Saturday, 24 October 2015

[amdavadis4ever] ઉત્સવ અન ે તહેવારો માં વપરાતી પંચ ખા દ્ય સામગ ્રીમાં છુ પાયેલ પૌ ષ્ટિકગુણો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




ગણેશ ઉત્સવમાં પૂજા-આરતી બાદ ભક્તોને હાથમાં ચમચો ભરીને પ્રસાદ આપવામાં આવે છે. જે 'પંચખાદ્ય' મરાઠીમાં તે 'ખીરાપત'ના નામે ઓળખાય છે. જેમાં સૂકું કોપરું, ખારેક, ખસખસ, બદામ અને ખડી સાકર જેવી પાંચ પૌષ્ટિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેક તેમાં કિસમિસનો ઉપયોગ પણ કરવામાં આવે છે. 

આરતી પહેલાં બાળકોમાં આજે પ્રસાદમાં શું હશે તેની ઈંતેજારી જોવા મળે છે. પેંડા, બરફી, લાડુ, કોપરાપાક, પતાસા, રેવડી જેવા અનેક પદાર્થની પ્રસાદમાં હાજરી જોવા મળે છે. દરેકનો સ્વાદ જીભને પસંદ હોવાથી તેનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે. ફળને કાપ્યા બાદ વધુ સમય રાખવાથી કાળા પડી જતા હોય છે. 'પંચખાદ્ય' કે 'ખીરાપત'નો એક વખત સ્વાદ માણ્યા બાદ, વધુ ખાવાનું મન રોકી શકાતું નથી. મીઠાઈની તુલનામાં પંચખાદ્ય સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. શરીરને ઠંડક મળે છે. 

પંચખાદ્યમાં વપરાતી સામગ્રી બાળકો અને વજન ઓછું હોય તેમના માટે સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. પંચખાદ્યમાં વપરાતી વિવિધ વસ્તુઓના ફાયદા પણ જાણી લઈએ :

સૂકું કોપરું

કોપરામાં રહેલ 'લૉરિક એસિડ' શરીરમાં સારા કૉલેસ્ટ્રોલને વધારવામાં

મદદરૂપ થાય છે. ૧૦૦ ગ્રામ કોપરામાં ૮૨ ટકા તેલ જોવા મળે છે. કોપરામાં આયર્ન, કોપર, મૅંગેનીઝ જેવા તત્ત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. વિટામિન બીની માત્રા પણ જોવા મળે છે. ૧૦૦ ગ્રામ કોપરામાં વ્યક્તિની સાત દિવસની પોટૅશિયમની ગરજ સમાયેલી છે. કોપરું શરીર માટે ગરમ ગણાય છે. તેથી તેનો ઉપયોગ પ્રમાણસર કરવો. 

ખસખસ

ખસખસમાં એન્ટિ-ઓક્સિડન્ટનું પ્રમાણ જોવા મળે છે. ખસખસમાં જોવા મળતું 'ઑલિક એસિડ' જે મોનો સેચ્યુરેટેડ ફેટી ઍસિડ ગણાય છે. શરીરમાં રહેલ ખરાબ કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે. ખસખસમાં વિટામિન 'બી કૉમ્પ્લેેક્સ'ની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે. આયર્ન, કોપર, કૅલ્શ્યિમ, પોટૅશ્યિમ, મૅંગનીઝ અને મેગ્નશિયમનું ઘટક સમાયેલું છે. 

ખારેક

ખારેકમાં ખનીજનો ખજાનો જોવા મળે છે. તેમાં સમાયેલું 'ટૅનિન' એન્ટિ ઓક્સિડન્ટનું કામ કરે છે. સોજા કે ચેપી રોગને રોકવામાં મદદરૂપ થાય છે. ખારેકમાં રહેલ 'વિટામિન એ' આંખોની ચમક જાળવવા ઉપયોગી ગણાય છે. 

આયર્ન, કૅલ્શિયમ, પોટૅશિયમ, બી કૉમ્પ્લેેક્ક્ષ તથા વિટામિન બી-૬નું પ્રમાણ ખારેકમાં ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. પોટૅશિયમ હૃદયના ધબકારાને નિયંત્રણમાં રાખવા તથા લોહીના દબાણને અંકુશમાં રાખવા માટે મદદરૂપ થાય છે. 

ખારેકમાં 'બીટા-કેરોટીન' અને 'લ્યુટિન' જેવા તત્ત્વો શરીરની માંસપેશીઓને મજબૂત બનાવવા માટે આવશ્યક ગણાય છે. 

બદામ

બદામમાં પણ તેલનું પ્રમાણ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. તેમાં રહેલ 'ઍાલિક ઍસિડ', 'પાલ્મિટોલિક ઍસિડ' ખરાબ કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. બદામમાં વિટામિન ઈની માત્રા ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. ત્વચા અને શરીરના બીજાં અવયવોની મજબૂતાઈ જળવાઈ રહે તે માટે બદામ ખાવી જરૂરી ગણાય છે. ૧૦૦ ગ્રામ બદામમાં ૨૫ ગ્રામ વિટામિન ઈની માત્રા સમાયેલી છે. વિટામિન બી-કોમ્પ્લેેક્સ, આયર્ન, કૅલ્શિયમ, પોટૅશિયમ અને મેગ્નેશિયમની માત્રા પણ જોવા મળે છે. ૧૦૦ ગ્રામ બદામમાં ૪૭ ગ્રામ તૈલીય માત્રા જોવા મળે છે. બદામ ખાવાથી બુદ્ધિ વધે છે. તૈલીય માત્રા વધુ હોવાથી ખાવામાં પ્રમાણભાન રાખવું જરૂરી છે. 

ખડી સાકર

રિફાઈન્ડ કરેલી નહીં હોવાથી ખડી સાકરમાં ખનીજનું પ્રમાણ જળવાયેલું રહે છે. પંચખાદ્યમાં ખડીસાકરનું યોગ્ય પ્રમાણ તેને સ્વાદિષ્ટ બનાવે છે. ખડી સાકરમાં કાર્બોહાઈડ્રેટ્સની માત્રા જોવા મળે છે. 

પંચખાદ્યમાં બી કાઢીને ખારેકને સમારી લેવી, બદામની કતરણ કરવી, ખસખસ અને સૂકા કોપરાને ધીમા તાપે શેકી તેમાં ખડી સાકરનો ભૂકો કરીને ગ્રાઈન્ડરમાં અધકચરું વાટી લેવું. પૌષ્ટિક અને લાંબો સમય ટકી રહે છે. 

-નિધિ ભટ્ટ

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment