Saturday, 7 November 2015

[amdavadis4ever] સર્વધર્મ સમભાવ નો બ્લૅન્ક ચૅક

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સેક્યુલર શબ્દને વ્યક્તિ સાથે નહીં સરકાર કે શાસન સાથે લેવાદેવા છે. ચાર-પાંચ સદી પહેલાંના ગ્રીસ અને રોમન રાજ્યોના રાજકાજમાં ચર્ચની દખલગીરી બહુ રહેતી. ટોચના ખ્રિસ્તી ધર્મગુરુઓ પોતાના વિચારો અને નિયમો રાજકર્તાઓ પર લાદીને સમાજને પણ નિયંત્રણમાં રાખવા માગતા. ધર્મસત્તા અને રાજસત્તા જુદાં રાખવાની જે ચળવળ શરૂ થઈ તે બિનસાંપ્રદાયિકતાના નામે ઓળખાઈ. જે રાજકર્તાઓ ધર્મસત્તાના પ્રભાવથી દૂર થઈ શકયા તે સેક્યુલર ગણાયાં: અને તે પછી તો સેક્યુલરિઝમ તેમ જ સેક્યુલર શબ્દો મનફાવે તેવી જુદી જુદી રીતે, સમાજશાસ્ત્રીઓથી માંડીને ચળવળિયાઓ સુધીના સૌ કોઈ, વાપરતા થઈ ગયા.

આઝાદ ભારતના શાસન પર ક્યારેય ધર્મસત્તાનું પ્રભુત્વ હતું જ નહીં. ૧૯૪૭ પછી ભારતને સેક્યુલર રાષ્ટ્રનો બિલ્લો પહેરાવવાની ક્યારેય જરૂર હતી જ નહીં અને આજે તો સરકાર જ નહીં ભારતના નાગરિક તરીકે 'હું સેક્યુલર છું' એવું કહેવાની ફૅશન થઈ ગઈ છે. જો કોઈ નાગરિક પોતાને કોઈપણ ધર્મનો દ્વેષી કે દુશ્મન ન માનતો હોય તો તે પોતાને સેક્યુલર કહેવડાવવાને બદલે 'હું ભારતીય છું', 'હિન્દુસ્તાની છું' કે 'હિંદુ સંસ્કૃતિનો આદર કરનારો છું' એટલું કહે તો તે પૂરતું છે. પણ વચ્ચે વાતાવરણ એવું વિષમય બનાવી દેવામાં આવ્યું કે જો તમે તમારી જાતને સેક્યુલર ન ગણાવો તો તમે કોમવાદી છો એવું લેબલ તમારા પર ચિપકાવી દેવામાં આવતું. ખાસ કરીને ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી થયેલાં ગુજરાતનાં રમખાણો દરમ્યાન આવું વાતાવરણ વધારે હતું. તે વખતે મેં લખેલું કે જો હું મારા રાષ્ટ્રનું ઉપરાણું લેતો હોઉં અને મને કોઈ રાષ્ટ્રવાદી કહે ત્યારે એનું ગૌરવ થતું હોય તો હું મારી કોમનું ઉપરાણું લઉં અને મને કોઈ કોમવાદી કહે તો ભલે કહે.

સર્વધર્મ સમભાવ જેવું કોઈ સૂત્ર સંસ્કૃતના પ્રાચીન ગ્રંથોમાં જોવા મળતું નથી. એ નવા જમાનામાં જોડી કાઢેલું સૂત્ર છે. સંસ્કૃતમાં રચાયું તેથી પવિત્ર બની ગયું, આપણી પરંપરાનો હિસ્સો બની ગયું કે સ્વીકારવા યોગ્ય બની ગયું એવું નથી. એમ તો કાલ ઊઠીને કોઈ સંસ્કૃતમાં ઓમ શ્રી દાઉદ ઈબ્રાહિમાય નમ: લખેલો મંત્ર બનાવે એટલે શું આપણે એનો જાપ જપવા માંડવાનો. સર્વધર્મ સમભાવનું સૂત્ર જાણે માત્ર હિંદુઓ માટે જ રચાયું છે. જેમ ઈશ્ર્વર-અલ્લા તેરો નામ પણ હિંદુઓ માટે જ લાગુ પાડવાનું હોય એમ. ઈસ્લામ બધા ધર્મોને એકસમાન નથી માનતો. વિધર્મીઓને કાફિર માને છે અને કાફિરના બહુ ગંદા ગંદા મીનિંગ થાય છે. ખ્રિસ્તી ધર્મ પણ બધા ધર્મોને એકસમાન નથી માનતો. જો માનતો હોત તો મિશનરીઓ ધર્મપરિવર્તન કરાવવાની ઝુંબેશ શું કામ ચલાવતા હોત. ઈશ્ર્વરને માનવાવાળાઓ બધા જ ધર્મના ભગવાનોને એક જેવા જ માને છે તે આપણી પરંપરાગત સહિષ્ણુતા છે. આ સહિષ્ણુતાની કસોટી કરીને સર્વધર્મ સમભાવની ક્ધસેપ્ટ નાક દબાવીને ગળામાં ઉતારવાની કોશિશ જ્યારે જ્યારે થઈ છે ત્યારે એનાં માઠાં પરિણામ આવ્યાં છે. સર્વધર્મ સમભાવ સહી કરેલા કોરા ચૅક જેવો છે જે કોઈ મૂર્ખ માણસ જ લખી આપે. સર્વધર્મ સમભાવને બદલે આ સૂત્ર હોવું જોઈએ: જે ધર્મને મારા ધર્મ પ્રત્યે સમભાવ છે એ ધર્મ પ્રત્યે મને પણ સમભાવ છે. આ ગુજરાતી સૂત્રનો સંસ્કૃત અનુવાદ મને ગુજરાતના વિખ્યાત સંસ્કૃતજ્ઞાતા ડૉ. ગૌતમભાઈ પટેલે કરી આપ્યો હતો જે અત્યારે હાથવગો નથી. આ જ વાતને આગળ વધારવી હોય તો વ્યક્તિગત રીતે કહી શકીએ કે તમારા ધર્મનાં ગ્રંથોમાં જે લખ્યું હોય તે અને તમારા ધર્મગુરુઓ જે કરતા હોય તે. ઈન્ડિવિજ્યુઅલી તમને મારા ધર્મ પ્રત્યે સમભાવ છે? જો હા, તો મને પણ તમારા ધર્મ પ્રત્યે સમભાવ છે. વાત પૂરી. સીધું ને સટ છે. આમાં ક્યાં કોઈ કોમ્પ્લિકેશન્સ છે? કોઈ સેક્યુલરબાજી અહીં કરવાની નથી.

ભારતમાં પરંપરાથી હિંદુ-મુસ્લિમો વચ્ચે વિખવાદો થતા આવ્યા છે એવું સેક્યુલરિયાઓ ઉછળી ઉછળીને આપણને કહેતા આવ્યા છે. ભારતમાં પરંપરાગત રીતે ભાઈ-ભાઈ વચ્ચે પણ ઝઘડા થતા આવ્યા છે. કૌરવો પાંડવોથી માંડીને મૂકેશભાઈ અનિલભાઈ સુધીનો ઈતિહાસ છે. તેથી શું થઈ ગયું? આ દેશમાં લક્ષ્મણ કે ભરતે જે રીતે ભાઈને પ્રેમ આપ્યો એવા કિસ્સા આ વિખવાદોના કિસ્સાઓ કરતાં અનેકગણા વધારે છે. હિંદુ-મુસલમાનોએ એકબીજાનાં લોહી રેડાવ્યાં એવા કિસ્સાઓ કરતાં હિંદુ-મુસલમાનો ધંધામાં ભાગીદારી કરીને એકબીજાને સમૃદ્ધ કરતા હોય કે રોટીબેટીનો વ્યવહાર રાખીને એકબીજાનું સામાજિક - કૌટુંબિક જીવન હર્યુંભર્યું રાખતા હોય એવા કિસ્સાઓ અનેકગણા છે.

પણ સેક્યુલરિયાઓને પોતાની ભાખરી શેકવી છે. રાજકારણમાં પોતાની વોટબૅન્ક ઊભી કરવી છે, માટે તેઓ વારંવાર મુસ્લિમોને થતા અન્યાયની વાત ઉછાળતા રહે છે, એ દાવ ન ચાલે ત્યારે દલિતોની વાત લઈ આવે અને એય ન ચાલે ત્યારે હાર્દિકભૈને આગળ કરીને પટેલોને થતા અન્યાયની વાત લઈ આવે.

ભારતના રિસન્ટ ઈતિહાસમાં ૧૯૯૨ની ૬ઠ્ઠી ડિસેમ્બર બાબરી ઢાંચો તૂટ્યો ત્યારથી સેક્યુલર પ્રજાએ મોટો ઉપાડો લીધો. એક વખત એક ખૂબ મોટા ગજાના મુસ્લિમ પત્રકારે મને એમના ઘરમાં ચા પીતાં પીતાં સવાલ પૂછ્યો હતો: બાબરી ડિમોલિશન વખતે તમારા શું રિએક્શન્સ હતા?

મેં કહ્યું: મેં તો તેના બીજા કે ત્રીજા જ દિવસે જાહેરમાં લખ્યું છે અને બાબરીધ્વંસ પર આંસું પાડનારાઓની આકરી ટીકા કરી છે. ૧૯૯૨માં બાબરી મસ્જિદ હતી જ નહીં. ૧૯૪૯માં એમાં રામલલ્લાની મૂર્તિની સ્થાપના થઈ ત્યારથી ત્યાં નમાઝ પઢવામાં જ નથી આવી. કારણ કે પોતાના ધર્મસ્થાનકમાં વિધર્મીની મૂર્તિ મુકાવાથી તે જગ્યા પોતાના માટે હરામ થઈ જાય એવું એમના ધર્મમાં લખ્યું છે. જે તૂટે છે તે બાબરીનો ઢાંચો તૂટે છે, મસ્જિદ નહીં. અને હા, અત્યારે જો કોઈ હિંદુ આ ઘરની બાલકનીમાંથી દેખાતી હાજી અલીની દરગાહ પર કાંકરીચાળો કરે તો હું કહીશ કે એનાં કાંડાં કાપી લેવાનાં. કારણ કે એવું કરીને એ લાખો લોકોની ધાર્મિક આસ્થા પર પ્રહાર કરે છે. આવું કહેવાશે ત્યારે લોકો મને સેક્યુલર કહેશે. પણ બીજા શ્ર્વાસે જ્યારે હું એમ કહીશ કે જો કોઈ મુસ્લિમ મારા શ્રીનાથજીના મંદિર પર પથરો ફેંકે તો એનાં પણ કાંડાં કાપી લેવાં જોઈએ તો લોકો મને કોમવાદી કહેશે.

મારો જવાબ એ વડીલ મુસ્લિમ પત્રકારના ગળે ઊતર્યો કે નહીં એની મને ખબર નથી પણ મારી જ ઉંમરના એમના દીકરા સાથે મારે આજની તારીખે પણ સંબંધ છે. સેક્યુલર આતંકવાદને હું મુસ્લિમ આતંકવાદ કરતાં પણ વધારે ભયંકર માનું છું. કારણ કે કોઈ મુસ્લિમ જેહાદના ખોટા ખ્યાલોથી કોઈના ચડાવ્યે ચડી જઈને આતંકવાદ પર ઊતરી આવે છે ત્યારે એને પોતાના ધર્મમાં શ્રદ્ધા હોય છે એટલા માટે એ આવા કૃત્યમાં જોડાય છે, પર્સનલ સ્વાર્થ માટે નહીં. જ્યારે સેક્યુલરો અંગત સ્વાર્થથી પ્રેરાઈને બેઉ ધર્મોના અનુયાયીઓને લડાવીને, સમાજની ઘોર ખોદીને પોતાના નાલાયક મનસુબાઓ સિદ્ધ કરવામાં માનતા હોય છે. બાબરી પછી ૨૦૦૨ના વર્ષમાં સેક્યુલરિઝમે ગુજરાતમાં જે આતંક ફેલાવીને ભારતને બદનામ કરવાની વિશ્ર્વભરમાં કોશિશ કરી ત્યારે હું મજાકમાં કહેતો કે જો સરકાર મને કોઈ એકની હત્યા કરવાનું લાયસન્સ આપે અને મારી આંખ સામે એક સેક્યુલરવાદી અને એક મુસ્લિમ આતંકવાદી ઊભા હોય તો હું કોનું જેશ્રીકૃષ્ણ કરું ખબર છે? સેક્યુલરવાદીનું. તે વખતે હું મજાકમાં કહેતો. હવે હું સિરિયસલી કહું છું!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment