Wednesday, 4 November 2015

[amdavadis4ever] વરનો બાપ: ડિક્ટ ેટર કે ડિરેક્ટર!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'થોડી વારમાં તારા પપ્પા આવશે... તું હજી તૈયાર નથી થયો? રેણુકાબહેને મિતેશને હજી શૅવ કર્યા વગરનો, આળસ મરડતો જોયો ને એમને ફાળ પડી, "તને ખબર તો છે તારા પપ્પાનો સ્વભાવ...

"તે? મિતેશ ઉપર રેણુકાબહેનના ઉશ્કેરાટ કે ચિંતાની સહેજેય અસર નહોતી, "એમનેય મારો સ્વભાવ ખબર પડી જવો જોઈએ હવે. એણે નજીક આવીને રેણુકાબહેનના ગાલ પર હાથ મૂક્યો, "હું એમનાથી ડરતો નથી. પછી હસીને ઉમેર્યું, "તારી જેમ.

"હા ભઈ હા, હું તો ડરું જ છું. રેણુકાબહેને કહ્યું, એમણે મિતેશનો હાથ ખસેડીને ફરી ઉતાવળ કરી, "જલદી કર, તૈયાર થઈ જા.

"પણ જવાનું ક્યાં છે ? મિતેશને ગઈ કાલથી ખબર નહોતી કે આ બધી તૈયારીઓ ક્યાં જવા માટે થઈ રહી છે. એના ઘરમાં ગઈ કાલથી એક વિચિત્ર પ્રકારનો માહોલ હતો, "તૈયાર થઈને શું કરવાનું છે?

"અરે! તારા પપ્પાના ફ્રેન્ડ નથી, પેલા મૂકેશભાઈ? એ એમની દીકરીને લઈને તને જોવા આવવાના છે.

"હેં ?! મિતેશે વિચિત્ર મોઢું કર્યું, "મને પપ્પાએ આજથી મ્યુઝિયમમાં મૂક્યો છે? ટિકિટ રાખી છે કે મફત ?

"મજાક નહીં કર. ચલ પ્લીઝ, તૈયાર થા.

"તૈયાર થઈને શું કરવાનું ? હું એ છોકરીને રોજ તૈયાર થઈને નથી મળવાનો. આવો પસંદ કરશે તો જ લગન થાય... મિતેશે ફરી આળસ મરડી, "આવવા દે.

"તું સમજતો કેમ નથી ? રેણુકાબહેન હવે પૂરેપૂરાં અકળાઈ ગયાં, "મૂકેશભાઈની અમેરિકામાં કેટલી બધી મોટેલ્સ છે. એકની એક દીકરી છે. તને કાયમ માટે અમેરિકા... રેણુકાબહેને ફરી એક વાર વહાલથી મિતેશના ગાલે હાથ મૂક્યો, "તારી તો લાઇફ બની જશે, બેટા.

"નથી બનાવવી મારે લાઇફ. મિતેશનું મગજ છટક્યું, "ઍન્જિનિયર છોકરાને ટોઇલેટ ધોવા મોકલે છે મારો બાપ? હું નથી જવાનો. મિતેશે બૂમ પાડીને કહ્યું.

"સમજતો કેમ નથી ? તારા પપ્પાએ મૂકેશભાઈને વચન આપી દીધું છે. તું કંઈ પણ બોલીશ તો એ ભડકી જશે. કારણ વગર બહારના માણસની સામે તમાશો થશે. રેણુકાબહેન કરગરી પડ્યાં.

"વ્હોટ ટુ ડુ યુ મીન બાય વચન આપી દીધું છે ? જિંદગી મારી છે કે એમની? મિતેશે ટેબલ પર પડેલો ગ્લાસ લઈને પછાડ્યો... મિતેશ તો ઘરમાંથી જતો રહ્યો. રેણુકાબહેન કશું કરી શક્યાં નહીં... એ દિવસે ઘરમાં બહુ મોટો તમાશો થયો.

* * *

આજના સમયમાં ઘણાં બધાં માતાપિતા પોતાના દીકરા કે દીકરીને અમેરિકા મોકલવા માગે છે. એમને લાગે છે કે અમેરિકામાં ભવિષ્ય છે, પૈસા છે. એકના સાઠ-પાંસઠ ગણા થયા છે એવા સમયે છોકરાઓ અહીંથી જતા રહે તો ત્યાં સુખી થઈ જાય, પણ આજની પેઢી જુદી છે. જુદુ વિચારતી અને જુદુ જીવતી. એમાંય જ્યાં લગ્નનો સવાલ આવે છે ત્યાં તો આ પેઢી બિલકુલ જુદું જ વિચારે છે. એમાંય હજુ દીકરી કદાચ માતાપિતાનું માને કે એમનું માન રાખવા પોતાનું મન મારીને પણ માતાપિતા જ્યાં લગ્ન કરાવે ત્યાં કરી લે, પરંતુ દીકરો તો સામાન્ય રીતે આવા કોઈ દબાણને વશ થતો નથી. આજના દીકરાઓ વ્યવસાયથી શરૂ કરીને વિવાહ સુધીની બાબતમાં ઘણા વધુ સ્વતંત્ર થતા જાય છે. દીકરી સાથેના સંબંધો હજી પણ દબાણના કે પ્રેશરના હોઈ શકે છે, કારણ કે આજે પણ ભારતમાં પુત્રીની સ્થિતિમાં બહુ બદલાવ આવ્યો નથી. દીકરીના ઉછેરમાં અને દીકરાના ઉછેરમાં આજે પણ આપણા દેશમાં તફાવત જોવા મળે છે.

બદલાતા સમય સાથે હવે મિત્રો અને આસપાસની દુનિયાના પિયર પ્રેશરને કારણે હવે યુવા પેઢી બદલાતી જાય છે. એમાંય ખાસ કરીને છોકરાઓને એવું સમજાવા લાગ્યું છે કે વિદેશ જઈને હોટેલ કે મોેટેલ પ્રકારનું કામ કરવું એના જ માટે હિતાવહ છે, જેની પાસે ડિગ્રી ન હોય. ભણેલા-ગણેલા છોકરાઓ પહેલા તો વિદેશ જવા માગતા નથી. જાય તો ડિગ્રી લઈને, માસ્ટર્સ કરીને પાછા ફરવા માગે છે. ત્યાં જ્ઞાતિબંધુ સાથે માતાપિતાએ ગોઠવેલાં કોઈ લગ્નો આ નવી પેઢીના યુવાનને સીધેસીધા ગળે ઊતરતાં નથી, ને એમાં ખોટું પણ શું છે. આજથી થોડાં વર્ષો પહેલાં વિદેશનું, ખાસ કરીને અમેરિકાનું જે મહત્ત્વ હતું એ હવે નથી રહ્યું. આપણા દેશમાં વધુ સગવડ, વધુ સવલત અને વધુ સુવિધાઓ ઉપલબ્ધ છે. સારું કમાતા કે સારું કમાઈ શકતા લોકોએ હવે વિદેશ જવાની જરૂર નથી એવું આજની પેઢી માનતી થઈ છે. છોકરીઓને આજે પણ વિદેશ જવાનું આકર્ષણ હોઈ શકે છે, પરંતુ વધુ ને વધુ યુવાન છોકરાઓ ભણી-ગણીને ભારત પાછા ફરવાની પસંદગી કરે છે. ખાસ કરીને જે લોકોના પરિવાર સેટલ્ડ છે, પિતા પાસે સારી રીતે જીવી શકાય એવી જિંદગી છે એવા પરિવારના યુવાનોને હવે આ જ દેશમાં પોતાનું ભવિષ્ય બનાવવામાં રસ પડવા માંડ્યો છે.

જે માતાપિતા આજે પચાસ-પંચાવન કે વધુ ઉંમરના છે એ માતાપિતા હજીયે એમના જૂના વિચારો, માન્યતાઓ અને ઇમ્પ્રેશન્સ સાથે વિચારતા જોવા મળે છે. મોટા ભાગનાં માતાપિતા પોતે જ સપનાં પૂરાં ન કરી શક્યાં હોય એ પોતાના સંતાનના ભવિષ્યમાં પૂરાં કરવાનો નિષ્ઠાપૂર્વક અને મરણિયો પ્રયાસ કરે છે. પોતે ઘણો સંઘર્ષ કરીને સેટલ્ડ થયાં હોય એવાં માતાપિતા પોતાના દીકરા કે દીકરી માટે 'વેલ સેટલ્ડ' પરિવારોના સંબંધની શોધ કરતા હોય છે, પણ આજની પેઢીની યુવાન છોકરીઓ પણ પોતાના ભવિષ્ય વિશે પ્રમાણમાં ઘણી વધુ કોન્ફિડન્ટ છે. છોકરાઓ તો સાવ જુદી જ રીતે વિચારે છે. પિતાનો બિઝનેસ હોય એવા ઘણા છોકરાઓ હવે એ બિઝનેસમાં જોડાવાની ના પાડે છે. રેસ્ટોરાં, ડેરી, હોટેલ કે ફેક્ટરી જેવા બિઝનેસ નવી પેઢીને નથી ગમતા. એમને તૈયાર કૅક ખાવામાં એટલો રસ નથી, જેટલો એમની આગવી ઓળખ ઊભી કરવામાં છે. સંઘર્ષનો એમને ભય નથી લાગતો. ઇનસિક્યોરિટી એમણે જોઈ નથી. એટલે કદાચ એમને એ અનુભવની ખબર જ નથી, જે અનુભવનો વિચારમાત્ર એનાં માતાપિતાને કોરી ખાય છે.

માતાપિતા ઇચ્છે છે કે એમનાં સંતાન વગર મહેનતે એક સુખની, સગવડભરી જિંદગી વિતાવે - નવી નવી પાંખો ફૂટી છે એવાં સંતાન, ખાસ કરીને યુવાન પુત્રો ડિઝાઇન કરેલા રસ્તા પર હાથમાં પકડાવી દેવામાં આવેલા નકશા પ્રમાણે ચાલવા તૈયાર નથી !

બદલાતા સમય સાથે જન્મેલી નવી પેઢી એમની હથેળીમાં એમનું ભવિષ્ય લઈને જન્મી છે. માતાપિતાને એમના ભાગ્યવિધાતા થવાને બદલે એમના રાહબર થવું વધુ સહેલું પડશે...

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment