઈશ.' આટલું બોલતાં ગિરધરલાલને ગળે ડૂમો ભરાઈ આવ્યો. 

થોડીક સ્વસ્થતા કેળવીને ગિરધરલાલે કહ્યું: 'મારી એકની એક વ્હાલસોયી દીકરી આમ અચાનક...' આટલું બોલતાં ફરી બાળકની પેઠે ડૂસકાં દઈને રડવા લાગ્યા. 

'જો ગિરધર, તારી વેદના હું સમજું છું, પણ હર્ષિદાભાભીની હાલત તો જો. કૃતિકાની ખોટ તો સાલે જ. હવે તારે જ હિંમત રાખવી પડે.' શ્રીકાંતે મિત્ર ગિરધરલાલની પીઠ પસવારતાં કહ્યું.

'પણ... આ ધંધો કોને ભરોસે મૂકું?' ગિરધરલાલે પૂછ્યું. 

'ગિરધર, તું ચિંતા ન કર, મારા ભાઈનો દીકરો છે યતીન. હું એને દુકાનમાં બેસાડીશ. એ ઘણો વિવેકી અને વિશ્ર્વાસુ છે. વળી એણે હમણાં જ એમ.બી.એ. પૂરું કર્યું છે.'

આખરે ગિરધરલાલ અને હર્ષિદાબેને ગોકુળ-વૃંદાવન અને મથુરાની યાત્રા કરવા જવાનું નક્કી કર્યું.

હર્ષિદાબેન સતત પ્રભુસ્મરણ કર્યા કરે. જે મંંદિરમાં પગ મૂકે તરત જ કૃતિકાના સ્મરણાર્થે પૂજા-પાઠ કરાવે. એક જ રટણ: 'મારી દીકરીના આત્માને શાંતિ મળે. બીજું તો હવે હું શું કરી શકું? હે ભગવાન, મારી ગોદ સૂની થઈ ગઈ. હે પ્રભુ, તારે શરણે છું.' સતત પ્રાર્થના કર્યા કરે. ગિરધરલાલ... પત્નીની પ્રાર્થનામાં સૂર પુરાવી થોડી હિંમત એકઠી કરી લે.

મથુરામાં શ્રીકૃષ્ણજન્મનું સ્થળ જોઈને બદરીનાથના મંદિરે જામેેલી ભીડમાં માંડમાંડ દર્શન કરીને હર્ષિદાબેન અને ગિરધરલાલ ચંપલ મૂકવાના સ્ટેન્ડ પાસે ઊભાં હતાં, ત્યાં જ એક પંદર વર્ષની છોકરી દોડતી દોડતી આવીને હર્ષિદાબેનની પડખે ભરાઈ ગઈ અને બોલવા લાગી: 'માં, માં મુુઝે બચાવો. મેરા બાપ મુઝે માર ડાલેગા...' સાંજના લગભગ ચાર વાગ્યા હશે. 

હર્ષિદાબેન અને ગિરધરલાલે જોયું તો ચાલીસ વર્ષનો એક આધેડ ગામઠી પુરુષ હાથમાં મોટો સળિયો લઈને આ છોકરીને મારવા આવી રહ્યો હતો. 

હર્ષિદાબેનની પડખે લપાયેલી છોકરીનો હાથ ખેંચતાં તે બોલ્યો: 'મેરા કહાં નહીં માનેગી તો તુઝે માર ડાલૂંગા...' 

'બાબા મુઝે મત મારો. મુઝે ઉસ શેઠ કે પાસ મત ભેજો...' પેલી છોકરી રડતાં રડતાં બે હાથ જોડીને કહેવા લાગી. હાથમાં રાખેલો ગરમ સળિયો છોકરીના ગળે ચાંપતાં તે બોલ્યો: 'કૈસે નહીં જાયેગી. તુઝે જાના હી પડેગા! 

'બાબા, વો શેઠ ખરાબ હૈ... કલ રાત ઉસને મુઝે બહુત સતાયા...' એવું બોલતાં એના ગળા પર પડેલા લાલ ચાઠાં એણે બતાવ્યા. પેલી છોકરી હાથ જોડીને પિતાને કરગરતી રહી... 'બાબા, મૈં ઉસ શેઠે કે પાસ નહીં જાઉંગી.'

ગિરધરલાલે મધ્યસ્થી કરતાં પેલા પુરુષનો હાથ પકડ્યો ને બોલ્યા: 'તુમ કૈસે બાપ હો? યે ફૂલ જૈસી બિટિયાં કો નિર્દયતા સે મારતે હો, કોઈ શેઠ કે પાસ ભેજ દેતે હો? શર્મ નહીં આતી તુમ્હેં?'

'શેઠ, તુમ્હેં ઈસસે ક્યા મતલબ? મૈં કુછ ભી કરું,' પેલા પુરુષે ડોળા કાઢતાં કહ્યું. 

'તુમ ઈસ તરહ લડકી કો માર નહીં સકતે,' હર્ષિદાબેને કહ્યું. 

'માજી, વો શેઠને મેરે પે બહુત ઉપકાર કિયે હૈ. મેરા કર્ઝ વો મિટાને વાલા હૈ...' આધેડ પુરુષે કહ્યું 

'મગર, તુમ્હારી લડકી કી ઈઝઝત સે વો ખેલતા હૈ, તું બાપ હો કર યે સમજ નહીં સકતે ઐસે નરાધમ કે પાસ અપની લડકી કો ભેજ રહે હો?' હર્ષિદાબેને કહ્યું. 

'વો શેઠને મુઝે પંદરા હઝાર રૂપયે નગદ દિયે હૈ. અબ યે લડકી ઉસકી અમાનત હૈ...'

'એટલે, તેં તારી છોકરીને પંદર હજારમાં વેચી નાખી ખરું ને. તને શરમ ન આવી?' ગિરધરલાલે ઊંચા અવાજે કહ્યું.-

પછી પેલી છોકરીના માથે હાથ ફેરવતાં કહ્યું: 'બેટા, ક્યા નામ હૈ તેરા?'

'બેટા, હમારે સાથ હમારે ઘર ચલેગી? વહાં તુઝે કોઈ નહીં સતાયેગા. મૈં તેરી માં ઔર તૂ મેરી બિટિયાં...' હર્ષિદાબેને ભાવભીના સ્વરે કહ્યું. 

ડૂબતાંને તરણું મળે તેમ લક્ષ્મી... હર્ષિદાબેનના ચરણે ઢળી પડી. 

પેલો પુરુષ હજુ પણ હાથમાં ધગધગતો સળિયો રાખીને આંખમાંંથી અંગારા નાખતો ઊભો હતો. 

ગિરધરલાલે પરિસ્થિતિને તાગી લેતાં કહ્યું: 'ભાઈ, વો શેઠને તુઝે પંદરા હઝાર દિયે હૈ, મૈં તુઝે પચીસ હજાર દેતા હૂં. યે બિટિયાં મુઝે સૌંપ દે. મૈં ઉસે પઢા-લિખાકર આગે બઢાઉંગા...'

પેલા આધેડ પુરુષની આંખમાં ચમક આવી. એ મનોમન વિચારી રહ્યો: 'પંદરા કે બદલે પચ્ચીસ હઝાર મિલેંગે. યે સૌદા બૂરા નહીં. મુઝે ક્યા ફરક પડતા હૈ, લક્ષ્મી કિસ કે પાસ જાયે. વો શેઠ કે પાસ યા,/યે શેઠ કે પાસ?' એણે ગણતરી કરીને કહ્યું: 'શેઠ, મુઝે એકસાથ પચીસ હઝાર ચાહિયે. ઔર બાદ મૈં પુલિસ કા કોઈ ઝંઝટ નહીં હોના ચાહિયે સમજે?'

'મૈં લડકી ખરીદ નહીં રહા હૂં. મૈં લડકી કો દત્તક લે રહા હૂં. ગોદ લે રહા હૂં... સમજા? મૈં પુલિસ મેં કંપલેન નહીં કરુંગા. મગર બિટિયાં કો ગોદ લેને કી કાનૂની કાર્યવાહી કરની પડેગી. તુઝે સરકારી કાગઝ પે સહી કરની પડેગી યા અંગૂઠા લગાના પડેગા. ફિર બિટિયાં હમારી. તેરા ઉસ પે કોઈ અધિકાર નહીં રહેગા સમજા?' ગિરધરલાલે સ્પષ્ટતા કરતાં કહ્યું.

'ઔર... હમ હમારી લક્ષ્મી બિટિયાં કો પૂરે સન્માન કે સાથ બંબઈ હમારે ઘર લે જાયેંગે.' હર્ષિદાબેને કહ્યું. મંદિરના ઓટલે બધા બેસી ગયા. લક્ષ્મીએ હર્ષિદાબેનનો હાથ જોરથી પકડી રાખ્યો હતો. 

પેલા આધેડ પુરુષના હૈયે પિતૃવત્સલ ઝરણું ફૂટી નીકળ્યું. એણે સળિયો ફેંકી દીધો અને ગિરધરલાલને પગે પડતાં બોલ્યો: 'શેઠ, મૈં બહુત બડા પાપ કરને જા રહા થા. મગર... તુમને મુઝે બચા લિયા. મુઝે માલૂમ થા વો શેઠ હૈવાન હૈ, વો મેરી લડકી કા દૂસરી જગહ સોદા કરનેવાલા થા. મૈં ભી કૈસા ઝલીલ બાપ હૂં જો અપની હી બેટી કા સૌદા કરને ચલા થા.'

ગિરધરલાલે પગે પડેલા પેલા આધેડ પુરુષને બે હાથ વડે ઝાલીને ઊભો કર્યો પછી વત્સલભાવે કહ્યું: 'ભઈ... ગરીબી કે ખપ્પર મેં તૂં અપની હી બિટિયાં કા સૌદા કરને જા રહા થા? યે તો ઘોર પાપ હૈ ઔર કાનૂનન ભી ગલત હૈ.'

હજુ પેલા પુરુષની આંખો જમીનમાં ખોડાયેલી હતી. પશ્ર્ચાત્તાપના ભારથી તે નિરુત્તર બની ગયો હતો. થોડી વારે લક્ષ્મી બોલી: 'બાબા મુઝે વો શેઠ કે પાસ મત ભેજો. મૈં તો તુમ્હારે સાથ રહૂંગી. ગાંવ કી સ્કૂલમેં અચ્છી પઢાઈ કરુંગી... ઔર તુમ્હારી સેવા કરુંગી...'

'દેખ, તેરી બેટી... કિતની સરલ ઔર ભોલી હૈ,' ગિરધરલાલે કહ્યું.

'તુમ્હારે ઘર મેં ઔર કોન કોન હૈ?' હર્ષિદાબેને પૂછ્યું. 'માજી... મેરી બીબી થી, અભી આઠ મહિને પહેલે હી પિલિયામેં ચલ બસી. હમ ખેતી કરતે હૈ, મગર કર્ઝ મેં ડૂબે હૈ. યહાં ઔર કોઈ કામ નહીં હૈ... કર્ઝ ચુકાને કે લિયે હી મૈંને ઉસ શેઠ સે પંદરા હઝાર રૂપયે લિયે થે. મેરી હી બિટિયાં કા મૈંને સોદા કિયા થા...' આટલું બોલતાં પુરુષ જેવો એ પુરુષ રડી પડ્યો. 

'ભાઈ, ઔર કોઈ સંતાન નહીં હૈ?' ગિરધરલાલે પૂછ્યું. 

'એક બેટા હૈ બીસ સાલકા. ગલત રાસ્તે પે ચડ ગયા. માર-પીટ કે મામલે મેં પુલિસને ઉસે લોકઅપ મેં ડાલ દિયા...' પેલા પુરુષે અકળાતા કહ્યું. 

'તુમ્હારા નામ ક્યા હૈ?' ગિરધરલાલે પૂછ્યું. 'હમારા નામ ધરમસિંહ યાદવ. મગર... ધરમ તો કુછ બચા નહીં. દેખો બિટિયાં કી ક્યા હાલત બના દી? હાં... કિસનજી કી કૃપા સે 'યાદવ' કહલાતે હૈ...' લક્ષ્મીના બાપે કહ્યું.

'તો ધરમસિંહ, યૂં સમજો બંબઈ સે ગિરધરલાલ શેઠ આયે હૈ. અપની ઈસ બિટિયાં કો લેને કે લિયે.' ગિરધરલાલે લક્ષ્મીના માથે હાથ મૂકતાં કહ્યું. 

મથુરામાં આવેલા બદરીનાથ મંદિરના ઓટલે મળેલી આ લક્ષ્મી દીકરી ઈશ્ર્વરની ભેટ છે, એમ માનીને ગિરધરલાલે અને હર્ષિદાબેને ધરમસિંહ યાદવની દીકરી લક્ષ્મીને દત્તક લઈ લીધી. 

દત્તક વિધિ માટેની કાનૂની કાર્યવાહી કરવા માટે ગિરધરલાલ અને હર્ષિદાબેન મથુરાની હોટેલમાં સાત દિવસ વધુ રોકાયાં. ધરમસિંહનું ઝૂંપડું પણ જોયું. લક્ષ્મીના પિતા ધરમસિંહને કરજ ચૂકવવા માટે વીસ હજાર રૂપિયા રોકડા આપ્યા. બાકીના પાંચ હજાર રૂપિયા ધરમસિંહના હાથમાં મૂકતાં કહ્યું: 'આ લક્ષ્મીના પગલે મારા ઘરમાં સોનાનો સૂરજ ઊગશે. મારી મૃત દીકરી કૃતિકા જાણે અમને લક્ષ્મી સ્વરૂપે પાછી મળી છે.'

લાલ ચણિયા-ચોળી પર લાલ ચૂંદડી ઓઢીને લક્ષ્મી મુંબઈ આવવા માટે ટ્રેનમાં બેઠી. પિતાથી વિખૂટા પડતાં તેનું હૈયું ભરાઈ આવ્યું, પણ... હિંમત રાખતાં બોલી): 

'બાબા, મૈં પઢ લિખકર... નેક ઈન્સાન બનૂંગી. મૈં તુમ્હેં મિલને ઝરૂર આઉંગી.'

બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર પગ મૂકતાં જ જાણે સ્વપ્નનગરીમાં રાજકુમારી ડગલાં માંડે એમ લક્ષ્મી માતા હર્ષિદાનો હાથ પકડીને ચાલતી હતી. 

હર્ષિદાબેન અને ગિરધરલાલના જીવનમાં નવો સુખનો સૂરજ ઊગ્યો: 'હવે આ જ મારી કૃતિકા...'

ઉપરની ઘટનાને આજે પંદર વર્ષ થઈ ગયાં. ગામડામાં આઠ ચોપડી ભણેલી લક્ષ્મીને ગિરધરલાલે સારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું. એસ.એસ.સી. પાસ થયા પછી એને કોલેજનો અભ્યાસ કરાવ્યો. 

કૃતિકાની કેબિનમાં કૃતિકાના ફોટાને હાર ચઢાવતાં લક્ષ્મી રોજ નતમસ્તક થાય છે. આવાં પ્રેમાળ પાલક માતા-પિતા પામીને મારું જીવન ધન્ય થઈ ગયું. આજે લક્ષ્મી પિતા ગિરધરલાલને વ્યવસાયમાં મદદ કરે છે. વર્ષમાં એક વાર મથુરા જઈને પિતા ધરમસિંહને પણ મળે છે. હવે તેના ભાઈ પણ ધંધે લાગી ગયો છે. પિતાનું કરજ છૂટી ગયું છે. 

લક્ષ્મી સગર્વ કહે છે: મારા પાલક માતા-પિતાએ મારું જીવન ઉજાળ્યું છે. મારા વસુદેવ મથુરામાં છે અને મારાં નંદબાબા મુંબઈમાં છે.

ડૉ. શ્રીકાંત દેસાઈના નાના પુત્ર દીપક સાથે લક્ષ્મીનાં લગ્ન લેવાયાં ત્યારે ક્ધયાવિદાય વખતે આઠ આંખો ભીની થઈ ગઈ. લક્ષ્મીના પાલક માતા-પિતાની, પિતા ધરમસિંહની અને તેના ભાઈ અશોકની.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment