Sunday, 25 December 2016

[amdavadis4ever] પોતાની અણ આવડત છતી ક રી છે, રા હુલ ગાંધીએ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભારતમાં આપણે વિચિત્ર રાજકીય તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. એક તરફ એવું થયું છે કે, અઢી વર્ષમાં પહેલી જ વાર એવી હવા છે કે સરકાર મુશ્કેલીમાં છે. બીજી તરફ એવી પણ લાગણી છે કે, વિરોધ પક્ષોમાં લોકોની ભાવના-લાગણીને અભિવ્યક્ત કરવાની અથવા આ સમયની રોકડી કરી લેવાની આવડત ખરેખર નથી.

ચર્ચામાં ચગી રહ્યો છે એ મુદ્દો અલબત્ત નૉટબંધીનો જ છે. આ કવાયત બીજા મહિનાના બીજા પખવાડિયામાં પ્રવેશી છે. બૅંકોમાં પ્રમાણમાં પુરવઠો ઓછો છે, એટીએમ હજી સંપૂર્ણપણે યોગ્ય ચલણથી ભરેલાં નથી, પણ સૌથી મહત્ત્વનો મુદ્દો એવો છે કે, ભારતના નાણાં વ્યવસ્થામાંથી રોકડ કાઢી લેવાની આરંભિક આક્રમકતા છતાં વ્યવહારમાં હજી પણ ઘણી રોકડ ફરી રહી છે. એમ લાગે છે કે અર્થતંત્રને એવા કાર્યમાં જોડવામાં આવ્યું છે જે એને જ હાનિ પહોંચાડે છે અને અસ્થિરતાને હાથ ધરવાની બાબતે તે હજી પર્યાપ્ત નથી એવું જણાય છે.

નૉટબંધીની જાહેરાત કરાઈ તેના એક સપ્તાહ બાદ એક સમય હતો, જ્યારે એને ઉલટાવી શકાયો હોત. આ જ વખતે કોર્ટમાં પહેલી સુનાવણી શરૂ થઈ હતી અને મોટાભાગનું જૂનું ચલણ જનતાના હાથમાં હતું. એ સમય વીતી ગયો. રીતસર હાથમાં હોય કે જોવા મળે એવા અર્થમાં નાણાં ભારતીય રિઝર્વ બૅન્ક અથવા બૅંકોમાં ગાયબ થઈ ગયા હતા અને નવી ચલણી નોટો સંપૂર્ણ રીતે વ્યવહારમાં વિતરિત કરવામાં નહોતી આવી. સરકાર કહે છે કે સમગ્ર વ્યવહાર-સિસ્ટમ સ્થિર થવામાં બીજો એક મહિનો, જાન્યુઆરીના મધ્ય સુધીનો સમય લાગશે. એ વાત ખરી પણ હોય તોય માત્ર ચલણી નોટો છાપવાનો અર્થ એ નોટો અર્થતંત્રમાં આવી ગઈ એવો નથી થતો. રોકડ વ્યવહારમાં વિતરિત કરાવી જોઈએ અને એને કેટલો સમય લાગશે એ માટે કોઈ ખરો અંદાજ નથી.

વડા પ્રધાન સહિત થોડા લોકોએ આ વિશે તેમના નૉટબંધી ઉપરના વક્તવ્યમાં આગળ ઉપર કોઈ તકલીફ નથી, માનજો એમ આપણને ચેતવ્યા હતા. આ એક એવો સમય હતો અને એવો રાજકીય મુદ્દો હતો, જેની કોઈ પણ વિરોધપક્ષે લોકતાંત્રિક વાતાવરણમાં રોકડી કરી લીધી હોત. હેતુપૂર્વક અર્થતંત્રને ધીમું પાડે અને મહિનાઓ સુધી રોજે રોજ હજારો લોકોને ઉપાધિ-અગવડમાં મૂકે, એ મામલો એવી ભેટ છે, જેની વિરોધપક્ષોના રાજકારણીઓ ખ્વાબ જોતા હોય છે.

પહેલા કેટલાક સપ્તાહોમાં માન્યામાં ન આવે એવી રીતે સરકાર ખરા અર્થમાં લાભ મેળવી શકી હતી. ત્યારે મીડિયા પણ નૉટબંધીની તરફેણમાં હતું અને જનતા પણ કાળું નાણું અને ત્રાસવાદની વિરુદ્ધમાં દેશને માટે કતારોમાં ઊભી રહીને ખુશ હોવાનું દર્શાવાયું હતું. કૉંગ્રેસ પક્ષે કહ્યું હતું કે તે નૉટબંધીના પક્ષમાં છે, પણ લોકોને તકલીફ કે અગવડ ન પડે એ રીતે તે બાબત હાથ ધરાવી જોઈએ એવો આગ્રહ રાખ્યો હતો. આ સ્થિતિ આત્મવિશ્ર્વાસનો અભાવ અને વધારે મહત્ત્વની વાત, આગળ ઉપર શું થવાનું છે એ વિશેની સમજણનો અભાવ હતો. ખરેખર તો એમ પણ કહી શકાય કે, નિષ્ણાતો સહિત મોટાભાગના લોકોને આ મામલો કેટલો લાંબો ચાલશે કે તણાશે એનો કશો વિચાર કે કલ્પના પણ નહોતી, પણ કૉંગ્રેસને તો રાજ્યોમાં અને કેન્દ્રમાં શાસન ચલાવવાનો દશકાઓનો અનુભવ હતો. પક્ષ પાસે આ વિશે જાણવા માટે ચોક્કસ જ પૂરતા પ્રમાણમાં ડાટા અને માહિતી હતી. જો એમ ન હોય તો એ એની અણઆવડત કે અક્ષમતા જ છે.

એ મામલે અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જી જેવાં પાયાના સ્તરના નેતાઓએ પહેલા તબક્કેથી જ કોઈ પણ શરત વિના નૉટબંધી-વિમુદ્રીકરણનો વિરોધ કર્યો હતો. આ પગલું અવિચારી છે અને એનાથી જનતાનો ટેકો ગુમાવશે, એમ એ લોકોએ કદાચ ત્યારે જ ઓળખી લીધું હતું. ખાતરીપૂર્વક એમ થયું, અગવડ ચાલુ રહી અને કાળાં નાણાં પર આક્રમણ કરવાનો પ્રકાર ડિજિટલ અર્થતંત્ર નિર્ધારિત કરવામાં પલટાયો એટલે કતારોમાંથી સુખબોધ ખતમ થવા લાગ્યો.

આ બાબત કૉંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી વિશે નબળી વાત કરે છે કે, એ લોકો વિમુદ્રીકરણની કરુણાંતિકા પ્રગટ કરી શકે એવી સહજ ભાષા રજૂ કરી શક્યા નહીં. નારાઓ સાથે તમારા આધારના પાયાને જોમદાર બનાવવો એ લોકપ્રિય રાજકારણમાં અતિશય મહત્ત્વની બાબત છે. બ્રિટિશરો સામે આ રીતની અજમાયશ કરવામાં (મહાત્મા) ગાંધી સર્વોત્તમ હતા અને એવી જ રીતે નરેન્દ્ર મોદી છે, જેઓ આપણા સમયના સૌથી વધુ પ્રતિભાશાળી રાજકારણી છે. કૉંગ્રેસમાં આવી આવડત નથી અને બેવકૂફીભર્યું વર્તન કરે છે, જેને અમૂલ્ય રાજકીય તક અપાઈ હતી અને એ કેવી રીતે યોગ્ય રીતે ઝીલી લેવી એ વિશેનું કશું ભાન નહોતું.

રાહુલ ગાંધીએ આ કટોકટીને જે રીતે હાથ ધરી એનો કશો અર્થ નહોતો. પહેલા તો આનાકાની કરતા રહ્યા ને પછી કૉંગ્રેસના એકપક્ષી પગલા દ્વારા તેમણે અર્થહીનપણે વિપક્ષની એકતા તોડી હતી. તેમણે વડા પ્રધાનના અંગત ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવાની ચીમકી આપી હતી ને પછી તેઓ છેવટે મોદીને મળ્યા ત્યારે તેમણે વિષય ચાતરીને ખેડૂતોની દુર્દશાની વાતો કરી હતી. એવું જણાય છે કે, એમના અભિગમમાં કે મામલો હાથ ધરવામાં સહેજ પણ શિસ્ત-સફાઈ નહોતી કે નહોતું કોઈ ધોરણ. બહુ ઓછા લોકો માને કે મોદી અંગત-વ્યક્તિગત રીતે ભ્રષ્ટ છે. આ કોઈ એવા પ્રકારનો આક્ષેપ નહોતો જે આવી લાપરવાહીથી કે રમતા રમતા કરી દેવાય, તેમ છતાં એ આક્ષેપ એ રીતે જ કરાયો હોવાનું લાગે છે.

આપણે અત્યારે હવે સરકાર દ્વારા સ્વ-નિર્મિત કટોકટીની મધ્યમાં છીએ. એવી કટોકટી જે નાગરિકોને સાંકળી લે છે, જોડી લે છે અને આપણે જે રીતે જીવન જીવીએ છીએ એને અસર કરે છે. વળી, વ્યક્તિગત અગવડના સ્તરે અને આર્થિક સ્તરે શરૂના થોડા મહિનાઓ સુધી આ કટોકટી નવા વર્ષના શરૂના અઠવાડિયાઓ સુધી ચાલવાની શક્યતા છે. આ એ કટોકટી છે જેને સરકાર દ્વારા કંગાળ રીતે હાથ ધરવામાં આવી છે તથા વિરોધપક્ષો દ્વારા પણ આ કટોેકટીને વધુ હલકી રીતે હાથ ધરવામાં આવી હતી, એ એક બાબત પણ સાવ સ્પષ્ટ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment