Saturday, 7 November 2015

[amdavadis4ever] સમાજમાં સદાચ ાર-રોજગાર વધ ારવામાં ગૌસે વાનું મહત્ત્વ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ધનતેરશ એટલે ધેનુ તેરશ - ગાયના સમૂહને ધેનું કહેવાય છે. સોમવારે ધનતેરશ છે, પરંતુ રાજકારણ - ચૂંટણીના પરિણામના દેકારામાં સારી વાત સંભળાતી નથી. વાસ્તવમાં વર્ષમાં ત્રણ દિવસ માત્ર ગાયમાતાના પૂજનના છે, તેમાં મકરસંક્રાંતિ, બોળચોથ (શ્રાવણ વદ-૪) અને ધનતેરશ - આ રીતે કોઈને ત્રણ વખત મહત્ત્વ મળ્યું નથી. તે ગૌપ્રધાન સંસ્કૃતિ ધરાવતાં ભારતમાં ગાયમાતાને મળ્યું છે.

દેશભરમાં સેંકડોની સંખ્યામાં ગૌશાળા - પાંજરાપોળ છે ત્યાં તમામ પ્રકારના જીવનું સંવર્ધન અને લાલનપાલન કરવામાં આવે છે. આવી સંસ્કૃતિ માત્ર ભારતમાં જ વિદ્યમાન છે. પ્રજાએ રચનાત્મક રીતે તેમનો સહકાર હજુ વધારવાની જરૂર છે. ખાસ કરીને કાયદા કાનૂન પસાર થયા બાદ એક પણ ગૌમાતા રસ્તા પર ન હોય તે જોવાની ફરજ સમગ્ર સમાજની બની જાય છે.

ગૌશાળા-પાંજરાપોળને "મેનેજરિયલ વર્ક ફોર્સની જરૂર છે. વહીવટી, નાણાકીય કામકાજ કરી શકે અને સંચાલકિય આવડત-ક્ષમતા હોય તેવા સક્ષમ નિવૃત્ત તેમ જ યુવાન સંચાલકોની ખાસ જરૂર છે. રોટેશનમાં એક મહિનો સેવા લેવાની કામગીરી ન થઈ શકે? આ બાબતે વિચારણા કરવાની જરૂર છે.

ગુજરાતમાં ગૌસેવા આયોગ દ્વારા લોકભોગ્ય નીતિ અને કાર્યક્રમ અમલી બન્યા છે, તે એક નોંધપાત્ર બાબત છે. પ્રજાએ પણ તેમાં સહયોગ આપીને ગૌસંવર્ધનનો વ્યાપ વધે તેમ કરવું જોઈએ. ગૌચર વિકસાવવા હવે ગૌસેવા આયોગ દ્વારા કાર્ય થઈ રહ્યું છે, તેમાં નાગરિકો અનેક રીતે પોતાનો ફાળો આપી શકે છે.

ગૌશાળાઓને ઘાસનો પૂરવઠો મોંઘો પડી રહ્યો છે, આથી તેમના પર બોજ વધી રહ્યો છે - આ બાબતનું નિરાકરણ થવું જોઈએ. દ્વારકા-ઓખા વચ્ચે ખારાપાટની જમીન અને કચ્છમાં આવેલી સૂકી જમીન પર ઘાસચારાનું ઉત્પાદન કરવા જમીન લીઝ પર સ્વૈચ્છિક સંગઠનોને આપવાની જરૂર છે. દ્વારકા પાસે તો હજારો એકર સરકારી ખરાબાની જમીન પડેલી છે.

તેવી જ રીતે ગુજરાતના ૩૧ જિલ્લાના અનેક તાલુકામાં જમીન છે, પરંતુ ત્યાં લીલા ચારાનું ઉત્પાદન થાય તેવી વ્યવસ્થા ગોઠવવી રહી. સૌથી મોટો પ્રશ્ર્ન આવી વિશાળ પાયે વ્યવસ્થાશક્તિ કોણ ગોઠવી શકે? તેમાં વિપુલ પ્રમાણમાં કુશળ અને બિનકુશળ માનવસંપદાની જરૂર પડે છે. આ કાર્ય નાનું અને સરળ નથી.

પરંતુ ગૌશાળા અને પાંજરાપોળ પહેલાની તુલનામાં આર્થિક રીતે પગભર છે. હવે તેમણે માનવશક્તિના કૌશલ્ય દ્વારા તેમના પ્રશ્ર્ન, સમસ્યા ઉકેલવા કટિબદ્ધ થવાની જરૂર છે. ઘણી સંખ્યામાં યુવાનો પણ સેવા આપે છે તેમની શક્તિનો લાભ લેવો રહ્યો. ઘાસનો પૂરવઠો વધે તો ખર્ચા ઓછા થાય, કારણ કે સારા વર્ષમાં પણ ઘાસના ભાવ તો વધતા જ જાય છે.

ફયૂઅલ-ફીડર અને ફૂડ ત્રણેયના ભાવ સતત વધ્યે જ રાખે છે. તેમાં ફયૂઅલ (ક્રૂડ તેલ)ના ભાવ નિયંત્રણમાં છે, તેનાં કારણ જુદાં છે, પરંતુ ઘાસચારા - ઘઉંના ભૂંસાના ભાવ વધી ગયા છે. અલબત્ત પ્રદેશ, વિસ્તાર અનુસાર તે ભાવ હોઈ શકે છે, પરંતુ જેમણે જવાબદારી લીધી છે તેઓને આર્થિક બોજ કઠે છે તેટલું જ કહેવાનું છે.

ધનતેરશ એટલે ગૌમાતાને યાદ કરીને તેમનાં પૂજન અને સંવર્ધન માટે પ્રતિબદ્ધતા દર્શાવવાનો દિવસ. ભારતની ગૌપ્રધાન સંસ્કૃતિમાં ગાય માટે વિશાળ પાયે લખાયું છે. ગીતા પ્રેસ - ગોરખપુર દ્વારા "કલ્યાણનો ગૌસેવા અંક ૧૯૪૮માં બહાર પાડવામાં આવ્યો હતો. તેમાં સેંકડોની સંખ્યામાં સંસ્કૃતમાં માત્ર ને માત્ર ગાયમાતા પર શ્ર્લોક છે. તેનાથી આપણી સંસ્કૃતિની વિશાળતાનો ખ્યાલ આવે છે.

આયુર્વેદમાં "દુગ્ધ ચિકિત્સાનું વિસ્તૃત પ્રકરણ છે. તેમાં દેશી ગીરની ગાયના દૂધના સેવનથી કઈ રીતે લાભ થાય છે તેનું વિસ્તૃત વિવરણ છે. અલબત્ત આજના કળિયુગમાં કોઈને પણ સત્ત્વશીલ વાતમાં રસ નથી - શ્રદ્ધા નથી એટલે સમગ્ર સમાજ દુ:ખી અને ત્રસ્ત છે. ઑપરેશન અને હૉસ્પિટલના ચક્કર તેમને ફાવે છે. જૂના સમયના ગામડામાં ઘરે ઘરે ગાયનું પાલન થતું હતું ત્યાં ટીબી, કેન્સર, બાયપાસ, કીડની વગેરેના રોગ નહોતા.

કાયદા-કાનૂનથી ગૌરક્ષાને પીઠબળ મળ્યું છે તેવે વખતે તેમની સુરક્ષા અને લાલનપાલન એ સમાજની જવાબદારી બને છે. પૈસા આપીને છૂટી જવાનો કોઈ અર્થ નથી. વ્યક્તિગત રીતે તન્મયતાથી એટલે કે જવાબદારી સાથે કાર્ય કરવું તે ફરજ બની રહે છે. અલબત્ત, આવું કાર્ય થાય છે તેનો વ્યાપ હજુ વધવો જોઈએ.

ઘણી બાબતો એવી છે કે તેમાં સમયનું રોકાણ આજે મહત્ત્વનું છે. ગૌસંવર્ધન બાબતનો છેલ્લાં ૧૦૦ વર્ષમાં એવો તો ઉપહાસ - અવગણના કરવામાં આવી છે કે તેમાં લાખો માનવ કલાકનું રોકાણ થશે ત્યારે પરિણામ જોવા મળશે. આ કોઈ નાનું કાર્ય નથી. સમગ્ર સમાજની ભલાઈ-ઉત્કર્ષ માટેનું કાર્ય છે.

ગૌસેવાથી પ્રજાનું આરોગ્ય સુધરે, તંદુરસ્તી વધે, સમાજની એકંદર કાર્યક્ષમતા વધે, પર્યાવરણ સુધરે, ખેતીવાડીમાં ઉત્પાદન વધે અને સૌથી વધુ તો સમાજમાં સદાચાર અને રોજગારી વધે - આવી બાબતોનું મૂલ્ય રૂપિયા-આના-પાઈ કરતાં વધારે છે, તેને તે રીતે મૂલવવાની જરૂર છે. સમાજમાં આવી બાબતે જાગૃતિ લાવી વિચારમંથન કરવાનો દિવસ એ ધનતેરશ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment