Monday, 5 October 2015

[amdavadis4ever] ભાગો ભાગો ભ ીડ આવી, સાથ માં હાથમાં પથ્થર લાવી!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટાઇટલ્સ:
'ક્લાસ' ન વાડી ઊપજે, 'ક્લાસ' ન હાટ બિકાય! (કબીરજીની માફી સાથે)


૧૯૯૨માં અમે જ્યારે 'સાહિબાં' ફિલ્મમાં ત્રીજા નંબરનાં આસિસ્ટંટ ડિરેક્ટર હતાં ત્યારે અમારૂં મુખ્ય કામ હતું કે કુલુ-મનાલીનાં જંગલમાંથી કોઇ ભરવાડને પટાવીને એનાં ઘેટાંઓને શૂટિંગ માટે લઇ આવવાનાં.ફિલ્મમાં હીરો રીશી કપૂર,ભરવાડનો રોલ કરતો હતો એટલે સેટ પર જો હીરોઇન ના આવી હોય તો ચાલે પણ ઘેટાં તો લાવવા જ પડતાં.શરૂઆતમાં વહેલી સવારે ઘુમ્મસમાં મૂર્ખ ઘેટાંઓને પકડીને,ટ્રકમાં ચઢાવવામાં અમને ભગવાન યાદ આવી જતાં.પણ પછી ભગવાનને હમારી સૂન લી.આઇડિયા સુઝાડયો કે અમે ઘેટાંના માલિક,ભરવાડનો મેલોઘેલો કોટ પહેરી લેતાં. એની જેમ જ હિમાચલી ભાષામાં ઘેટાંઓને ઓર્ડર છોડતાં..અને એકપછી એક ઘેટાં અમારી પાછળ આજ્ઞાંકિત ભાવે ટ્રકમાં આવી જતાં. ત્યાં સુધી 'ઘેટાંવૃત્તિ', 'ગાડરિયો પ્રવાહ'-એ બધાં શબ્દો માત્ર ચોપડીઓમાં વાચેલાં પણ ઘેટાંઓ સાથે કા કરી સમજાઇ ગયું. હિમાચલમાં ભરવાડને ગદ્દી કહે અને ઉત્તરભારતમાં ગડરીયા કહે એનાં પરથી 'ગાડરિયો પ્રવાહ' કહેવાય છે એ સમજાયું.ત્યારે બહુ કોમિક સીન થતાં કે એક ઘેટું જો છીંકે તો બધા છીંકે,એક લંગડાય તો બધા લંગડાવા માંડે!પછી તો થોડા અમારી સાથે ઘેટાંઓ એવા હળીમળી ગયેલાં કે એમને સ્ટોપ' કહીએ તો અટકી જાય,કૂદવાનું કહીએ તો કૂદે!સમજાયું કે ઘેટાંઓને ખબર જ નથી હોતી કે એ લોકોનું સ્વતંત્ર અસ્તિત્વ છે.એમને એમ જ લાગે કે એ બધાં એક વિરાટ શરીર કે રચનાનો એક ભાગ છે!

ઘેટાંનાં ટોળાં જેવું જ માનવ ભીડનું છે.ભીડનો એક મિજાજ હોય છે,ભીડનો એક અવાજ હોય છે,એક આકાર હોય છે.એક ઉશ્કેરાય એટલે આખું ટોળું ઉશ્કેરાય.એક ગુસ્સો કરે તો આખી ભીડ ચીસો પાડે.અંગ્રેજીમાં જેને 'મોબ' કહેવાય એવા ટોળાંઓએ આજે લોકશાહી કે ડેમોક્રેસીને 'મોબોક્રેસી'માં ફેરવી નાખી છે.ભણેલાંગણેલાં-વાચેલાં-લખેલાં લોકો પણ આમાંથી બાકાત નથી એનો અમને પોતાનો મીઠો અનુભવ છે.ભીડ તો ભેગી થઇને કોઇ એકને ઝૂડી નાખવામાં માને છે:વૈચારિક રીતે કે શારીરિક રીતે!

હમણાં બે-ત્રણ દિવસ પહેલાં દિલ્લી પાસેનાં દાદરી ગામમાં મહોમ્મદ એખલાક નામનાં માણસનાં ઘરમાં રાત્રે દસ વાગે ૧૦૦-૨૦૦ માણસોનું ટોળું ધસી આવ્યું.મહોમ્મદનાં ઘરમાં તોડફોડ કરીને એને ઈંટો વડે મારી મારીને ખતમ કરી નાખ્યો.કારણ? કારણ એ કે ગામમાં એવી અફવા ઉડી કે મહોમ્મદનાં ઘરમાં ગાયનું માંસ છે!પછી પાસેનાં મંદિરમાંથી એક ઘોષણા થઇ.અને ભીડ દ્વારા મહોમ્મદ પર હુમલો થયો!કદાચ એ ભીડમાંના કોઇને ખબર પણ નહીં હોય કે પેલું માંસ એ ખરેખર ગૌમાંસ હતું કે નહીં! કોઇએ મહોમ્મદને પૂછવાની પણ પરવા ના કરી પણ એને ત્યાંનો ત્યાં જ પતાવી નાખ્યો!કારણ?ભીડ પાસે પોતાનો વિચાર નથી હોતો.ભીડ,ચર્ચા નથી કરતી.ભીડ,પ્રતિક્ષા નથી કરતી.ભીડ,ન્યાયની મદદ નથી માગતી.ભીડ,માત્ર આક્રમણ કરે છે:અમારાંથી અલગ છે તો માર સાલે કુ!આજે ૨૦૧૫ સપ્ટેંબરમાં આ ઘટના ત્યારે બની જ્યારે પ્રધાનમંત્રી વિદેશમાં 'ડિજિટલ ઇંડિયા', 'મેઇક ઇન ઇંડિયા' જેવા પ્રોગ્રેસીવ વિચારો ફેલાવી રહ્યા હતાં અને આપણી 'મોબોક્રેસી' હજી પથ્થરયુગનો ખૂનીખેલ ખેલી રહી હતી! 

ઇન્ટરવલ : ગુણ છાંડે ઔર અવગુણ થાપે પરસુખ દેખી જલે સો તાપે વો મૂરખ અપને પગ 

કાપે (અખો ભગત)

૧૯૯૨માં બાબરી ધ્વંસ પછી મુંબઇમાં ભયાનક દંગા થયેલાં.દાઉદ શૂઝ નામની કંપની ડોન દાઉદ ઇબ્રાહીમની છે એવી અફવા ઉડેલી.મુંબઇમાં જ્યાં જ્યાં દાઉદ શૂઝની દુકાનો હતી એને તોડીને લૂંટવામાં આવી.દુકાનમાં ચપ્પલો-શૂઝ ચોરી ચોરીને ભીડ લઇ જતી.એવામાં એક દિવસ અમારાં ત્રણચાર મરાઠી મિત્રો દાદરમાં નાટકનું રિહર્સલ કરીને આવી રહ્યાં હતાં.એમણે એક મોટું બરાડાં પાડતું ટોળું જોયું.અમારાં કલાકાર મિત્રો પણ વાતાવરણની ગરમી જોઇને ઉશ્કેરાઇ ગયાં.દાઉદ શૂઝની દુકાન તોડવા લાગ્યાં.જે જૂતાં ચપ્પલ હાથમાં આવ્યાં એ ઉઠાવીને ત્યાંથી ભાગ્યાં.પછી કોઇકનાં ઘરે પહોંચીને જૂતાં-ચપ્પલની સાઇઝ ચેક કરવા માંડયા.એમાનાં એક મિત્રએ કોઇ જૂતાંને હાથ પણ ના લગાડ્યો. એક જણે એને પૂછયું,શું થયું આમાંથી એકપણ તારાં પગમાં ફીટ નથી થતાં? ત્યારે પેલાએ કહ્યું,પગમાં તો ફીટ થાય છે પણ મારાં સિદ્ધાંતોમાં ફીટ નથી થતાં! આ સાંભળીને બીજા સૌ ચૂપ થઇ ગયાં.સૌને એહસાસ થયો કે પોતે શું કરી રહ્યાં છે!એમાંનાં એકે અમારી પાસે એકરાર કરેલો કે પેલી ભીડમાં દોડતાં દોડતાં સૌ ભૂલી જ ગયેલાં કે અમે કોણ છીએ,અમારું શિક્ષણ શું છે.. અમે કલાકાર છીએ..અમે દંગાઇ ચોર-લૂટારાં નથી! યેસ,ભીડનો હિસ્સો બનવાથી આવું જ થાય છે.આવી જ કોઇ ભીડ વડે પેલા યુ.પી.નાં દાદરી ગામમાં,મહોમ્મદનો જીવ ગયો હશે?આવી જ કેટલીક ભીડ દ્વારા ભારતનાં ભાગલાં વખતે ખૂન-બળાત્કારો થયાં હશે?આવી જ કોઇ ભીડમાં પ્રેગનન્ટ સ્ત્રીઓનાં પેટમાં છરીઓ હુલાવીને દંગામાં લોકો જયજયકાર કરતાં હશે? 

ભીડને જરૂર હોય છે માત્ર એક આહવાનની, એક પડકારની, એક બુલાવાની. બસ પછી તો સૌનું દિમાગ એક જ સમ્મોહિત અવસ્થામાં મારકાટ કરી લે છે.પણ એ વાજ કયો હોય છે,જે ભીડને ઉશ્કેરે છે?ખબર નથી.દરેક ધર્મ કે જૂથમાંનાં અમુક લોકો ટોળાંને પોકારે છે અને લોકો 'મોબોક્રેસી'માં ભડકી ઊઠે છે.કદાચ ટોળામાંનાં એક ઝનૂની માણસની લલકારમાં પાશવી તાકાત હોય છે!

એક વિચિત્ર પણ રમૂજી કિસ્સો કહું?અમારાં મિત્ર ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની સિરિયલ 'ચાણક્ય'માં અમારાં બીજા એક મિત્ર સગીર એહમદ સહાયક દિગ્દર્શક હતાં.એમણે એક કિસ્સો કહેલો કે એપીસોડમાં એવું દ્રશ્ય હતું કે નાનાં નાનાં બાળકો 'હર હર મહાદેવ' બોલીને કેમેરા તરફ દોડે છે.જેવું બાળકોનું ટોળું દોડે કે સહા.દિગ્દર્શક સગીર બૂમ પાડે કે 'ઔર ઝોર સે'.બે ત્રણ રિટેક થયાં અને ફાઇનલ શોટમાં સૌ બાળકોએ જોરથી 'હર હર મહાદેવ' પોકાર્યું પણ એ 'મોબ'માં સગીર એહમદનો ભાઇ જમીલ, મુસ્લિમ બાળક 'અલ્લાહો અકબર' બરાડ્યો!

આદતવશ એણે બિચારાંએ એનાં ધર્મ પ્રમાણે સૂત્ર પોકાર્યું કારણ કે એને એટલું જ સમજાયું કે અત્યારે જુસ્સો જોઇએ છે!ભગવા કપડામાં બટુકોની ભીડ વચ્ચે આ સૂત્ર સાંભળીને બાકીનાં બાળકો હસવા માંડયા.આ વાત તો પેલાની બાળસહજ નિર્દોષ ભૂલની છે પણ આની પાછળ એક થિયરી છે કે દરેક ભીડ,માત્ર સૂત્રો,નારાંઓ,આક્રોશ અને અવાજને જ સમજે છે.પછી એ ભીડ, હિટલર જેવાં કોઇ નેતા પાછળ ગાંડી થયેલી ભીડ હોય કે પછી અસહિષ્ણુ ભણેલાં ગણેલાં બૌદ્ધિકોની ભીડ હોય!ભીડ ભીડ છે.ભીડની ચીડ ચીડ છે.કાલબુર્ગી કે પાનસરે જેવાં લેખક,બોદ્ધિક કે નાગરિકનાં ભિન્ન વિચાર પર થતાં એટેકમાં અને ભડકાઉ ભીડ દ્વારા મહોમ્મદ જેવાની કતલમાં તફાવત માત્ર ક્રિયાનો જ ફરક છે.વિચારમાં તો હિંસા જ છે.પણ ભીડને વિચારો કરતાં દેકારો અને હ્રદય કરતાં હાકોટાની જ પડી હોયને?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment