Tuesday, 27 October 2015

[amdavadis4ever] આકાશમાં દુશ્મન ોથી ઘેરાયેલા શ ેખોને પાછા ફરવ ાની સલાહ ન માની

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દિલ્હીના પાલમમાં આવેલા ઈન્ડિયન એરફોર્સ મ્યુઝિયમ અને લુધિયાણા ડિસ્ટ્રીક્ટ કોર્ટ પાસે બે વસ્તુ સમાન દેખાશે: નાનકડું ફોલેન્ડ ફાઈટર વિમાન અને એક ભારતીય જવાનની પ્રતિમા. આ જવાન છે ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખોન.

પંજાબના લુધિયાણા જિલ્લામાં આવેલું ઈસેવાલ દાખા ગામ નિર્મલજીતસિંહ શેખોનનું વતન. જન્મ ૧૯૪૫ની ૧૭મી જુલાઈએ. પિતા ફ્લાઈટ લેફટનન્ટ તરલોકસિંહ શેખોન. આથી નિર્મલજીતસિંહનું હવાઈ દળમાં જવું સ્વાભાવિક ગણાય. ૧૯૬૭ની ચોથી જૂને તેઓ ભારતીય હવાઈ દળનું જોખમી અને તંગદિલીભર્યું જીવન છતાં નિર્મલજીતસિંહ ખૂબ મિલનસાર, એકદમ લહેરીલાલા અને સૌને કાયમ મદદરૂપ થવા તત્પર. એટલે સૌ પ્રેમભર્યાં નામે બોલાવતા: બ્રધર. નાની ઉંમર અને આટલું વ્હાલસોયું વ્યક્તિત્વ. એની ચપળતા, શૌર્ય અને દેશપ્રેમની જાણ થઈ ત્યારે દુનિયા દંગ રહી ગઈ. 

૧૯૪૭ અને ૧૯૬૫ના બોધપાઠ પાકિસ્તાનને યાદ નહોતા એટલે ૧૯૭૧માં આંધળુકિયા કરવા બહાર પડ્યું હતું. સ્વાભાવિકપણે ફરી આસાન નિશાન હતું કાશ્મીર.

પાકિસ્તાનને હવાઈ હુમલો આસાન લાગ્યો. મુખ્ય હથિયાર હતા અમેરિકન પાસેથી મેળવેલા એફ-૧૬ સાબર (જફબયિ) ૧૯૬૫ના યુદ્ધમાંય પાકિસ્તાનની હવાઈ દળની મુખ્ય તાકાત આ સાબર જ હતા. આની સામે ભારતની મુખ્ય શક્તિ હતા ટચૂકડા ડાયનેમો જેવા ફોલેન્ડ નાટ (ઋજ્ઞહહફક્ષમ ૠક્ષફિ)ં આ ફોલેન્ડ નાટ ભલે ટીણચુકડા હતા, પણ ૧૯૬૫ના યુદ્ધમાં તેણે એવો હાહાકાર મચાવી દીધો હતો કે ન પૂછો વાત. આથી જ તેને 'સાબર સ્લેયર' (સાબરના મારા-હત્યારા)નું બિરુદ મળ્યું હતું. વિશાળ-વિકરાળ સાબર વિરુદ્ધ ટચૂકડા ફોલેન્ડ નાટ ફરી સામસામા હતા. દેખાવ અને તાકાતમાં અસમાન વચ્ચેનો સામનો લાગે પણ હવાઈ સંરક્ષણની ગતાગમ રાખનારાઓ ફોલેન્ડ નાટને ઝડપ અને ચપળતાને ખૂબ માન આપતા હતા. 

વાત છે ૧૯૭૧ની ૧૪મી ડિસેમ્બરની. પાકિસ્તાન એરફોર્સની 'બ્લૅક સ્પાઈડર્સ' નામ ધરાવતી ૨૬ સ્કવૉડ્રન બહાર પડી હતી. એમાં ચાર સાબર એફ-૮૬ એફ સામેલ હતા. ચારેય વિમાનમાં તૈનાત હતા. ૫૦૦ પાઉન્ડના બે બોમ્બ અને ૧૨.૭ એમએમની મશીનગન. આ ટુકડીની આગેવાની સ્ક્વૉડ્રન કમાન્ડર વિંગ કમાંડર શરબત અલી ચાંગઝીની હતી. તેમણે મદદમાં લેફટનન્ટ એચ.કે. દોતાની, અમજદ અંદરાબી અને વિંગમેન તરીકે મરૂક મીર હતા.

આ ટુકડીએ પેશાવરથી ઉડ્ડયન કર્યુ, ત્યારે ઈતિહાસ ભૂલીને ફરી કાશ્મીરને મસળી નાખવાની મુરાદ વધુ ગતિએ ઊડી રહી હતી. ૩૨૦ કિલોમીટર દૂર આવેલી શ્રીનગરની એરપટ્ટી પર તેમની મીટ હતી. આ એરપટ્ટીને મુંબઈના ચોમાસુ રસ્તા જેવા બનાવવાની એમની નેમ હતી કે જેથી એનો ઉપયોગ અશક્ય બની જાય. આ કામગીરી સાંગોપાંગ પાર પડે એ માટે ચાર વિમાનની ટુકડીને વળાવિયા રક્ષક તરીકે વધુ એફ-૮૬ એફ અપાયા હતા, જે ફુલ્લી લોડેડ મશીનગનથી સજ્જ હતા. આ બે વિમાન ફ્લાઈટ લેફટનન્ટ સલીમ બેગ અને રહીમ યુસુફઝાઈ ઉડાડતા હતા. 

પાકિસ્તાની હવાઈદળે ભલે શ્રીનગર હવાઈપટ્ટીને લક્ષ બનાવી પણ એમ એ કંઈ રેઢી પડી નહોતી. હુમલાના સમયે દુશ્મનોના વિમાનને ફૂંકી મારવા માટે પટ્ટીના બંને છેડે બનાવાયેલા કૉંક્રિટના સેન્ટરમાં બબ્બે ઈન્ટરસેપ્ટર-વિક્ષેપક તૈનાત રખાયા હતા. 'બ્લાસ્ટ પેન્સ' તરીકે ઓળખાતા આ સેન્ટરમાં પાઈલટ ઓઆરપી (ઓપરેશનલ રેડિનેસ પ્લેટફોર્મ)માં રહેતા. ટૂંકમાં એકદમ સજ્જ, ઈશારો થતાવેંત ઉડ્ડયન માટે એકદમ તૈયાર હતા. હુમલાની ગંધ સુધ્ધાં આવતા આ સેન્ટર લડાયકની 'કેપ' (સી.એ.પી.-કોમ્બેટ એટ પેટ્રોલ) રચી દેતા હતા. 

આ બધી હકીકતથી પાકિસ્તાની હવાઈ દળ વાકેફ હોય જ પણ દોપચિલ્લી દિમાગ અને એમાં ભરાયેલી રાઈ. એટલે દિવા:સ્વપ્નમાં રાચતા-રાચતા આગળ વધી રહ્યા હતા. 

એ સમયે કાશ્મીર ખીણમાં રડારની વ્યવસ્થા ન હોવાથી પીર પાંજલ પર્વતમાળા પર નીરિક્ષણ મથકો (ઑબ્ઝર્વેશન પોસ્ટ્સ) ઊભા કરાયા હતા. એમની મુખ્ય કામગીરી આક્રમણ અને ઘૂસણખોરો પર ચાંપતી નજર રાખવાની હતી. 

પાકિસ્તાની હવાઈદળના સંભવિત આક્રમણની જાણકારી વચ્ચે ભારતીય લડાયક વિમાનો સાબર પીર પાંજલ પાસે એકદમ નીચી સપાટીએ રહીને ઉડ્ડયન કરતા-કરતા કસબા ગણના ઉત્તર ભણી આગળ વધી રહ્યા હતા. સાબર અને એફ:૮૬ એફ દૂર દૂરથી પણ સામસામી દિશામાં આગળ વધી રહ્યા હતા. ચોક્કસ ઊંચાઈએ બંનેનો ભેટો થતા રહી ગયો. 

ચાંગઝીની કળાબાજીથી એક નાટને નીચે ડાઈવ મારવાની ફરજ પડી. પાકિસ્તાન આક્રમણખોરોના ચહેરા પર મલકાટ આવી ગયો. ચાંગઝીની પાછળ અન્ય ત્રણ વિમાન હતા. આ ત્રણેય રનવે તરફ વધુ આગળ વધવાની દિશામાં પ્રયત્નશીલ હતા. 

હુમલો શરૂ થઈ ચૂક્યો હતો કારણકે પાકિસ્તાની વિમાનોએ આપણી હવાઈ સીમાનું ઉલ્લઘન કર્યું હતું. પહેલા હુમલો કર્યા પછી ચાંગઝીની ઈચ્છા એવી હતી કે વિમાનનું નવેસરથી જૂથ બનાવવું, ઓચિંતા ડાબી તરફ ધસી જવું, નિશાન વીંધી નાખવું અને પછી બારામુલ્લા તરફ આગળ વધી જવું. પરંતુ એને ફોલેન્ડ નાટ અને એને ઉડાવનારાઓની ક્ષમતાનો જરાય અંદાજ નહોતો. 

એકદમ ઠંડા હવામાન અને ગાઢ ધુમ્મસ વચ્ચે 'સાબર સ્લેયર' નાટ પોતાના શિકારની શોધમાં નીકળી શકે એમ હતા. ૧૮ સ્કવૉડ્રનની ટુકડી શ્રીનગરની હવાઈ સીમાના રક્ષણ માટે નીકળવા તૈયાર હતા. 

લેફટન્ટ બલધીરસિંહ ધુમાન અને ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખોન કમર

કસીને તૈયાર હતા. તેમને ગ્રુપ કેપ્ટન આર.એસ. સાનાદી સાથે ભેગા થવાનો આદેશ અપાયો હતો. સવારે આઠ વાગ્યે બધા ભેગા થઈ ગયા અને ૮.૦૨ વાગે તો ૩૧ નંબરની પેન્સમાંથી ફોલેન્ડ નાટ બહાર આવી ગયું, પરંતુ હજી એર-ટ્રાફિક ક્ધટ્રોલે ઉડ્ડયન માટેની લીલી ઝંડી બતાવી નહોતી. 

હુમલો નિશ્ર્ચિત લાગતા ભારતીય મશીનગનો ગર્જી ઊઠી પણ હજી વિમાનો જમીન સરસા હતા. રન-વે નિશાન પર હોય ત્યારે સામે રહેવાનું જોઈ પારખીને 'કેપ'ના ક્ધટ્રોલર અને ફ્લાઇંગ ઓફિસર યોગીન્દ્રસિંહ છુપાવાની ખાઈમાંથી બહાર નીકળી આવ્યા. તેમણે બંદૂકબાજોને હુમલાખોર પર તૂટી પડવાનો ઓર્ડર આપી દીધો, પરંતુ તેઓ પાઈલોટનો સંપર્ક સાધી ન શક્યા કારણ કે તેઓ અલગ રેડિયો ફ્રિક્વન્સી પર હતા. 

હવે કરવું શું? ધુમાને એર ટ્રાફિક ક્ધટ્રોલના સંપર્ક માટે પ્રયાસ કર્યો પણ સફળતા ન મળી. વધુ નિષ્ફળ વિલંબ વિનાશને નોતરે એ નિશ્ર્ચિત હતું. એટલે ધુમાને બ્રેક પરનો અંકુશ છોડી દીધો. વીસ સેક્ધડમાં શેખોન પણ એમની પાછળ રવાના થયા. શેખોનની સમયસૂચકતાને દાદ આપો. તેમણે વિમાન ઉપાડ્યું કે તરત જ એ સ્થળે બે બૉમ્બ ઝીંકાયાં. બૉમ્બ ફાટવાના અવાજને પાછળ મૂકીને શેખોનનું લડાયક વિમાન આગળ નીકળી ચૂક્યું હતું. 

આ ખરાખરીના ખેલમાં નાનકડા ફોલેન્ડ નાટ અને વિશાળ સાબર વચ્ચે ઊંદર-બિલાડીની રમત શરૂ થઈ. 

હવે ચાંગઝીની ટુકડીના વિમાનો ઊંચાઈ પર ઊડી રહ્યા હતા. તેઓ સસલાની જેમ ગતિ પકડવા ઉતાવળા હતા, પણ ત્યાં જ શેખોને પોતાના વિમાનની ઝડપ અચાનક વધારી દીધી. પછી એકદમ ચપળતાથી ચક્કર મારીને પોતાના વિમાનને લઈને શેતાનીના વિમાનના પૂછડાના ભાગ સુધી પહોંચી ગયા. શેખોને રેડિયો પર સંદેશો મોકલ્યો: 'હું બે સાબરની પાછળ છું. આ બદમાશોને જવા નહીં દઉં.' ધુમાને જવાબ આપ્યો: 'બહુ સરસ બ્રધર, તું છો ક્યાં?' કમનસીબે બંને ભારતીય વિમાન અલગ અને વિરોધાભાસી દિશામાં જઈ રહ્યાં હતા. પણ શેખોનનું વિમાન મક્કમતાથી પોતાની પાછળ આવતું હોવાનું જોઈને ચાંગઝીએ કેડો છોડાવવાની ચેષ્ટા શરૂ કરી. તેમણે પોતાની ટીમના અન્ય વિમાનોને ટચૂકડા ફાઈટર નાટને ભીંસમાં લેવા જણાવી દીધું. એ સમયે તેઓ વિમાનના આગળના ભાગમાં જ અન્ય વિમાનને તોડી પાડવા માટે ફ્રન્ટ ગન ધરાવતા હતા.

જો કે નિશાન વીંધવામાં ઘણી મુશ્કેલી હતી. ફાઈટર વિમાન એકદમ ઝડપી હોય અને વારંવાર સ્થિતિ બદલતા હોય એટલે દુશ્મન વિમાનને તોડી પાડવા માટે નિશાનબાજીના ઉત્કૃષ્ટ કસબની જરૂર પડે. ઘણી વાર ઉડતા વિમાનને વીંધી નાખવા માટે આડેધડ ગોળીઓ વરસાવવામાં કારતૂસો-ગોળા ખતમ થઈ જવાનો વારો આવી જાય. કલ્પના કરી જુઓ કે ઝીગઝાગ દોડતા નિશાનને વીંધવું કેવી રીતે? અને એ પણ આકાશ, પોતાનો જીવ બચાવીને.

આ સંજોગોમાં શેખોને છોડેલા ગોમો જરાક માટે દોતાનીના વિમાનને ચૂકી ગયો. હવે દોતાની બરાબરનો વિફર્યો. એક સમયે અંદરાબીએ પોતાના વિમાનને આક્રમણે વાળ્યું. આનાથી શેખોનનું વિમાન ચાંગઝી અને અંદરાબી વચ્ચે બરાબરનું સપડાઈ ગયું. 

હવાઈપટ્ટીથી પાંચ-છ કિલોમીટરના અંતરે આકાશમાં આ જંગ જામ્યો હતો. નીચે જમીન પર બૉમ્બમારાથી ઊડેલી ધૂળ અને કાટમાળ હવે શાંત પડી રહ્યાં હતા. હવામાનને લીધે સ્પષ્ટપણે જોવાનુંય મુશ્કેલ બની રહ્યું હતું. શેખોન માટે મદદ મેળવવાનું શક્ય નહોતું. પાકિસ્તાન માટે ન ચૂકવા જેવી તક આવી ગઈ હતી. સાથીઓને રેડિયો પર શેખોનનો ત્રૂટક-ત્રૂટક અવાજ સંભળાયો: 'હું બે સાબર સાથે મજા માણી રહ્યો છું. હું એકની પાછળ છું પણ બીજો મારી પાછળ છે! આટલું કહીને શેખોને ૩૦ એમએમની એડન કેનોનમાંથી સર્ર્ સર્ર્ના સુસવાટ સાથે ગોળા છોડવાનું શરૂ કરી દીધું. 

આ તરફ અંદરાબી ઝડપ વધારીને સુખોનના નાટની વધુ નજીક પહોંચ્યો. આ નાટને મસળી નાખવી ને રેડિયો પર જાહેરાત કરીને તેણે ધડાધડ ફાયરિંગ શરૂ કરી દીધું. જોતજોતામાં ૧૮૦૦ રાઉન્ડ છોડી દીધા, પરંતુ વિમાનને સીધી રેખામાં કે એક જ ઊંચાઈએ ઉડાવવાને બદલે શેખોને એવી કરતબબાજી કરી કે વિમાનનો વાળ સુદ્ધાં વાંકો ન થયો. હવે તક જોઈને શેખોને જબરદસ્ત વળતો જવાબ આપવાનું વિચાર્યું. નિશાન પર આવ્યો ચાંગઝી. અત્યાર સુધી દુશ્મનના ચાર વિમાનોનો સામનો કરતા, દુશ્મનોથી બચતા અને એને હંફાવતા શેખોનને જાણ નહોતી કે ચારની વહારે બીજા બે વળાવિયા વિમાનો પણ હતા. 

પાકિસ્તાનના ચાર અને ભારતના એક વિમાનની લડાઈથી લગભગ એકાદ કિલોમીટરની ઊંચાઈએ બે વળાવિયા વિમાનો ઉગ્ર લડાઈને નિહાળતા ગોળ-ગોળ ફરી રહ્યા હતા. દુશ્મનોની બાજ નજર શેખોનના નાટ પર હતી. શેખોન જાણતા હતા કે ક્યાંયથી કોઈ પોતાની વહારે આવી શકવાનું નથી. હિમ્મત હારે કે પીછેહઠ કરે એ બીજા. પરિણામ નક્કી હતું. બેગને વિમાનના કાચમાંથી નજીક આવતું નાટ મોટું થતું દેખાતું હતું. તેણે બેફામ ફાયરિંગ શરૂ કરી દીધું. બેફામ ફાયરિંગ આમાં નાટ પર પૂરી ૩૦ ગોળીઓ વાગી. ક્ધટ્રોલરૂમમાંથી પાછા ફરવા માટે સમજાવાયો પણ માને એ બીજા. 

શેખોને નાટને નીચે લઈ જવાનો પ્રયાસ કર્યો. આમાં જ એ ગડથોલિયું ખાઈને પડવા માંડ્યું. શેખોને બચવા માટે ઈજેકશન સીટ ખેંચી કાઢી પણ પેરેશૂટ ન ખૂલી કારણ કે ત્યારે વિમાન જમીનની ખૂબ નજીક પહોંચી ચૂક્યું હતું. અંતે સુપર શેખોનનું લડાયક નાટ વિમાન ખીણમાં ખાબક્યું. 

વધુ એક વીર દેશ માટે શહીદ થઈ ગયો. શેખોનની હીરોગીરી, અદ્ભુત શૌર્ય, ઉડ્ડયન-કલા, દૃઢ નિર્ધાર અને અસાધારણ દેશપ્રેમની દેશે અનન્ય કદર કરી. તેઓ લશ્કરમાં શૌર્ય માટેનો ઉચ્ચતમ પરમવીર ચક્ર એવૉર્ડ મેળવનારા ભારતીય હવાઈ દળના પહેલાવહેલા જવાન બન્યા. મહત્ત્વની વાત એ પણ ખરી કે સુખોનના વિમાનને તોડી પાડનારા પાકિસ્તાની પાઈલોટે એમની વીરતાની ભારોભાર પ્રશંસા કરી! 

ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખોન દેશ માટે ફના થઈ ગયા ત્યારે તેમની ઉંમર હતી ર૮ વર્ષ. સેલ્યુટ બ્રધર.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment