Monday, 2 November 2015

[amdavadis4ever] રામકથા, ભાગવતક થા સત્સંગ છે ન ે એ ભગવાનની કૃ પા વગર શક્ય નથી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'રામચરિતમાનસ'નું અકાટ્ય સૂત્ર છે કે સત્સંગ ભગવાનની કૃપા વગર શક્ય નથી.ગોસ્વામીજી લંકાકાંડ'માં બોલ્યા છે:

बिनु सत्संग बिवेक न होई।

रामकृपा बिनु सुलभ न सोई॥

તો, આ સિદ્ધ સિદ્ધાંત છે કે ભગવાનની કૃપા વગર સત્સંગ સુલભ નથી. રામકથા, ભાગવતકથા સત્સંગ છે ને એ ભગવાનની કૃપા વગર શક્ય નથી. એટલે આ આખો કાર્યક્રમ જે કંઈ યોજાયો, શરૂ થયો અને સંપન્ન થશે ભગવદ્ કૃપાથી. એ પુરુષાર્થ કે પ્રારબ્ધનું પરિણામ નથી,આ કેવળ ભગવાનની કૃપાનું પરિણામ છે. ભગવાન જ્યારે દ્રવીભૂત થાય,ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે સત્સંગ પ્રાપ્ત થાય છે! અથવા તો બીજા અર્થમાં કહેવું હોય તો તુલસીદર્શનમાં એમ કહી શકાય કે ભગવાનની કૃપા એ બીજું કઈ નથી, ઈશ્ર્વરનું દ્રવીભૂત રૂપ છે. તમને સત્સંગ મળે, ત્યારે એમ નહિ માનશો કે તમને સત્સંગ મળ્યો, એમ માનશો કે ભગવાન પીગળેલી હાલતમાં મળ્યા છે! પ્રવાહી રૂપમાં પરમાત્મા તમને મળ્યા છે. પરમાત્માની કૃપા એ ભગવાનનું દ્રવીભૂત સ્વરૂપ છે. 

આપણા બધાંના અનુભવમાં છે-જગતમાં બે રસ્તા છે. એક પ્રારબ્ધ ને બીજો પુરુષાર્થ. ઘણી વાર માણસને પ્રારબ્ધને લીધે ઘણું મળે,પણ એનો પુરુષાર્થ બરાબર ન હોય તો બધું વેડફાઈ જાય. અવળો માર્ગ હોય, સીધો-સાદો ન હોય, વામમાર્ગી બની જાય માણસ, તો પ્રારબ્ધથી મળેલું ખલાસ થઈ જાય! ઘણી વખત માણસ પુરુષાર્થથી મેળવતો હોય છે, ખૂબ પુરુષાર્થ કરે અને પ્રાપ્ત કરે પણ પ્રારબ્ધ નબળું હોય તો બધું જતું રહે. સત્સંગ નથી પુરુષાર્થથી મળતો, નથી પ્રારબ્ધથી મળતો. કોઈ દિવસ ભ્રાંતિમાં ન રહેશો. સત્સંગ કેવળ ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. રામકથા તમે ખૂબ શ્રવણ કરી છે. રામકથાના તમે ખૂબ રસિક છો. હું હંમેશા વિદેશની ભૂમિ પર આનંદ વ્યક્ત કરતો રહ્યો કે આફ્રિકા, યુ.કે. અને આજકાલ, અમેરિકા, કેનેડા બધા દેશોમાં ભગવાનની ચર્ચા કોઈને કોઈ રૂપે લોકોને ખૂબ ગમી રહી છે. એમાં આ ભૂમિમાં હનુમાનચાલીસા, સુંદરકાંડ, રામાયણના પાઠો ખૂબ થતા રહે છે, એટલે કે તમે ખૂબ પરિચિત છો રામાયણથી અને એમાંયે કથા તો મારું જીવન છે, મેં કેટલીયે વાર કહ્યું છે કે મારો શ્ર્વાસ છે એના પર જ તો જીવું છું... પણ કથાને નિમિત્ત બનાવીને બાપ, હું તમને મળવા આવ્યો છું! આ બહાને નવ દિવસ હું તમને જોઈ શકું, તમારી સાથે વાતો કરી શકું! અહીંયા તો ભગવાનની કૃપાથી બહુ સારું વાતાવરણ છે, પણ હજી જેમ જેમ આગળ જઈએ છીએ, અમરિકા જેવા દેશોમાં એક વસ્તુ ચોક્કસ કે આ યુવાન પેઢીને સત્સંગ ન મળ્યો હોત તો આ પેઢી હાથમાંથી જતી રહેતે, આ સત્યનો ઇનકાર થઈ શકે એમ નથી. એમાં કોઈ વ્યક્તિનું યોગદાન એ વાત નથી. તત્ત્વ ને સત્ત્વના યોગદાને કામ કર્યું છે. તમે સત્સંગમાં રુચિ રાખો છો. બસ મારે આ નવ દિવસમાં એ જ કહેવું છે કે 'રામચરિતમાનસ'ના સત્સંગ દ્વારા આપણા વિવેકને વધારે ને વધારે જાગૃત કરો. વિદેશની ભૂમિ પર તમે રામનામ લો છો. હરિકીર્તન કરો છો, રામાયણના પાઠ કરો છો, હનુમાનચાલીસા કરો છો અને દેશમાંથી આવેલા સાધુ માટે આના કરતાં આનંદની બીજી કઈ વાત હોઈ શકે? તેથી વધારે ને વધારે તમે સુરક્ષિત થાઓ,વધારે ને વધારે તમે બચી જાઓ,એટલા માટે આ સત્સંગ છે. સાથે બેસીને નવ દિવસમાં 'રામચરિતમાનસ'નો એકાદ પ્રસંગ લઈશ. હવે તો બધા જ પ્રસંગો મને ગહન લાગે છે. બધી જ પંક્તિઓ મને દૂર દૂર કોઈ ગિરિકંદરામાં દેખાય છે. ખૂબ જ સુક્ષ્મ રીતે અનુભવાય છે.

આ સત્સંગનો પરમ હેતુ,આ યુવાન ભાઈ-બહેનોના હૃદયમાં ભારતીય સંસ્કૃતિની ધજા, સનાતન સંસ્કૃતિની પરંપરા કાયમ ફરકતી રહે એ છે.યુવાન ભાઈબહેનો, આ કથાને એવી રીતે શ્રવણ કરજો.તમારે ઘણું કરવાનું છે. વડીલોએ સનાતન સંસ્કૃતિ,સનાતન ધર્મ, શાસ્ત્રો માટે ખૂબ મહેનત કરી છે, એમાંથી પ્રેરણા લઈ તમારે જાગૃત રહેવાનું છે. વચ્ચે વચ્ચે જે મહત્ત્વની વાતો થઈ છે એ હું તમને કહેતો રહીશ, નવ દિવસમાં રામકથાના આ પ્રસંગ દ્વારા આપણે આપણી જાતને ભીંજવીએ, આપણા વિવેકને પ્રગટ કરીએ. પરમાત્માની કૃપાનો સાચા અર્થમાં અનુભવ કરીએ.

રામાયણને ખૂબ સૂક્ષ્મ દૃષ્ટિથી જુઓ. ન જુઓ તો ખૂબ સૂક્ષ્મ શ્રવણથી સાંભળો. હવે સત્સંગ મહત્ત્વનો છે. આ ફૂલના હારનો વિધિ પણ મહત્ત્વનો નથી. એનો અર્થ ફૂલના હાર તમે પહેરાવો, એ નથી ગમતું એવો પણ નથી. બધાં રાજી થાય એ હું સમજુ છું. પરંતુ એ ઘણું કરી દીધું. તમે હાર આપી ઘણી, મેં સ્વીકારી ઘણી! મારે તો કથા શરૂ થાય એટલે આચાર્ય સંક્ષેપમાં પૂજન કરાવી દે, વડીલ, કોઈ ટેણિયો આવીને એક હાર આપી જાય. એનો કોઈ ખોટો અર્થ ન કરશો. ભાવથી તમે આવો છો. પણ એમાં ઘણો સમય જતો હોય છે એના માટે એક સ્પેશ્યલ ફંકશન રાખવું જોઈએ. એમાં ફક્ત હાર વાળી દો. ટૂંકમાં તમે જે સમય, સંપત્તિ ને યુવાનીના દિવસો, આ સમયને આપી કથામાં આવો છો,એટલે મારી ઈચ્છા છે, હું જેટલું બને તેટલું બધું તમને આપું. મેં મારી સ્તુતિ પણ ઓછી કરી નાંખી. પહેલા દિવસે ને છેલ્લા દિવસે એ રસમ નિભાવું છું. જે મારી મૂળ પરંપરા સચવાય,બને એટલું ટૂંકું કર્યું છે. તમે ને હું એક બનીને સત્સંગ દ્વારા અંત:કરણની શુદ્ધિ કરીએ! આયોજકો ખરાબ ન લગાડે, યજમાનો હોય પણ કોઈ એવું નારાજે ન થાય. હું આવું એ પહેલાં બધાને તૈયાર રાખવાનાં, જેઓ આવીને પોથીજીનું સન્માન કરે, જેથી કરીને સત્સંગનો સમય બહુ જ મહત્ત્વનો છે તે બગડે નહિ. અત્યારે મને ને તમને સત્સંગ સિવાય બીજું કશું સુધારી શકે એમ નથી. તમે ને હું હિમાલયની ગુફામાં જઈ સાધના કરી શકવાનાં નથી, પતંજલિનો યોગ કે પ્રાણાયામ આપણી કક્ષામાં નથી. આપણું જીવન સુધારવાનું એક જ સાધન છે અને તે છે સત્સંગ. તેથી એક ક્ષણ પણ ન ગુમાવો. કઠોર હૃદયને પિગળાવવાનું કાર્ય કેવળ સત્સંગ કરે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment