Sunday, 25 October 2015

[amdavadis4ever] સેલફોનશુરા ડ ્રાઇવરો આજની મોટી સમસ્યા Kanti Bhatt

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સેલફોનશુરા ડ્રાઇવરો આજની મોટી સમસ્યા

સ્વાહીલી નામની આફ્રિકન ભાષામા કહેવત છે 'હરી, હેસ્ટ એન્ડ ઈમ્પેશન્સ હેઝ નો બ્લેસીંગ'. અર્થાત જે ઉતાવળો છે તે બાવરો છે, તે અધીરીયો છે તેને વિધાતાના આશિષ મળતા નથી. પણ આજે 2015માં દુનિયા ઉતાવળી છે. એક હાથમાં સ્ક્રુટરનું હેન્ડલ છે બીજા હાથમાં મોબાઈલ છે. માણસને ચાલતા ચાલતા, સ્ક્રુટર ચલાવતા, મોટર ચલાવતા, વિમાન ચલાવતા, હેલિકોપ્ટર ચલાવતા પણ મોબાઈલ ચાલુ રાખવો છે. એક વાત અંગ્રેજ લેખક નામે જુઆન રેમોન જુમેરીએ કહેલી કે જગતમાં સૌથી વધુ ખૂન કરનારી વસ્તુ હોય તો તે હેસ્ટ છે. ઉતાવળ છે.

આ ટ્રાફિકમાં ઝડપથી વાહન ચલાવવાનો રોગ એટલો બધો વધ્યો છે કે અમેરિકામાં રોજ (રોજ રોજ) 1153 લોકો આ ડ્રીસ્ટ્રેક્ટેડ ડ્રાઈવીંગ (ટ્રાફિક ઉપરથી ધ્યાન હટાવીને સેલ ફોનની વાતમા મશગુલ થવું) થકી ટ્રાફિકમાં ઘાયલ થાય છે અને રોજ રોજ 9 માણસ રસ્તા પર મરે છે. માત્ર સેલફોન વાપરવાથી જ નહીં ગાડી કે ચલાવતા ચલાવતા ઘણાં આઈસક્રીમ ખાય છે, નાસ્તો કરે છે. એક ગુજરાતી સાહિત્યકાર જે હવે લોસ એન્જલસથી અમદાવાદ રહેવા આવી ગયા છે તેમની પત્ની તો ગાડીમાં કોફીનો ગ્લાસ લઈ જાય અને ગાડી ચલાવતા ચલાવતા કોફી પીવે તે મેં નજરે જોયુ છે. માત્ર અમેરિકાનોને જ આ ટ્રાફિક રોગ નથી, હવે બેલ્જીયમ, ફ્રાંસ, જર્મની, નેધરલેન્ડઝ, પોર્ટુગલ, સ્પેન અને બ્રિટનમાં આ રોગ ફેલાયો છે.
મુંબઈમાં હજી શરૂઆત છે પણ 10 વર્ષમાં આપણે ટ્રાફિકમાં સેલફોનમા વાત કરતા કરતા ટ્રાફિકમાં સપડાઈને મરનારા શહીદ થઈ જશું. હવે મોબાઈલ ફોન કાન-મગજનો જબ્બર દારૂ બની ગયો છે. અમેરિકાના માત્ર પોણા ડઝન રાજ્યોએ સેલફોનમાં વાત કરતાં કરતાં ડ્રાઈવિંગ ઉપર પ્રતિબંધ મુકયો છે. માત્ર પ્રમુખ બરાક ઓબામા એટલુ કરી શકયા છે કે સરકારી નોકરો સેલફોન વાપરતા વાપરતા ડ્રાઈવિગ કરી શકતા નથી. અમેરિકન રેલ રોડ- ટ્રેન સર્વીસના ડ્રાઈવરો ટ્રેન ચલાવતી વખતે ખાનગી સેલફોન વાપરી શકતા નથી. પણ છતાંય એક શહેરમાં માલુમ પડ્યુ કે બોસ્ટનનો ટ્રેન ડ્રાઈવર તેની ગર્લફેન્ડ સાથે સેલફોનમાં ગપ્પા મારતો હતો ત્યારે ટ્રેન ક્રેશ થયેલી.
આ એન્જિન ડ્રાઈવરે ગાડી ચલાવતા ચલાવતા 40 વખત ફોનમાં ચુંબનો અને બીજી રોમેન્ટીક હરકતો ફોન પર કરેલી. બ્રિટનમાં માલુમ પડ્યુ કે દારૂ પીને ગાડી ચલાવનારા કરતાં ગાડી ચલાવતા ચલાવતા સેલફોન વાપરનારા વધુ ખતરનાક છે. હું પોતે મારા એક મિત્રની સાથે મોટરમાં જતો હતો હતો ત્યારે કાર હાંકરનાર મિત્ર એક ગાડી સાથે અફળાતા રહી ગયો હતો કારણ કે તે સેલફોનમાં વાત કરતો હતો. અમેરિકાની બફેલો યુનિવર્સિટીનો અભ્યાસ કહે છે કે ગાડી ચલાવતા ચલાવતા ટેકસ્ટીંગ કરે તેના કરતાં પગે ચાલનારો ટેકસ્ટીંગ કરે તે વધુ ડેન્જરસ છે કારણ કે પગે ચાલનારો સેલફોન તો તેના 'પિતાશ્રી'નો છે જ પણ રસ્તો પણ 'પિતાશ્રી'નો સમજે છે! વોલસ્ટ્રીટ જર્નલ આ ખબર 10-9-2015ના લખે છે તે નોંધી લો કે 'નેશનલ સેફટી કાઉન્સીલ'નો અમેરિકા પુરતો અંદાજ છે કે 2015માં મોટર વેહીકલના અકસ્માતથી 40,000 અમેરિકનો મરશે. તેમા ડઝનેક ઈન્ડિયન-પાકિસ્તાન હશે કે નહીં?
અમેરિકામાં હ્યુસ્ટનના માઈન્યુટી મેઈડ પાર્કમાં 11મી નવેમ્બરે અને લોસ એન્જલસમાંના ડોજર સ્ટેડીયમમાં 14 નવેમ્બરે સચિન તેંડુલકર અને ઓસ્ટ્રેલિયનો શેન વોર્ન- સ્પીન બોલર  ક્રિકેટ રમશે ત્યારે ભારત વતી સૌરવ ગાંગુલી છક્કો મારશે અને બાઉન્ડ્રી ઉપર અધ્ધર આકાશમાં જશે ત્યારે લોસ એન્જલસના ટ્રાફિકમાં ક્રિકેટ રસીયા હશે તે સૌરવના છક્કાને આકશમાં જોવા જશે તો જરૂર અકસ્માત સર્જશે. વોરન બફેટ નામનો ઉદ્યોગપતિ ચિંતા કરે છે કે ટ્રાફિકમાં જતાં લોકો સેલફોનમાં વાત કરે છે તેથી અકસ્માતો થાય છે. અરે સાહેબો! અકસ્માતો તો જીંદગીમાં ડગલે ને પગલે થાય છે તેથી કાંઈ ઘરમાં 'મિયાની મીંદડી' થઈને બેસી ન રહેવાય. હિંમ્મતે મરદા તો મદદે ખુદા.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment