Thursday, 5 November 2015

[amdavadis4ever] સાફસફાઈની સ ોનેરી શિખામણ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સામાન્ય રીતે ગૃહિણીઓ પોતાના ઘરને હરહંમેશ સ્વચ્છ અને ચકચકતું રાખવાનું પસંદ કરે છે. સફાઈ વિશે કેટલીક ખોટી માન્યતા પ્રવર્તે છે. આ માન્યતા કેટલી કારગત છે તે જોઈએ



ટિપ્સ એન્ડ ટ્રિક્સ - મિતા ઉપાધ્યાય



મિથ - લીંબુના રસના ઉપયોગથી પાણીના ડાઘાં સાફ કરી શકાય.

સાચું - કાચના ગ્લાસ પર અને કિચન ક્રોમ તથા બાથરૂમનાં ભારે પાણીના ડાઘા દૂર કરવાની આ સલામત રીત છે.લીંબુના રસમાં રહેલા ખાટા દ્રવ્યને કારણે ડાઘ દૂર થાય છે. આ માટે લીંબુની ચીરીને ડાઘ પર જરા રગડો. અને પછી પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી સપાટીની આસપાસનાં ડાઘ નીકળી જશે. 

-----------------------------

મિથ - બારીના કાચ અને અરીસા સાફ કરવા પૅપર ટૉવેલને બદલે અખબારનાં કાગળો વધુ સારાં છે.

સાચું - આ એક સારો પ્રયોગ છે. ઘણાંને એવું લાગે છે કે અખબારનાં પાનાં પરની શાહી કોઈ પણ સપાટીની સફાઈ કરી શકે એવું બને નહીં. પણ કોન્ટ્રેક્ટરો વર્ષોથી આ ટ્રિકનો ઉપયોગ કરે છે. કાચ પર જામેલી ધૂળ ઓછી મહેનતે સાફ થઈ જાય છે. 

------------------------------

મિથ - કાર્પેટ પરનાં ડાઘ આઈસક્યુબ ઘસવાથી નીકળી જાય છે.

સાચું - આવું જાણીને કદાચ આશ્ર્ચર્ય લાગશે. પણ એમાં તથ્ય છે. માઈક્રો ફાઈબરમાં આઈસક્યુબ રાખીને થોડીવાર ઘસો. કાર્પેટ સ્વચ્છ થઈ જશે.

------------------------------

મિથ - વસ્ત્રો હરહંમેશ ઠંડા પાણીમાં ધોવા જોઈએ.

ખોટું - હંમેશાં ઠંડા પાણીમાં વસ્ત્રો ધોવાથી કપડાંનો રંગ બરકરાર રહે છે પણ ગરમ અથવા હૂંફાળા પાણીમાં કપડાં ધોવાનું સારું પડે છે. ગરમ પાણી વસ્ત્રો પરનાં બૅક્ટેરિયાનો નાશ કરે છે. વાઈરસ પણ રહેતા નથી. એટલે અંડરગાર્મેન્ટ્સ, બેડશિટ્સ, બાથરૂમ ટૉવેલ્સ વગેરે પરનાં સૂક્ષ્મ જંતુ ગરમ પાણીમાં નાશ પામે છે. વસ્ત્ર સાફસૂથરા થઈ જાય છે. 

-----------------------------

મિથ - બ્લીચ સારું ક્લિનર છે.

ખોટું - બ્લીચથી કંઈ બધું સાફ નથી થતું. તે બૅક્ટ્ેરિયાનો નાશ કરે છે અને જિદ્દી ડાઘ દૂર કરે છે. ડાઘ કાઢવા માટે ઘણાં બ્લીચનો ઉપયોગ કરે છે. બ્લીચ રેડતાં ભારે ધુમાડો નીકળતાં શ્ર્વાસ વાટે શરીરની અંદર જતાં તબિયત માટે હાનિકર્તા છે. આ ઉપરાંત સપાટીનો મૂળ રંગ પણ નષ્ટ થાય છે.

-----------------------------

મિથ - સુગંધી દ્રાવણ સારાં જ હોય 

ખોટું - ઘણાંને સફાઈ માટે દ્રાવણનો ઉપયોગ કરીને ઘરને મઘમઘતું રાખવાની ટેવ હોય છે. આ બાબતે હાથ ધરવામાં આવેલા પ્રયોગો પરથી પુરવાર થયું છે કે સુગંધથી વાસ્તવમાં સમસ્યા દૂર નથી થતી. જે દ્રાવણ સુગંધી ન હોય તેનો વપરાશ કરવાથી પણ સારી સફાઈ થતી હોય છે. એકદમ ચકાચક દેખાય તેનો અર્થ એવો થાય કે સપાટી પરથી ધૂળનો સફાયો થઈ ગયો છે. 

-------------------------------

મિથ - પાળેલાં પક્ષીનાં પીછાં ફર્નિચર પરથી દૂર કરવા વિન્ડો સ્ક્વિઝર 

સાચુુંં - ઘરની કાર્પેટ અને ફર્નિચર પર પડેલાં પાળેલાં પક્ષીનાં પીછાં અથવા કૂતરા કે બિલાડીના શરીર પરથી ખરેલાં ઝીણાં વાળ કાઢવા સ્કિવઝરનો ઉપયોગ કરવો જોઈએ. કાર્પેટ પરથી માત્ર કપડાથી આ દૂર નથી થતાં. એક વાર સ્ક્વિઝરથી આવાં વાળ કાઢી નાખ્યા પછી વૅક્યુમ ક્લિનરથી સફાઈ કરીને કાર્પેટ પરથી બધો કચરો નીકળી જાય છે. 

-------------------------------

મિથ - અખરોટનો અર્ક અથવા તેલથી ફર્નિચર પરનાં ડાઘ દૂર થાય છે.

સાચું - ફર્નિચરનો કુદરતી રંગ જાળવી રાખવા અને તેના પર પડેલા ડાઘા અને સ્ક્રેચ દૂર કરવા અખરોટનો અંદરનો ગર લઈને સ્ક્રેચ પર ધીમે ધીમે વર્તુળાકારમાં તથા ઉપર નીચે ઘસવાથી અખરોટમાં રહેલું તેલ છૂટું પડતાં તેને પણ સ્ક્રેચ પર ઘસવું જોઈએ. અખરોટમાં રહેલા કુદરતી તૈલી દ્રવ્યથી લાકડું પૉલિશ થતાં ચમકે છે. 

-----------------------------

મિથ - ઑલ પર્પઝ ક્લોથ અને માઈક્રો ક્લોથ સફાઈની બાબતે એકસરખા છે. 

ખોટું - સામાન્ય કપડામાં કૉટન અથવા કૃત્રિમ રેશા હોય છે. એમાં રેશા મોટા હોય છે. પણ માઈક્રોફાઈબર ક્લોથમાં રેશા ઝીણાં હોવાથી સફાઈ સારી થાય છે. ઝીણાં કચરાનાં ઝીણા કણ સાફ થઈ જાય છે. 

------------------------------

મિથ - લીંબુ અને સંતરાની છાલ દુર્ગંધનાશક છે.

ખોટું - છાલના ઉપયોગથી સિન્કમાંથી આવતી દુર્ગંધ થોડીવાર માટે દૂર થાય છે પણ જો તે સંપૂર્ણપણે ઊડી ન ગઈ હોય તો ફરી પાછા હતા ત્યાંના ત્યાં. ઉપરાંત છાલ ગટરની પાઈપમાં જતાં ગંદા પાણીના નિકાલમાં અવરોધ ઊભો થાય છે. આમ કરવાને બદલે સફેદ સરકાનું પાતળું દ્રાવણ બનાવીને સિન્કમાં રેડીને સફાઈ કરવી જોઈએ. 

-----------------------------

મિથ - હવા સ્વચ્છ રાખવા પ્લાન્ટ્સનો ઉપયોગ કરો

સાચુુંં - કેટલાક પ્લાન્ટ્સ ઘરની હવા શુદ્ધ કરે છે. રબર ટ્રી, કૉર્ન પ્લાન્ટ્સ, બામ્બુ પ્લાન્ટ્સ, ફિકસ, ઈંગ્લિશ આઈવી, લિલી, તુલસી, અને ફિલોડેન્ડ્રોન પ્લાન્ટ્સ રાખવાથી હવા શુદ્ધ થાય છે. 

-----------------------

મિથ - કાર્પેટ સાફ કરવા વેક્યુમ ક્લિનરનો ઉપયોગ ન થઈ શકે

ખોટું - વેક્યુમ ક્લિનરમાં બેસાડેલા ગોળ ફરતા બ્રશથી કાર્પેટની અંદરનો કચરો પણ સાફ થઈ જાય છે. 

----------------------------

મિથ - કુદરતી ક્લિનર્સ પણ રાસાયણિક ક્લિનર્સ જેવાં છે.

સાચુુંં - કુદરતી ક્લિનરમાં ઊભડક અથવા વાંકા વળીને સફાઈ કરવી પડે છે. દા.ત. પાણીમાં વિનેગરનાં ટીપાં નાખીને પોતું કરો તો ડાઘ દૂર થાય છે. બૅક્ટેરિયા માટે પ્રતિકૂળ છે. કિચન પ્લેટફોર્મ, ડીશ, ગ્લાસ, તપેલાં પરનાં ડાઘ આસાનીથી નીકળી જાય છે.

-------------------------

મિથ - બૅકિંગ સોડાના ઉપયોગથી ગંદા પાણીની પાઈપ સાફ રહે છે.

સાચુુંં - આ બાબતે કરવામાં આવેલા પ્રયોગમાં તથ્ય જણાયું હતું. ૧/૨ કપ બૅકિંગ સોડા અને ૧/૨ કપ વિનેગાર મિક્સ કરીને સિન્કમાં રેડો. પાઈપના મોઢા પર કપડું વીંટો. પાંચ થી દસ મિનિટ પછી ગરમ પાણી રેડો. આખી પાઈપ સ્વચ્છ થશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment