Sunday, 25 October 2015

[amdavadis4ever] હવે ફટ ફટ નહી ં ફૂટે ફટાકડા!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રાથમિક શાળામાં એક ગીત ભણવામાં આવતું, "દિવાળી આવી રે, ઝગમગતી આવી રે. કેવી મજા ભઈ તેવી મજા... એમાંની 'ઘેર ઘેર દીવા ચમકે, દ્વારે તોરણ મલકે' પંક્તિના સ્મરણની સાથોસાથ 'ફટાકડા તો ફટ ફટ ફૂટે' એ પંક્તિ સહજપણે મોંમાંથી સરી પડે છે. ગીતમાં આ પંક્તિ બે વાર આવે છે! કદાચ ફટાકડાના ફૂટવાનો અવાજ જોશ જન્માવતો હશે!

છ મહિનાથી ૧૪ મહિનાની વયના ત્રણ ભૂલકાંએ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસે પાટનગરમાં પ્રદૂષણને મામલે તેમને થતી તકલીફની રજૂઆત કરી, પ્રદૂષણને મામલે દાદ માગવા સુપ્રીમ કોર્ટના બારણાં ખખડાવ્યાં હતાં. તેમનો મુદ્દો દસેરા-દિવાળીમાં ફોડાતા ફટાકડાને કેન્દ્રમાં રાખી પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં જીવવા દેવાની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે તેમની - તેમના વકીલ પિતાની મદદથી કરાયેલી પિટિશનને દાખલ કરી હતી. એ સંદર્ભે સર્વોચ્ચ અદાલતે ઉપરોક્ત નિર્દેશાત્મક આદેશ આપતા એમ કહ્યું હતું કે. "કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો ફટાકડા ફોડવા સંબંધી ખરાબ અસરની લોકોને જાણ કરવા અને તે અનુસાર લોકોને સલાહ આપવા માટે પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં વ્યાપક પ્રચાર કરે.

કોર્ટે વધુમાં એમ પણ કહ્યું હતું કે, "અમે એવો પણ નિર્દેશ આપીએ છીએ કે તમામ સ્કૂલો અને કૉલેજોના શિક્ષકો, લેક્ચરરો, આસિસ્ટન્ટ પ્રફોસરો અને પ્રોફેસરો વિદ્યાર્થીઓને ફટાકડાની પ્રતિકૂળ અસરોની સમજણ આપે, એ વિશે તેમને જાગરૂક કરે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એચ. એલ. દત્તુ અને જસ્ટિસ અમિતવ રોયે ઉપરોક્ત આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને વધુ નિર્દેશ આપતા જણાવ્યું હતું કે તે આ મામલે સંબંધિત વિભાગોની સાથે સલાહમસલત કરે અને ભૂલકાં પિટિશનરોના વકીલ સિનિયર ઍડવોકેટ એ. એમ. સિંઘવીએ કરેલા સૂચનો સંબંધે એક સપ્તાહની અંદર તે વિભાગોની પ્રતિક્રિયાઓ સાથે અદાલતમાં આવે.

સિંઘવીએ એક એવું સૂચન કર્યું છે કે, સાંજના સાત વાગ્યાથી રાતના નવ દરમિયાન ફટાકડા ફોડવાની સમય મર્યાદા હોવી જોઈએ અને જોખમ ધરાવતાં ફટાકડાઓ માટે લાઈસન્સનો કાયદો હોવો જોઈએ. સરકારે ફટાકડાની ખરાબ અસરો સંબંધે વ્યાપક પ્રચાર કરવો જોઈએ અને લોકોને જવાબદારીપૂર્વક ફટાકડા ફોડવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ, એવું સૂચન પણ સિંઘવીએ કર્યું છે.

સોલિસિટર જનરલ રંજિત કુમારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ફટાકડાની ખરાબ અસરો વિશે વ્યાપક પ્રચાર કરતા પૂરતાં પગલાં તો ક્યારનાય લીધાં છે. હવેની સૂનાવણી ૨૭ ઑક્ટોબરે નિર્ધારિત કરાઈ છે. કાનૂની ઈતિહાસમાં આટલી નાની વયના પિટિશનરો આવ્યાનો આ સૌ પ્રથમ અને વીરલ દાખલો છે. પિટિશનરોમાં અર્જુન ગોપાલ અને આરવ ભંડારી પિટિશન કરાઈ ત્યારે છ મહિનાના હતા તો ઝોયા રાવ ભસીનની વય ૧૪ મહિનાની હતી. પિટિશનમાં આ બાળકોએ તેમના વકીલ પિતાની મદદથી કરેલી પિટિશનમાં પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં ઉછરવાના તેમના અધિકારની માગણી કરી હતી અને સરકારી એજન્સીઓને રાષ્ટ્રના પાટનગરમાં ફટાકડાના વેચાણ માટેના લાઈસન્સ આપતા અટકાવવાની માગણી કરી હતી. પિટિશનમાં કહેવાયું હતું કે તહેવારોની મોસમમાં પાટનગરમાં ફટાકડાઓના વ્યાપક વપરાશથી થતાં પ્રદૂષણને કારણે સંવેદનશીલ શિશુઓ દમ-અસ્થમા જેવા ગંભીર રોગોના શિકાર બને છે અને તેમની ફેફસાંની સ્થિતિ વકરે છે. ભૂલકાં પિટિશનરોએ એવી દલીલ કરી હતી કે, "નાનાં બાળકો અસ્થમા, ઉધરસ, બ્રોન્કાઈટિસ, મજ્જાતંતુઓના તંત્રના મંદ કે નબળાં વિકાસ જેવા ફેફસાંના રોગોના સૌથી વધુ નિશાન બને તેવા હોય છે. વળી કાયમી નુકસાન થવાની એટલી જ સંભાવના રહે છે. બાળકોએ તાત્કાલિક વચગાળાની રાહત માગી છે. બાળકોએ બધું મળીને સાત માગણી કરી છે, જેમાંની મુખ્ય માગણી અવાજ અને ધૂમાડો સૌથી વધુ થતો હોય એવી આતશબાજી રોકવાની છે.

મામલો અદાલતમાં છે એટલે કેસને મામલે તો ટિપ્પણી ન કરીએ, પણ ઉત્સવોમાં ફટાકડા ફોડવાના અને સતત ફોડવાને કારણે સામાન્ય માણસને પણ ખાંસી આવતી હોવાનું આપણે જોયું છે, કેટલાકોએ તો વળી અનુભવ્યું પણ હશે. આવા તહેવારના દિવસોમાં ડૉક્ટરોના દવાખાનામાં નાનાં બાળકોને લઈને આવનારાં માતાપિતાને પણ અનેકોએ જોયા હશે. એક કિસ્સામાં દિવાળીના સમયગાળામાં એક દવાખાનામાં છ મહિનાનાં શરદી-ખાંસીથી ત્રસ્ત બાળકને લઈને આવેલા ચિંતામાં ઘેરાયેલાં માતાપિતાને તબીબને બાળકની મુશ્કેલી સમજાવતા જોવાનો મોકો મળ્યો હતો. એ આખાબોલા ડૉક્ટરે પહેલો સવાલ કર્યો, "બાળકને ફટાકડા ફૂટતા જોવા લઈ જાવ છો? માતાપિતાનો જવાબ હકારમાં હતો... ત્યાર બાદ તબીબે તે બેઉને કડક અવાજે અને કડક શબ્દોમાં બાળ-ઉછેરનાં પાઠ ભણાવ્યા અને વધુ તપાસ-ચકાસણી માટે ચિઠ્ઠી લખી આપવાની સાથે બાળકને શ્ર્વાસ-દમ-અસ્થમા હોવાનું નિદાન કર્યું. જોકે તેમણે સાથે એવી પુસ્તી જોડી કે, "આવું મને લાગે છે, ટેસ્ટ કરાવી રિપોર્ટ બતાવો અને બાળકને ફટાકડા ફૂટતા જોવા લઈ જવાનું બંધ કરી દો, નહીં તો... એ 'નહીં તો'માં જે ચેતવણી હતી એ તો સૌને સમજાઈ હતી.

બાળકો જ શું કામ વૃદ્ધ અને શ્ર્વસન તંત્રની મુશ્કેલીનો સામનો કરનારાઓને પણ ફટાકડાની મોસમ ભારે અસ્વસ્થ કરી દે છે. અહીં ફટાકડા ફોડવા કે ન ફોડવાની ચર્ચા નથી, પણ ફટાકડા કેવી રીતે ફોડવા એ સમજવું બહુ આવશ્યક છે એટલું જ માત્ર કહેવું છે. એક સંશોધન અનુસાર અમેરિકામાં ૭૦ લાખ બાળકોને અસ્થમા છે અને કોઈ અજાણ્યા કારણોસર એમાં વધારો થઈ રહ્યાનું આ અભ્યાસમાં જણાવાયું છે. એ અહેવાલમાં બાળકોને કોઈ પણ વયે દમની તકલીફ શરૂ થઈ શકે છે, પણ તેના નજરમાં આવે એવા લક્ષણો પાંચ વર્ષની વયથી જોવા મળે છે. બોરીવલીમાં દુર્વા નામની ૧૪ વર્ષની કિશોરીને બાળવયથી અસ્થમા હતો. એકની એક પુત્રીને જીવાડવામાં માટે એના માતાપિતાનો પરિશ્રમ, પુરુષાર્થ કાબિલેતારીફ છે. જ્યાં ઉપાય દેખાય ત્યાં બાળકીને લઈ દોડતાં માતાપિતાને નજરે જોયા છે. આજે કિશોર વયની દુર્વા સાઈકલ ચલાવીને સ્કૂલ જાય છે, પણ મોં પરનો માસ્ક એની સુંદરતાને ઢાંકી રાખે છે. માસ્ક વગરની દુર્વા તમે કલ્પી ન શકો. એ ફટાકડાં ફોડતી નથી અને ફૂટતા હોય ત્યાં જતી નથી. એવી જ રીતે આજે ૨૨ વર્ષનો થયેલો અને નાનાચોક ખાતે રહેતો ઑટોમોબાઈલ ડિઝાઈનર શૈલ શેઠજીને બાળપણમાં અસ્થમા હતો, છતાં ટેનિસ રમવાની જિદ કરતો, તરવા જવાની હઠ કરતો ને માતાપિતાને ગૂંચવણમાં મૂકતો. એકનો એક પુત્ર એટલે માતાપિતા મર્યાદિત રીતે હઠ પૂરી કરતાં, પણ તેઓ બાળપણમાં એની એક જિદ, ફટાકડા ફોડવાની, ક્યારેય પૂર્ણ ન કરી શક્યાનો રંજ શૈલની માતાને આજે પણ છે. આવો જ એક અનુજ શાહ છે, બીજો નીરવ શાહ છે જેમણે ફટાકડા ફોડ્યા નથી. જોકે આ દુર્વા અને શૈલનાં માતાપિતા અન્ય અનેક સાવધાની રાખતાં હતાં. આજે એ છોકરાઓ પોતે જ પોતાની સંભાળ અને સાવધાની રાખે છે. સર્વોચ્ચ અદાલતનો જે ફેંસલો આવે તે સૌએ માથે ચડાવવાનો રહે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment