Tuesday, 27 October 2015

[amdavadis4ever] કિશોરદા: ન ભૂ તો, ન ભવિષ્યતિ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પહેલી હિન્દી ફિલ્મ 'હિમ્મતવાલા' પછી આવી 'મેરી પ્યારી બહેનિયા બનેગી દુલ્હનીયા', અત્યારે 'ધ વ્હાઈટ લેન્ડ', ૨૪ ઘંટે ગુપચુપ ગુપચુપ, 'વી આર એડલ્ટ્સ' જેવી ફિલ્મો રિલીઝને આરે છે. 

આ ઉપરાંત 'અકબર બિરબલ' , 'એક મહલ હો સપનો કા', 'કૌન અપના કૌન પરાયા', 'આપ કી પસંદ' 'જ્ઞાન કથાયે', 'ચાચા ચૌધરી', 'થોડી ખુશી થોડે ગમ' અને 'હમારી સાસ લીલા' જેવી હિન્દી સિરિયલો 'જીવન જ્યોતિ' અને 'ભાઈ તમારું તો કહેવું પડે' જેવી ગુજરાતી સિરિયલો, ઉપરાંત મરાઠી ફિલ્મો અને સિરિયલો અને એડ ફિલ્મો...

આ બધા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ગુજરાતી સર્જક જયંત ગીલાટરે અંધેરીના એમઆઈડીસી સ્થિત સ્ટુડિયોમાં પોતાની નવી ફિલ્મ 'ચૉક ઍન્ડ ડસ્ટર'ના ક્લાઈમેક્સના શૂટિંગ દરમિયાન સમય કાઢીને વાતો કરી કે પોતાને સૌથી વધુ અફસોસ કોને ન મળી શક્યાનો છે અને શા માટે?

પ્રશ્ર્ન: જયંતભાઈ, આટલા બધા વર્ષો મનોરંજન ઉદ્યોગમાં ગાળ્યા પછી ફિલ્મ જગતના કોઈને ન મળ્યાનો અફસોસ છે કે અન્ય ક્ષેત્રના મહાનુભાવને?

જવાબ: ન જાણે કેમ નાનપણથી જ મને ફિલ્મ દિગ્દર્શક બનવાની ઈચ્છા હતી. રાજેશ ખન્ના અને શશિ કપૂરની ફિલ્મો જોઈને મોટો થયો. આ બંનેના ગીતોમાં મોટે ભાગે કિશોરકુમારનો અવાજ હોય. મોટા થઈને બૅન્કમાં જોડાયો પણ ફિલ્મ જગત માટે નોકરી છોડી દીધી. કેવી રીતે આસિસ્ટન્ટ બન્યો અને સંઘર્ષ કર્યો એ બધી ખૂબ લાંબી વાત છે. પણ મારી એક ઈચ્છા ક્યારેય પૂરી ન થઈ અને તે છે કિશોરકુમાર સાથે કામ કરવાની. આ અફસોસ હું ક્યારેય ભૂલી નહીં શકું. એક-એક ફિલ્મ અને એક-એક ગીતમાં હું તેમની ખોટ અનુભવું છું.

પ્રશ્ર્ન: શરૂઆતમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા, ત્યારેય એમની સાથે એકાદ વાર કામ કરવાનો મેળ ન ખાધો?

જવાબ: મારા કમનસીબે હું ફિલ્મ-ઉદ્યોગમાં આવ્યો એ અગાઉ તેઓ સ્વર્ગે સિધાવી ગયા હતા. પણ એમનું વ્યક્તિત્વ અને અભિનય અને ગાયકી કાયમ મારા મન-મગજ પર છવાયેલા રહ્યા છે, જે આજીવન રહેવાના જ.'

પ્રશ્ર્ન: 'થોડું વિગતવાર જણાવશો?'

જવાબ: 'એક ચાહક તરીકે અને પછી ખાસ તો એક દિગ્દર્શક તરીકે મેં એમની ચાર ફિલ્મ ૧૫-૨૦ વખત જોઈ છે.-'પ્યાર કિયે જા', 'પડોશન', 'હાફ ટિકિટ', અને 'દિલ્હી કા ઠગ'.

પ્રશ્ર્ન: 'આ ચારેય ફિલ્મોમાં શું વિશિષ્ટ લાગ્યું?'

જવાબ: 'એ ચર્ચા તો ઘણો સમય માગી લે, પરંતુ ટૂંકમાં કહીશ.' 'પ્યાર કિયે જા'માં કિશોરકુમારનો યુવાન અને વૃદ્ધ તરીકેનો અભિનય બેનમુન લાગ્યો. 'પડોશન'માં મેઈન હીરો સુનીલ દત્ત પણ તેના સાથી અને લવગુરુ તરીકે કિશોરદાએ અફલાતૂન કામ કર્યું હતું. 'હાફ ટિકિટ'ના એમના એક સીનની આજ સુધી કોપી થતી જ રહે છે. 'શોલે'માં જય મોસી પાસે વીરુના જે રીતે વખાણ કરે છે, એ સીનના મૂળમાં કિશોરદાની 'હાફ ટિકિટ' જ છે. 'દિલ્હી કા ઠગ'માં પણ ખૂબ પ્રેમથી ચોરનું પાત્ર તેમણે અદ્ભુત રીતે ભજવ્યું હતું.

પ્રશ્ર્ન: 'આ તો અભિનેતા કિશોરકુમારની વાત થઈ, ફિલ્મ સર્જક તરીકે તેઓ કેવા લાગ્યા?'

જવાબ: હિન્દી ફિલ્મ જગતની ઑલ ટાઈમ ગ્રેટ કોમેડી 'ચલતી કા નામ ગાડી' કિશોરદાની દેન છે. કોમેડીમાં ગજબની બ્રાન્ડ વેલ્યુ ધરાવતા હોવા છતાં ભારે હિમ્મત કરીને ખૂબ જ સરસ અને ઈમોશનલ ફિલ્મ 'દૂર ગગન કી છાંવ મેં' બનાવી જેના બધા ગીતો આજેય હિટ છે.'

પ્રશ્ર્ન: તમારી ફિલ્મ સર્જન યાત્રામાં કિશોરકુમાર ક્યાં ક્યાં સાંભર્યા?

જવાબ: ૧૯૯૯માં મેં મિથુન ચક્રવર્તીને લઈને સ્વતંત્રપણે પહેલી ફિલ્મ બનાવી 'હિમ્મતવાલા'. આ ફિલ્મમાં એક ગીત હતું. 'દિલ કા રાજા, મૈં તેરા રાજા.' આ ગીત એમની પાસે ગવડાવવાની ખૂબ ઈચ્છા પણ ત્યારે તેઓ હયાત નહોતા. છતાં ગીત એ રીતે જ ગવડાવ્યું અને ખૂબ હિટ થયું હતું. બીજી ફિલ્મ મેરી 'પ્યારી બહેનિયા બનેગી દુલ્હનીયા'નું ટાઈટલ મેં 'સચ્ચા જુઠા'ના એમના સુપરહિટ ગીત પરથી જ લીધું હતું. મારી એક ફિલ્મ 'ર૪ ઘંટે', 'ગુપચુપ ગુપચુપ'માં સેન્ટ્રલ રોલ મેં મનોજ જોશી પાસે કરાવ્યો છે. જો દાયકાઓ અગાઉ આ ફિલ્મ બનાવી હોત તો કિશોરદા પાસે જ આ રોલ કરાવવાનું મને ખૂબ ગમ્યું હોત. હમણાં જ મારી નવી ફિલ્મ 'ચૉક એન્ડ ડસ્ટર' માટે જાવેદ અખ્તરે લખેલા ગીત 'અય જિંદગી તેરી મેરી દોસ્તી તો પુરાની', 'ધૂપછાંવ જૈસી અપની કહાની'નું રેકોર્ડિંગ સંદેશ શાંડિલ્ય પાસે કરાવ્યું. આ ગીતને સ્વર ભલે સોનુ નિગમે આપ્યો છે, પણ મારા દિમાગમાં કિશોરદા જ હતા.'

પ્રશ્ર્ન: 'આજની કંઈ ફિલ્મ કે રોલમાં કિશોરદાને લેવાનું મન થાય?'

જવાબ: ખૂબ લાંબી યાદી થાય, પણ મારી ફેવરિટ 'મુન્નાભાઈ' સિરીઝની વાત કરું. જો યુવાન કિશોરદા મળે તો સર્કિટનો રોલ કરાવવો ગમે અને એમની ઉંમર થઈ ગઈ હોય તો બોમન ઈરાનીવાળો રોલ ચોક્કસ કરાવું.

પ્રશ્ર્ન: કલ્પના કરો કે કિશોરદાને મળવાનું થાય તો શું માગો!'

જવાબ: ઘણી બધી વાતો કરવી છે, પણ ખબર નહીં કરી શકું કે નહીં. હા, એમને એટલી વિનંતી ચોક્કસ કરું કે તમારી ટેલેન્ટના રપ કે પ૦ ટકા મારામાં આવે એવા આશીર્વાદ આપો. કિશોરકુમાર જેવું કોઈ ભૂતકાળમાં નહોતું અને ભવિષ્યમાં નહીં હોય. ન ભૂતો, ન ભવિષ્યતિ. એમના જેવા અભિનેતા અને એમના જેવા ગાયક ઉપરાંત એમના વ્યક્તિત્વનો વિચાર કરો. કિશોરદા વિશેની કેટલીય વાતો યાદ આવે છે. એમની ધૂન, એમનું ગાંડપણ, એમની કંજૂસી, એમની ઉદારતા... આ બધું કોઈ એક માણસમાં? નોટ પોસિબલ, નેવર.


(શબ્દાંકન: પ્રફુલ શાહ)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment