Friday, 30 December 2016

[amdavadis4ever] જોયું ,ભૈ જોયું મોબાઈલિયુ !

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હેમંત ગોહિલ 'મર્મર'

*એક યુવાન એક વૃધ્ધ્જનને મોબાઈલ બતાવે છે ,તેના પ્રત્યુતરમાં વૃદ્ધજન યુવાનને કહે છે તે ગીત*
 

જોયું ,ભૈઇ જોયું મોબાઈલિયુ ...

આઘે અંધારે રિયા વાતું ઝીંકો છો રોજ ભેળાં હોવાની ચમકીલીયું ....

અમે મળતાં'તા ઈતો અહાઢી મેઘ જેમ
મળવાનું સીમને રૂબરૂ ;
છલકાતી હોય આંખ નદીયુંની જેમ અને
રેલાતું હોય જણ હરૂભરૂ.
વાદળની જેમ કોઈ વરસતું હોય એનું ખોબામાં જળ કો 'દી ઝીલિયું ?
જોયું ,ભૈઇ જોયું મોબાઈલિયુ ...

યાદ કરે કોક અને આવી જાય હેડકી
કહેવાય કવરેજ એને સાચું ;
ટાવરના ટેકે ટેકે ગુબ્બારા ગોઠવી ,
બાંધો મકાન તમે કાચું .
ફોટામાં હોય ભલે રૂડું રૂપાળું તોય ચીતર્યું ગુલાબ કો 'દી ખીલિયું ?
જોયું ,ભૈઇ જોયું મોબાઈલિયુ ...

વંકાતા હોઠના વાંચ્યા sms ?
રૂદિયાના સાંભળ્યા છે રીંગટોન ?
આંખના ઈશારામાં થઇ જાતા કોલ
છોરું !
એને કે 'વાય ખરો ફોન .
ગાલના ગુલાલમાં ભળેલું નામ તમે વાંચ્યું છે કોઈ દી અબીલિયું ? ...
જોયું ,ભૈઇ જોયું મોબાઈલિયુ ...

કરવા એક્ટીવ તમે રાખો સીમકાર્ડ
એમ ભીતરમાં નામ એનું રહેતું ,
વાસી -ઉતરેલા સાવ હાય -હલ્લો પીરસી ને
આવે ઓડકાર લે,કહે તું .
ખાલી ગલાસ જેવા વાયદા શું જાણે કે નજરૂં પણ હોય છે નશીલિયુ .....
જોયું ,ભૈઇ જોયું મોબાઈલિયુ ...!

################
મનુભાઈ પારેખ

સાંતા ક્લોઝ તો
મોટી ક્લબમાં આવે,
પાર્ટીઓમાં આવે,
હોટેલમાં આવે.
બા, તું જ એકાદ રોટલી
ચૂલા ઊપર ચડાવ ને !
બા, એકવાર પાછી આવ ને !

બા, સફેદ મોજામાં
તારા જેવો સ્પર્શ
નથી વરતાતો,
રસોડામાં રોજ સવારે
ધીમું ધીમું,
એ પણ કેમ નથી ગાતો ?
બા, એને તો
ગુજરાતી પણ નથી આવડતું.
શું કરવી મારે
એની સાથે વાતો ?

બા, સાંતા ક્લોઝ તો
ફક્ત ગીફ્ટ આપે છે.
જો શક્ય હોય તો
થોડા આશીર્વાદ પણ
એની સાથે મોકલાવ ને !
બા, એક વાર પાછી આવ ને !

બા, સફેદ દાઢીમાં
તારા જેવું સ્મિત
કેમ નથી દેખાતું ?
એના ખોળામાં માથું મુકવાનું મન નથી થાતું.
બા, આ બાજુ
તલ શીંગની ચીકી ને
મમરાના લાડુ,
ને પેલી બાજુ
ચોકલેટની રેલમ છેલ.

બા, આ બાજુ તારા અવાજમાં
હજુ પણ ગુંજતા હાલરડા,
ને પેલી બાજુ જિંગલ બેલ.
કોણ જાણે કેમ એવું નથી
લાગતું કે મારી ઈચ્છાઓને
પાંખો આવી હોય
સફેદ દાઢીમાં
પારકા સુખને જાણે
અંગ્રેજી આંખો આવી હોય.
બા, જિંગલ બેલની ટયુનમાં
એકાદ હાલરડું મોકલાવ ને !
બા, એક વાર પાછી આવ ને !

બા, સાંતા તારા જેટલો
ક્લોઝ તો ન જ આવી શકે.
એના થેલામાં એક વાર
તારી જાતને મોકલાવ ને !
બા, એક વાર પાછી આવ ને !

મનુભાઈ પારેખ

__._,_.___

Posted by: =?UTF-8?B?4oiC0L3OsdGP0LzRlM63?= <ag.dharmen@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment