Tuesday, 27 October 2015

[amdavadis4ever] લોહીની હાજરી - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લોહીની હાજરી

પગેરું : રમેશ સવાણી

"સાહેબ, હું કોડિનાર સુગર ફેકટરીની કોલોનીમાં રહું છું. સુગર ફેક્ટરીમાં મદદનીશ અધિકારી છું. મારે સાત-આઠ વીઘા જમીન છે. મારે બે દિકરા મહેન્દ્ર(ઉ.૨૭) અને શૈલેષ છે. એક દિકરી વર્ષા છે, તેના લગ્ન થઈ ગયા છે. મહેન્દ્ર શિક્ષક તરીકે અમરેલી જિલ્લામાં નોકરી કરે છે. મારી પત્નીનું નામ લક્ષ્મી છે. મહેન્દ્રના પત્ની ગીતાબેન (ઉ.૨૬) આજે સવારે છ એક વાગ્યે ઘેરથી ભેંસ દોહવા માટે તગારામાં ખાણ લઈને સુગર ફેકટરીના ગેટની બાજુમાં આઈશર ટ્રેક્ટરનાં શોરૂમની પાછળ અમારી વાડી છે ત્યાં ગયા હતાં.આશરે સવા છ વાગ્યે, ફેક્ટરીના વોચમેન કાદુભાઈ સામતભાઈ તથા હક્કાભાઈ નારણભાઈ ઝડપથી મારી પાસે આવ્યા અને કહેલ કે આઈશર શોરૂમની પાછળ લતાબેનને છરી મારેલ છે. હું તરત જ હક્કાભાઈની મોટર સાયકલ ઉપર સ્થળ ઉપર ગયો.લતાબેન લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડેલ હતા. મેં તેમને પૂછયું કે શું થયું? પણ લતાબેને કોઈ જવાબ આપ્યો નહીં. ગળામાં, છાતીમાં, ડાબા ગોઠણ ઉપર ઈજા થયેલ હતી. બ્લાઉઝમાં બે કટમાર્ક હતા. જમણા હાથના પહોંચા ઉપર બે ઘા હતા. તે વખતે હોસ્પિટલની એમ્બુલન્સ આવી જતા તેમાં લતાબેનને રા.ના.વાળા હોસ્પિટલે લાવતા બેભાન અવસ્થામાં જ લતાબેન મરણ પામેલ. દોઢ વર્ષની તેની દીકરી દેવયાની મા વિનાની થઈ ગઈ છે. આવું પાશવી કૃત્ય કોણે અને શા માટે કર્યું તેની મને ખબર નથી."
ભોગ બનનાર લતાબેનના પતિ મહેન્દ્ર બારડની પોલીસે પૂછપરછ કરી. મહેન્દ્રએ કહ્યું:"સાહેબ, છ-સાત મહિના પહેલા લતાએ મને કહેલ કે હું ભેંસ દોહવા જાઉં ત્યારે સુરો ઊર્ફે સુરસિંહ મેરુ વાળા(ઉ.૨૬) મારી પાછળ પાછળ આવી છેડછાડ કરે છે. સુરાએ મને ધમકી આપેલ કે તારા ઘરનાને વાત કરીશ તો મારી નાખીશ. રવિવાર હતો, છતાં ઘાસચારો મૂક્વા જતી હતી, ત્યારે રોડ ઉપર સુરાએ લત્તાની છેડતી કરેલી. જેથી મેં સુરાને ત્રણ-ચાર લાફા માર્યા હતા. તે પછી દસ-બાર દિવસ થયા હશે. સુરાએ લત્તાની મશ્કરી કરેલ. લતાએ મને ફોન કરીને જાણ કરેલ. હું અમરેલીથી આવ્યો. સુરાને કચેરી રોડ ઉપર મેં મારેલ. તે વખતે સુરાએ લત્તાની હાજરીમાં માફી માંગેલ. રામસિંહ જાદવ અને નટુ છૈયા પણ હાજર હતા. મેં સુરાને બે વખત માર્યો હતો, તે અંગે મેં મારા માતા-પિતાને વાત કરેલ ન હતી. લત્તાની હત્યા સુરાએ કરી હોવાની શંકા છે."
પિરોજીયાએ એફ.એસ.એસ.અધિકારી સી.ડી.બાયોદરાને બોલાવ્યા. તેમની હાજરીમાં પોલીસે સુરાના ઘરની ઝડતી કરી. બાયોદરા બાહોશ અધિકારી હતા. દરેક કેસમાં જીવ રેડતા.તેણે સુરાનું નિરીક્ષણ કર્યું. તેના ચંપલ તરફ જોયું. પછી સુરાના ચંપલનું બારીકાઈથી પરિક્ષણ કર્યું. ચંપલમાં અંગૂઠા અને આંગળી વચ્ચે પટ્ટી હોય છે, તે પટ્ટી સહેજ ઉંચી કરીને જોયું તો લોહીની હાજરી મળી. લોહીનો ડાઘ હતો. તપાસ અર્થે સુરાના ચંપલ પોલીસે કબજે કર્યા. સુરાના બંને હાથના કાંડા પાસે ઉઝરડા હતા. તે અંગે પોલીસે સુરાની મેડિકલ તપાસણી કરાવી. સુરાના આંગળાના નખ પણ તપાસ અર્થે ડોક્ટરે લીધાં. ગુનાના બીજે જ દિવસે પોલીસે સુરાને અટક કર્યો. ચાર દિવસ સુધી સુરાને પોલીસ રિમાન્ડ ઉપર મેળવ્યો. સુરો જૂની રેકર્ડ વગાડતો હતોઃ"મેં લત્તાનું ખૂન કરેલ નથી."

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment