Saturday, 24 October 2015

[amdavadis4ever] બારમાં નાચશે ત ો માત્ર ખોળિયુ ં ...આત્મા તો ક્યારનો મરી ગયો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગુરુવારનો દિવસ... સવારનો સમય... નવરાત્રિનો, મા શક્તિની આરાધના કરવાનું પર્વ...

મુંબઈના ગ્રાન્ટ રોડ પર આવેલી મુંબઈ સંગીત કલાકાર મંડળની ઈમારત... મોટા અવાજે ચાલુ રાખેલા ટીવી પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પ્રસારણ ચાલી રહ્યું હતું... યુવાન બાર ડાન્સર ચહેરા પર સ્મિત સાથે અહીંયા ત્યાં વચ્ચે વચ્ચે આવ-જા કરી રહી છે અને ડાન્સબાર ફરી શરૂ થશે કે એ મુદ્દે મોટા અવાજે ચાલી રહેલી ચર્ચા...

૨૦૦૭માં હું મુંબઈ આવી અને સાથે લાવી હતી એક સપનું ડાન્સર બનવાનું. મેં મુંબઈના ડાન્સબાર વિશે ઘણું સાંભળ્યું હતું પરંતુ ક્યારેય જોયું નહોતું. એવી આશા રાખીએ કે ડાન્સબારને લાઈસન્સ આપવાનું કામ ઝડપથી પૂર્ણ થાય, જેથી કરીને હું ડાન્સ કરી શકું... શબ્દો છે છત્તીસગઢ રાયપુરથી મુંબઈ ડાન્સર બનવા આવેલી ૨૪ વર્ષીય એક યુવતીના. ૨૦૦૫માં ડાન્સબાર પર મૂકવામાં આવેલા પ્રતિબંધને કારણે જીવનનિર્વાહ કરવા માટે અન્ય મહિલાઓ સાથે 'મુજરો' કરે છે. 

૨૦૦૫માં ડાન્સબાર પર પ્રતિબંધ મુકાયા બાદ આ ક્ષેત્રમાં કામ કરતી અને આ પ્રતિબંધને કારણે બેકાર બનેલી અનેક યુવતી અને મહિલાઓ વેઈટરિંગ, ઓર્કેસ્ટ્રા અને મુજરા વગેરે કરીને પેટનું ગુજરાન ચલાવવા લાગી, તો કેટલીક મહિલાઓ કોલકતા જતી રહી જ્યાં છૂપી રીતેેે ડાન્સબાર ચાલુ હતા અને જે બારબાળા આ પરિવર્તનને નહીં પચાવી શકી તેમણે આત્મહત્યા કરી લીધી. 

બારબાળાઓ મુંબઈમાં નાના-નાના ગ્રુપમાં ચેમ્બુર, મીરા રોડ, અંધેરી, તારદેવ અને ગ્રાન્ટ રોડ વિસ્તારમાં રહે છે. ભૂતકાળમાં બારબાળા રહી ચૂકેલી બે યુવતીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે 'મુજરો' કરીને દિવસના રૂ. ૫૦૦થી રૂ. ૧૦૦૦ કમાવી શકાય છે, પરંતુ ડાન્સબારમાં આ જ આંકડો રૂ. ૩૦૦૦ સુધી પહોંચે છે. 

જોકે આપણે જે સમાજમાંથી આવીએ છીએ ત્યાં ડાન્સબાર શબ્દને જ સૂગથી જોવામાં આવે છે તો બારબાળાઓને તો ગુનેગારની દૃષ્ટિએ જોવામાં આવે છે. કોઈ પણ મહિલા પોતાની રાજી-ખુશીથી ક્યારેય આ વ્યવસાયમાં નથી આવતી. પરિસ્થિતિ, જવાબદારી અને સંજોગો તેમને આ ક્ષેત્રમાં આવવા માટે મજબૂર કરે છે. 

કેટલાક ડાન્સબારમાં એક જ રાતમાં ડાન્સર ઉપર કરોડો રૂપિયા ઉડાડવામાં આવે છે અને તેમાં પણ બહુચર્ચિત અને 'કરોડપતિ બાર ડાન્સર' એવી તરન્નુમે તો ડાન્સબારમાં જ કામ કરીને કરોડો રૂપિયા બનાવી લીધા હતા અને એ તરન્નુમ પણ પોતાના પરિવારનું પોષણ કરવા માટે જ આ ડાન્સબારમાં પર્ફોર્મ કરતી હતી. 

એવું નથી કે ડાન્સબાર ખુલ્લેઆમ મંડાતી સેક્સની હાટડીઓ જ છે. સામાન્યપણે બારમાં આઈટમ નંબર અને ભડકીલા રંગોનાં વસ્ત્રો પહેરીને ડાન્સ કરતી ડાન્સરોને કોઈ પણ ગ્રાહક હાથ નથી લગાવી શકતો અને ડાન્સર તેમને દારૂ અને ખાવા-પીવાનું સર્વ કરતી જોવા મળે છે. પરંતુ આપણા મનમાં ડાન્સબાર માટેની એક ચોક્કસ વ્યાખ્યા કહો કે માન્યતા બંધાઈ ગઈ છે અને આપણે તેમાંથી બહાર આવવાનો પ્રયાસ જ નથી કરતાં કે કરવો જ નથી. 

સુપ્રીમ કોર્ટે હાલમાં જ આપેલા ચુકાદાને આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારા લોકોએ આવકાર્યો છે અને જણાવ્યું હતું કે આઠથી દસ વર્ષ સુધી ભોગવેલી હાલાકી બાદ આખરે હવે તેઓ ફરી માનભેર કમાઈને પોતાના પરિવારનું ભરણ-પોષણ કરી શકશે. 

ડાન્સ બાર એસોસિયેશનના પ્રેસિડન્ટ ભરત સિંહે જણાવ્યું હતું કે કોર્ટના આ ચુકાદાને કારણે અમે ખૂબ જ ખુશ છીએ. મેં ઘણી એવી બાર બાળાઓને જોઈ છે કે ડાન્સબાર પર મૂકવામાં આવેલા પ્રતિબંધ બાદ તેમણે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે વેશ્યાવ્યવસાય તરફ વળી હતી અને અનેક બારબાળાઓ પાછા પોતાના ગામ જઈને ગરીબી અને મજબૂરીમાં જીવન વિતાવી રહી છે. 

એવું નથી કે ડાન્સબાર પર પ્રતિબંધ મુકાવાને કારણે માત્ર બાર ડાન્સરોને જ જીવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હોય. વાશીમાં ટેલરિંગની એક દુકાન ધરાવનાર દુકાનદારે પોતાની ઓળખ છતી ન થાય તેની ખાતરી કરીને જણાવ્યું હતું કે મારા પડોશમાં રહેતી એક બાર ડાન્સરના કોન્ટેક્ટ્સના કારણે મને સારો એવો બિઝનેસ મળતો હતો, કારણ કે તે લોકો અવારનવાર નવા કપડાં સિવડાવે છે. પરંતુ ડાન્સબાર બંધ થવાને કારણે મને બિઝનેસ મળવાનું બંધ થયું અને હું એકદમથી કટોકટીની પરિસ્થિતિમાં મુકાઈ ગયો અને મને લાખો રૂપિયાનું નુકસાન પણ ભોગવવું પડ્યું. 

એવું નથી કે આ ડાન્સબારનો ઉપયોગ સ્થાનિક લોકો જ વધુ કરે છે. સામાન્યપણે મુંબઈની ગણતરી એવા શહેરોમાં થાય છે કે જે ક્યારેય ઊંઘતું જ નથી. પરિણામ સ્વરૂપ લોકો દેશ-વિદેશથી મુંબઈની નાઈટ લાઈફ અને તેમાં પણ ખાસ કરીને ડાન્સબાર જોવા ઈન્ડિયા આવતા હોય છે. ડાન્સબાર બંધ થવાને કારણે છેલ્લાં દસ વર્ષમાં બારબાળાઓએ ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. 

દરેક વસ્તુની જેમ સારી અને ખરાબ એમ બે બાજુ હોય છે એ રીતે ડાન્સબારના પણ સારા અને ખરાબ બંને પાસાં છે. કરોડો રૂપિયાના બનાવટી સ્ટેમ્પ પેપરનું કૌભાંડ આચરનાર અબ્દુલ કરીમ તેલગી આ ડાન્સબારની બદૌલત જ પકડાયો હતો અને આવા તો અનેક ગેન્ગસ્ટર અને લોકલ ગુંડાઓ હશે કે જે ડાન્સબારને કારણે પોલીસના સકંજામાં સપડાઈ ગયા હશે. 

પોલીસોનું પણ એવું માનવું છે કે અંધારીઆલમ સાથે સંકળાયેલા માફિયાઓને મળવા માટેનું પરફેક્ટ ડેસ્ટિનેશન એટલે ડાન્સબાર. આ ડાન્સબારને કારણે જ પોલીસો પોતાના ખબરીઓને ડાન્સબારની આસપાસ ગોઠવે છે. અમુક વખત તો બાર ડાન્સર જ પોલીસ માટે ખબરીનું કામ કરે છે. 

ક્યાંથી આવ્યો ડાન્સબારનો કોન્સેપ્ટ?

ડાન્સબાર ક્યાં અને ક્યારથી અસ્તિત્વમાં આવ્યા એ વિશે વધુ તપાસ કરતાં એવું જાણવા મળ્યું હતું કે આ સંસ્કૃતિ તો ખૂબ જ જૂની છે અને રાજા-મહારાજાઓના સમયથી ચાલતી આવી છે, અલબત્ત સમયાનુસાર તેમાં ફેરફાર ચોક્કસ થયા છે. પહેલાં રાજા-મહારાજાઓ પોતાના મહેલમાં એક રાજનર્તકી રાખતા હતા, જે રાજાનું મનોરંજન કરવા માટે મુજરો કે નૃત્ય કરતી હતી અને બદલામાં રાજા તેની અદ્ભુત કળા માટે પુરસ્કાર પણ આપતા હતા. ધીરે ધીરે તેનું સ્વરૂપ બદલાયું અને મુંબઈથી ૭૫ કિમી દૂર રાયગઢ જિલ્લાના ખાલાપુર વિસ્તારમાં પહેલો ડાન્સબાર શરૂ કરવામાં આવ્યો હતો. મુંબઈ-પુણે હાઈવે નજીક આવેલો અને મોટા ભાગે રાતના સમયમાં જ ચાલુ રહેતો. પરંતુ આ ડાન્સબારે મુંબઈ અને થાણેમાં એટલો ઝડપથી પગપેસારો કર્યો કે આ ડાન્સબારની સંખ્યા ૩૦૦૦નો આંકડો વટાવી ગયો અને તેને કારણે આશરે ૭૫,૦૦૦ લોકોને રોજીરોટી મળતી થઈ. 

------

બારગર્લ્સને ભણાવવા માટે શિક્ષણયજ્ઞ!

સન્મિત્ર ટ્રસ્ટના ચેરમેન અને પાટકર કૉલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી ચૂકેલા પ્રોફેસર પ્રભા દેસાઈએ જણાવ્યું હતું કે પહેલાં અમે લોકોએ બાર ડાન્સર માટે એક 'ડબ્બા સર્વિસ' શરૂ કરી હતી અને હવે આ સર્વિસ કેટરિંગ સર્વિસ પૂરી પાડવા સુધી વિસ્તરી ચૂકી છે. આ બધા વચ્ચે બીજી એક પ્રવૃત્તિ હાથ ધરી છે અને એ એટલે કે બારબાળા અને સેક્સવર્કર્સને શિક્ષિત કરાવવાનું. આના માટે અમને નાસિકમાં આવેલી યશવંતરાવ ચવ્હાણ ઓપન યુનિવર્સિટી દ્વારા માલવણીમાં એક સેન્ટર શરૂ કરવાની પરવાનગી મળી. 

વધુ જણાવતાં તેમણે કહ્યું હતું કે ૨૦૧૧માં અમે આ સેન્ટર શરૂ કર્યું, જેમાં બારબાળાઓને પહેલાં બારમું ધોરણ પાસ કરાવીએ છીએ અને ત્યાર બાદ જો તેની ઈચ્છા હોય તો ગ્રેજ્યુએશન કરે અથવા તો સેન્ટરમાં ચાલતા વિવિધ કોર્સમાં આગળ વધે. બારબાળા બ્યુટિશિયન, ફેશન ડિઝાઈનિંગ, એડવાન્સ બ્યુટિશિયન અને ઈંગ્લિશ સ્પીકિંગ જેવા કોર્સ કરે છે. અત્યાર સુધી અમારા આ સેન્ટરને અત્યાર સુધી સારો પ્રતિસાદ મળ્યો છે. 

મહિલાઓ બારમાં, દેહવ્યવસાય વગેરે તરફ વળે છે, કારણ કે તેમણે ગરીબીને કારણે અધવચ્ચે જ શિક્ષણ છોડી દીધું હોય છે અને તેમનામાં કોઈ ખાસ સ્કિલ હોતી નથી. આ સેન્ટરમાં અમે તેમને ચોક્કસ પ્રકારના કોર્સ કરાવીએ છીએ જેથી તે સારી રીતે કામ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment