Saturday, 7 November 2015

[amdavadis4ever] ઝૂલું છું જેમાં હું એ તારી ખાટ છે, માલિક સ મસ્ત વિશ્વ બનારસનો ઘા ટ છે Dr Sharad Thakar

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઝૂલું છું જેમાં હું એ તારી ખાટ છે, માલિક સમસ્ત વિશ્વ બનારસનો ઘાટ છે

ડો. દેસાઈની આંખો આ સાંભળીને જરાક પહોળી થઈ ગઈ. પાછલા અઢી કલાકનો ઓપરેશનનો થાક એ આંખોમાં તરવરી રહ્યો. આમાં દ્વારકાધીશ ક્યાંથી ટપકી પડ્યો?! એવું એ આંખોમાંથી પુછાઈ રહ્યું. 
જમણા હાથે ઊભેલા દીપકના કાકાએ ઉપરની છતને જ આકાશ ગણીને બે હાથ જોડીને ઉચ્ચાર્યું, 'આ બધો પરતાપ મારા ભોલેનાથ ભગવાનનો. મેં તો બાધા રાખી'તી કે જો મારા ભત્રીજાની જિંદગી બચી જશે તો આખી જિંદગી નકોરડા સોમવાર કરીશ.' 
ડો. દેસાઈની આંખોમાં લાલ દોરો ખેંચાયો. આ ભોલેનાથ વળી કઈ મેડિકલ કોલેજમાં ભણવા ગયા હતા? સાલું બોર્ડની એક્ઝામમાં પંચાણુ ટકા લઈને પાસ હું થયો, રાતભર જાગી જાગીને એમ.બી.બી.એસ. હું થયો, ત્રણ-ત્રણ વર્ષ ઓપરેશનો શીખીને તૂટી હું મર્યો અને અંતે જશ લઈ ગયા જટાશંકર?! આ કૈલાસધામ યુનિવર્સિટી વિષે આજે પહેલી વાર સાંભળ્યું! 
ડો. દેસાઈએ માંડ માંડ મન પરનો સંયમ જાળવી રાખ્યો. આંખ આડા કાન કરી દઈને દીપકના પિતા મુકેશભાઈને કહ્યું, 'તમે આવો મારી સાથે. તમારા દીકરાના ઓપરેશન વિષે તમારી સાથે વિગતવાર ચર્ચા કરવી છે.'

'પણ ઓપરેશન તો પાંચ મિનિટ પહેલાં જ પૂરુ થયું. એ પહેલાં તમારી ઘરવાળી..?' મુકેશભાઈ હસ્યા: 'એ તો તમારા માટે હમણાં પૂરુ થયું સાહેબ, બાકી અમને તો પંદર મિનિટ પહેલાં જ નર્સ આવીને સમાચાર આપી ગઈ હતી કે બજરંગબલીની કૃપાથી તમારો દીકરો બચી ગયો છે. મેઇન ઓપરેશન પૂરુ થઈ ગયું છે. સાહેબ હવે પેટ બંધ કરવાના ટાંકા લઈ રહ્યા છે. તરત જ દીપકની મા રવાના થઈ ગઈ...'
ડો. દેસાઈની આંખ શેરથાના લાલ મરચાં જેવી થઈ ગઈ. આગળ વાત કરવાનો મૂડ કપૂરની જેમ ઊડી ગયો. એમણે મુકેશભાઈને કહ્યું, 'સારું, તમે હવે બહાર બેસો. બાકીની સૂચનાઓ તમને સિસ્ટર આપી દેશે.' 
મુકેશભાઈ ગયા કે તરત ડો. દેસાઈએ ઘંટડી મારી. પ્યૂન દોડી આવ્યો. ડોક્ટરે આર પાયેલા આવાજમાં આદેશ આપ્યો: 'ઓ.ટી.નાં સિસ્ટરને મોકલો મારી પાસે.' 

નર્સ શિયાવિયા થઈ ગઈ. એને સમજાયું નહીં કે એના સાહેબ આટલા બધા અકળાઈ કેમ ગયા છે! એ તો નાની હતી ત્યારથી આવું જ સાંભળતી આવી હતી કે મારનારો અને જિવાડનારો એકમાત્ર ઉપરવાળો છે. ડોક્ટરો એમનો કસબ અજમાવે છે, મહેનત કરે છે એ બધું સાચું, પણ છેવટે તો બધું ઈશ્વરને આધીન હોય છે. શું આ સત્ય ડો. દેસાઈના જીવનના સિલેબસમાં નહીં આવતુ હોય?!
એ પછી ડોક્ટર બીજા દર્દીઓને તપાસવામાં ખોવાઈ ગયા, પણ એમનું મન કામમાં ચોંટતું ન હતું. એમની ભીતરે સમાંતર સવાલો ફૂટી રહ્યા હતા. આ દેશ ઊંચો ક્યારે આવશે? ક્યાં લગી આવી અંધશ્રદ્ધામાં આ દેશની પ્રજા સબડતી રહેશે? ભગવાને માણસને સર્જ્યો છે કે માણસે ભગવાનનું સર્જન કર્યું છે એ જ સમજાતું નથી. જો ખરેખર ઈશ્વર છે તો એના આટલા બધા અલગ-અલગ ચહેરાઓ શા માટે છે? અને આ ગમાર લોકો એવું માને છે કે ઈશ્વરની મરજી વગર પાંદડું પણ ફરકતું નથી, તો ભગવાન શું સાવ નવરો ધૂપ હશે કે આ સૃષ્ટિનાં કરોડો વૃક્ષોનાં અબજો-ખર્વો પાંદડાંનું ધ્યાન રાખી શકે? આ દીપકનું ઓપરેશન સફળ જશે કે નહીં તે ભગવાને નક્કી કર્યું? કે મારી ડિગ્રીએ, મહેનતે અને આવડતે?

ડો. દેસાઈ બાજુના બેડરૂમમાં ગયા. પથારીમાં એમનાં સિત્યોતેર વર્ષનાં બીમાર માતુશ્રી સૂતાં હતાં. ડોક્ટર દીકરાને આવેલો જોઈને બા રાજી થઈ ઊઠ્યાં: 'આવી ગયો, બેટા? લાડુ ખાજે. તારા માટે જ ખાસ બનાવડાવ્યા છે. ગણેશજીને યાદ કરીને જમવા બેસજે. દીકરા, હું તો હવે ગમે ત્યારે દુનિયામાંથી ચાલી જઈશ, પણ તને એક વાત કહું? ભગવાન ઉપરની આસ્થા ક્યારેય છોડતો નહીં.' બાને શ્વાસ ચડી ગયો. થોડી વાર પછી ફરીથી એ બોલવા લાગ્યાં: 'દીકરા, મને સંતાન થતું ન હતું. એક દિવસ એક સાધુએ આવીને જમવાનું માગ્યું. મેં એને થાળી ભરીને ભોજન કરાવ્યું. એણે થેલીમાંથી ગણપતીજીની મૂર્તિ કાઢીને મને આપી. કહ્યું કે આની પૂજા કરજે, માઈ! તારી કૂખે પુત્ર અવતરશે. બેટા, એ પછી તારો જનમ થયો હતો. હું બેંતાલીસ વરસની હતી અને મા બની. આ બધો ઈશ્વરનો ખેલ છે, દીકરા!' 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment