Wednesday, 4 November 2015

[amdavadis4ever] સ્માર્ટ ફોનન ા વળગણથી ચેતો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અત્યાધુનિક ટૅકનોલોજીના પ્રતાપે માનવીનું જીવન સરળ બની રહ્યું છે. કોઈ મહત્ત્વનો સંદેશ મોકલવો હોય તો વૉટ્સ ઍપ પર મોકલી દીધો એટલે પત્યું. જેને સંદેશ મોકલ્યો હોય એનો જવાબ પણ પળભરમાં મળી જાય. ઘણાંને સ્માર્ટ ફોનનું એટલું ઘેલું હોય છે કે તેઓ રાતે સૂતી વખતે પણ ફોન પોતાની પાસે રાખીને સૂએ છે. સ્માર્ટ ફોન એક આશીર્વાદ છે એની ના નહીં પણ લાંબા ગાળે એનાં દુષ્પરિણામો જોવા મળે છે. ઘણીવાર પતિ-પત્ની અથવા પ્રેમી પ્રેમિકા વચ્ચે વિખવાદ થતાં બંને વચ્ચેનો સંબંધ બગડે છે. બેમાંથી કોઈ એકનું હૃદય ભગ્ન થતાં તેની મન પર અસર થતાં તે હતાશ થઈ જાય છે. એકવાર હતાશાની લાગણી જન્મે એટલે તેમાંથી બહાર આવતાં લાંબો સમય લાગી જાય છે. 

આ વિષે બૅલોર યુનિવર્સિટીની હાન્કામેર સ્કૂલ ઑફ બિઝનેસના સંશોધકોએ બે અલગ સર્વે કર્યા હતા. અમેરિકામાં ૪૫૩ પુખ્ત વયનાને આવરીને 'પાર્ટનર ફોન સ્નબિંગ' સર્વે કર્યો હતો. એમાં પોતાના પાર્ટનરની સાથે હોય ત્યારે ફોનનો વપરાશ કરતા અથવા ફોનની સ્વિચ ઑફ રાખતા લોકોના સંબંધ કેવા અને કેટલા છે, એ બંને વચ્ચે એ બાબતે ઝઘડો થાય છે કે નહીં અને થાય તો એટલો ઉગ્ર બને કે બંને એકબીજાના મોઢાં સુદ્ધાં ન જુએ. 

સંશોધકોએ જણાવ્યું હતું કે પોતાનો પાર્ટનર તેને છેતરી રહ્યાની લાગણી જન્મે ત્યારે બંને વચ્ચે ઘર્ષણ પેદા થવાને પરિણામે તેમના સંબંધો સાવ નીચલી કક્ષા સુધી પહોંચી જાય છે. એને કારણે બંનેમાંથી કોઈને સંતોષ નથી થતો જીવન જીવવામાંથી રસ ઊડી જાય છે. મન આળું થઈ જતાં હતાશાની લાગણી જન્મે છે. 

સંશોધકોને જણાયું હતું કે યુગલ સાથે હોય ત્યારે બે માંથી એકના સૅલ ફોન પર બિપ થાય ત્યારે તેને ચીડ ચડતી હોય છે. તે એમ વિચારે છે કે એક તો બંનેને સાથે રહેવાનો સમય ખૂબ ઓછો મળતો હોય છે. એવામાં આવી ખલેલ પહોંચે એટલે સ્વાભવિક રીતે ચીડ ચડે છે. પછી થાય એવું કે બંને વચ્ચે બોલાચાલી થતાં તિરાડ પડે છે. વારંવાર આવું થાય તો પેલી કહેવત 'મન મોતીને કાચ નહીં સાંધો નહીં રેણ' જેવી બંનેની હાલત થઈ જાય છે. ખાસ કરીને પ્રેમિકા અથવા પત્ની ડોમિનેટિંગ હોય તો એ ક્ષણે બંને વચ્ચે ઝઘડો થયા વિના રહેતો નથી. એમાં ઘરમાં નાનું બાળક હોય તો તેના મન પર કાળક્રમે ખરાબ અસર પડતી હોય છે. કાચ જેવા નાજુક સંબંધ જાળવી રાખવા હોય તો ઑફિસ હોય કે ઘર સૅલ ફોનનો ખપ પૂરતો જ વપરાશ કરવો જોઈએ. 

સંશોધકોને એવું પણ જણાયું હતું કે યુગલો પૈકી જેને અસલામતીની લાગણીનો વારંવાર ભોગ બનતા હોય એવાઓએ પોતાના પાર્ટનરનાં વર્તનની બાબતે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. કારણ એટલું જ એકવાર અસલામતીની લાગણી પેદા થાય એટલે વિશ્ર્વાસઘાત અને પોતાની સાથે છેતરપિંડી થઈ રહી હોવાનું લાગવા માંડે તો લાંબા ગાળે એની વિપરીત અસર થતી જોવા મળે છે. સો ટચની વાત એ છે કે ખુશહાલ જિંદગી જીવવી હોય તો 'જાગ્યા ત્યાંથી સવાર'ના સૂત્રને અનુસરીને સૅલફોનનું વળગણ દૂર કરીને તેનો ખપ પૂરતો ઉપયોગ કરી જુઓ. આમ કરનારને ક્યારેય કોઈ સમસ્યા નહીં નડે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment