Saturday, 24 October 2015

[amdavadis4ever] વધેલાં પેટને સ પાટ બનાવવા અપના વો આ 21 ઉપાય, મ ળશે ઝડપી રિઝલ્ટ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વધેલાં પેટને સપાટ બનાવવા અપનાવો આ 21 ઉપાય, મળશે ઝડપી રિઝલ્ટ

 

ફુદીનો અને કોથમીર
ફુદીનાના પાન અને કોથમીર એકસાથે પીસી લો અને તેમાં મીઠું અને લીંબુ મિક્ષ કરીને તેની ચટણી બનાવી લો. ભોજનની સાથે દરરોજ આ ચટણીનું સેવન કરો, આનાથી મેટોબોલિક રેટ વધશે અને ચરબીમાં ઘટાડો થશે.
 

બદામ
બદામમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડ ચરબીને ઓછી કરવામાં મદદગાર સાબિત થાય છે. રાતે 6-8 બદામ પાણીમાં પલાળી દેવી અને બીજા દિવસે સવારે તેની છાલ કાઢી ખાઓ. ઘણો ફાયદો થશે.
 

બ્લેક બીન્સ
બ્લેક બીન્સ હેલ્થ માટે બહુ જ સારાં હોય છે. તેમાં રહેલું પ્રોટીન એનર્જી આપે છે સાથે જ વજન ઘટાડવામાં પણ અસરકારક સાબિત થાય છે. બ્લેક બીન્સને સ્પ્રાઉટ્સની સાથે અથવા તો તેનું સૂપ બનાવીને પણ સેવન કરી શકો છો.

 

ઈંડામાં પ્રોટીન વધારે અને કેલરી અને ફેટ ઓછું હોય છે. જે મેટાબોલિઝ્મને વધારે છે. આના કારણે શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર થવા લાગે છે.
 

લીંબુ અને મધ
એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુ નિચોવી અને થોડું મધ મિક્ષ કરીને સવારે ખાલી પેટે પીઓ. આનાથી શરીરનો ફેટ ઝડપથી બર્ન થશે.
 

આદુ
આદુ લઈને તેના કટકા કરીને કાપી લો, હવે એક કપ પાણીમાં તેને ઉકાળો અને 10 મિનિટ ઉકાળ્યા બાદ પાણી ગાળી લો અને ચાની જેમ પીઓ. ફેટ બર્ન થવામાં મદદ મળશે. 

દૂધી
દૂધીમાં પાણી અને ફાઈબર સારી માત્રામાં હોય છે. તેનો જ્યૂસ પણ ફેટ બર્ન કરવામાં ઝડપથી મદદ કરે છે. 100 ગ્રામ દૂધીના જ્યૂસમાં માત્ર 12 કેલરી હોય છે. આમ તો તેનું શાક ખાઈને ઘણી હદ સુધી ચરબી ઘટાડી શકાય છે. તેનું જ્યૂસ પીવાથી વધુ ફાયદો થાય છે.
 

દળિયા
દળિયામાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ હોય છે જે લાંબા સમય સુધી ભૂખને કંટ્રોલ કરે છે. સાથે જ શરીરમાં એનર્જી જાળવી રાખે છે અને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.
 

દાળ
લગભગ બધી પ્રકારની દાળોમાં એમિનો એસિડ વધુ અને કેલરી અને ફેટ ઓછા પ્રમાણમાં હોય છે. જેથી જો તમને વધતી ફાંદથી પરેશાન હોવ તો તમારા રોજિંદા ડાયટમાં દાળને સામેલ કરો.

મૂળાનો રસ
બે મોટી ચમચી મૂળાનો રસ મધમાં મિક્ષ કરીને લગભગ એક મહિના સુધી લેવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને સાથે જ સ્થૂળતામાં પણ ફાયદો થાય છે.
 

કાકડી
કાકડીમાં લગભગ 96 ટકા પાણી અને ફાઈબર હોય છે અને કેલરી પણ હોતી નથી. ભોજન બાદ સલાડ તરીકે અથવા તો ભૂખ લાગવા પર તેનું સેવન કરવાથી વજન વધતું નથી.
 

સોયાબીન
સોયાબીનમાં આઈસોફ્લેવિન્સ નામનું પ્રોટીન હોય છે જેનાથી શરીરમાં રહેલું કોલેસ્ટ્રોલ અને એકસ્ટ્રા ફેટ ઓછું થાય છે. આના સેવનથી શરીરમાં ચરબી વધારનારા સેલ્સનો ગ્રોથ પણ અટકે છે. 

કરમદા
કરમદા વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. સાથે જ તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. કરમદાનું જ્યૂસ વજન ઘટાડવા માટે લાભકારી રહે છે. આનાથી શરીરનું મેટાબોલિઝ્મ સારું રહે છે અને તેનાથી ફેટ સરળતાથી બર્ન થાય છે.
 

કોબીજ
કોબીજનું સેવન કરવાથી વજનને કાબૂ કરી શકાય છે. કોબીજમાં કેલરીની માત્રા પણ ઓછી હોય છે. કોબીજનું સેવન વજન વધતાં અટકાવે છે. તેનું સૂપ પીવાથી શરીરમાં એનર્જી લેવલ વધે છે.
 

બોરના પાન
બોરના પાન આખી રાત પાણીમાં પલાળી લો. સવારે ખાલી પેટે આ પાણીને ગાળીને પી જાઓ. આ નુસખાને એક મહિનો સતત કરો. આનાથી તમારું વજન ઘટવા લાગશે અને ચરબી ઓછી થશે. 

દહીં
દહીં ખાવાથી પણ વજન ઘટાડી શકાય છે. ઈન્ટરનેશનલ જનરલ ઓફ ઓબેસિટી અનુસાર દહીંનું વધુ સેવન કરનારાઓનું વજન ઝડપથી ઘટે છે અથવા તો ઓછું વધે છે. દહીંમાં રહેલું કેલ્શિયમ અને પ્રોટીન ફેટને ઓછું કરવામાં અસરકારક હોય છે.
 

પીચ
જો તમે ડાયટિંગ પર હોવ તો તમે રોજ પીચનું સેવન કરી શકો છો. તેમાં કેલરી સાવ ઓછી માત્રામાં હોય છે. જેથી જો તમે તેનું વધુ સેવન કરશો તો પણ તમારું વજન વધશે નહીં.
 

પપૈયું
જો તમે ઝડપથી વજન ઘટાડવા ઈચ્છુક હોવ તો રોજ સવારે ખાલી પેટે પપૈયાનું સેવન કરવાનું શરૂ કરી દો. આનાથી ઝડપથી ફાયદો થશે અને ચરબી ઓછી થવા લાગશે. તેમાં પેપ્સિન નામનું તત્વ હોય છે જે ભોજનને પચાવવામાં મદદ કરે છે. પપૈયાનું રોજ સેવન કરવાથી પાચન દુરસ્ત રહે છે ને ચરબી ઓછી થશે. 

વરિયાળીવાળી ચા
વધારાનું વજન ઘટાડવા માટે વરિયાળી એક અસરકારક નુસખો છે. ભોજન કર્યાના લગભગ 15 મિનિટ પહેલાં એક કપ વરિયાળીની ચા પીવી જોઈએ. આ ચા પીવાથી તમારી ભૂખ કંટ્રોલમાં રહેશે. આ સિવાય તેનાથી પેટ સંબંધી બીમારીઓમાં ફાયદો થાય છે.
 

ગુવાર
લીલી શાકભાજીઓમાં ગુવારની ફળીમાં કેલરી સાવ ઓછી માત્રામાં હોય છે. સાથે જ તેમાં રહેલું વિટામિન અને મિનરલ શરીરમાંથી વધારાનું ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.
 

લાલ મરચું
લાલ મરચાનું સેવન વધેલા વજન અને ફાંદને ઓછી કરવામાં મદદ કરે છે. એક સંશોધન પ્રમાણે ભોજનમાં લાલ મરચાનું પાઉડર મિક્ષ કરવાથી મેટોબોલિઝ્મ લેવલ વધે છે. જેથી શરીરમાં વધારાની કેલરી અને ફેટ ભેગું થતું નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment