Saturday, 24 October 2015

[amdavadis4ever] તારી મારી લવ સ્ ટોરી. તમે પ્રેમ ની વાતો કરજો, અ મે કરીશું પ્રેમ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આર્ટ્સના અભ્યાસને મોટેભાગે કોઈ સિરિયસલી નથી લેતું એટલે આર્ટ્સમાં ભણતા મોટાભાગના લોકો કૉલેજમાં ક્લાસ ભરતા નથી અને ક્લાસની બહારની રખડપટ્ટી કરીને કૉલેજ જીવનને ભરપૂર માણતા હોય છે. પરંતુ મિહિર એના અભ્યાસને સિરિયસલી લેતો અને બધા નહીં પણ મોટાભાગના લેક્ચર એ એટેન્ડ કરતો. એટલે એ મને બહું ગમતો. એવું પણ નહોતું કે એ બહું ડાહ્યો છોકરો હતો એટલે ક્લાસમાં બેસતો. શરૂઆતમાં જ મેં નોંધેલું કે, ચાલું ક્લાસે મોબાઈલ પર ચેટિંગ કરવાથી લઈને એના મિત્રો સાથે મસ્તી કરવા સુધીના કામોમાં એ પાવરધો હતો. પરંતુ લેક્ચરર જ્યારે પણ કોઈ નવલકથા કે, કવિતાની ચર્ચા શરૂ કરે ત્યારે એ જાણે કોઈક જુદી જ દુનિયામાં ખોવાઈ જતો અને અત્યંત રસપૂર્વક લેક્ચરરની વાતો સાંભળતો.
એ ખરા અર્થમાં સાહિત્યનો જીવ હતો અને એને સાહિત્ય અત્યંત પસંદ હતું. એને ક્લાસમાં બેઠેલો જોઈને હું એના તરફ અત્યંત આકર્ષાતી અને ક્યારેક તો મને ક્લાસ ભરવાનો અત્યંત કંટાળો આવતો હોવા છતાં હું માત્ર એના આકર્ષણને કારણે ક્લાસમાં બેસતી! કૉલેજના સમયથી જ એની ડ્રેસિંગ સેન્સ ગજબની હતી. સાહિત્ય ઉપરાંત એને બાઈકિંગનો પણ ભારે શોખ હતો એટલે એણે એક બુલેટ ઉપરાંત એક સ્પોર્ટ્સ બાઈક પણ વસાવેલું. નેરો બ્લ્યુ જીન્સ, એના ગૌરવર્ણ પર શોભે એવું બ્લ્યુ, યલો કે રેડ ટિ-શર્ટ, છએક ફૂટની હાઈટ અને જમણા હાથમાં પંજાબીઓ પહેરે એવું કડું! કૉલેજના પાર્કિંગમાં બાઈક પાર્ક કરીને એ માથેથી હેલમેટ ઉતારે ત્યારે કોઈ એમ નહીં કહી શકે કે, આ માણસ આર્ટ્સના ક્લાસમાં જઈને બેસી જશે!
એનો મિત્ર મને જોઈ રહ્યો છે એ વાતથી હું સાવ બેખબર હતી અને એણે પણ મિહિરને કંઈ કહેવા પહેલા બે દિવસ મને ઑબ્ઝર્વ કરીને કન્ફર્મ કર્યું કે, હું ખરેખર મિહિરને જ જોઉં છું કે નહીં. બીજા દિવસે એના મિત્રએ ચાલું ક્લાસે જ મિહિરના કાનમાં કહ્યું કે, 'પેલી છોકરીની નજર લેક્ચર કરતા તારામાં વધુ હોય છે.' મસ્તીખોર મિહિરને આ વાતની ખબર પડતા એણે તો ચાલું ક્લાસે જ મસ્તી શરૂ કરી દીધી અને જાણીજોઈને મારી તરફ વળી વળીને જોવા માંડ્યો. એ પાછળ વળીને જોતો એટલે આખા ક્લાસને એની જાણ થતી અને પછી આખો ક્લાસ એની મસ્તીની મજા લેતો. કોઈક તો વળી મારી તરફ જોઈને દાંત કાઢતું! એના કારણે હું ભોંઠી પડી ગયેલી અને શરમથી પાણી પાણી થઈ ગયેલી.
તે દિવસે મને ચીડવવા એ ભયંકર મસ્તીએ ચઢેલો. એણે જાણીજોઈને મને બધા વચ્ચે છોભીલી પાડી અને મને એના પર ભારે ગુસ્સો ચઢ્યો. બીજા દિવસથી ક્લાસમાં મેં એની તરફ જોવાનું બંધ કરી દીધું અને મારી ઈચ્છા ન હોવા છતાં હું પરાણે પુસ્તક અથવા લેક્ચરમાં મન પરોવતી. એણે તે દિવસે નોટિસ કર્યું કે, મારો ચહેરો ઉતરેલો છે અને હું એની તરફ નજર સુદ્ધાં નથી કરતી. એ લેક્ચર પૂરો થયાં બાદ મારે બીજો લેક્ચર નહોતો ભરવો એટલે હું ક્લાસની બહાર નીકળી ગઈ. કૉલેજના એ શરૂઆતના દિવસો હતા, કૉલેજ શરૂ થયાંને માંડ વીસેક જ દિવસ થયેલા એટલે 'હાઈહેલ્લો'ના ફ્રેન્ડ્સ સિવાય મારા કોઈ બેસ્ટ ફ્રેન્ડ્સ નહોતા કે, જેમની સાથે હું કેન્ટીન કે ગાર્ડનમાં બેસી શકું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment